Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 1 ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 10 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 1 ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર
સ્વાધ્યાય.
નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સારો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો.
પ્રશ્ન 1.
આપણો દેશ કેવી બેડીઓમાં જ કડાયેલો હતો ?
(A) સ્વતંત્રતાની
(B) પરાધીનતાની
(C) ગુલામીની
(D) જુલ્મની
ઉત્તર :
(B) પરાધીનતાની
પ્રશ્ન 2.
ભારતીય પ્રજાના શેના માટે વીરચંદ રાઘવજી ગાંધીએ કામ કર્યું ?
(A) સુખને માટે
(B) સ્વતંત્રતા માટે
(C) આત્મસન્માનને માટે
(D) ઉદ્ધારને માટે
ઉત્તર :
(C) આત્મસન્માનને માટે
પ્રશ્ન 3.
વીરચંદ રાઘવજી ગાંધીએ ક્યાં મહત્ત્વનું કાર્ય કર્યું ?
(A) ભારતમાં
(B) અમેરિકામાં
(C) જાપાનમાં
(D) દેશ-વિદેશમાં
ઉત્તર :
(D) દેશ-વિદેશમાં
પ્રશ્ન 4.
વીરચંદ રાઘવજી ગાંધીએ કેટલા વિદેશ પ્રવાસ કર્યા ?
(A) એક
(B) બે
(C) ત્રણ
(D) ચાર
ઉત્તર :
(C) ત્રણ
પ્રશ્ન 5.
વીરચંદ રાઘવજી ગાંધીએ કેટલા પ્રવચનો કર્યા ?
(A) 650
(B) 640
(C) 60
(D) 660
ઉત્તર :
(A) 650
પ્રશ્ન 6.
વીરચંદ રાઘવજી ગાંધીનો જન્મ કયા ગામમાં થયો હતો ?
(A) ભાવનગર
(B) બોટાદ
(C) અમરેલી
(D) મહુવા
ઉત્તર :
(D) મહુવા
પ્રશ્ન 7.
વીરચંદ ગાંધીના પિતાશ્રીનું શું નામ હતું ?
(A) મહાત્મા ગાંધી
(B) કલા ગાંધી
(C) રાઘવજીભાઈ
(D) ઓધવજી
ઉત્તર :
(C) રાઘવજીભાઈ
પ્રશ્ન 8.
વીરચંદ ગાંધીની જન્મતારીખ કઈ છે ?
(A) 25/8/1808
(B) 25/8/1868
(C) 25/6/1860
(D) 20/6/1870
ઉત્તર :
(B) 25/8/1868
પ્રશ્ન 9.
રાધવજીભાઈનો મહુવામાં શેનો ધંધો હતો ?
(A) લુહારીકામ
(B) સુથારીકામ
(C) સોનીકામ
(D) ધીરધાર
ઉત્તર :
(C) સોનીકામ
પ્રશ્ન 10.
વીરચંદ ગાંધી વધુ અભ્યાસ માટે ક્યાં આવ્યા ?
(A) જામનગર
(B) રાજકોટ
(C) અમદાવાદ
(D) ભાવનગર
ઉત્તર :
(D) ભાવનગર
પ્રશ્ન 11.
ભાવનગરમાં શેની સગવડ ન હતી ?
(A) કૉલેજની
(B) છાત્રાલયની
(C) પૈસાની
(D) ધંધાની
ઉત્તર :
(B) છાત્રાલયની
પ્રશ્ન 12.
વીરચંદ ગાંધીના માતુશ્રીનું શું નામ હતું ?
(A) પાનબાઈ
(B) ગંગા સતિ
(C) જાનબાઈ
(D) માનબાઈ
ઉત્તર :
(D) માનબાઈ
પ્રશ્ન 13.
વીરચંદ ગાંધીએ કઈ પરીક્ષા પાસ કરી ?
(A) શાળાંતની
(B) મેટ્રિકની
(C) ધોરણ 10ની
(D) ધોરણ-12ની
ઉત્તર :
(B) મેટ્રિકની
પ્રશ્ન 14.
વીરચંદ ગાંધીએ વીસ વર્ષની ઉમરે કઈ પરીક્ષા પાસ કરી ?
(A) બી.એ.
(B) મેટ્રિક
(C) એમ.એ.
(D) શાળાંત
ઉત્તર :
(A) બી.એ.
