Class 10 Gujarati Vyakaran સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો

Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions Std 10 Gujarati Vyakaran Sangya Visesana Kriyavisesana Ane Tena Prakaro સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો Questions and Answers, Notes Pdf.

Std 10 Gujarati Vyakaran Sangya Visesana Kriyavisesana Ane Tena Prakaro

Std 10 Gujarati Vyakaran Sangya Visesana Kriyavisesana Ane Tena Prakaro Questions and Answers

સંજ્ઞા અને તેના પ્રકારો ગુજરાતી ભાષામાં નામવર્ગમાં સંજ્ઞા, વિશેષણ અને સર્વનામનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં સંજ્ઞા અને તેના પ્રકારો વિશે સમજ મેળવીશું.

આપણે દરેક જડ વસ્તુ કે જીવંત વ્યક્તિને ઓળખવા માટે તેને કોઈ ને કોઈ નામ આપ્યાં છે. દા. ત., કોઈ શહેરનું વિશેષ નામ સુરત તો કોઈનું વિશેષ નામ રાજકોટ. કોઈ પશુને ગાય તો કોઈને ઘોડો, કોઈ પક્ષીને ચકલી તો કોઈને પોપટ, કોઈ વ્યક્તિને છોકરી તો કોઈને છોકરો એવી સંજ્ઞા આપવામાં આવી છે. કોઈ સ્ત્રીને ઇંદુમતી તો કોઈ પુરુષને કિશોર એવી વિશેષ સંજ્ઞા આપવામાં આવી છે. વ્યાકરણની પરિભાષામાં એને સંજ્ઞા કહે છે.

Class 10 Gujarati Vyakaran સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો

સંજ્ઞાના ગુણધર્મ અને તેની વિશેષતાને આધારે નીચેના પ્રકારો પાડવામાં આવ્યા છે:

  1. વ્યક્તિવાચક,
  2. જાતિવાચક,
  3. સમૂહવાચક,
  4. દ્રવ્યવાચક,
  5. ભાવવાચક અને
  6. ક્રિયાવાચક.

(1) વ્યક્તિવાચક સંજ્ઞા કોઈ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુ/પદાર્થને ઓળખવા માટે તેને વિશેષ નામ આપવામાં આવે ત્યારે તે વ્યક્તિવાચક સંજ્ઞા’ કહેવાય છે.

દા. ત., જયદીપ, મયૂર, પાયલ, પૂર્વી, તન્વી, ઇંદુમતી, કિશોર, ગંગાસતી, જીવલો, નરેનભાઈ વગેરે સંજ્ઞા સ્ત્રીલિંગ – પુંલ્લિંગ વ્યક્તિની ઓળખ આપે છે.

નદીની ઓળખ આપતી સંજ્ઞા : ગંગા, યમુના, અલકનંદા, સાબરમતી, તાપી વગેરે.

પર્વતની ઓળખ આપતી સંજ્ઞા : હિમાલય, ગિરનાર, શત્રુંજય વગેરે.

મહિનાની ઓળખ આપતી સંજ્ઞા : કારતક, શ્રાવણ, આસો વગેરે.

શહેરની ઓળખ આપતી સંજ્ઞા સુરત, રાજકોટ, ચેન્નઈ, બેંગલૂરુ, દિલ્લી વગેરે.

રાજ્યની ઓળખ આપતી સંજ્ઞા : કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ વગેરે.

આ તમામ સંજ્ઞાઓ વ્યક્તિવાચક સંજ્ઞા છે.

(2) જાતિવાચક સંજ્ઞા સમાન જાતિ કે વર્ગની વ્યક્તિઓ, વસ્તુઓ કે પદાર્થોને ઓળખાવતી સંજ્ઞાને “જાતિવાચક સંજ્ઞા’ કહેવાય છે.

  • દા. ત.,
  • પર્વત,
  • નદી,
  • વૃક્ષ,
  • ફૂલ,
  • સ્ત્રી,
  • પુરુષ,
  • શિક્ષક,
  • મંત્રી,
  • ટેબલ,
  • વાઘ,
  • મેના,
  • કબૂતર,
  • પુસ્તક,
  • વૈષ્ણવજન,
  • કંઠ,
  • રીંછ,
  • પોયરો

Class 10 Gujarati Vyakaran સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો

(૩) સમૂહવાચક સંજ્ઞા જે સંજ્ઞા કોઈ પણ વર્ગની વ્યક્તિઓ, વસ્તુઓ કે પદાર્થોના સમૂહનો નિર્દેશ કરતી હોય તો તે “સમૂહવાચક સંજ્ઞા’ કહેવાય છે. આ સંજ્ઞા આખા સમૂહને સૂચવે છે અને તે એકવચનમાં વપરાય છે.

દા. ત.,

  • ઝૂડો (ચાવીઓનો સમૂહ),
  • ટોળું (અમુક લોકોનો સમૂહ),
  • સેના સૈન્ય (સૈનિકોનો સમૂહ),
  • ઢગલો (કપડાંનો, દાણાનો કે એવી કોઈ પણ વસ્તુઓનો કે પદાર્થોનો સમૂહ),
  • ધણ (ગાયોનો સમૂહ) ભારો, મૂડી, સભા વગેરે.

(4) દ્રવ્યવાચક સંજ્ઞા પદાર્થો દ્રવ્યરૂપે હોય છે માટે તેને ‘દ્રવ્યવાચક સંજ્ઞા’ કહેવાય છે.

દ્રવ્યમાં પ્રવાહી અને ઘન બંને પ્રકારના પદાર્થોનો સમાવેશ થાય છે.

જેમ કે તેલ, ઘી, પાણી, દારૂ, રસ વગેરે પ્રવાહી પદાર્થો છે, જ્યારે બાજરી, ચોખા, દાળ, લોટ, કાપડ, સોનું, જળ, ચાંદી, રૂ વગેરે ઘન પદાર્થો છે.

(૬) ભાવવાચક સંજ્ઞા જે પદાર્થને જોઈ શકાતો નથી કે તેનો સ્પર્શ પણ કરી શકાતો નથી, પરંતુ તેને કેવળ અનુભવી શકાય છે. આમ, ગુણ કે ક્રિયાનો ભાવ દર્શાવતી સંજ્ઞાને ‘ભાવવાચક સંજ્ઞા’ કહેવાય છે.

