Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Chapter 9 હરિનાં દર્શન Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 11 Gujarati Textbook Solutions Chapter 9 હરિનાં દર્શન
Class 11 Gujarati Textbook Solutions Chapter 9 હરિનાં દર્શન Textbook Questions and Answers
હરિનાં દર્શન સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
કવિ શા માટે હરિને નીરખી શક્યા નહિ?
ઉત્તરઃ
‘હરિનાં દર્શન’ કાવ્યના કવિ પોતાનાં નયણાંની આળસને લીધે હરિને નીરખી શક્યા નહિ.
પ્રશ્ન 2.
કવિની ભીતર કયો અગ્નિ તપી રહ્યો છે?
ઉત્તરઃ
‘હરિનાં દર્શન’ કાવ્યના કવિની ભીતર શોક – મોહના અગ્નિ તપી રહ્યા છે.
પ્રશ્ન 3.
કવિ ઈશ્વરને શી અરજ કરે છે?
ઉત્તરઃ
‘હરિનાં દર્શન’ કાવ્યના કવિ હરિને જડપડદા ઉપાડી લેવાની અરજ કરે છે.
2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
ઈશ્વર કેવા કેવા સ્વરૂપે અને ક્યાં ક્યાં રહેલો છે?
ઉત્તરઃ
ઈશ્વર ગગન સ્વરૂપે, વાયુ સ્વરૂપે અને સાગર સ્વરૂપે વસેલો છે. તે અણુઅણુમાં, જડ અને ચેતનમાં સઘળે રહેલો છે.
પ્રશ્ન 2.
ઘુવડના દૃષ્ટાંત દ્વારા કવિ શું સમજાવવા માગે છે?
ઉત્તરઃ
ઘુવડ સો વર્ષ જીવે તો પણ તેને પ્રકાશની ખબર પડતી નથી. ઈશ્વરકૃપા વિના વ્યક્તિ ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ તેને ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી, તેમ ઘુવડના દષ્ટાંત દ્વારા કવિ સમજાવવા માગે છે.
3. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો :
પ્રશ્ન 1.
આ કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો.
ઉત્તરઃ
“હરિનાં દર્શન’ ભક્તિકાવ્ય છે. તેમાં ભક્તની મર્યાદિત શક્તિ અને ભગવાનની અમર્યાદિત સત્તાની સ્પષ્ટતા કરી છે. ઈશ્વર તો બ્રહ્માંડના અણુઅણુમાં વ્યાપેલો છે, જડ અને ચેતનમાં વસેલો છે, પરંતુ માણસ પોતાની આળસને કારણે તેને જોઈ શકતો નથી.
ઈશ્વરદર્શનની તાલાવેલી ન હોય તો ઈશ્વરદર્શન થઈ શકે નહિ. ભક્તને ઈશ્વરદર્શન થતાં નથી એની વેદના છે, વ્યથા છે. તે માટે ભક્ત પોતાની આંખોને આળસ ત્યજવા જણાવે છે. તે ઈશ્વરને પોતાના જડપડદા ઉપાડી લેવાની વિનંતી કરે છે. તે પ્રભુકૃપાની યાચના કરે છે.
પ્રશ્ન 2.
કાવ્યમાં રજૂ થયેલી કવિની હરિદર્શનની તાલાવેલી વર્ણવો.
ઉત્તરઃ
‘હરિનાં દર્શન’ કાવ્યમાં કવિની હરિદર્શનની તાલાવેલી જોવા મળે છે. ઈશ્વર સર્વવ્યાપક છે, તે જડ અને ચેતનમાં વસે છે. કવિને હરિદર્શન થતાં નથી તેમાં તે પોતાનાં નયણાંની આળસને જવાબદાર ગણે છે. હરિનાં દર્શન કરવા માટે ઈશ્વરકૃપા જરૂરી છે, તેની સાથે આળસ પણ છોડવાની જરૂર છે.