પ્રશ્ન 15.
વીરચંદ ગાંધીએ બી.એ.ની પદવી કઈ કૉલેજમાંથી લીધી ?
(A) સેન્ટ ઝેવિયર્સ
(B) એલ્ફિન્સ્ટન
(C) ખાલસો
(D) નાથીબાઈ
ઉત્તર :
(B) એલ્ફિન્સ્ટન
પ્રશ્ન 16.
વિશ્વધર્મ પરિષદ ક્યારે યોજાવાની હતી ?
(A) સપ્ટેમ્બર 1893
(B) સપ્ટેમ્બર 1892
(C) ઓક્ટોબર 1880
(D) ઓક્ટોબર 1892
ઉત્તર :
(A) સપ્ટેમ્બર 1893
પ્રશ્ન 17.
વિશ્વધર્મ પરિષદમાં હિન્દુ ધર્મના પ્રતિનિધિ કોણ હતા ?
(A) રામકૃષ્ણ પરમહંસ
(B) સ્વામી વિવેકાનંદ
(C) સ્વામી વિદિતાનંદજી
(D) ભારતી બાપુ
ઉત્તર :
(B) સ્વામી વિવેકાનંદ
પ્રશ્ન 18.
જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે કોણ હતું ?
(A) મહાત્મા ગાંધી
(B) વીરચંદ ગાંધી
(C) બાલચંદ્ર ગાંધી
(D) કરમચંદ ગાંધી
ઉત્તર :
(B) વીરચંદ ગાંધી
પ્રશ્ન 19.
વિશ્વધર્મ પરિષદમાં વીરચંદ ગાંધીની ઉંમર કેટલી હતી ?
(A) 28 વર્ષ
(B) 27 વર્ષ
(C) 29 વર્ષ
(D) 24 વર્ષ
ઉત્તર :
(C) 29 વર્ષ
પ્રશ્ન 20.
વિશ્વધર્મ પરિષદમાં વીરચંદ ગાંધી ક્યાં બેસતા ?
(A) ખુરશી પર
(B) ટેબલ ઉપર
(C) પહેલી હરોળમાં
(D) મંચ ઉપર
ઉત્તર :
(C) પહેલી હરોળમાં
પ્રશ્ન 21.
અમેરિકામાં કયા મહાપુરુષ થઈ ગયા ?
(A) જ્હૉન કેનેડી
(B) બરાક ઓબામા
(C) ટ્રમ્પ
(D) અબ્રાહ્મ લિંકન
ઉત્તર :
(D) અબ્રાહ્મ લિંકન
પ્રશ્ન 22.
ભારતમાં ક્યા મહાપુરુષ થઈ ગયા ?
(A) મહાન સિદ્ધરાજ
(B) મહાન વિક્રમાદિત્ય
(C) ચંદ્રગુપ્ત મૌર્ય
(D) શિવાજી મહારાજ
ઉત્તર :
(B) મહાન વિક્રમાદિત્ય
પ્રશ્ન 23.
ભારતમાં બીજા કયા મહાપુરુષ થઈ ગયા ?
(A) મહાન અશોક
(B) કૌટિલ્ય
(C) ગૌતમ બુદ્ધ
(D) મહાવીર સ્વામી
ઉત્તર :
(A) મહાન અશોક
પ્રશ્ન 24.
‘કલિકાલ સર્વજ્ઞ’ તરીકે કોણ પ્રખ્યાત છે ?
(A) રામચંદ્રન
(B) સિદ્ધરાજ જયસિંહ
(C) હેમચંદ્રાચાર્ય
(D) રેવન્ડ ડી. મિલોનેએ
ઉત્તર :
(C) હેમચંદ્રાચાર્ય
પ્રશ્ન 25.
વિશ્વધર્મ પરિષદમાં હિંદુ મંદિરોની પૂજારણો પર કોણે આક્ષેપો કર્યા હતા ?
(A) રેવરેન્ડ સી. પેન્ટાકોસ્ટ
(B) રેવરેન્ડ એફ, પેન્ટાકોસ્ટ
(C) રેવરનું એડ. એન્ટોનિઓએ
(D) હર્ષવર્ધન
ઉત્તર :
(B) રેવરેન્ડ એફ, પેન્ટાકોસ્ટ
પ્રશ્ન 26.