દા. ત.,

  • સાર૫,
  • ભલાઈ,
  • કાળાશ,
  • મીઠાશ,
  • લાલચ,
  • આળસ,
  • જીવન,
  • મૃત્યુ,
  • સેવા,
  • ઠંડી,
  • ગરમી,
  • લખાવટ,
  • વિચાર,
  • પીડ વગેરે.

Class 10 Gujarati Vyakaran સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો

(5) ક્રિયાવાચક સંજ્ઞાઃ ક્રિયા દર્શાવનાર સંજ્ઞાને ક્રિયાવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે.
દા. ત.,

  • “રમવું’, ‘રમત’, “ઘૂસકું’, લેખન’ વગેરે.

સંજ્ઞા સ્વાધ્યાય

1. નીચેની અધોરેખિત સંજ્ઞાઓને ઓળખાવોઃ

  1. સુશી ટેલિફોન પાસેથી ખસી ગઈ.
  2. રાજકોટ જવા – આવવાના બસ ભાડાના ઓછામાં ઓછા બસો પચાસ રૂપિયા થાય.
  3. એનો ગરીબડો પુત્ર, ખુદ દરિદ્રતાને પણ શરમ આવે એવો.
  4. આજે દાસકાકા ફરી હિસાબ કરશે.
  5. ગોવિંદ વાડામાંથી વાલોળ અને રીંગણા લઈ આવ્યો.

ઉત્તરઃ

  1. સુશી (વ્યક્તિવાચક)
  2. રાજકોટ (વ્યક્તિવાચક) ટેલિફોન (જાતિવાચક)
  3. પુત્ર (જાતિવાચક)
  4. દાસકાકા (વ્યક્તિવાચક) દરિદ્રતા (ભાવવાચક) હિસાબ (ભાવવાચક)
  5. ગોવિંદ (વ્યક્તિવાચક) વાડો (જાતિવાચક) વાલોળ (જાતિવાચક)

2. તમારા પાઠ્યપુસ્તકની કોઈ પણ કૃતિમાંથી દસ – પંદર વાક્યો લો.
સંજ્ઞાઓ તારવી તેના પ્રકારો ઓળખાવોઃ

  1. હળવે હળવે અંધકાર ઊતરી રહ્યો હતો.
  2. આવો ધિક્કાર અંક્તિમાં અમે કદી જોયો નહોતો.
  3. ચાલો, વરંડામાં બેસીએ.
  4. મારા આશીર્વાદ છે.
  5. અંક્લેશ્વર મને પ્રિય છે.
  6. ભીખલા, બપોર થે ગયા…”
  7. જીવલો એનું દુઃખ રડતો હતો.
  8. થોડાં ડગલાં ચાલ્યા પછી એનો વેગ મંદ પડી ગયો.
  9. રાજુ અત્યારે રમૂજમાં ન હતી.
  10. બળદને હવે જોતરીશ નઈ …
  11. ઝબકબાઈ સાથે તેમનું લગ્ન થયેલું.
  12. અમે અમારી કૂચ ચાલુ રાખી.
  13. પગલીના બીબામાં પત્નીની નજર ઢળી હતી.
  14. કુળ ઈકોતેર તાર્યા રે.
  15. લળીલળીને હેત કરતાં વાંસનાં ઝુંડનાં ઝુંડ.

ઉત્તરઃ

  1. અંધકાર – ભાવવાચક
  2. ધિક્કાર – ભાવવાચક, અંકિત – વ્યક્તિવાચક
  3. વરંડા – જાતિવાચક
  4. આશીર્વાદ – ભાવવાચક
  5. અંકલેશ્વર – વ્યક્તિવાચક
  6. ભીખલા – વ્યક્તિવાચક, બપોર – ભાવવાચક
  7. જીવલો – વ્યક્તિવાચક, દુઃખ – ભાવવાચક
  8. ડગલાં – સમૂહવાચક, વેગ – ભાવવાચક
  9. રમૂજ – ભાવવાચક
  10. બળદ – જાતિવાચક
  11. ઝબકબાઈ – વ્યક્તિવાચક
  12. કૂચ – સમૂહવાચક
  13. નજર – ભાવવાચક
  14. કુળ – સમૂહવાચક
  15. ઝુંડના ઝુંડ – સમૂહવાચક

Class 10 Gujarati Vyakaran સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો

વિશોષણ

વિશેષણ અને તેના પ્રકારોઃ વાક્યમાં સંજ્ઞાના અર્થની કંઈક વિશેષતા દર્શાવનાર તેમજ અર્થને વધુ સ્પષ્ટ કે ચોક્કસ, કરનાર પદને વિશેષણ ‘ કહે છે. નીચે દર્શાવેલ વિશેષણના પ્રકાર – કાર્ય તેમજ ઉદાહરણનો અભ્યાસ કરો:
Class 10 Gujarati Vyakaran સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો 1

વિશેષણના પ્રકારો ત્રણ રીતે પાડવામાં આવ્યા છેઃ

  1. અર્થગત,
  2. રચનાગત અને
  3. સ્થાનનિયત વિશેષણો.

(1) અગતઃ અર્થ અનુસાર વિશેષણના સાત પ્રકાર નીચે મુજબ છે :
1. ગુણવાચક વિશેષણ આ વિશેષણ વિશેષ્ય(નામ)નાં રંગ, સ્વાદ, આકાર, કદ, સાદશ્ય, કર્તુત્વ વગરે દર્શાવે છે.

ઉદાહરણોઃ
(1) ભાગીરથીનો નવરંગ સાળુ ભેંસના છાણમાં જરાક બગડે તો એનો આખો દિવસ બગડતો.

(2) શ્યામ રંગ સમીપે ન જાવું હો રાજ….
ઉપરનાં બંને વાક્યોમાં “નવરંગ” અને “શ્યામ” રંગદર્શક ગુણવાચક વિશેષણો છે.

Class 10 Gujarati Vyakaran સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો

(3) ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર.

(4) ખાટું દહીં છાશ બનાવવામાં વપરાય છે.
ઉપરનાં બંને વાક્યોમાં “મોળો’, “સૂનો અને ખાટું સ્વાદદર્શક ગુણવાચક વિશેષણો છે.

(5) ગોળગોળ ફૂદડી ફરતાં જઈએ,
ગીત ગાતાં જઈએ.