કવિ પોતાની મર્યાદા બરાબર જાણે છે. તેથી તે ઈશ્વરને અરજી કરે છે કે તમે જડપડદા ઉપાડો. તે આંખોને આળસ છોડીને હરિનાં મન ભરી દર્શન કરવા જણાવે છે.
Std 11 Gujarati Textbook Solutions Chapter 9 હરિનાં દર્શન Additional Important Questions and Answers
પ્રશ્નોત્તરી
1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1.
હરિ વાયુની પેઠે ક્યાં વહે છે?
ઉત્તરઃ
હરિ વાયુની પેઠે સદાય કવિના ઉરમાં વહે છે.
2. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:
પ્રશ્ન 1.
‘હરિનાં દર્શન’ કાવ્યના કવિ કોણ છે?
(a) દલપતરામ
(b) ચં. ચી. મહેતા
(c) ન્હાનાલાલ
(d) કૃષ્ણલાલ શ્રીધરાણી
ઉત્તરઃ
(c) ન્હાનાલાલ
પ્રશ્ન 2.
‘હરિનાં દર્શન’ કાવ્યનો સાહિત્યપ્રકાર જણાવો.
(a) ભક્તિગીત
(b) લોકગીત
(c) ચિંતન
(d) ઊર્મિગીત
ઉત્તરઃ
(a) ભક્તિગીત
પ્રશ્ન 3.
કવિ ન્હાનાલાલનું ઉપનામ જણાવો.
(a) વાસુકિ
(b) શેષ
(C) દ્વિરેફ
(d) પ્રેમભક્તિ
ઉત્તરઃ
(d) પ્રેમભક્તિ
હરિનાં દર્શન વ્યાણ Vyakaran
1. નીચેના વાક્યો ભાષાની દષ્ટિએ સુધારીને ફરીથી લખો :
(1) મેં હરીને જરાય નીરખી નહિ.
(2) નાથ વાયુનું પેઠે સદા મુજ ઊરમાં વહે છે.
ઉત્તરઃ
(1) મેં હરિને જરાય નીરખ્યા નહિ.
(2) નાથ વાયુની પેઠે સદા મુજ ઉરમાં વહે છે.
2. નીચેનાં વાક્યોમાંથી પ્રત્યય શોધીને લખો:
(1) પ્રભુ ચરાચરમાં છે.
(2) જીવ થાકીને વિરમે છે.
ઉત્તરઃ
(1) માં
(2) ને, એ
3. નીચેના તળપદા શબ્દોનાં શિષ્ટ રૂપ લખોઃ
(1) મારાં
(2) ઠરિયા
(3) તેહ
(4) નેનાં
(5) સરીખા
ઉત્તરઃ
(1) મારાં
(2) ય
(3) તે
(4) નયન
(5) સરખા
4. નીચે “અ” વિભાગમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો બ’ વિભાગમાંથી શોધીને લખોઃ
“અ” વિભાગ – “બ” વિભાગ
(1) નાથ – જરા, થોડું
(2) દિવ્ય – સ્વામી, માલિક
(3) જરી – દેવી, અદ્ભુત
(4) સભર – ભરપૂર, ભરેલું
ઉત્તરઃ
(1) નાથ – સ્વામી, માલિક
(2) દિવ્ય – દેવી, અદ્ભુત
(3) જરી – જરા, થોડું
(4) સભર – ભરપૂર, ભરેલું
5. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો:
(1) વિરાટ ✗ –
(2) શોક ✗ –
ઉત્તરઃ
(1) વિરાટ ✗ વામન
(2) શોક ✗ ખુશી, હર્ષ
6. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો:
(1) દર્શન
(2) ભ્રહ્મ
(3) અગ્ની
(4) પ્રથ્વી
(5) વીરાટ
ઉત્તરઃ
(1) દર્શન
(2) બ્રહ્મ
(3) અગ્નિ
(4) પૃથ્વી
(5) વિરાટ
7. નીચેના શબ્દોની સંધિ છૂટી પાડોઃ
(1) ચરાચર
(2) બ્રહ્માંડ
ઉત્તરઃ
(1) ચરાચર = ચર + અચર
(2) બ્રહ્માંડ = બ્રહ્મ + અંડ
8. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ
(1) ચરાચર –
(2) હરિવર –
ઉત્તરઃ
(1) દ્વન્દ સમાસ
(2) તપુરુષ સમાસ
હરિનાં દર્શન Summary in Gujarati
હરિનાં દર્શન પ્રાસ્તાવિક
હાનાલાલ [જન્મ: 16 – 1 – 1877; મૃત્યુઃ 9 – 1 – 1946].
