Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Chapter 11 ભવિષ્યવેત્તા Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 11 Gujarati Textbook Solutions Chapter 11 ભવિષ્યવેત્તા
Class 11 Gujarati Textbook Solutions Chapter 11 ભવિષ્યવેત્તા Textbook Questions and Answers
ભવિષ્યવેત્તા સ્વાધ્યાય
1. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
બહેન કયું કામ કાલ પર રાખે છે ?
ઉત્તર :
બહેન પાઠ વાંચવાનું કામ કાલ પર રાખે છે.
પ્રશ્ન 2.
બહેન ભાઈના માટે શું કરવા ઇચ્છે છે ?
ઉત્તર :
બહેન ભાઈની હસ્તરેખાઓ જોઈને તેનું ભાગ્ય વાંચવા ઇચ્છે છે.
પ્રશ્ન 3.
વ્યક્તિનું ભાગ્ય કોણ લખે છે ?
ઉત્તરઃ
વ્યક્તિનું ભાગ્ય ભાગ્ય – વિધાત્રી લખે છે.
પ્રશ્ન 4.
બહેન ભાઈ વિશે વધારે નહિ કહેવાનું શા માટે કહે છે?
ઉત્તરઃ
બહેન કહે ને ભાઈ કદાચ ભૂલી જાય તેથી બહેન ભાઈ વિશે વધારે નહિ કહેવાનું કહે છે.
2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
વિદ્યા તથા આયુષ્ય વિશે બહેન ભાઈને શું જણાવે છે?
ઉત્તરઃ
બહેન જણાવે છે કે ભાઈને ઘણી વિદ્યા છે. ભાઈની આયુષ્યરેખા અતિ શુદ્ધ છે, તે નીરોગી દીર્ધાયુ ભોગવશે.
પ્રશ્ન 2.
ભાઈ-બહેનના પરસ્પર સંબંધ અંગે બહેન શું કહે છે?
ઉત્તરઃ
ભાઈ – બહેન વચ્ચે પરસ્પર કોઈ વિરોધ કે કજિયો નથી. ભાઈના હેતના ધોધમાં બહેન સ્નાન કરે છે, આનંદ માણે છે. બંનેનો પરસ્પર અખૂટ પ્રેમ છે.
3. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :
પ્રશ્ન 1.
આ કાવ્યમાં બહેને જોયેલું ભાઈનું ભાવિ તમારા શબ્દોમાં લખો.
ઉત્તરઃ
‘ભવિષ્યવેત્તા’ કાવ્યમાં નાની બહેન ઈલા શાળાએથી ઘરે આવીને પોતે ભાગ્ય – વિધાત્રી હોય તેમ ભાઈની હથેળીની રેખાઓ જોઈને ભાઈનું ભવિષ્ય ભાખે છે. તે કહે છે કે ભાઈ કુબેરસ્વામી જેવો ધનવાન થશે.
તેની હથેળીની આંગળીમાંનાં મત્સ્ય, જવ વગેરેનાં ચિહનો ભાઈનાં રાજવી લક્ષણો છે. તેના ભાગ્યમાં વિદ્યા અને કીર્તિ પણ છે. તેની આયુષ્યરેખા શુદ્ધ છે. તે નીરોગી છે. તેની ખડકીએ વાહનોની ખોટ નહિ હોય. તેના દ્વારે હાથી અને ઘોડા હશે. તેની હસ્તરેખામાં હેતનો ધોધ વહે છે.
આમ, બહેન પોતાના ભાઈનું ઊજળું ભવિષ્ય ઇચ્છે છે.
પ્રશ્ન 2.
“ભવિષ્યવેત્તા’ શીર્ષકની યથાર્થતા સિદ્ધ કરો.
ઉત્તરઃ
ભવિષ્યવેત્તા એટલે ભવિષ્ય જાણનાર. નાનકડી બહેન ઈલા શાળાએથી ઘરે આવી પોતે ભાગ્ય – વિધાત્રી હોય તેમ ભાઈની હથેળી જોઈ તેનું ભાગ્ય વાંચે છે. બધી રીતે ભાઈનું ઊજળું ભાવિ છે તેમ તે જણાવે છે. ભાઈના ભાગ્યમાં ખૂબ ધન છે, કીર્તિ છે, વિદ્યા છે તેમ જણાવે છે.