વીરચંદ ગાંધી મુંબઈમાં એક ઓરડીમાં કોની સાથે રહ્યા હતા ?
(A) લોકમાન્ય ટિળક
(B) બાલ ઠાકરે
(C) મહાત્મા ગાંધી
(D) સુભાષચંદ્ર બોઝ
ઉત્તર :
(C) મહાત્મા ગાંધી
પ્રશ્ન 27.
પાલીતાણા તીર્થ પર શું બંધ કરાવ્યું ?
(A) નાસ્તો
(B) પાણી
(C) જજિયાવેરી
(D) મુંડકાવેરો
ઉત્તર :
(D) મુંડકાવેરો
પ્રશ્ન 28.
વરચંદ ગાંધી કેટલી ભાષા જાણતા હતા ?
(A) 12
(B) 13
(C) 14
(D) 15
ઉત્તર :
(C) 14
પ્રશ્ન 29.
કયા શહેરથી મકાઈ ભરેલી સ્ટીમર કલકત્તા મોકલાવી ?
(A) સાનફ્રાન્સિસ્કો
(B) વાનકુંવર
(C) ફ્લોરિડા
(D) ટેકસાસ
ઉત્તર :
(A) સાનફ્રાન્સિસ્કો
પ્રશ્ન 30.
આશરે કેટલા રૂપિયાની સહાય મોકલી ?
(A) 30 હજાર
(B) 40 હજાર
(C) 35 હજાર
(D) 20 હજાર
ઉત્તર :
(B) 40 હજાર
પ્રશ્ન 31.
પહેલાં ક્યા માર્ગે વિદેશ પહોંચવું પડતું ?
(A) પગ રસ્તે
(B) વિમાન માર્ગે
(C) દરિયાઈ માર્ગે
(D) નદી માર્ગે
ઉત્તર :
(C) દરિયાઈ માર્ગે
પ્રશ્ન 32.
વીરચંદ ગાંધીનું કેટલા વર્ષે અવસાન થયું ? ન
(A) 36
(B) 37
(C) 38
(D) 35
ઉત્તર :
(B) 37
પ્રશ્ન 33.
વીરચંદ ગાંધીની અવસાન તારીખ કઈ છે ?
(A) 7/8/1901
(B) 7/7/1902
(C) 6/7/1903
(D) 8/8/1901
ઉત્તર :
(A) 7/8/1901
પ્રશ્ન 34.
વીરચંદ ગાંધીનું જીવન કોના જેવું હતું ?
(A) અગ્નિ
(B) ધૂપસળી
(C) દીપક
(D) પ્રેરણારૂપ
ઉત્તર :
(B) ધૂપસળી
પ્રશ્ન 35.
‘ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર’ પાઠના લેખક કોણ છે ?
(A) જયભિખ્ખ
(B) રવીન્દ્રનાથ
(C) દેવવ્રત પાઠક
(D) કુમારપાળ દેસાઈ
ઉત્તર :
(D) કુમારપાળ દેસાઈ
નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
ભારતીય પ્રજાના આત્મસન્માનને માટે દેશ-વિદેશમાં કોણે મહત્ત્વનું કાર્ય કર્યું ?
ઉત્તર :
ભારતીય પ્રજાના આત્મસન્માનને માટે દેશ-વિદેશમાં વીરચંદ રાઘવજી ગાંધીએ મહત્ત્વનું કાર્ય કર્યું.
પ્રશ્ન 2.
ભારત અને ભારતીય ધર્મો વિશે વીરચંદ ગાંધીએ કેટલા પ્રવચનો કર્યા ?
ઉત્તર :
ભારત અને ભારતીય ધર્મો વિશે વીરચંદ ગાંધીએ 650થી વધુ પ્રવચનો કર્યા.
પ્રશ્ન 3
વીરચંદ ગાંધીએ શેના વિશે પ્રવચનો કર્યા ?
ઉત્તર :
વીરચંદ ગાંધીએ વેદોની મહત્તા, ભારતનું મનોવિજ્ઞાન, ભારતીય તત્વજ્ઞાનના ઊંડાણ વિશે પ્રવચનો કર્યા.
પ્રશ્ન 4.
વીરચંદ ગાંધીનો જન્મ ક્યાં થયો હતો ?