પ્રસ્તુત ભક્તિગીતમાં વ્યક્તિની મર્યાદિત શક્તિ અને પરમાત્માની અમર્યાદિત સત્તાની સ્પષ્ટતા કરવામાં આવી છે. વ્યક્તિ પોતાની મર્યાદિત શક્તિ તેમજ આળસને કારણે પરમાત્માને પામી શકતી નથી, એની એને વેદના છે, વ્યથા છે. ઈશ્વરકૃપા વિના
હરિનો સાક્ષાત્કાર શક્ય નથી, એટલે જ આ કાવ્યમાં કવિ પ્રભુકૃપાની યાચના કરે છે, પોતાની આંખોને આળસ ત્યજવા જણાવે છે.
આ ભક્તિગીત ગાવું અને માણવું ગમે છે.
હરિનાં દર્શન કાવ્યની સમજૂતી
મારાં નયણાં(આંખો)ની આળસે (મું) આંખનો પલકારો ન માર્યો, મારી આંખો) ઈશ્વરની ઝાંખી કરવા માટે કરી નહિ, હરિને લગારે નીરખ્યા નહિ.
સંતાપ અને મોહ(આસક્તિ)ના અગ્નિ તપે તેમાં (તે) તપ્ત થયાં છે, તેમાં આસક્ત રહ્યાં છે, (તેથી) દેવનાં દર્શન કર્યા નથી.
પ્રભુ સઘળે વિરાજે છે, સૃષ્ટિમાં બધે જ છે. એક અણુ પણ ખાલી નથી, (તે) જડ અને ચેતનમાં રહેલો છે. – પ્રભુ ગગન જેવા છે, જે મારામાં સદાય છવાઈ રહ્યા છે. પ્રભુ પવન જેવા છે જે સદાય મારા ઉરમાં વહે છે.
આંખ જરા ઊઘડે ત્યારે તે સામે જ હોય છે. બ્રહ્મ (પરમાત્મા) બ્રહ્માંડ(વિશ્વ)થી કદી એક ઘડીયે દૂર થાય નહિ. (સદાય તેમનાં દર્શન થઈ શકે.)
પણ આ આંખનાં પડળોને ચેતનની શી ગમ હોય? (જેમ કે) ઘુવડ સો વર્ષ જીવે તો પણ તેને દિવસની સૂઝ ન હોય. (ઈશ્વરદર્શનની તાલાવેલી વિના ઈશ્વરદર્શન શક્ય નથી.)
પરમાત્મા સાગર જેવા (વિશાળ) છે, જે નજરમાં સમાય તેમ નથી. જીવ (પ્રાણ) ‘વિરાટ, વિરાટ’ એમ બોલીને, થાકીને, વિરમે છે. (જીવને શિવનાં દર્શન થતાં નથી.)
પ્રભુ(આપનાં) દિવ્ય નેત્રો ક્યારે ઊઘડશે? પ્રભુ! ઘોર અંધકાર ક્યારે દૂર થશે? (આપનાં દર્શન ક્યારે થશે?)
નાથ ! (આપને) એટલી અરજી (વિનંતી) છે કે (આપ) અમારા જડપડદા (ધૂળ અંતરપટ) ઉપાડી લો. નયનો! (તમે) ઊંડરું (ધ્યાનથી) નીરખો, તમને સદાય હરિનાં દર્શન થશે.
