Gujarat Board GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 16 માતૃહૃદય Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 6 Gujarati Textbook Solutions Chapter 16 માતૃહૃદય
Class 6 Gujarati Textbook Solutions Chapter 16 માતૃહૃદય Textbook Questions and Answers
અભ્યાસ
નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમઅક્ષર પ્રશ્નની સામે આપેલા [ ] માં લખો :
પ્રશ્ન 1.
અપંગ તનનાં પણ મનનાં નહિ એટલે…
(ક) શરીર અપંગ છે એટલે મન નબળું
(ખ) મનની મક્કમતા બહુ મોટી વાત.
(ગ) અપંગ માણસથી કશું ન થઈ શકે.
(ઘ) અપંગ જીવતા મૂઆ છે.
ઉત્તર :
(ખ) મનની મક્કમતા બહુ મોટી વાત.
પ્રશ્ન 2.
બાઈ કરગઠિયાં વીણવા નીકળી હતી કારણ કે
(ક) સાંજે રાંધવા માટે જરૂરી હતાં.
(ખ) જંગલમાં તે વાત સહજ હતી.
(ગ) દવામાં ઉપયોગમાં લેવાનાં હતાં.
(ઘ) અગ્નિ પેટાવવો હતો.
ઉત્તર :
(ક) સાંજે રાંધવા માટે જરૂરી હતાં.
પ્રશ્ન 3.
બાળકની નજર સામેની ભેખડના પથ્થર પર પડી ત્યાં..
(ક) નીચે ઊંડી ખાઈ દેખાતી હતી.
(ખ) સિંહણની બોડ દેખાતી હતી.
(ગ) બોડની બહાર સિંહનું નાનું બચ્ચું દેખાતું હતું.
(ઘ) ગલૂડિયું દેખાતું હતું.
ઉત્તર :
(ગ) બોડની બહાર સિંહનું નાનું બચ્ચું દેખાતું હતું.
પ્રશ્ન 4.
માતૃહૃદય પાઠમાં વધારે તો…
(ક) બીક લાગે તેવી વાત છે.
(ખ) ગભરાઈ જવાય તેવી વાત છે.
(ગ) માતાના પોતાના બાળક પ્રત્યેના ખૂબ પ્રેમની વાત છે.
(ઘ) પશુપ્રેમની વાત છે.
ઉત્તર :
(ગ) માતાના પોતાના બાળક પ્રત્યેના ખૂબ પ્રેમની વાત છે.
2. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં આપો :
પ્રશ્ન 1.
ગિરનાર કોની જેમ બેઠો છે ?
ઉત્તર :
ગિરનાર કોઈ જટાધારી વૈરાગી સાધુની જેમ બેઠો છે.
પ્રશ્ન 2.
પ્રાગડ ફૂટે એટલે માલધારીઓ શું કરતા ?
ઉત્તર :
પ્રાગડ ફૂટે એટલે માલધારીઓ ભેસો અને બીજું ઢોરોને ચરાવવા ઊપડી જતા.
પ્રશ્ન 3.
માલધારી સ્ત્રીનો જીવ અડધો કેમ થઈ ગયો ?
ઉત્તર :
માલધારી સીનું બાળક તેનાથી પાછળ રહી ગયું છે તેની તેને ખબર નહોતી પરંતુ જ્યારે સિંહણની ડણક સંભળાઈ ત્યારે તેને તેનું બાળક યાદ આવ્યું. તેથી માલધારી સ્ત્રીનો જીવ અડધો થઈ ગયો.
પ્રશ્ન 4.
સિંહણ બાળકથી કેટલી દૂર હતી ?
ઉત્તર :
સિહણ બાળકથી ફક્ત સાત ફૂટ દૂર હતી.
પ્રશ્ન 5.
આખરે બંને માતાઓએ શું કર્યું?
ઉત્તર :
આખરે સિંહણ પોતાના શિશુને લઈને પોતાની બોડમાં ગઈ અને માલધારી સ્ત્રી પોતાના બાળકને લઈને ઘેર ગઈ.
સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
પ્રશ્ન 1.
માલધારી સ્ત્રીઓ શું કામ કરતી હતી ?
ઉત્તર :
માલધારી સ્ત્રીઓ સવારે ઘેર વલોણું કરતી અને સાંજે – બળતણ વીણવા ગીરમાં નીકળી પડતી.
પ્રશ્ન 2.
બાળક માતાથી પાછળ કેમ રહી ગયું ?
ઉત્તર :
બાળકે દૂર ભેખડ પર સિહણનું બચ્ચું જોયું ને તેને જોવામાં અને લેવામાં બાળક માતાથી પાછળ રહી ગયું.