ઉત્તર :
વીરચંદ રાધવજી ગાંધીનો જન્મ સૌરાષ્ટ્રના દક્ષિણ ભાવનગર શહેરથી એ કસો કિલોમીટર દૂર આવેલા મહુવા ગામમાં થયો હતો.
પ્રશ્ન 5.
વીરચંદ ગાંધીના પિતાશ્રીનો શો વ્યવસાય હતો ?
ઉત્તર :
વીરચંદ ગાંધીના પિતાશ્રી મહુવામાં સોનીકામ કરતા હતા.
પ્રશ્ન 6.
વીરચંદ ગાંધી વધુ અભ્યાસ માટે કયા શહેરમાં આવે છે ?
ઉત્તર :
વીરચંદ ગાંધી વધુ અભ્યાસ માટે ભાવનગર શહેરમાં આવે છે.
પ્રશ્ન 7.
વીરચંદ ગાંધીએ મેટ્રિકની પરીક્ષામાં કયો ક્રમ પ્રાપ્ત કર્યો ?
ઉત્તર :
વીરચંદ ગાંધીએ મેટ્રિકની પરીક્ષા ગોહિલવાડ રાજ્યમાં પ્રથમ ક્રમે આવીને પાસ કરી.
પ્રશ્ન 8.
વીરચંદ ગાંધીએ બી.એ.ની પદવી કેટલામાં વર્ષે મેળવી ?
ઉત્તર :
વીરચંદ ગાંધીએ બી.એ.ની પદવી 20 વર્ષની ઉમરે મેળવી.
પ્રશ્ન 9.
બી.એ.ની પદવી કઈ કૉલેજમાંથી મેળવી
ઉત્તર :
મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી.
પ્રશ્ન 10.
અમેરિકામાં વિશ્વધર્મ પરિષદ ક્યારે યોજાવાની હતી ?
ઉત્તર :
અમેરિકામાં વિશ્વધર્મ પરિષદ સપ્ટેમ્બર 1893ના રોજ યોજાવાની હતી.
પ્રશ્ન 11.
આ વિશ્વધર્મ પરિષદ કેટલા દિવસ સુધી ચાલવાની હતી ?
ઉત્તર :
આ વિશ્વધર્મ પરિષદ 17 દિવસ સુધી ચાલવાની હતી.
પ્રશ્ન 12.
વિશ્વધર્મ પરિષદમાં હિન્દુ ધર્મના પ્રતિનિધિ કોણ હતા ?
ઉત્તર :
વિશ્વધર્મ પરિષદમાં હિન્દુ ધર્મના પ્રતિનિધિ સ્વામી વિવેકાનંદ હતા.
પ્રશ્ન 13.
વિશ્વધર્મ પરિષદમાં જૈનધર્મના પ્રતિનિધિ કોણ હતા ?
ઉત્તર :
વિશ્વધર્મ પરિષદમાં જૈનધર્મના પ્રતિનિધિ વીરચંદ રાઘવજી ગાંધી હતા.
પ્રશ્ન 14.
આ સમયે વીરચંદ ગાંધીની ઉમર કેટલા વર્ષની હતી ?
ઉત્તર :
આ સમયે વીરચંદ ગાંધીની ઉંમર 29 વર્ષની હતી.
પ્રશ્ન 15.
વીરચંદ ગાંધીનો પહેરવેશ કેવો હતો ?
ઉત્તર :
સોનેરી કિનારીવાળી કાઠિયાવાડી પાઘડી, લાંબો ઝભ્ભો, ખર્ભ ધોળી શાલ અને પગમાં દેશી આંકડિયાળાં પગરખાં – આ એમનો પહેરવેશ હતો.
પ્રશ્ન 16.
વીરચંદ ગાંધી સૌથી જુદા કેમ તરી આવતા હતા ?
ઉત્તર :
ઊંચું ભરાવદાર શરીર, તેજસ્વી આંખો, હસતો ચહેરો અને શાંત પ્રકૃતિથી વિધર્મ પરિષદની પહેલી હરોળમાં બેઠેલા વીરચંદ ગાંધી સૌથી જુદા તરી આવતા હતા.
પ્રશ્ન 17.
વિશ્વધર્મ પરિષદમાં તેમણે શેના વિશે વિચારો વ્યક્ત કર્યા ?
ઉત્તર :
વિશ્વધર્મ પરિષદમાં તેમણે જૈનદર્શન અને ભારતીય સંસ્કૃતિ વિશે પોતાના વિચારો પ્રભાવક રીતે રજૂ કર્યા.