ભાઈ નીરોગી દીઘયુષ ભોગવશે. ભાઈની અંગુલિમાં રહેલાં મત્સ્ય અને જવનાં ચિહ્નો તે રાજા જેવો ભાગ્યશાળી છે તેમ જણાવે છે. કોઈ પણ બહેન પોતાના ભાઈનું ઊજળું જ ભવિષ્ય ઇચ્છે તે ‘ભવિષ્યવેત્તા કાવ્યમાં પ્રગટ થાય છે. અહીં બહેનનો ભાઈ પ્રત્યેનો અખૂટ પ્રેમ પ્રગટ થાય છે.
આમ, ભવિષ્યવેત્તા શીર્ષક યથાર્થ છે.
Std 11 Gujarati Textbook Solutions Chapter 11 ભવિષ્યવેત્તા Additional Important Questions and Answers
ભવિષ્યવેત્તા પ્રશ્નોત્તર
1. નીચેના પ્રશ્નોના બે – ત્રણ વાક્યોમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1
ભાઈની આંગળીમાં કયાં ચક્રચિહ્નો છે? તે શેનાં લક્ષણ છે?
ઉત્તરઃ
ભાઈની આંગળીમાં મત્સ્ય અને જવનાં ચિહ્નો છે. તે રાજા જેવાં ભાગ્યશાળી માણસનાં લક્ષણો છે.
2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
બહેન ભાઈનું શું ચોરી કરી પચાવી પાડે છે?
ઉત્તર :
બહેન ભાઈનાં પાટી – પેનની ચોરી કરી પચાવી પાડે છે.
પ્રશ્ન 2.
બહેન શેમાં જાય છે?
ઉત્તરઃ
બહેન ભાઈના હેતના ધોધમાં ન્હાય છે.
પ્રશ્ન 3.
ભાઈ બહેનને શું પેટ ભરીને ખાવા કહે છે?
ઉત્તરઃ
ભાઈ બહેનને પેંડા – પતાસાં પેટ ભરીને ખાવા કહે છે.
3. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
‘ભવિષ્યવેત્તા’ કાવ્યના કવિનું નામ જણાવો.
(a) કૃષ્ણલાલ શ્રીધરાણી
(b) હરિહર ભટ્ટ
(c) ચં. ચી. મહેતા
(d) ન્હાનાલાલ
ઉત્તરઃ
(c) ચં. ચી. મહેતા
પ્રશ્ન 2.
“ભવિષ્યવેત્તા’ કાવ્યનો સાહિત્યપ્રકાર જણાવો.
(a) સૉનેટ
(b) લોકગીત
(c) ઊર્મિકાવ્ય
(d) આખ્યાન – ખંડ
ઉત્તરઃ
(c) ઊર્મિકાવ્ય
પ્રશ્ન 3.
ભવિષ્યવેત્તા’ કાવ્ય કયા કાવ્યસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે?
(a) ઈલા કાવ્યો
(b) છોડ ગઠરિયાં
(c) પુનરપિ
(d) કોડિયાં
ઉત્તરઃ
(a) ઈલા કાવ્યો
ભવિષ્યવેત્તા વ્યાકરણ Vyakaran
1. નીચેનાં વાક્યો ભાષાની દષ્ટિએ સુધારીને ફરીથી લખોઃ
(1) મારા વિરલાની વિદ્યા ઘણો છે. –
(2) તારી બહેન તારો પાટી પેન – ચોરી લેતું.
ઉત્તરઃ
(1) મારા વિરલાને વિદ્યા ઘણી છે.
(2) તારી બહેન તારાં પાટી – પેન ચોરી લેતી.
2. નીચેનાં વાક્યોમાંથી પ્રત્યય શોધીને લખો:
(1) તને ધનની ખામી નથી.
(2) તારા હેતના ધોધમાં હું હાઉં છું.