(6) આડાઅવળા પંથે અમે કેમ કરીને જાશું?
ઉપરનાં બંને વાક્યોમાં ગોળગોળ” અને “આડાઅવળા” આકારદર્શક ગુણવાચક વિશેષણો છે.

(7) નાની એવી જાતક વાતનો મચાવીએ નહિ શોર.

(8) આવડું મોટું ઘર!
ઉપરનાં બંને વાક્યોમાં “નાની” અને “આવડું મોટું કદદર્શક કે પરિમાણદર્શક ગુણવાચક વિશેષણો છે.

(9) જેવું અન્ન તેવો ઓડકાર.

(10) જેવું – તેવું કાપડ મને શું
ગમે? ઉપરનાં બંને વાક્યોમાં “જેવું. તેવો’, ‘જેવું – તેવું એ સાદગ્ધદર્શક કે પ્રકારદર્શક ગુણવાચક વિશેષણો છે.

(11) બોલકો છોકરો સૌને ગમે.

(12) સાંભળનાર છે જ કોણ અહીં?
વાક્યો (1) અને (12)માં “બોલકો” અને “સાંભળનાર એ કર્તુત્વદર્શક ગુણવાચક વિશેષણો છે.

સંક્ષેપમાં, ઉપર દર્શાવેલાં વિશેષણો વિશેષ્ય(નામ / સંજ્ઞા)ના ગુણ’નો નિર્દેશ કરે છે. આ વિશેષણો સંજ્ઞા કે નામનો ગુણ દર્શાવી તેના અર્થમાં વધારો કરે છે. ગુણનો નિર્દેશ કરે કે અર્થમાં વિશેષતા લાવે એવાં પદોને ગુણવાચક વિશેષણો કહે છે.

Class 10 Gujarati Vyakaran સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો

2. સંખ્યાવાચક વિશેષણઃ

આ વિશેષણ સંખ્યા દર્શાવે છે. (નોંધઃ સંખ્યા પણ નામ કે વિશેષ્યનો એક ગુણ છે એટલે સંખ્યા દર્શાવનારાં વિશેષણોનો પણ ગુણવાચક વિશેષણોમાં સમાવેશ કરવામાં આવે છે.].

ઉદાહરણોઃ ત્રણ, પાંચ, પંદર, પચાસ, સો વગેરે. (આ વિશેષણો પૂર્ણ સંખ્યા દર્શાવે છે માટે આને “પૂર્ણાકદર્શક સંખ્યાવાચક વિશેષણો કહે છે.)

ત્રીજો – ત્રીજી – ત્રીજું, પાંચમો – પાંચમી – પાંચમું, પંદરમો – પંદરમીપંદરમું વગેરે ક્રમિક સંખ્યા દર્શાવે છે માટે આને “મદર્શક સંખ્યાવાચક વિશેષણો’ કહે છે.

પા, અડધું, પોણું વગેરે. (આ વિશેષણો અપૂર્ણ સંખ્યા દર્શાવે છે માટે આને “અપૂર્ણાકદર્શક સંખ્યાવાચક વિશેષણો’ કહે છે.)

બેઉ, ચારેય વગેરે. (આ વિશેષણો સકલતા કે સમગ્રતા દર્શાવે ડું છે માટે આને “સાકલ્યદર્શક સંખ્યાવાચક વિશેષણો કહે છે.)

બેવડું, ત્રેવડું વગેરે. (આ વિશેષણો સંખ્યા કેટલા ગણી છે તે ૬ દર્શાવે છે માટે આને “આવૃત્તિદર્શક સંખ્યાવાચક વિશેષણો” કહે છે.)

દરેક, પ્રત્યેક, ચાર – ચાર, છ – છ વગેરે. (આ વિશેષણો સંખ્યાનું જુદાપણું કે ટુકડીનો અર્થ દર્શાવે છે માટે આને ભિન્નતાદર્શક સંખ્યાવાચક વિશેષણો’ કહે છે.)

ચોકું, દશકો – દસકો, કોડી, સદી વગેરે. (આ વિશેષણો સમુદાય દર્શાવે છે માટે આને “સમૂહદર્શક સંખ્યાવાચક વિશેષણો’ કહે છે.) ચોક, દશકો – દસકો, કોડી, સદી વગેરે સમૂહદર્શક સંખ્યાવાચક વિશેષણો સંજ્ઞા કે નામ તરીકે પણ વપરાય છે.

થોડું, ઓછું, ઝાઝું, અન્યોન્ય વગેરે. (આ વિશેષણો સંખ્યાનું 3 અચોક્કસપણું દર્શાવે છે માટે આને “અનિશ્ચયદર્શક સંખ્યાવાચક વિશેષણો” કહે છે.)

Class 10 Gujarati Vyakaran સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો

3. સાર્વનામિક વિશેષણ

વિશેષણ તરીકે વપરાતાં સર્વનામ કે સર્વનામજન્ય (સર્વનામમાંથી બનતાં) વિશેષણ સાર્વનામિક વિશેષણ કહેવાય છે.

ઉદાહરણ તે નિશાળ, પેલું પુસ્તક. (અહીં સર્વનામ વિશેષણ તરીકે વપરાય છે માટે આને “મૂળ સાર્વનામિક વિશેષણો’ કહે છે.)

આટલું ધાન કોણ ખાશે? જેટલા દાણા મેં આપ્યા તેટલા પૈસા તેણે મને આપ્યા. એણે કેટલું વજન ઊંચક્યું છે?

(આટલું, જેટલું જેટલા/જેટલી, તેટલા/તેટલી તેટલું… સર્વનામ પરથી બનેલાં વિશેષણો છે ને એ વિશેષણો જથ્થાનો નિર્દેશ કરે છે તેથી “જથ્થાદર્શક કે પરિમાણદર્શક સાર્વનામિક વિશેષણો’ કહેવાય છે.

આવડું મોટું ઘર! જેવડી મૂર્તિ લેવી હોય તેવડી મૂર્તિ લો.

આ”, “જે’, ‘તે સર્વનામો પરથી આવડું, જેવડી, તેવડી વિશેષણો બન્યાં છે. આ વિશેષણો કદ દર્શાવે છે તેથી “કદદર્શક સાર્વનામિક વિશેષણો’ કહેવાય છે.