પ્રશ્ન 18.
ભારતના કયા કયા મહાન લોકોનો પશ્ચિમના લોકોને પરિચય કરાવ્યો ?
ઉત્તર :
ભારતના મહાન વિક્રમાદિત્ય, સમ્રાટ અશોક, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને શ્રીમદ્ રાજચંદ્ર જેવા મહાપુરુષોનો પરિચય કરાવ્યો.
પ્રશ્ન 19.
વીરચંદ ગાંધીએ વૉશિંગ્ટનમાં શેની સ્થાપના કરી ?
ઉત્તર :
વીરચંદ ગાંધીએ વોશિગ્ટનમાં ‘ગાંધી ફિલોસૉફિકલ સોસાયટી’ ની સ્થાપના કરી.
પ્રશ્ન 20.
વીરચંદ ગાંધીએ ભારતના દુકાળમાં અમેરિકાથી કઈ મદદ કરી ?
ઉત્તર :
વીરચંદ ગાંધીએ ભારતના દુકાળમાં સાનફ્રાન્સિસ્કોથી સ્ટીમ્બરે ભરીને મકાઈ મોકલી અને રૂપિયા 40 હજાર મોકલ્યા.
પ્રશ્ન 21.
વિરચંદ ગાંધીનું અવસાન શેને કારણે થયું ?
ઉત્તર :
વીરચંદ ગાંધીનું અવસાન અતિપ્રવૃત્તિ અને પરિશ્રમને કારણે માત્ર 37 વર્ષની વયે થયું.
પ્રશ્ન 22.
વીરચંદ ગાંધીનું જીવન કેવું ગણાય છે ?
ઉત્તર :
વીરચંદ ગાંધીનું જીવન ધૂપસળી જેવું ગણાય છે, ભારતનો મહિમા વિશેષરૂપે પ્રચલિત કર્યો. ભારતીય દર્શનનો મહિમા પશ્ચિમને . સમજાવ્યો.
નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
વિરચંદ ગાંધીના વિદેશમાં પ્રવચનો કેવાં હતાં ?
ઉત્તર :
વીરચંદ ગાંધીએ અમેરિકા અને ઇંગ્લેન્ડ જેવા દેશોમાં ત્રણ વિદેશ પ્રવાસ કર્યા અને ભારત તથા ભારતીય ધર્મો વિશે 650થી વધુ અસરકારક પ્રવચનો કર્યા.
પ્રશ્ન 2.
વીરચંદ ગાંધીના અભ્યાસ વિશે લખો.
ઉત્તર :
વીરચંદ ગાંધીએ મેટ્રિકની પરીક્ષા ગોહિલવાડ રાજ્યમાં પ્રથમ ક્રમે પાસ કરી અને 20 વર્ષની ઉમરે બી.એ.ની પદવી પ્રાપ્ત કરી. ભાવનગર અને મુંબઈમાં રહીને અભ્યાસ કર્યો હતો.
પ્રશ્ન 3.
વિશ્વધર્મ પરિષદમાં વરચંદ ગાંધીની છાપ વિશે જણાવો.
ઉત્તર :
વિશ્વધર્મ પરિષદમાં વીરચંદ ગાંધી જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ગયા હતા. માત્ર 29 વર્ષની જ ઉમર હતી. વીરચંદ ગાંધીએ પોતાની વિદ્વત્તા અને વાણીપ્રવાહથી સૌને સ્તબ્ધ કરી દીધા. આવી એમની છાપ હતી. દેખાવ અને પોશાક તો તેજસ્વી હતા જ.
પ્રશ્ન 4.
વીરચંદ ગાંધીએ કયા વિષયો પર રસપ્રદ પ્રવચનો આપ્યાં ?
ઉત્તર :
વીરચંદ ગાંધીએ ભારતની યોગપ્રણાલી, આહારવિજ્ઞાન, શ્વાસ વિજ્ઞાન જેવા વિષયો પર રસપ્રદ પ્રવચનો આપ્યાં.
પ્રશ્ન 5.
વીરચંદ ગાંધીએ પાલીતાણા અને સમેત શિખરમાં કયા કામો કર્યા ?