ઉત્તરઃ
(1) ની
(2) ના, માં
3. નીચે “અ” વિભાગમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો બ” વિભાગમાંથી શોધીને લખોઃ
“અ” વિભાગ – “બ” વિભાગ
(1) ખામી – ઊજળું, પ્રકાશમાન
(2) ખાસ્સાં – ખોટ, ઘટ
(3) ઊજમાળું – મજાનાં, સુંદર
ઉત્તરઃ
(1) ખામી – ખોટ, ઘટ
(2) ખાસ્સાં – મજાનાં, સુંદર
(3) ઊજમાળું – ઊજળું, પ્રકાશમાન
4. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખોઃ
(1) સાચું
(2) કીર્તિ
(3) હાર
(4) હેત
(5) હર્ષ
ઉત્તરઃ
(1) સાચું ✗ ખોટું
(2) કીર્તિ ✗ અપકીર્તિ
(3) હાર ✗ જીત
(4) હેત ✗ ધૃણા
(5) હર્ષ ✗ શોક
5. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખોઃ
(1) ભવીષ્યવેતા
(2) વિધ્યા
(3) કિર્તિ
(4) આયુસ્યરેખા
(5) વીધાત્રી
ઉત્તરઃ
(1) ભવિષ્યવેત્તા
(2) વિદ્યા
(3) કીર્તિ
(4) આયુષ્યરેખા
(5) વિધાત્રી
6. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ
(1) હસ્તરેખા –
(2) ભવિષ્યવેત્તા –
(3) હતધોધ –
(4) આયુષ્યરેખા –
ઉત્તરઃ
(1) મધ્યમપદલોપી સમાસ
(2) ઉપપદ સમાસ
(3) તપુરુષ સમાસ
(4) મધ્યમપદલોપી સમાસ
ભવિષ્યવેત્તા Summary in Gujarati
ભવિષ્યવેત્તા પ્રાસ્તાવિક
ચં. ચી. મહેતા (જન્મ: 6 – 4 – 1901; મૃત્યુઃ 4 – 5 – 1990)
પ્રસ્તુત કાવ્યમાં ભાઈ – બહેનના ઉન્નત સંબંધોની વાત રજૂ કરવામાં આવી છે. નાનકડી બહેન ભવિષ્યવેત્તા છે. એક દિવસ શાળાએથી ઘરે આવી ભાઈની હથેળી જોઈ તેનું ભાગ્ય વાંચે છે. હાથની આંગળી પર મજ્યચિહ્ન, જવચિહ્ન અને ચક્રચિહ્ન હોય એટલે વ્યક્તિ ભાગ્યશાળી ગણાય.
ભાઈના હાથમાં રહેલાં આ ત્રણેય ચિહ્નો જોઈને બહેન રાજી થાય છે. ભાઈમાં રાજવી લક્ષણો હોવાનું તે જણાવે છે. બહેન ભાઈને ધન, વિદ્યા, કીર્તિ, તંદુરસ્તી અને દીર્ધાયુ જીવનની અભિલાષા સેવે છે. કોઈ પણ બહેન પોતાના ભાઈનું ઉજ્વળ ભાવિ જ ઇચ્છે તે ભાવ આ કાવ્યમાં વ્યક્ત થયો છે.
ભવિષ્યવેત્તા કાવ્યની સમજૂતી
(ઈલા કહે છે) આવતી કાલે રજા છે, હું થાકી ગઈ છું, બાકીના બધા પાઠ (કાલે) વહેલા વાંચીશ.
તારી હથેળી અહીં લાવ. ભાઈ, આજે હું તારું સાચું ભવિષ્ય (હસ્તરેખાઓ જોઈને) વાંચું.
(હસ્તરેખા જોઈને) તારી હસ્તરેખાઓ કેવી (સરસ) પડી છે! જાણે લાખોમાં પણ ન લખાયેલી હોય તેવી !
(તું), પૈસાનું પૂછે છે? (તારે) ધનની ખામી નથી. અહોહો! તું જાણે કુબેરસ્વામી છે ! (ધનનો ભંડારી – દેવ છે.)
તારી આંગળીમાં ચક્રચિહ્નો (સુદર્શન આદિનાં નિશાન) છે. તે જાણે ફૂટતી (ખીલતી) કળીમાં પુરાય છે.
મત્સ્ય (માછલી) ઊંચો છે, જવચિનો (જવ આકારનાં ચિહ્નો) સુંદર છે. (મારા) ભાઈનાં રાજવી લક્ષણ (રાજા જેવાં ભાગ્યશાળી) છે!
મારા વીરલાને (ભાઈને) વિદ્યા ઘણી છે અને કુળહીરલાની કીર્તિ પણ એવી જ છે!
આયુષ્યરેખા અતિ શુદ્ધ દેખાય છે, (આયુષ્ય સારું છે,) તું કોઈ રોગની ચિંતા ટાળ (રોગ નથી).
અને ડેલામાં (ખડકીમાં) વાહનની ખોટ નહીં હોય. ત્યાં તબેલામાં ઘોડા બંધાશે.
તારા દ્વારે સદાય હાથી ડોલશે, બોલ, આનાથી વિશેષ કાંઈ જોઉં? (તું બધીય રીતે સંપૂર્ણ ભાગ્યશાળી છે.)