પ્રશ્ન 3.
બાળક પોતાની સાથે નથી એવી માતાને ક્યારે ખબર પડી ?
ઉત્તર :
માલધારી સ્ત્રી જંગલમાં બળતણ વીણતી વીણતી આગળ ચાલતી હતી. તેની પાછળ નાની પગલીઓ ભરતું તેનું બાળક ચાલતું હતું. એટલામાં બાળકે સામેની ભેખડ પર એક સિહબાળને જોયું ને પાસે જઈ તેને ઉઠાવી લીધું. થોડી વારે સિંહણની ડણક સંભળાઈ ત્યારે માતાએ પાછળ જોયું તો ખબર પડી કે બાળક પોતાની સાથે નથી.
પ્રશ્ન 4.
માતાને કયું દૃશ્ય જોઈને ધરતી ગોળ ગોળ ફરતી લાગી ?
ઉત્તર :
પોતાનું બાળક સિહબાળને ગોદમાં ઉઠાવી નાની પગલી ભરતું નેસ તરફ જઈ રહ્યું હતું. થોડે દૂર સિંહણ પોતાના બચ્ચાને મેળવવા ત્રાડ નાંખી પોતાના બાળક તરફ આવી રહી હતી. આ દેશ્ય જોઈ માતાને ધરતી ગોળ ગોળ ફરતી લાગી.
પ્રશ્ન 5.
શિકાર માટે ગયેલી સિંહણ શિકાર કર્યા સિવાય શા માટે પાછી ફરી ?
ઉત્તર :
સિહણ શિકાર માટે નીકળી હતી એટલામાં એને માનવીની ગંધ આવતાં તે પોતાના બાળકના રક્ષણ માટે શિકાર કર્યા સિવાય પોતાની બોડ તરફ પાછી ફરી.
પ્રશ્ન 6.
માલધારી સ્ત્રી અને સિંહણ બંને વચ્ચે પાયાની સામ્યતા કઈ છે ? શા માટે ?
ઉત્તર :
માલધારી સ્ત્રી અને સિહણ બંને વચ્ચે પાયાની સામ્યતા તેમનું માતૃહૃદય છે. કેમ કે, ભલે તેમનાં શરીર જુદાં-જુદાં હતાં, પરંતુ પોતાના બાળક પ્રત્યેની તેમની મમતા અને પ્રેમમાં કશો જ ફરકે નહોતો. આથી જ માનવની ગંધ આવતાં જ સિંહણ પોતાના શિશુની રક્ષા માટે શિકાર કર્યા સિવાય પાછી ફરી જયારે સિંહણની ત્રાડ સાંભળીને ગભરાયેલી માલધારી સ્ત્રી પણ પોતાના બાળકને બચાવવા હાંફળી-ફાંફળી દોડી આવી.
પ્રશ્ન 7.
‘માનવ હોય કે પશુ – માતૃહૃદય તો સૌનાં સરખાં !’ આ પંક્તિનો અર્થ સમજાવો.
ઉત્તર :
એક બાજુ માલધારી સી અને બીજી બાજુ સિંહણ, ક્ષણભર બંને માતાઓએ આંખ મિલાવી, બંનેની આંખો વચ્ચે કંઈક છૂપી વાત થઈ ગઈ. બંને માતાઓ પોતપોતાનાં શિશુઓને લઈને ચાલી ગઈ. તેમના દેહ જુદા હતા પણ શિશુ પ્રત્યેની મમતામાં કશો ભેદ નહોતો. માનવ હોય કે પશુ – માતૃહૃદય તો સૌનાં સરખાં.
2. નીચેના શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો :
પ્રશ્ન 1.
- માલધારી ……………..
- બલિહારી ……………..
- અસ્તિત્વ ……………..
- પરિવર્તન ……………..
- નેસ ……………..
- શિશુ ……………..
ઉત્તર :
- માલધારી : માલધારી ગાય-ભેંસો રાખી ગુજરાન ચલાવે છે.
- બલિહારી : કુદરતની બલિહારી છે કે ગામ સુખી છે.
- અસ્તિત્વ ધરતીકંપ થવાથી ગામનું અસ્તિત્વ જ ના રહ્યું.
- પરિવર્તન : નવા શિક્ષકો શાળામાં ઘણું પરિવર્તન લાવ્યા.
- નેસ : માલધારીઓ નેસમાં રહે છે.
- શિશુ: શિશુ માતાને અતિપ્રિય હોય છે.