ઉત્તર :
વીરચંદ ગાંધીએ પાલીતાણામાં તીર્થયાત્રા પર આવતા યાત્રાળુઓના મુંડકાવેરો દૂર કર્યા. સર્મત શિખરમાં ડુક્કરની ચરબી કાઢવાનું. – કારખાનું બંધ કરાવ્યું, આ બે મોટા કામ કરવામાં તેમણે ખૂબ મહેનત કરીને સફળતા મેળવી.
નીચે પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો :
પ્રશ્ન 1.
વીરચંદ રાઘવજી ગાંધીનું જીવનકાર્ય વર્ણવો.
ઉત્તર :
વીરચંદ રાઘવજી ગાંધીનું જીવનકાર્ય અદ્દભુત રહ્યું છે. નાની ઉંમરમાં તેજસ્વી વિદ્યાભ્યાસ કર્યો અને મેટ્રિક તથા બી.એ.ની પદવી પ્રાપ્ત કરી. અમેરિકામાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે વિશ્વ ધર્મ પરિષદમાં હાજર રહી ભારતના મહાન પુરુષો તથા જૈન ધર્મનો પશ્ચિમના લોકોને પરિચય કરાવ્યો. સખત પરિશ્રમ કરીને વિદેશયાત્રાઓ કરી.
650 જેટલા અસ૨કા૨ક પ્રવચનો કર્યા અને ભારત વિશેની ગેરમાન્યતાઓ દૂર કરી, ભારતનો મહિમા વધાર્યો અને અમેરિકામાં રહી ભારતના દુકાળમાં મકાઈ અને રૂપિયાની મદદ મોકલી, આવાં સુંદર કાર્યો કરીને માત્ર 37 વર્ષની નાની ઉંમરે વિદાય લીધી. વીરચંદ ગથિી ધૂપસળી જેવું જીવન જીવી ગયાં.
પ્રશ્ન 2.
વીરચંદ ગાંધીના પ્રવચનો કેવાં હતાં ?
ઉત્તર :
વીરચંદ ગાંધીના પ્રવચનો તર્કબદ્ધ અને શાસ્ત્રીય તેમજ વૈજ્ઞાનિક આધારભૂત હતા. પશ્ચિમના લોકોને ભારત એટલે ઠગ, ધૂતારા, અંધશ્રદ્ધા, ભૂવા વગેરે જેવી માન્યતાઓનું વીરચંદ ગાંધીએ ખંડન કર્યું અને ભારતીય તત્ત્વજ્ઞાન, મહાન પુરુષો તથા યોગવિજ્ઞાન, શ્વાસવિજ્ઞાન, જૈનધર્મ, ભારતીય સંસ્કૃતિ જેવા ઉત્તમ વિષયોનું અસરકારક શૈલીમાં દર્શન કરાવ્યું. ભારતનો મહિમા વિદેશમાં પ્રસ્થાપિત કર્યો. વીરચંદ ગાંધીના પ્રવચનોથી વિદેશમાં ભારતની છાપ સુધરી અને ભારતનું ગૌરવ વધ્યું.
નીચેના પ્રશ્નોના સૂચના પ્રમાણે ઉત્તર લખો :
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો :
- મહત્તા – મોટાઈ
- ગરિમા – માન
- કેળવણી – શિક્ષણ
- અંગત – ખાનગી
- આક્ષેપ – આરોપ
- સહાય – મદદ
નીચેના શબ્દોની સાચી જોડણી લખો :
- ચરીત્ર : ચરિત્ર
- અધ્યાત્મીક – આધ્યાત્મિક
- જીવનરીતી – જીવનરીતિ
- સંસ્કૃતી – સંસ્કૃતિ
- રૂઢીયો – રૂઢિઓ
- એશોસીએસન – એસોશિયેશન
- સિષ્યવૃતી – શિષ્યવૃત્તિ
- એતીહાસીક – ઐતિહાસિક
- તત્કાલીક – તાત્કાલિક
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થ આપો :
- પરાધીન × સ્વાધીન
- ખોટો × સાચો
- દેશ × વિદેશ
- વધુ × થોડું
- સન્માન × અપમાન
- ભરાવદાર × સુકલકડી
- નવો × જૂનો
- સમજ × ગેરસમજ
- અંગત × જાહેર
નીચેના શબ્દોના વિશેષણ બનાવો :
- મર્મ – માર્મિક
- ચિત્ર – ચિત્રિત
- દુઃખ – દુઃખી
- સંચાલક – સંચાલિત
- બેદરકારી – બેદરકાર
- રુદન – રોતલ
- સિદ્ધિ – સિદ્ધ
- આરંભ – આરંભિક
- નમ્રતા – નમ્ર
નીચે કાવ્યપંક્તિનો છંદ કયો છે ? સવિસ્તર લખો :
પ્રશ્ન 1.