આંખ! (તમે) આળસ છોડો, (પરમાત્માની) એક ઝાંખી કરી ઠરો, એક પલકારો તો માંડો, (પ્રભુ) હરિને હૃદય ભરી નીરખો.
હરિનાં દર્શન શબ્દાર્થ
- મહારાં – મારાં
- નયણાંની – આંખોની.
- નીરખ્યા – નીરખવું, બરાબર જોવું.
- જરી – જરા, થોડું, લગાર.
- મટકું ન માંડ્યું – આંખનો પલકારો ન માર્યો.
- ઠરિયાં – ર્યા, ઠરવું, થોભવું.
- ઝાંખી – ઝાંખો, ખ્યાલ કે દર્શન, ભાવપૂર્વક દર્શન.
- શોક – મોહના
- અગ્નિ – સંતાપ – આસક્તિ – ના અગ્નિ.
- તપ્ત – તપેલું કે તપાવેલું.
- કિીધાં – કર્યા.
- રક્ત – રાગવાળો, આસક્ત.
- સઘળે – સંકળ, બધે, તમામ.
- વિરાજે – વિરાજવું, પ્રકાશવું, શોભવું.
- સુજનમાં – સર્જનમાં, સર્જેલું છે
- તેમાં – સૃષ્ટિમાં.
- સભર – ભરપૂર, પૂરેપૂરું ભરેલું.
- અણુ – જરા જેટલું, અતિ સૂક્ષ્મ.
- ચરાચર – ચર અને અચર, ચેતન અને જડ, આખી સૃષ્ટિ.
- નાથ – સ્વામી, માલિક, (અહીં) ઈશ્વર.
- ગગન – આકાશ.
- સદા – હંમેશાં.
- છાઈ રહેવું – છવાવું, ઘેરાવું, ફેલાવું.
- હને – મને.
- વાયુ – પવન.
- પેઠે – રીતે, માફક.
- મુજ – મારું.
- ઊઘડે – ખૂલે.
- આંખલડી – આંખ.
- સન્મુખ – સામે મુખવાળું, સામે હોય તેવું.
- તેહ – તે.
- તદા – ત્યારે.
- બ્રહ્મ – પરમાત્મા.
- બ્રહ્માંડ – વિશ્વ.
- અળગા – દૂર, વેગળા.
- ઘડીયે – ક્ષણ માટે પણ.
- કદા – કોઈ સમયે.
- પડળ – આંખને છાવરી
- લેતું પડ – છારી (અહીં) ઢાંકણ (દષ્ટિ કે જ્ઞાન સમજવું).
- ગમ – સૂઝ.
- ચેતન – ચેતન્ય, જીવનશક્તિ, પ્રાણ.
- ઘુવડ – રાત્રે જ દેખી શકતું એક પક્ષી.
- સરીખા – સરખા.
- માય – સમાય.
- જીવ – શરીરનું ચેતન તત્ત્વ, પ્રાણ.
- વિરમે – વિરમવું, અટકવું, થોભવું.
- વિરાટ – મોટું, ભવ્ય, અતિ વિશાળ.
- વદી – બોલી.
- દિવ્ય – દેવી, અદ્ભુત, પ્રકાશમાન, સુંદર.
- લોચનિયાં – આંખો.
- ઘોર – ગાઢ.
- કહારે – ક્યારે.
- અરજી – અરજ, કોઈ પણ કામ સારુ નમ્રતાથી હકીકત કહી કરેલી વિનંતી.
- જડપડદા – ધૂળ અંતરપટ.
- નેનાં – નયન, આંખ.
- ઊંડેરું – ઊંડું.
- હરિવર – ઉત્તમ એવા હરિ પ્રભુ.
- દરસે – દેખાય.
- છાંડો – છોડો, છોડવું, તજવું.