3. નીચેના રૂઢિપ્રયોગના અર્થ લખો :
પ્રશ્ન 1.
- આંખે ચક્કર આવવા
- જીવ અડધો થઈ જવો
- દિલનો ટુકડો હોવું
ઉત્તર :
- આંખે ચક્કર આવવા – તમ્મર આવવાથી ન દેખાવું
- જીવ અડધો થઈ જવો – ચિંતાથી વિહવળ થઈ જવું
- દિલનો ટુકડો હોવું – ખૂબ વહાલા હોવું
4. નીચેના શબ્દોના અર્થ લખો :
પ્રશ્ન 1.
- કરગઠિયાં – …………….
- પ્રાગડ ફૂટવું – …………….
- ઓસાણ – …………….
- ખોળિયું – …………….
ઉત્તર :
- કરગઠિયાં – લાકડાના નાના નાના ટુકડા
- પ્રાગડ ફૂટવું – પરોઢિયું થવું
- ઓસાણ – યાદ
- ખોળિયું – શરીર
5. નીચેનાં વાક્યોમાં ક્રિયાવિશેષણ શોધો :
પ્રશ્ન 1.
- અમે બિલ્લીપગે આગળા ઉઘાડ્યા.
- એક સંન્યાસી શાંતિથી ચાલ્યા આવે.
- માણસો ટપોટપ મરવા લાગ્યા.
- કોચલાં પાણીમાં આમતેમ ઝોલાં ખાઈ રહ્યાં હતાં.
- પેલો માણસ ટાઢથી થરથર ધ્રૂજી રહ્યો છે.
ઉત્તર :
- બિલ્લીપગે
- શાંતિથી
- ટપોટપ
- આમતેમ
- થરથર
6. સૂચના પ્રમાણે કરો :
પ્રશ્ન 1.
‘મા’ શબ્દ સાથે સંકળાયેલા શબ્દોની યાદી કરો. દા.ત., સ્નેહ
ઉત્તર :
મા શબ્દ સાથે સંકળાયેલા શબ્દોઃ કોમળ, મમતા, હેતાળ, ખમ્મા, વાત્સલ્ય, પ્રેમ, કરુણા, મહાન, અનન્ય.
પ્રશ્ન 2.
તમારા શિક્ષકની મદદથી ‘મા’નો મહિમા દર્શાવતી કહેવતો, પંક્તિઓ જાણો અને લખો.
ઉત્તર :
- મા તે મા, બીજા બધા વગડાના વા.
- એક માતા સો શિક્ષકની ગરજ સારે છે.
- માં વિના સૂનો સંસાર, ગોળ વિના મોળો કંસાર.
- મા પ્રમાણે દીકરી ને ઘડા પ્રમાણે ઠીકરી.
- મા કહેતાં મોટું ભરાય.
- માની ગરજ કોઈનાથી ન સરે.
- જનનીની જોડ સખી નહિ જડે રે લોલ.
પ્રશ્ન 3.
તમારી “મા” તમને કેમ ગમે છે ? છ-સાત વાક્યો લખો.
ઉત્તર :
મારી માતા મને ખૂબ વહાલી છે, માં મને દરરોજ સવારે વહેલા જગાડે છે. મા મને તૈયાર કરી સમયસર શાળામાં મોકલે છે. સાંજે શાળામાંથી જયારે હું ઘરે આવું છું ત્યારે મારી માં મને ખૂબ જ પ્રેમ અને વહાલપૂર્વક આવકારે છે. મા મને ગૃહકાર્ય કરવામાં મદદ કરે છે અને મને ભણાવે પણ છે, મા મને નવાં-નવાં ગીતો અને માની વાર્તાઓ પણ કહે છે, માએ મને સારી ટેવો પણ શીખવાડી છે. હું મારી માતાને ખૂબ જ ચાહું છું.