ઉગાડે છે વિશ્વ કમલવન કેવાં નિતનવાં
ઉત્તર :
અક્ષર : 17
બંધારણ : યમનસભલગા
યતિ : 6 અને 12 અક્ષર પછી
છંદનું નામ : શિખરિણી
ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર Summary in Gujarati
ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર કાવ્ય-પરિચય :
લેખક પરિચય : કુમારપાળ બાલાભાઈ દેસાઈનો જન્મ રાણપુરમાં થયો હતો. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. ગુજરાતી વિશ્વકોશ સાથે તેઓ પ્રારંભથી જોડાયેલા છે, ચરિત્રસાહિત્યમાં તેમનું મોટું પ્રદાન છે, તેમના નિબંધોમાં વિચાર બળકટ [ રીતે પ્રગટ થાય છે. ‘ઝાકળભીનાં મોતી’, ‘જીવનનું અમૃત’, ‘માનવતાની મહેક’, ‘ક્ષાનો સાક્ષાતકાર’ તેમના નોંધપાત્ર નિબંધ – સંગ્રહો – છે. તેઓ જૈન ધર્મના ઊંડા અભ્યાસી છે. એ ક્ષેત્રમાં તેમણે ઘણું સંશોધન કરેલું છે. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં તેમણે અનેક પુસ્તકો આપેલાં છે. ભારત સરકારના ‘પદ્મશ્રી’ પુરસ્કારથી તેઓ સન્માનિત થયા છે.
પાઠનો સારાંશ : આ ચરિત્ર નિબંધમાં ગુજરાતના પ્રેરણાપુરુષ વીરચંદ ગાંધીનાં ધર્મભાવના, સંસ્કૃતિ પ્રેમ અને દેશપ્રેમ આલેખાયાં છે, અમેરિકા ખાતે યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં હિંદુધર્મના પ્રતિનિધિ તરીકે જેમ સ્વામી વિવેકાનંદ ગયા હતા એમ જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે વીરચંદ ગાંધી ગયા હતા, એ વાતે ગુજરાતમાં એ ઓછા જાણીતા છે. એમણે અમેરિકામાં તેમજ યુરોપના દેશોમાં ભારતીય સંસ્કૃતિ, તત્વજ્ઞાન, જીવનરીતિ વિશે અનેક વ્યાખ્યાનો આપ્યાં હતાં. દેશભક્તિની તીવ્ર ભાવનાને કારણે સતત કાર્ય અને દરિયાઈ પ્રવાસને લીધે શરીર પસાઈ ગયું ને યુવાન વયે એમનું અવસાન થયું. એમના ચરિત્રનાં અનેક અજાણ્યાં પાસાં આ નિબંધમાં અસરકારક રીતે નિરૂપાયાં છે.
ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર શબ્દાર્થ :
- રૂઢિ – અગાઉથી ચાલી આવતી રસમ, રિવાજ
- મહત્તા – મોટાઈ, ગૌરવ
- કેળવણી – શિક્ષણ
- તાલીમ મેટ્રિક – જૂનો અગિયારમી ણી (ધોરણ) સુધીનો અભ્યાસ
- સ્તબ્ધ – આશ્ચર્યચકિત, દિમૂઢ થયેલું
- પ્રગટ કરવું – પ્રસિદ્ધ કરવું, જાહેર કરવું
- ગરિમા – માન, સન્માન
- બૅરિસ્ટર – કાયદાનો જાણકાર, વકીલ
- મૂંડકાવેરો – માથાદીઠ લેવાતો કરે
- ધૂપસળી – અગરબત્તી
- અંગત – ખાનગી
- આક્ષેપ – આરોપ
- વ્યવસાય – ધંધો
- તીર્થ – ધાર્મિક સ્થળ
- સહાય – મદદ
- નગર – શહે૨
- રસપ્રદ – રસ પડે તેવા
- વેઠવું – સહન કરવું