જેવું બી વાવશો તેવું ફળ પામશો.
જેવો આહાર એવો ઓડકાર.

જે’, ‘તે’, ‘એ સર્વનામો પરથી જેવું, તેવું, એવું એ વિશેષણો બન્યાં છે. આ વિશેષણો સાદડ્યું કે પ્રકાર (એકના જેવું બીજું) દર્શાવે 3 છે માટે “સાદથ્થદર્શક કે પ્રકારદર્શક સાર્વનામિક વિશેષણો’ કહેવાય છે.

કયો મૂર્ખ આ વાત માને?
કઈ બાજુ જવું છે?
કયું ગામ આવ્યું?

અહીં “કોણ’ સર્વનામમાંથી બનતું કિયો’ એ પ્રશ્નાર્થક સર્વનામ વિશેષણ તરીકે વપરાય છે. બીજું, “કઈ”, “કયું’ એ પ્રશ્ન સૂચવે છે માટે આ બધાંને પ્રશ્નાર્થક સાર્વનામિક વિશેષણો’ કહે છે.

Class 10 Gujarati Vyakaran સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો

4. ક્રિયાવાચક વિશેષણ

ધાતુઓ પરથી બનાવવામાં આવેલાં રૂં કુદત – વિશેષણો ક્રિયાવાચક વિશેષણ’ કહેવાય છે.

ઉદાહરણઃ
બેસતું બાળક. (અહીં “બેસતું’ કુદત – વિશેષણ ચાલુ ક્રિયા દર્શાવે છે માટે આને “વર્તમાનકાલદર્શક ક્રિયાવાચક વિશેષણ કહે છે.)

પડેલો દડો. (અહીં પડેલો કંદત – વિશેષણ થઈ ગયેલી ક્રિયા દર્શાવે છે માટે આ “ભૂતકાલદર્શક ક્રિયાવાચક વિશેષણ છે.)

પુરુષાર્થ કરનાર માણસને ફળ અવશ્ય મળવાનું. (અહીં ‘કરનાર’ કુદત – વિશેષણ થનાર ક્રિયા દર્શાવે છે માટે આને “ભવિષ્યકાલદર્શક ક્રિયાવાચક વિશેષણ’ કહે છે.)

5. પરિમાણવાચક વિશેષણ

આ વિશેષણ માપ દર્શાવે છે. ‘ નોંધઃ “સાર્વનામિક વિશેષણ’માં આનો સમાવેશ થઈ જાય છે.)
ઉદાહરણ એવડું, કેવડું, જેટલું, કેટલું વગેરે.

6. પ્રકારવાચક કે રીતિવાચક વિશેષણ

આ વિશેષણ રીતે દર્શાવે છે. (નોધઃ ‘સાર્વનામિક વિશેષણ’માં આનો પણ સમાવેશ થઈ ? જાય છે..
ઉદાહરણ એવું, તેવું, કેવું, જેવું વગેરે.

7. સંજ્ઞાસાધિત વિશેષણ

અંગ્રેજી વ્યાકરણ પ્રમાણે સંજ્ઞાવાચક કે વ્યક્તિવાચક સંજ્ઞા – Proper Noun – ઉપરથી બનેલાં વિશેષણો સંજ્ઞાસાધિત વિશેષણો’ કહેવાય છે.

ઉદાહરણઃ કાશ્મીરી શાલ, કોલ્હાપુરી ગોળ, કાનપુરી ચપ્પલ, મરાઠી ભાષા, ભારતીય સંસ્કૃતિ વગેરે.

ઉપરનાં ઉદાહરણમાં કાળા અક્ષરે છાપેલાં પાંચેય વિશેષણો અનુક્રમે કાશ્મીર, કોલ્હાપુર, કાનપુર, મરાઠા અને ભારત એ સંજ્ઞાવાચક નામો પર તૈયાર થયેલાં – બનેલાં છે એટલે એ બધાં “સંજ્ઞાસાધિત વિશેષણો છે.

Class 10 Gujarati Vyakaran સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો

(2) રચનાગત વિશેષણનું

રૂપ વિશેષ્ય(નામ)નાં લિંગવચન પ્રમાણે બદલવાથી. આ રીતે વિશેષણના બે પ્રકાર પડે છેઃ
1. વિકારી વિશેષણઃ લિંગ પ્રમાણે ફેરફાર પામનાર વિશેષણ વિકારી કહેવાય છે.
ઉદાહરણો સારો છોકરો, સારી છોકરી, સારું છોકરું.

અહીં “સારો’, “સારી’, “સારું – વિશેષણોને “ઓ’, ‘ઈ’, ‘ઉ’ પ્રત્યયો લાગે છે. છોકરો (પુ.), છોકરી (સ્ત્રી), છોકરું(નપું.)ના ? લિંગની અસર વિશેષણ ઉપર થાય છે તેથી તે વિશેષણો વિકારી કે વ્યક્તલિંગવાચક છે.

2. અવિકારી વિશેષણ લિંગમાં ફેરફાર થતાં ન બદલનાર વિશેષણ અવિકારી કહેવાય છે.
ઉદાહરણો : ચતુર પુરુષ, ચતુર સ્ત્રી, ચતુર બાળક.

અહીં “ચતુર’ વિશેષણને કશો પ્રત્યય લાગ્યો નથી. પુરુષ (પુ.), રે સ્ત્રી (સ્ત્રી.) બાળક (નપું.) હોવા છતાં તેનાં લિંગની અસર વિશેષણ ઉપર થતી નથી તેથી તે વિશેષણ (તેવાં વિશેષણો) અવિકારી કે અવ્યક્ત – લિંગવાચક છે.

(3) સ્થાનનિયતઃ વિશેષણનું સ્થાન વિશેષ્યની આગળ કે પાછળ કરવાથી. આ રીતે વિશેષણના બે પ્રકાર પડે છેઃ

1. પૂર્વ અથવા અનુવાદ્ય વિશેષણ વિશેષ્યની પૂર્વે આવતું વિશેષણ પૂર્વ કે અનુવાઘ વિશેષણ કહેવાય છે.

ઉદાહરણોઃ

  • આ રમણીય ઉદ્યાન છે.
  • આ હોશિયાર છોકરો છે.