Std 6 Gujarati Textbook Solutions Chapter 16 માતૃહૃદય Additional Important Questions and Answers
ભાષાસજતા
સમાનાર્થી શબ્દો આપોઃ
- સદી – સૈકો
- સાવજ – સિંહ
- ક્ષણ – પળ
- ગોદ – ખોળો
- શિશુ – બાળક
- પસ્તાવો – પશ્ચાતાપ
- ગંધ – વાસ
- દેહ – શરીર
- પરિવર્તન – ફેરફાર
વિરુદ્ધાર્થી શબ્દો આપો :
- જાણ્યું × અજાણ્યું
- બહાદુર × ડરપોક
- હાર × જીત
- ધીમું × ઝડપી
- સૂકું × લીલું
- રક્ષણ × ભક્ષણ
- દૂર × નજીક
- પ્રેમ × નફરત
નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો:
- ગલુડીયું – ગલૂડિયું
- વિચીત – વિચિત્ર
- રદય – હૃદય
- અદભૂત – અદ્ભુત
- ખોળીયું – ખોળિયું
- અસતીત્વ – અસ્તિત્વ
નીચેના શબ્દસમૂહ માટે એક-એક શબ્દ આપો :
- બાવાઓ સાથે રાખે છે તે કે તેવું કેશનું ઝુંડ – જટા
- ઢોરોનો ઉછેર કરતી જાતિનો માણસ – માલધારી
- ભરવાડોએ જંગલમાં બાંધેલાં ઝૂંપડાંનું ગામ – નેસ
- લાકડાના નાના ટુકડા – કરગઠિયાં
- ઝઝૂમતો ટેકરાનો ખૂણો – ભેખડ, કરાડ
- સિંહની ગર્જના – ડણક
- દોષને માટે પાછળથી થતો ખેદ – પસ્તાવો, પશ્ચાતાપ
- કાંટાવાળા વૃક્ષોની ગીચ ઝાડી મા ઉંટ
- અડધી ઉંમરે પહોંચેલું – આધેડ’ રે !
નીચેનાં વાક્યોમાંથી ક્રિયાવિશેષણ શોધી અલગ તારવો :
પ્રશ્ન 1.
- માતા સૂકાં લાકડાં વીણતી વીણતી આગળ નીકળી ગઈ.
- પિલું બાળક ધીમું ધીમું ફૂલડાં ચૂંટતું હતું.
- માલધારીના બાળકે બચ્ચાને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું.
- માતા મનોમન પસ્તાવો કરતી હાંફળીફાંફળી દોડી.
- સિંહણની આંખોમાં અજબ પરિવર્તન આવી રહ્યું હતું.
ઉત્તર :
- વીણતી વીણતી
- ધીમું ધીમું
- વહાલપૂર્વક
- હાંફળીફાંફળી
- અજબ
પરીક્ષાલક્ષી વિશેષ પ્રશ્નોત્તર
પ્રશ્ન 1.
‘માતૃહૃદય’ વાર્તા તમારા શબ્દોમાં રજૂ કરો.
ઉત્તર :
ગીર પ્રદેશમાં કરમના દાધિયા નામનો સાતેક ઝૂંપડાંનો એક નેસ આધેડ ઉંમરની એક માલધારી બાઈ બળતણ વીણવા નીકળી. તેની સાથે તેનું ચારેક વરસનું બાળક પણ હતું. તે સૂકું બળતણ વીણતીવીણતી આગળ નીકળી ગઈ. બાળક થોડું પાછળ હતું. બાળકની તેને કૂતરાનું ગલૂડિયું સમજીને ઉપાડી લીધું.
એટલામાં પાછળ સિંહની ડણક સંભળાઈ. બાળક તો તેની ધૂનમાં ચાલ્યું જતું હતું પરંતુ માતાના હૈયામાં ફાળ પડી. તે દોડતી બાળકને શોધવા લાગી. બાળકને સિંહબાળ સાથે અને તેની પાછળ સિંહણને ઘૂરકતી જોઈ માતાને આંખે અંધારાં આવી ગયાં.
માતા પોતાના બાળકને ચીસ પાડીને કહેતી હતી: ‘છોડી દે… છોડી દે.” છેવટે બાળકે સિંહબાળને પડતું મેલ્યું ને માતા પાસે દોડી ગયું. સિંહબાળ પણ પાછળ આવતી માતા પાસે દોડી ગયું. બે માતા વચ્ચે બે બાળક હતાં. હૈયામાં પોતાના બાળકો માટે પ્રેમ હતો. બંને માતાઓ પોતપોતાનાં બાળકો લઈને ચાલતી થઈ.
પ્રશ્ન 2.
‘માલધારી સ્ત્રી’ વિશે પાંચ-સાત વાક્યો લખો.
ઉત્તર :
કરમનાં દાધિયા નામના સાતેક ઝૂંપડાંના નેસમાં માલધારી સી રહેતી હતી. એક દિવસ તે પોતાના બાળકને લઈને બળતણ વીણવા નીકળી. બાળક તેની પાછળ ધીમે પગલે ચાલતું હતું. ભેખડ પાસે બાળકે સિંહબાળને જોયું. તેણે સિહબાળને તેડી લીધું. એટલામાં પૂરકાટ કરતી સિંહણ તેની સામે આવી ચડી. માલધારી સ્ત્રીએ હિંમત કરી ‘છોડી દે’ની બૂમો પાડી. માની ચીસ સાંભળી બાળકે સિંહબાળને પડતું મૂક્યું અને દોડીને માની ગોદમાં ભરાઈ ગયું.