જો ભાઈ, તારે વળી એક બહેન (છે), (૪) તારી પાટી પેન ચોરીને પચાવી પાડે છે (લઈ લે છે).
તે જાણે વિધાત્રી (વિધાતા) થઈ આવી હોય તેમ તારું ઊજળું ભવિષ્ય (નસીબ) લખે છે !
મારે તારે કદીય તકરાર નથી, તારી રેખામાં હેત ધોધ વહે છે.
એ હેતના ધોધમાં હું જાઉં છું, એ પ્રવાહીમાં ઝબોળીને હરખથી હું ખાઉં છું. (તારો મારા પર અપાર પ્રેમ છે.)
૮) ડોસો થશે, તારું જીવન (આયુષ્ય) લાંબું છે. (જો) હું ખોટી કરું તો મને ઠોંસો (શિક્ષા).
આથી જરાય વધારે (તેને) (હું) ના કહું. કદાચ કહેતાં તું રખેને મને ભૂલી જાય !
જોજે, (ત) કહ્યું તે સાચું પડે તો ઈલા મારો હર્ષ (હરખ) નહિ માય (ઈલા, હું ખૂબ ખુશ થઈશ)
પેટ ભરીને પૈડા – પતાસાં ખાજે અને આજ જેવી કવિતા તું ગાજે.
ભવિષ્યવેત્તા શબ્દાર્થ
- ભવિષ્યવેત્તા – ભવિષ્ય જાણનાર.
- છેલા – વહેલા.
- પાઠ – પાઠ્યપુસ્તકનો એકાદ દિવસમાં પઢી શકાય તેવો વિભાગ,
- હથેલી – હથેળી.
- ભાગ્ય વાંચવું – નસીબની વાત કહેવી.
- હસ્તરેખા – હથેળીમાં રહેલી લીટીઓ (જેના પરથી ભવિષ્ય જાણી શકાય છે.)
- લાખ – લાખ, સો હજાર.
- લેખાં – હિસાબ, ગણતરી.
- ખામી – ખોટ, ઘટ.
- કુબેરસ્વામી – ઇંદ્રના ધનનો
- ભંડારી – એક દેવ.
- ચક્રચિહ્નો – ચક્ર આકારનાં ચિહ્નો, સુદર્શનચક્ર આદિનાં નિશાન.
- અંગુલિમાં – આંગળીમાં.
- પુરાયા – પુરાવું, ભરાવું.
- ફૂટતી – ખીલતી, વિકસતી.
- કળી – અણખીલ્યું ફૂલ, કલિકા.
- મત્સ્ય – માછલી, (અહીં) હથેળીમાં રહેલું એક ચિહ્ન.
- જવચિહ્ન – જવના આકારનાં ચિહ્નો.
- રાજવી લક્ષણ – રાજા જેવાં ભાગ્યશાળી માણસનાં લક્ષણ, રાજચિહ્ન.
- ખાસ્સાં – મજાનાં, સુંદર,
- કુળહીરલો – કુળનો હીરો, કુળનો તેજસ્વી બાળક.
- આયુષ્યરેખા – આયુષ્ય જોવાની રેખા.
- ભાળ – ભાળવું, જોવું, અવલોકવું.
- ડેલે – ડેલું, મકાનનો ખડકી જેવો મોટો દરવાજો.
- તબેલ – તબેલો, ઘોડો, બળદ, વગેરે કે ગાડી રાખવાનું મકાન.
- ઊજમાળું – ઊજળું, પ્રકાશમાન.
- ભાવી – ભવિષ્ય, નસીબ, ભવિષ્યનું કે ભવિષ્યમાં થનારું.
- વિધાત્રી – પ્રારબ્ધની અધિષ્ઠાત્રી દેવી.
- વિરોધ – કજિયો, તકરાર.
- હેતધોધ – સ્નેહનો પ્રવાહ. ચાંદા ઝબોળી પ્રવાહીમાં ઝબોળીને ખાવું (ખોરાક ખાવો).
- હરખે – હરખથી, આનંદથી.
- મુક્કી – ઠોંસો.
- દીર્ઘ – લાંબું.
- રખે – કદાચ, કદાપિ.
- વિસારે – વીસરી – ભૂલી જવું તે, વિસ્મરણ.
- પેટ ભરી ખાવું – ધરાઈને ખાવું.
- ઈલા – કાવ્યની નાયિકા.