આ બંને વાક્યોમાં “રમણીય અને હોશિયાર એ બંને વિશેષણો અનુક્રમે વિશેષ્ય (નામ) ‘ઉદ્યાન અને “છોકરો’ની પૂર્વે આવે છે એટલે એ વિશેષણો પૂર્વ કે અનુવાદ્ય વિશેષણો છે.

2. ઉત્તર અથવા વિધેય વિશેષણ વિશેષ્યની પછી વિધેયના અંશ તરીકે આવતું વિશેષણ ઉત્તર કે વિધેય વિશેષણ કહેવાય છે. ઉદાહરણો

  1. આ ઉદ્યાન રમણીય છે.
  2. આ છોકરો હોશિયાર છે.

આ બંને વાક્યોમાં “રમણીય’ અને “હોશિયાર’ એ બંને વિશેષણો અનુક્રમે વિશેષ્ય (નામ) “ઉદ્યાન’ અને છોકરો’ની પાછળ – પછી વિધેયના

Class 10 Gujarati Vyakaran સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો

વિશેષણ સ્વાધ્યાય

નીચેનાં વાક્યોમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવોઃ

પ્રશ્ન 1.

  1. સમુદ્રનું પેટ ઠાલું થયું, તે અગાધ જળ, સ્વામી! ક્યાં ગયું?
  2. ઓઢું હું કાળો કામળો; દૂજો ડાઘ ન લાગે કોય.
  3. આટલું બધું ઘી રેડાય?
  4. ઊના પાણીનું તો પેલું ઊજળું હાંલ્લું છે.
  5. આ ક્ષુદ્ર ગામ મહીં એ નહિ કામ આવે.

ઉત્તરઃ

  1. અગાઘ – પરિમાણવાચક વિશેષણ, ઠાલું – ગુણવાચક વિશેષણ
  2. કાળો – (રંગદર્શક) ગુણવાચક વિશેષણ, દૂજો – ક્રમવાચક સંખ્યાવિશેષણ
  3. આટલું – પરિમાણવાચક વિશેષણ
  4. ઊના, ઊજળું – ગુણવાચક વિશેષણ
  5. શુદ્ર – ગુણવાચક વિશેષણ, આ – દર્શક સાર્વનામિક વિશેષણ

પ્રશ્ન 2.

  1. ખીસામાંથી એક નાનું માઉથ – ઑર્ગન કાઢી એણે મને આપ્યું.
  2. ટૉમે ઉષ્માપૂર્વક મારો હાથ દાવ્યો.
  3. ફટાકડા ફોડનાર પામર જીવોની હું દયા ખાવા લાગ્યો.
  4. કેટલા બધા માણસો આ ગંધાતી ચા ઢીંચે છે.
  5. આજે આ ત્રણે પાત્રો નથી.

ઉત્તર:

  1. એક – સંખ્યાવાચક વિશેષણ; નાનું – પરિમાણવાચક
  2. મારો – સાર્વનામિક વિશેષણ
  3. ફોડનાર – કર્તવાચક વિશેષણ; પામર – ગુણવાચક વિશેષણ
  4. કેટલા બધા – પરિમાણવાચક વિશેષણ; આ – (દર્શક) સાર્વનામિક વિશેષણ
  5. આ – (દર્શક) સાર્વનામિક વિશેષણ; ત્રણે – (સાકલ્યદર્શક)

Class 10 Gujarati Vyakaran સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો

પ્રશ્ન 3.
સંખ્યાવાચક વિશેષણ

(1) એનું જાગ્રત ભાન જો દરેક માણસને હોત તો તે કાદવનો તિરસ્કાર ન કરત.
(2) પહેલે પાને એક નાનકડું વાક્ય લખ્યું હતું.
(3) આછલાં કંકુ ઘોળ રે લાડી.
(4) નટખટ ને નખરાળી નવોઢા રમી રહી.
(5) આજનું એ અમૃતમીઠું ભોજન પણ યાદ આવ્યું.
ઉત્તરઃ
(1) જાગ્રત – ગુણવાચક વિશેષણ; દરેક – સંખ્યાવાચક વિશેષણ
(2) પહેલે – ક્રમવાચક સંખ્યાવિશેષણ; એક – સાદું સંખ્યાવાચક વિશેષણ; નાનકડું – ગુણવાચક વિશેષણ
(3) આછલાં – પરિમાણવાચક વિશેષણ
(4) નટખટ, નખરાળી – ગુણવાચક વિશેષણ
(5) અમૃતમીઠું – ગુણવાચક (સ્વાદવાચક) વિશેષણ, એ – (દર્શક) સાર્વનામિક વિશેષણ

પ્રશ્ન 4.
(1) તેનો સ્વર કોમળ હતો.
(2) ગોવિંદ ધીમા બળતા દીવા સામે જોઈ રહ્યો છે.
(3) તેના મનમાં નિશ્ચયાત્મક બુદ્ધિનો પ્રવેશ થયો હતો.
(4) મારા તાબામાં દસ હજાર સામંત હોત …
(5) હું તો એક નાનો સિપાહી છું.
ઉત્તર :
(1) કોમળ – અવિકારી – અવ્યક્તલિંગવાચક અને ઉત્તર કે વિધેય વિશેષણ; ગુણવાચક વિશેષણ
(2) ધીમા – ગુણવાચક વિશેષણ; બળતા – (વર્તમાનદર્શક) ક્રિયાવાચક વિશેષણ
(3) નિશ્ચયાત્મક – ગુણવાચક વિશેષણ
(4) દસ હજાર – સંખ્યાવાચક વિશેષણ, મારા – સાર્વનામિક વિશેષણ
(5) એક – સંખ્યાવાચક વિશેષણ; નાનો – પરિમાણવાચક વિશેષણ

Class 10 Gujarati Vyakaran સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો

પ્રશ્ન 5.
(1) દરેકેદરેક બનાવની રજેરજ વિગત હું જાણું છું.
(2) બૉમ્બ બનાવીને નિદોંષ સૈનિકોને મુક્તિ આપવી જોઈતી હતી.
(3) એમ અવળે મોઢે કેમ બેઠા?
(4) ઊના પાણીનું તો પેલું ઊજળું હાંલ્લું છે.
(5) વિના પ્રીતિ ક્યાંથી ઇતર ઉરમાં પ્રેમ પ્રગટે?
ઉત્તરઃ
(1) દરેકેદરેક – સંખ્યાવાચક વિશેષણ; રજેરજ – પરિમાણવાચક વિશેષણ
(2) નિર્દોષ – ગુણવાચક વિશેષણ
(3) અવળે – પ્રકારવાચક વિશેષણ
(4) ઊના – ગુણવાચક વિશેષણ; પેલું – સાર્વનામિક વિશેષણ; ઊજળું – ગુણવાચક વિશેષણ
(5) ઇતર – (સાર્વનામિક) સંખ્યાવાચક વિશેષણ દિયાવિશેષણ

ક્રિયાવિશેષણ

ક્રિયાવિશેષણ ક્રિયાપદના અર્થમાં વિશેષતા – વધારો લાવનાર પદ . જે પદ ક્રિયાની રીત, ક્રિયાનો હેતુ, ક્રિયાનું સ્થળ કે ક્રિયાનો સમય દર્શાવી તેમાં વિશેષતા લાવે તે ક્રિયાવિશેષણ કહેવાય છે.