નીચેના પ્રષ્નોના ઉત્તર બે-ત્રણ વાક્યોમાં આપોઃ
પ્રશ્ન 1.
કયા દેશ્યનું વર્ણન લેખક કરી શકતા નથી ?
ઉત્તર :
એક તરફ માલધારી બાળક દોડીને માની ગોદમાં ભરાઈ ગયું. તો બીજી બાજુ સિંહશિશુ પણ દોડતું માની ગોદમાં ચાલ્યું ગયું. સામસામે બે માતાઓ અને વચ્ચે તેમનાં બે શિશુઓ. બંનેના હૃદયમાં પોતાના દિલના ટુકડા માટેના અગાધ પ્રેમનું વર્ણન લેખક કરી શકતા નથી.
પ્રશ્ન 2.
બાળક માતાથી વિખૂટું કઈ રીતે પડી ગયું?
ઉત્તર:
બાળક માતાની પાછળ પાછળ ચાલી રહ્યું હતું. ત્યાં તેની નજર ભેખડ ઊતરવા મથતા સિંહબાળ પર પડી. તેને તેડી લેવાનું બાળકને મન થયું. બાળક તેને લેવા રોકાયું તેથી બાળક માતાથી વિખૂટું પડી ગયું.
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :
પ્રશ્ન 1.
માલધારીઓ ગીર પ્રદેશમાં શું કામ કરે છે?
ઉત્તર :
માલધારીઓ ગીર પ્રદેશમાં ભેંસો અને બીજા ઢોર ચરાવવાનું કામ કરે છે.
પ્રશ્ન 2.
માની પાછળ આવતા બાળકને શેમાં રસ પડ્યો ?
ઉત્તર :
માની પાછળ આવતા બાળકને સિહણના નવજાત બચ્ચાને જોવામાં રસ પડ્યો.
પ્રશ્ન 3.
ચીને પોતાના બાળકની યાદ ક્યારે આવી?
ઉત્તર :
સ્ત્રીએ સિંહણની ડણક સાંભળી ત્યારે તેને પોતાના બાળકની યાદ આવી.
પ્રશ્ન 4.
સ્ત્રી કાંટ અને ભેખડ વટાવીને આવી ત્યારે તેણે કેવું દેશ્ય જોયું?
ઉત્તર :
આ કોટ અને ભેખડ વટાવીને આવી ત્યારે સિંહશિશુને લઈને ચાલતા પોતાના બાળકને અને તેની પાછળ આવતી સિંહણને જોઈ.
પ્રશ્ન 5.
સિંહણે શું જોઈને ત્રાડ નાખી હતી ?
ઉત્તર :
સિંહણે જોયું કે બાળક તેના બચ્ચાને તેડીને જઈ રહ્યું હતું, તે જોઈને સિંહણે ત્રાડ નાખી હતી.
પ્રશ્ન 6.
પોતાના બાળકને સિંહણથી બચાવવા માલધારી સ્ત્રીએ શું કર્યું?
ઉત્તર :
પોતાના બાળકને સિંહણથી બચાવવા માલધારી સ્ત્રી સિંહબાળને છોડી દેવા પોતાના બાળકને વિનંતી કરવા લાગી.
નીચેના વિધાનો પૂર્ણ કરો:
પ્રશ્ન 1.
માલધારી સ્ત્રી અચાનક હાંફળી-ફાંફળી થતી દોડી, કારણ કે ..
ઉત્તર :
તેને સિંહણની ડણક સંભળાઈ અને એને પોતાનું બાળક યાદ આવ્યું.
પ્રશ્ન 2.
માલધારી સ્ત્રીને આંખે ચક્કર આવી ગયા, કારણ કે..
ઉત્તર :
સિંહણ ત્રાડ નાખતી પોતાના બાળક તરફ આવી રહી હતી.
પ્રશ્ન 3.
સિંહણ પાછી ફરી ગઈ, કારણ કે..
ઉત્તર :
બાળકે સિંહબાળને હાથમાંથી છોડી દીધું ને સિંહબાળ સિંહણ તરફ દોડી ગયું.
નીચેનાં વાક્યોને વાર્તાના ક્રમ અનુસાર ગોઠવીને લખો:
પ્રશ્ન 1.
- વચ્ચે બે ભૂલકાં : એક પશુદેહધારી, એક માનવદેહધારી !