નીચેનાં વાક્યો વાંચોઃ

  • સુધા સુંદર ગીત ગાય છે.
  • સુધા ગીત સુંદર ગાય છે.
  • મનહર ઘરની અંદર જાય છે.
  • મનહર અંદર ગયો.

પહેલા વાક્યમાં સુંદર પદ ‘ગીત (સંજ્ઞા વિશેષ્ય)ની વિશેષતા દર્શાવે છે તેથી વિશેષણ છે. બીજા વાક્યમાં “સુંદર’ પદ ક્રિયાપદની રે વિશેષતા (ગાવાની રીત) દર્શાવે છે તેથી તે ક્રિયાવિશેષણ છે.

ત્રીજા વાક્યમાં “અંદર પદ “ઘરની પદનામ/સંજ્ઞા)ની સાથે જોડાયેલું છે એટલે નામયોગી છે. ચોથા વાક્યમાં ‘અંદર પદ ‘ગયો 3 ક્રિયાપદનું સ્થળ દર્શાવે છે અર્થાત્ તે ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે તેથી તે ક્રિયાવિશેષણ છે.

Class 10 Gujarati Vyakaran સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો

ક્રિયાવિશેષણના પ્રકારઃ

  • સમયદર્શક ક્રિયાવિશેષણઃ નીચેનાં વાક્યોમાંનાં રેખાંકિત પદો તપાસો :
  • ન માગે દોડતું આવે ને વિશ્વાસે કદી રહેજે.
  • હવે ફરીથી અઘરણી આવશે ત્યારે કંકોતરી મોકલશે.
  • ઇચ્છા હોય ત્યાં સુધી આવો.
  • થોડી વાર મુંજાલ જોઈ રહ્યો.
  • ગાડી ક્યારેક મોડી આવે છે.

ઉપરનાં વાક્યોમાંનાં રેખાંતિ પદો ક્રિયાપદનો સમય બતાવે છે ? એટલે તે બધાં સમયદર્શક ક્રિયાવિશેષણ છે.

નીચે આપેલા શબ્દો પણ સમયદર્શક ક્રિયાવિશેષણ તરીકે વપરાય છે:

  • હવે,
  • હાલ,
  • અત્યારે,
  • ક્યારે,
  • જ્યારે,
  • હમણાં,
  • સદા,
  • અવારનવાર,
  • વારંવાર,
  • કદાપિ,
  • નિરંતર,
  • ઝટ વગેરે.

(2) રીતિદર્શક ક્રિયાવિશેષણઃ નીચેનાં વાક્યોમાંનાં રેખાંકિત પદો તપાસો

  • ઝાઝું તો મૂંગા રહીએ.
  • જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે.
  • જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે.
  • જીવરામ ભટ્ટ ધીમેથી ઊઠ્યા.
  • ખરેખર તો આખો પાઠ મને મોઢે થઈ ગયો છે.

ઉપરનાં વાક્યોમાંનાં રેખાંકિત પદો ક્રિયાપદની રીત દર્શાવે છે એટલે તે બધાં રીતિદર્શક ક્રિયાવિશેષણ છે.

નીચે આપેલા શબ્દો પણ રીતિદર્શક ક્રિયાવિશેષણ તરીકે વપરાય છેઃ
આમ, તેમ, કેમ, જેમ – તેમ, ફટાફટ, એકદમ, જલદી, ગુપચુપ, માંડ, અડોઅડ, પડ્યો – પડ્યો, તરત, તરતોતરત વગેરે.

Class 10 Gujarati Vyakaran સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો

(3) પ્રમાણદર્શક કે પરિમાણદર્શક ક્રિયાવિશેષણઃ નીચેનાં વાક્યોમાંનાં રેખાંકિત પદો તપાસોઃ

  • મને માઇકલ સાથે વધુ ફાવશે.
  • મમ્મીને કાજુ બહુ ભાવે છે.
  • ભાઈ રે ! આપણા દુઃખનું જોર કેટલું હોય?
  • મારી બહેનને મિષ્ટાન લગારે ભાવતું નથી.

ઉપરનાં વાક્યોમાંનાં રેખાંકિત પદો ક્રિયાનું પ્રમાણ કે પરિમાણ (માપ) દર્શાવે છે એટલે તે બધાં પ્રમાણદર્શક કે પરિમાણદર્શક કે ક્રિયાવિશેષણ છે.

ખૂબ, જરા, જરાક, લગાર, બસ, તદન, છેક, અતિશય, અત્યંત વગેરે શબ્દો પણ પ્રમાણદર્શક કે પરિમાણદર્શક ક્રિયાવિશેષણ તરીકે વપરાય છે.

(4) અભિગમદર્શક (નિશ્ચય કે નકાર દર્શાવનાર) ક્રિયાવિશેષણ :

નીચેનાં વાક્યોમાંનાં રેખાંકિત પદો તપાસોઃ

  • જોઈએ ના તાજ અમને, જોઈએ ના રાજ કોઈ. (નકાર)
  • જુવાન મીર પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યો હતો. (નિશ્ચય)
  • મને કદી દુઃખ પડવાનું જ નથી. (નિશ્ચય)
  • તમે બેધડક કહી શકશો કે વિજય અમને નિઃશંક પ્રાપ્ત થશે. (નિશ્ચય)

ઉપરનાં વાક્યોમાંનાં રેખાંકિત પદો ક્રિયાનો નકાર કે નિશ્ચય દર્શાવે છે માટે તે બધાં અભિગમદર્શક ક્રિયાવિશેષણ છે.

ખરેખર, સાચ્ચે જ, નિઃસંદેહ વગેરે શબ્દો પણ અભિગમદર્શક ક્રિયાવિશેષણ તરીકે વપરાય છે.

(5) સ્થળદર્શક ક્રિયાવિશેષણઃ નીચેનાં વાક્યોમાંનાં રેખાંકિત પદો તપાસોઃ

  • ખરેખર તે છોકરો ઉપર બેઠો.
  • ઉપર આવો તો સારું.
  • ધડકતે હૃદય તે અંદર પેઠો.
  • નીચે જાઓ બાપુજી તમારી રાહ જુએ છે.
  • બહાર જઈને બેસો.

ઉપરનાં વાક્યોમાંનાં રેખાંકિત પદો ક્રિયાપદનું સ્થળ દર્શાવે છે એટલે તે બધાં સ્થળદર્શક ક્રિયાવિશેષણો છે.

નીચે આપેલા શબ્દો પણ સ્થળદર્શક ક્રિયાવિશેષણ તરીકે વપરાય છે?

અહીં, તહીં, અધવચ, ઉગમણા, આથમણા, જ્યાં, ત્યાં, પાસે, નજીક, આસપાસ, દૂર, હેઠે વગેરે.

Class 10 Gujarati Vyakaran સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો

સ્વાધ્યાય

નીચેનાં વાક્યોમાંથી ક્રિયાવિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો?

પ્રશ્ન 1.
(1) ખરેખર તે છોકરી ઉપર બેઠો.
(2) – પણ ઘડીક તું થોભને ઓ કપાલ!
(3) ગ્રંથમાં દષ્ટાંતો આપવા માટે પારકાં કાવ્ય લેવાં ઠીક ધાય નથી.
(4) એકાએક ફગફગિયો દીવો બુઝાઈ ગયો.
(5) એને આટલું ઘસી ઘસીને કેમ સાફ કરે છે?
ઉત્તર :
(1) ઉપર – સ્થળવાચક ક્રિયાવિશેષણ
(2) ઘડીક – સમયવાચક ક્રિયાવિશેષણ
(3) ઠીક – રીતિવાચક ક્રિયાવિશેષણ
(4) એકાએક – સમયવાચક ક્રિયાવિશેષણ
(5) આટલું – પરિમાણવાચક ક્રિયાવિશેષણ

પ્રશ્ન 2.
(1) પછી મારે કૉન્ટિનેન્ટની સફરે નીકળવું એમ આગલે દિવસે નક્કી થયું.
(2) મને માઇકલ સાથે વધુ ફાવશે.
(3) મમ્મીને કાજુ બહુ ભાવે છે.
(4) તમારા પૈસા ના લેવાય.
(5) ધ્રૂજતાં ધ્રૂજતાં મેરિયાના બોલી.
ઉત્તરઃ
(1) પછી – સમયવાચક ક્રિયાવિશેષણ
(2) વધુ – પ્રમાણવાચક ક્રિયાવિશેષણ
(3) બહુ – પ્રમાણવાચક ક્રિયાવિશેષણ
(4) ના – નકારવાચક ક્રિયાવિશેષણ
(5) ધ્રુજતાં ધ્રૂજતાં – રીતિવાચક ક્રિયાવિશેષણ

Class 10 Gujarati Vyakaran સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો

પ્રશ્ન 3.
(1) આમ ઘીનો બગાડ કરે તે અમારાથી ખમાય નહીં.
(2) ત્યાં મજૂરી કરવા માટે હું ઊપડ્યો.
(3) મને કદી દુઃખ પડવાનું જ નથી.
(4) મારા સ્વમાન ઉપર ઉપરાઉપરી પ્રહાર કરવા માંડ્યા.
(5) “ભલે’, કહીને તેઓ એકદમ ફરી ગયાં.
ઉત્તર :
(1) આમ – રીતિવાચક ક્રિયાવિશેષણ
(2) ત્યાં – સ્થળવાચક ક્રિયાવિશેષણ
(3) કદી – નિશ્ચયવાચક ક્રિયાવિશેષણ
(4) ઉપરાઉપરી – રીતિવાચક ક્રિયાવિશેષણ
(5) એકદમ – રીતિવાચક ક્રિયાવિશેષણ

પ્રશ્ન 4.
(1) કલિકાલના વિશ્વામિત્ર એની સામે થોડી વાર જોઈ રહ્યા.
(2) પત્ની તરત જ ટેબલ ઉપર ગુલાબી ચાનો પ્યાલો મૂકતાં
બોલી. (3) સંકલ્પ રાતના ક્યારથી ચાલુ થવાનો હતો?
(4) ન માગે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે.
(5) જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે.
ઉત્તરઃ
(1) થોડી વાર – સમયવાચક ક્રિયાવિશેષણ
(2) તરત જ – સમયવાચક ક્રિયાવિશેષણ
(3) ક્યારથી – સમયવાચક ક્રિયાવિશેષણ
(4) કદી – સમયવાચક ક્રિયાવિશેષણ
(5) જરાયે – રીતિવાચક ક્રિયાવિશેષણ

Class 10 Gujarati Vyakaran સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો

પ્રશ્ન 5.
(1) કુસંપ કરતાં સંપ કરવો વધારે કઠણ છે.
(2) ગાંડી થા મા માણકી, તારા નંદકુંવરને કોઈ ચોરી નથી ગયું.
(3) મુંજાલે ગૌરવથી ઊંચું જોયું.
(4) મુંજાલ તિરસ્કારભર્યું હસ્યો.
(5) તમે અવંતી ક્યારે જાઓ છો?
ઉત્તરઃ
(1) વધારે – પ્રમાણવાચક ક્રિયાવિશેષણ
(2) મા – નકારવાચક ક્રિયાવિશેષણ
(3) ઊંચું – રીતિવાચક ક્રિયાવિશેષણ
(4) તિરસ્કારભર્યું – અભિગમવાચક ક્રિયાવિશેષણ
(5) ક્યારે – સમયવાચક ક્રિયાવિશેષણ

પરીક્ષાલક્ષી સ્વાધ્યાય (બોર્ડ – પ્રશ્નપત્રના પરિરૂપના પ્રશ્નપ્રકારો અનુસાર પ્રશ્નોત્તર)