- પેલા માલધારી બાળકે તેને (સિંહબાળને) ગોદમાં તેડી લીધું.
- બંને માતાઓ પોતાનાં શિશુને લઈ ચાલી ગઈ.
- આધેડ ઉંમરની એક બાઈ એક સાંજે કરગઠિયાં વીણવા નીકળી, હારે ચારેક વરહનું બાળક.
- ત્યાં જ પાછળ સિંહણની) ડણક સંભળાણી.
- માલધારી બાળકે સિંહ-શિશુને પડતું મેલ્યું.
- માલધારી સ્ત્રીએ દૂર રહ્ય-રૌ પોતાના બાળકને બગલમાં રહેલ સિંહબાળને છોડી દેવા બૂમ પાડી.
ઉત્તર :
વાર્તાના ક્રમ અનુસાર વાક્યોની ગોઠવણી:
- આક્ષેડ ઉંમરની એક બાઈ એક સાંજે કરગઠિયાં વીણવા નીકળી, હારે ચારેક વરહનું બાળક.
- પિલા માલધારી બાળકે તેને સિંહબાળને) ગોદમાં તેડી લીધું.
- ત્યાં જ પાછળ (સિંહણની) ડણક સંભળાણી.
- વચ્ચે બે ભૂલકાં : એક પશુદેહધારી, એક માનવ. દેહધારી !
- માલધારી સ્ત્રીએ દૂર રહ્ય-રો પોતાના બાળકને બગલમાં રહેલ સિહબાળને છોડી દેવા બૂમ પાડી.
- માલધારી બાળકે સિંહ-શિશુને પડતું મેલું.
- બંને માતાઓ પોતાનાં શિશુને લઈ ચાલી ગઈ.
નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો:
પ્રશ્ન 1.
‘માતૃહૃદય’ પાઠના લેખકનું નામ જણાવો.
A. કનૈયાલાલ મુનશી
B. કનૈયાલાલ રામાનુજ
C. પન્નાલાલ પટેલ
D. રઘુવીર ચૌધરી
ઉત્તર :
B. કનૈયાલાલ રામાનુજ
પ્રશ્ન 2.
ગીર પ્રદેશમાં માલધારી કોમના કેટલા નેસડા હતા?
A. 126
B. 127
C. 128
D. 129
ઉત્તર :
D. 129
પ્રશ્ન 3.
સવાર થતાં માલધારીઓ ક્યા કામે ઉપડી જતા?
A. દૂધ-દહીં વેચવા
B. લાકડાં કાપવા
C. ઢોર ચરાવવા
D. ટાણું કરવા
ઉત્તર :
C. ઢોર ચરાવવા
પ્રશ્ન 4.
સ્ત્રીને પોતાના બાળકની યાદ ક્યારે આવી ?
A. સિંહની ડણક સાંભળી ત્યારે
B. બાળકની બુમ સાંભળી ત્યારે
C. બાળકના ૨ડવાનો અવાજ સાંભળ્યો ત્યારે
D. પાછું વળીને જોયું ત્યારે
ઉત્તર :
A. સિંહની ડણક સાંભળી ત્યારે
પ્રશ્ન 5.
શિકાર કરવા નીકળેલી સિંહણ શાની ગંધથી બોર્ડ તરફ પાછી ફરી ?
A. પક્ષીની ગંધથી
B. પશુની ગંધથી
C. માનવબાળની ગંધથી
D. ઉપરનાં તમામ
ઉત્તર :
C. માનવબાળની ગંધથી
પ્રશ્ન 6.
માલધારી સ્ત્રી પોતાના બાળકને વારંવાર શાની વિનંતી કરતી હતી ?
A. સિંહબાળને છૂપાવી દેવાની
B. સિહબાળને લઈને ભાગી જવાની
C. સિંહબાળને છોડી દેવાની
D. ઉપરનામાંથી એક પણ નહિ
ઉત્તર :
C. સિંહબાળને છોડી દેવાની
પ્રશ્ન 7.
શું જોઈને માલધારી સ્ત્રીનો જીવ તાળવે ચોંટી ગયો ?
A. પોતાના બાળકને ખૂબ રડતો જોઈને
B. પોતાના બાળકને બેભાન હાલતમાં જોઈને
C. ત્રાડ નાખતી સિંહણને પોતાના બાળકની સાવ નજીક આવી ગયેલી જોઈને
D. સિંહણને પોતાના બાળક પર હુમલો કરતી જોઈને
ઉત્તર :
C. ત્રાડ નાખતી સિંહણને પોતાના બાળકની સાવ નજીક આવી ગયેલી જોઈને
પ્રશ્ન 8.
સિંહણ શા માટે પોતાની બોડ તરફ પાછી ફરી ?
A. માલધારી સીએ હાથ જોડીને વિનંતી કરી એટલે
B. માલધારી બાળક જોરજોરથી રડવા લાગ્યું એટલે
C. લોકોનું ટોળું એકઠું થઈ ગયું એટલે
D. માલધારી બાળકે સિંહબાળને છોડી દીધું એટલે
ઉત્તર :
D. માલધારી બાળકે સિંહબાળને છોડી દીધું એટલે
પ્રવૃત્તિઓ
પ્રશ્ન 1.
“માતા”ને લગતાં અન્ય કાવ્યો બાલસભામાં રજૂ કરો.
ઉત્તર :
જનનીની જોડ સખી ! નહિ જડે રે લોલ, મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તે મોરી માત રે,
જનનીની જોડ સખી ! નહિ જડે રે લોલ.
પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે…
જનનીની અમીની ભરેલી એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એનાં વેણ રે …
જનનીની હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમન્ત કરી હેલ રે… જનનીની દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ,
શશીએ સીંચેલ એની સોડ્ય રે …
જનનીની જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે …
જનનીની ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે …
જનનીની મૂંગી આશિષ ઉરે મરકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લ્હાણ રે…
જનનીની ધરતીમાતાયે હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે …
જનનીની ગંગાનાં નીર તો વધે-ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે …
જનનીની વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારેમાસ રે…
જનનીની ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે…
જનનીની જોડ સખી ! નહિ જડે રે લોલ,
– કવિ બોટાદકર
પ્રશ્ન 2.
માતૃહૃદયને લગતી અન્ય વાર્તાઓ વર્ગખંડમાં રજૂ કરો.
પ્રશ્ન 3.
સિંહ વિશેની અન્ય વાર્તાઓ મેળવીને પ્રાર્થના-સંમેલનમાં કંજૂ કરો.
પ્રશ્ન 4.
તમારા વિસ્તારમાં ક્યાં-ક્યાં પક્ષી-પ્રાણી જોવા મળે છે? તમને કયું પક્ષી અને પ્રાણી ગમે ? આ પક્ષી-પ્રાણી પોતાના બચ્ચાને કેવી રીતે સાચવે છે? આ પક્ષી-પ્રાણીની સારસંભાળ માટે તમે શું કરશો?
ઉત્તરઃ
અમારા વિસ્તારમાં પોપટ, કાબર, ચકલી, કોયલ, કબૂતર, મોર, કાગડો, ટિટોડી, બગલો વગેરે ઘણાં પક્ષીઓ જોવા મળે છે. એમાંથી અમને ચકલી સૌથી વધારે ગમે છે. કારણ કે, ચકલી વર્ષોથી આપણા આંગણાનું પક્ષી રહ્યું છે. તે આપણા ઘરમાં ઘડિયાળ પાછળ, ફોટા પાછળ કે ગોખલામાં માળો બાંધી ઈંડાં મૂકે છે અને એમાં બચ્ચાંને જન્મ આપે છે. ચકલી પોતાનાં બચ્ચાંને ખૂબ જ સાચવે છે. વહેલી સવારે તે પોતાના માટે અને બચ્ચાં માટે દાણા ચણવા નીકળી પડે છે અને ક્યાંકથી દાણા લાવી પોતાની ચાંચથી બચ્ચાંના મોંમાં મૂકે છે. આમ, ધીરે-ધીરે બચ્ચાં મોટાં થાય છે.
પ્રાણીઓમાં પણ અમારા વિસ્તારમાં ગાય, ભેંસ, ઘેઠં, બકરાં, ઊંટ, ઘોડો, ગધેડું, કૂતરો, બિલાડી જેવાં પ્રાણીઓ જોવા મળે છે. તેમાં મને કૂતરો સૌથી વધારે ગમે છે. કારણ કે, કૂતરો એક વફાદાર પ્રાણી છે. કોઈ અજાણ્યો માણસ આવે તો કૂતરો તરત જ ભસવાનું શરૂ કરી દે છે. આ પક્ષી-પ્રાણીને સાચવવા અમે દરરોજ તેને ખોરાક આપીશું અને બીમાર જેવું લાગે તો પશુ દવાખાને લઈ જઈ તેની સારવાર કરાવીશું.
માતૃહૃદય Summary in Gujarati
માતૃહૃદય પાઠ-પરિચય :
ગીરના જંગલમાં વસતા માલધારીના જીવનમાં બનેલો એક અનન્ય પ્રસંગ આ વાતમાં રજૂ થયો છે. ચારેક વરસનું એક બાળક સિંહબાળ સાથે દોસ્તી કરવાનો પ્રયાસ કરે છે. એટલામાં સિંહ@ અને માલધારી સ્ત્રી બંને માતાઓ પોત-પોતાના શિશુની રક્ષા માટે દોડી આવે છે. અંતે માલધારી રસીનું બાજ કે માતાના સમવવાથી સિંહબાળને પડતું મૂકી માતાની ગોદમાં ભરાઈ જાય છે. સિંહભાછે દડતું માતા પાસે પહોંચી જાય છે. આમ, ભાનવ હોય કે પશુ સર્વમાં માdહદયની સમાનતા આ પ્રસંગમાં ઊભરી રખાવે છે.
રૂઢિપ્રયોગોઃ અર્થ અને વાક્યપ્રયોગ
રસ પડવો – મજા પડવી
વાક્ય : બાળકોને દાદાની વાર્તામાં રસ પડ્યો.
ચોંકી ઊઠવું – ચમકી જવું
વાક્યઃ બંધ ઘરમાં ચોરને જોઈને માલિક ચોંકી ઊઠ્યા.
જીવ અડધો થઈ જવો – ચિંતાથી વિહ્વળ થઈ જવું
વાક્ય : સાસરિયે દીકરી બીમાર પડતાં માનો જીવ અડધો થઈ ગયો.
દિલનો ટુકડો હોવું – ખૂબ વહાલા હોવું
વાક્ય: મા-બાપ માટે દરેક સંતાન દિલનો ટુકડો હોય છે.
આંખે ચક્કર આવવા – તમ્મર આવવાથી ન દેખાવું
વાક્ય : તડકામાં ખૂબ ચાલવાથી શોભનાને આંખે ચક્કર આવવા લાગ્યા.
જીવ તાળવે ચોંટી જવો – મૂંઝવણ થવી
વાક્ય: લકઝરી બસને અકસ્માત નડતાં બધા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા.
માતૃહૃદય શબ્દાર્થ :
- અવધૂત – વેરાગી, બાવો
- જટા – બાવાઓ માથે રાખે છે તે કે તેનું કેશનું ઝુંડ
- ગીર – ગિરનારનો ગિરિપ્રદેશ
- સદી – સૈકો
- માલધારી – ઢોરઉછેર કરતી જાતિનો માણસ (ભરવાડ, રબારી, ઈ).
- કોમ – એક જ નામથી ઓળખાતો લોકસમૂહ
- નેસડો – ભરવાડોએ જંગલમાં બાંધેલાં ઝૂંપડાંનું ગામ
- સાવજ – સિંહ
- ઘુઘવાટા – ઘૂઘવવું તે
- ઝઝૂમવું – જોર કર્યા કરવું
- બળતણ – બાળવાનાં લાકડાં
- આધેડ – અડધી ઉમરે પહોચેલું, પ્રૌઢ વયનું
- કરગઠિયાં – (બળતણ માટે) લાકડાના નાના ટુકડા
- ભેખડ – ઝઝૂમતો ટેકરાનો ખૂણો, કરાડ
- ગલૂડિયું – ઘણું નાનું બચ્ચું
- ગોદ – ખોળો
- શિશુ – બાળક, બન્યું
- કાલી બોલી – બાળકની ભાંગી તૂટી, તોતડી અને મધુર વાણી
- ડણક – સિંહની ગર્જના
- ઓસાણ આવવું – યાદ આવવું દોટ
- મૂકવી – દોડવું
- ૨હું – સંભાળ વિનાનું, રખડતું
- પસ્તાવો – દોષને માટે પાછળથી થતો ખેદ
- કાંટ – કાંટાવાળા વૃક્ષોની ગીચ ઝાડી
- અસ્તિત્વ – હયાતી
- બખોલ – બાકું, પોલાણ (ઝાડ, પહાડ, જમીન વગેરેમાં)
- બોડ – (પશુ રહેવા કરે છે તે) બખોલ, ગુફા
- મારણ – (અહીં) શિકાર
- ત્રાડ – મોટી બૂમ, ગર્જના
- ભૂલકું – નાનું બાળક, છોકરું
- પટાવવું – યુક્તિ – પ્રયુક્તિથી સમજાવી લેવું, મનાવવું, ફોસલાવવું
- પરિવર્તન – ફેરફાર
- ખોળિયું – શરીર