1. નીચેની સંજ્ઞાઓનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર લખો

  1. હેમત – (જાતિવાચક, ભાવવાચક, વ્યક્તિવાચક)
  2. નરેન્દ્ર – (ભાવવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક)
  3. આબુ – (દ્રવ્યવાચક, ભાવવાચક, વ્યક્તિવાચક)
  4. હાથી – (સમૂહવાચક, જાતિવાચક, વ્યક્તિવાચક)
  5. રાજ્ય – (જાતિવાચક, વ્યક્તિવાચક, ભાવવાચક)
  6. પંખી – (વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક)
  7. ઘી – (વ્યક્તિવાચક, દ્રવ્યવાચક, જાતિવાચક)
  8. મધ – (જાતિવાચક, વ્યક્તિવાચક, દ્રવ્યવાચક)
  9. ખાંડ – (સમૂહવાચક, જાતિવાચક, દ્રવ્યવાચક)
  10. સૌંદર્ય – (ભાવવાચક, સમૂહવાચક, વ્યક્તિવાચક)
  11. ગાંસડી – (વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક)
  12. માંદગી – (જાતિવાચક, સમૂહવાચક, ભાવવાચક)
  13. ઝૂમખું – (સમૂહવાચક, ભાવવાચક, વ્યક્તિવાચક)
  14. સંઘર્ષ – (ભાવવાચક, વ્યક્તિવાચક, જાતિવાચક)
  15. સમિતિ – (સમૂહવાચક, ભાવવાચક, દ્રવ્યવાચક)

ઉત્તરઃ

  1. વ્યક્તિવાચક
  2. વ્યક્તિવાચક
  3. વ્યક્તિવાચક
  4. જાતિવાચક
  5. જાતિવાચક
  6. જાતિવાચક
  7. દ્રવ્યવાચક
  8. દ્રવ્યવાચક
  9. દ્રવ્યવાચક
  10. ભાવવાચક
  11. સમૂહવાચક
  12. ભાવવાચક
  13. સમૂહવાચક
  14. ભાવવાચક
  15. સમૂહવાચક

Class 10 Gujarati Vyakaran સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો

2. નીચેનાં વાક્યોમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો ?

  1. સાથે બે – ત્રણ મિત્રો હોય.
  2. શીલવંત સાધુને વારેવારે નમીએ.
  3. અમે સાચવશું સુંવાળા રંગ.
  4. બાપુ શાહુકારીનો ધંધો કરતા.
  5. મોહ – માયા વ્યાપે નહિ તેને, …
  6. આઠે પહોર મનમસ્ત થઈને રે’વે, …
  7. આપણા દેશમાં સાધકોની સંખ્યા ઓછી નથી.
  8. હવે અર્ધાકલાકની વાર હતી.
  9. નાહીએ ત્યારે આખી નર્મદા આપણી હોય.
  10. આ સર્વ અનિશ્ચિતતાઓનો અંત આવી જશે.
  11. (તેણે) ગાયનું પાશેર ઘી મંગાવ્યું.
  12. હાથના પંજા મોં પર વાગી ગયા.
  13. પોતાનું પગેરું ભૂસીને તે ચાલી નીકળી હતી.
  14. હું એ વખતે દસમા ધોરણમાં ભણું.
  15. સકળ લોકમાં સહુને વંદે.

ઉત્તરઃ

  1. બે – ત્રણ – સંખ્યાવાચક
  2. શીલવંત – ગુણવાચક
  3. સુંવાળા – ગુણવાચક
  4. શાહુકારીનો ધંધો – સંબંધવાચક
  5. મોહ – માયા – ગુણવાચક
  6. આઠે – સંખ્યાવાચક
  7. આપણા – સાર્વનામિક
  8. અર્ધા – સંખ્યાવાચક
  9. આખી – માત્રાસૂચક
  10. સર્વ – માત્રાસૂચક
  11. પાશેર – સંખ્યાવાચક
  12. હાથના પંજા – સંબંધવાચક
  13. પોતાનું – સાર્વનામિક
  14. દસમા ક્રમિક સંખ્યાવાચક
  15. સકળ – માત્રાસૂચક

Class 10 Gujarati Vyakaran સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો

3. નીચેનાં વાક્યોમાંથી ક્રિયાવિશેષણ શોધીને તેનો પ્રકાર લખો:

  1. પપ્પા ઘણા વખતથી તમારું સરનામું શોધતા હતા.
  2. આવવું હોય તો જલદી આવો.
  3. તેણે અજંપામાં રાત વિતાવી.
  4. કાર ખોટવાઈ પડે તો એનો માલિક થોડો શરમાય છે.
  5. મામાના નરેશભાઈ ચોક્કસ કવિ થવાના.
  6. નર્મદાએ મને હરહંમેશ ઝંકૃત કર્યો છે.
  7. જંગલમાં અચાનક આગ લાગી.
  8. છત્રી પર સરનામું લખવાનો ઉપાય ખરેખર કારગત નીવડ્યો.
  9. ઘર આસાનીથી મળી ગયું.
  10. અમારી છત્રી એમ વરસદિવસમાં તૂટી ન જાય.
  11. શીલવંત સાધુને વારેવારે નમીએ.
  12. તું આનંદને અહીં મોકલીશ?
  13. એ પછી ફરી એક વાર હું આહવા ગયો.
  14. બા બિચારી રાતદિવસ વૈતરું કરતી.
  15. બાને તેના પૈસા નિયમિત મળતા.

ઉત્તર :

  1. ઘણા વખતથી સમયવાચક
  2. જલદી – રીતિવાચક
  3. અજંપામાં – રીતિવાચક
  4. થોડો – માત્રાસૂચક
  5. ચોક્કસ – અભિગમવાચી
  6. હરહંમેશ – સમયવાચક
  7. અચાનક – રીતિવાચક
  8. ખરેખર – અભિગમવાચી
  9. આસાનીથી – રીતિવાચક
  10. વરસદિવસમાં – સમયવાચક
  11. વારેવારે – પ્રમાણવાચક
  12. અહીં – સ્થાનવાચક
  13. એક વાર – માત્રાસૂચક Class 10 Gujarati Vyakaran સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો
  14. રાતદિવસ – સમયવાચક
  15. નિયમિત – રીતિવાચક

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *