Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions First Language Chapter 9 માધવને દીઠો છે ક્યાંય? Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 10 Gujarati Textbook Solutions Chapter 9 માધવને દીઠો છે ક્યાંય? (First Language)
Class 10 Gujarati Textbook Solutions Chapter 9 માધવને દીઠો છે ક્યાંય? Textbook Questions and Answers
માધવને દીઠો છે ક્યાંય? સ્વાધ્યાય
1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા(૫)ની નિશાની કરો :
પ્રશ્ન 1.
રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ…
(A) કદંબની ડાળ
(B) કૃષ્ણમિલન
(C) યમુનાનું વહેણ
(D) કૃષ્ણ માટેનો વિરહ
ઉત્તરઃ
(A) કદંબની ડાળ
(B) કૃષ્ણમિલન
(C) યમુનાનું વહેણ
(D) કૃષ્ણ માટેનો વિરહ ✓
પ્રશ્ન 2.
કવિ કોના ઊડતા આવવાની ઇચ્છા વ્યક્ત કરે છે ?
(A) મોરપિચ્છ
(B) પક્ષીઓ
(C) સ્વર્ગનું વિમાન
(D) મારગની ધૂળ
ઉત્તરઃ
(A) મોરપિચ્છ ✓
(B) પક્ષીઓ
(C) સ્વર્ગનું વિમાન
(D) મારગની ધૂળ
2. નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો :
પ્રશ્ન 1.
મારગની ધૂળને કવિ શું પૂછે છે ?
ઉત્તરઃ
મારગની ધૂળને કવિ પૂછે છે કે તમે મારા માધવને ક્યાંય દીઠો છે?
પ્રશ્ન 2.
પાતાળમાં કોણ પરખાય છે ?
ઉત્તર :
પાતાળમાં હરિવર પરખાય છે.
3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર આપો :
પ્રશ્ન 1.
રાતરાણી ઝાકળથી નહાય છે કારણ કે…
ઉત્તરઃ
રાતરાણીને ન્હાવરી રાત્રિનાં પગલાંનો સ્પર્શ થયો છે.
પ્રશ્ન 2.
જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે ?
ઉત્તર :
યમુના સાથે કૃષ્ણનો નાતો જાણીતો છે. કવિ કહે છે કે યમુનાના જળમાં હરિવર (કૃષ્ણ) સંતાયા છે. પાતાળે સંતાયેલા હરિવરનું ? તેજ જળની સપાટી પર રેલાઈ રહ્યું છે.
4. નીચેના પ્રશ્નોના સાત-આઠ લીટીમાં જવાબ આપો :
પ્રશ્ન 1.
માધવને મેળવવા માટેની સૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં લખો.
ઉત્તરઃ
‘માધવ દીઠો છે ક્યાંય?’ ગીતની ધ્રુવપંક્તિ છે, વાંસળીનો સૂર, તીવ્ર ઉત્કંઠા સાથે, કૃષ્ણની શોધ આદરે છે. આમ તો સૂર અને કૃષ્ણ વચ્ચે અવિનાભાવી સંબંધ છે.
સૂરની માધવ માટેની શોધની તીવ્ર ઉત્કંઠાને લઈને એ બાળકૃષ્ણ સાથે સંકળાયેલાં તમામ સજીવ – નિર્જીવ તત્ત્વો પાસે જઈને પ્રશ્ન પૂછે છેઃ ‘(કોઈએ) માધવ દીઠો છે ક્યાંય? પ્રશ્ન પૂછવામાં વ્યાકુળતા છે. કૃષ્ણ ક્યાંકથી તો મળી જશે જ એવી શ્રદ્ધા છે.
ધૂળ કે જે કૃષ્ણની ચરણરજથી પવિત્ર થયેલી છે અને સૌથી પહેલાં પૂછે છે, ધૂળ પાસેથી કશો જવાબ મળતો નથી. ત્યાંથી આગળ યમુનાનાં વહેણને પૂછે છે પણ યમુનાનાં વહેણ મૂંગાં જોઈ અને રાધાની આંખને ઉદાસ જોઈ હતાશ થઈ જાય છે. ત્યાં પણ કૃષ્ણ નથી.
સાંજના સમયે પવનની ઠંડી લહેરખી સૂરના દિલને વ્યાકુળ કરી દે છે. તે પણ કૃષ્ણવિરહમાં ઉદાસ હતી. સાંજનો ઉજાસ ઉદાસ હતો. સૂરની વિહ્વળતા વધી ગઈ. સૂરને હવે થાય છે કે ભલે કૃષ્ણ ના મળે, એમનું મોરપિચ્છ મળી જાય તો – એ કૃષ્ણ મળ્યા બરાબર જ છે!
આકાશનો ચંદ્ર પણ વિહ્વળ એવા સૂરને શ્યામ ભાસે છે.
આમ, સજીવ – નિર્જીવ, જલ – સ્થલ – સર્વત્ર સૂર ફરી વળે છે, પણ ક્યાંય માધવ મળતા નથી, તેથી સૂરની ઉત્કંઠા તીવ્ર બને છે.
પ્રશ્ન 2.
કાવ્યપંક્તિ સમજાવોઃ
વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક
ઢંઢે કદંબની છાંય,
મારગની ધૂળને ઢંઢોળી પૂછે,
મારા માધવને દીઠો છે ક્યાંય ?
ઉત્તર :
“વાંસળી છે, સાથે ‘સૂર’ છે. બંને એકબીજા સાથે અભિન્ન છે; વાંસળી’નું, તેમજ એના વગાડનારનું ગૌરવ પણ ‘સૂર’ને કારણે છે. જોકે કાવ્યમાં, પ્રસ્તુત પંક્તિમાં વાંસળીથી આ સૂર વિખૂટો પડી ?
ગયો છે. છૂટો પડી ગયેલો સૂર વાંસળી(કૃષ્ણ)ને કદંબ વૃક્ષની છાયામાં શોધે છે. એમાં વિયોગ છે, વ્યાકુળતા છે, વ્યથા છે. આગળ જતાં, એ સૂર માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે છે: “મારા માધવને દીઠો છે ક્યાંય?”
પ્રસ્તુત પંક્તિ કાવ્યની ધ્રુવ (મુખ્ય) પંક્તિ છે, જે કાવ્યપાઠમાં વારંવાર આવે છે, ભાવ – વ્યથા – નું સતત દઢીકરણ થાય છે. કાવ્યાભિવ્યક્તિની મહત્ત્વની કડી તરીકે આ પંક્તિનું વિશેષ મહત્ત્વ છે.
Std 10 Gujarati Textbook Solutions Chapter 9 માધવને દીઠો છે ક્યાંય? Important Questions and Answers
માધવને દીઠો છે ક્યાંય? પ્રશ્નોત્તર
1. નીચેના પ્રશ્નોના આઠ – દસ વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો :
પ્રશ્ન 1.
માધવને દીઠો છે ક્યાંય?” કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો.
ઉત્તરઃ
‘માધવને દીઠો છે ક્યાંય?’ ગીતના કેન્દ્રમાં છે માધવને મેળવવા માટેની વાંસળીના સૂરની તીવ્ર ઉત્કંઠા. આ સૂર કુષ્ણથી વિખૂટો પડી ગયો છે. આથી કૃષ્ણના વિરહમાં તડપતા સૂરે કૃષ્ણની શોધ આદરી છે.
એ બાળકૃષ્ણ સાથે જોડાયેલા તમામ સજીવ – નિર્જીવ તત્ત્વો પાસે જઈ “મારા માધવને દીઠો છે ક્યાંય?’ એવો પ્રશ્ન પૂછે છે. એને ખાતરી છે કે કૃષ્ણ એને ક્યાંકથી તો મળશે જ. એટલે સૌપ્રથમ કૃષ્ણની ચરણરજથી પવિત્ર થયેલી મારગની ધૂળને પૂછે છે.
ત્યાંથી કોઈ જવાબ ન મળતાં એ યમુનાનાં વહેણ પાસે જાય છે. ત્યાં પણ એ યમુનાનાં વહેણને મૂંગાં જોઈ અને રાધાની આંખને ઉદાસ જોઈ નિરાશ થાય છે. પવનની લહેરખી એને વ્યાકુળ કરે છે અને બહાવરી રાત્રિનાં પગલાંના સ્પર્શથી રાતરાણીને ઝાકળમાં નહાતી જુએ છે, પણ વાંસળીના સૂરની કૃષ્ણને મેળવવાની ઉત્કંઠા સંતોષાતી નથી.
કૃષ્ણના મુગટનું મોરપિચ્છ ઊડતું આવે તો એના સુંવાળા રંગ સાચવવાની એને ઇચ્છા થાય છે. અંતે સૂરમાં એક આશાનું કિરણ જાગે છે. સૂરને પોતાની મોરલીના આભમાં કૃષ્ણના નામનો ચંદ્ર ઊગતો દેખાય છે અને એ ચંદ્રનાં કિરણોનું તેજ યમુનાના જળમાં રેલાય છે.
હવે એને પાતાળમાં હરિવર (કૃષ્ણ) પરખાય (દખાય) છે. અહીં સૂરની શોધ પૂરી થાય છે અને કૃષ્ણનું દર્શન પામે છે.
2. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1.
રાતરાણી ઝાકળથી કઈ રીતે નહાય છે?
ઉત્તરઃ
રાતરાણી સુંદર સુવાસવાળું ફૂલ છે, જે રાત્રે ખીલે છે. રાત્રીના ગાઢ વાતાવરણમાં, ઠંડી વધે છે. કવિ કહ્યું છે કે જાણે ઝાકળના લાગણીભીનાં પગલાંથી, પાછલી રાતે રાતરાણી જાય છે.
પ્રશ્ન 2.
વાંસળીના સૂર કોને કોને શું પ્રશ્ન પૂછે છે? શા માટે?
ઉત્તરઃ
વાંસળીના સૂર મારગની ધૂળને પ્રશ્ન પૂછે છે કે તેણે એના માધવને ક્યાંય જોયો છે? સૂર યમુનાના જળને પૂછે છે કે તમે કેમ મૂંગા છો? રાધાની આંખ કેમ ઉદાસ છે? સૂર આ પ્રશ્નો કૃષ્ણ સાથે સંકળાયેલ તમામને પૂછે છે; કારણ કે વાંસળીનો સૂર કૃષ્ણથી વિખૂટો પડી ગયો છે અને તેને કૃષ્ણનો વિરહ સાલે છે.
પ્રશ્ન 3.
વાંસળીનો સૂર કદંબ તેમજ ધૂળ પાસે શા માટે જાય છે? તે
ઉત્તર :
વાંસળીનો સૂર વાંસળીથી, કષ્ણથી, છૂટો પડી ગયો છે. તેથી કદાચ કષ્ણ જે વૃક્ષની ડાળી પર બેસીને વાંસળી વગાડતા હતા તે કદંબવૃક્ષને કૃષ્ણ વિશે પૂછવા જાય છે. એ રીતે વૃંદાવનના રસ્તાની ધૂળને પૂછે છે કે આ રસ્તેથી કૃષ્ણને ક્યાંય જતા જોયા છે ખરા?
4. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
સૂરને યમુનાનાં વહેણ કેવાં લાગે છે?
ઉત્તરઃ
સૂરને યમુનાનાં વ્હેણ મૂંગાં લાગે છે.
પ્રશ્ન 2.
રાધાની આંખમાં શું જોવા મળે છે?
ઉત્તરઃ
રાધાની આંખમાં ગુસ્સો જોવા મળે છે.
પ્રશ્ન 3.
કવિની દૃષ્ટિએ કોણ વ્યાકુળ કરે છે?
ઉત્તરઃ
કવિની દષ્ટિએ લ્હેરખી વ્યાકુળ કરે છે.
પ્રશ્ન 4.
વિભાવરી (રાત્રી) કેવી લાગે છે?
ઉત્તરઃ
વિભાવરી (રાત્રી) સૂની લાગે છે.
પ્રશ્ન 5.
વિભાવરીનાં પગલાંમાં શું અનુભવાય છે?
ઉત્તર :
વિભાવરીનાં પગલાંમાં લાગણી અનુભવાય છે.
પ્રશ્ન 6.
રાતરાણી શેનાથી ન્હાય છે?
ઉત્તરઃ
રાતરાણી ઝાકળથી ન્હાય છે.
પ્રશ્ન 7.
કવિ કોના સુંવાળા રંગ સાચવવાનું કહે છે?
ઉત્તરઃ
કવિ મોરપિચ્છના સુંવાળા રંગ સાચવવાનું કહે છે.
પ્રશ્ન 8.
મોરલીના આભમાં કોણ ઊગે છે?
ઉત્તરઃ
મોરલીના આભમાં શ્યામ(કૃષ્ણ)ના નામનો મયંક ઊગે છે.
પ્રશ્ન 9.
શ્યામના નામનો મયંક ક્યાં ઊગે છે?
ઉત્તરઃ
શ્યામના નામનો મયંક મોરલીના આભમાં ઊગે છે.
પ્રશ્ન 10.
જળમાં કોનું તેજ રેલાય છે?
ઉત્તરઃ
જળમાં ચંદ્રનાં કિરણોનું તેજ રેલાય છે.
પ્રશ્ન 11.
શ્યામ(કૃષ્ણ)ના નામના ચંદ્રનાં કિરણોનું તેજ ક્યાં રેલાય છે?
ઉત્તરઃ
શ્યામ(કૃષ્ણ)ના નામના ચંદ્રનાં કિરણોનું તેજ જળમાં રેલાય છે.
પ્રશ્ન 12.
“માધવને દીઠો છે ક્યાંય?” એ કોના તીવ્ર વિરહનું ગીત છે?
ઉત્તરઃ
‘માધવને દીઠો છે ક્યાંય એ કૃષ્ણના તીવ્ર વિરહનું ગીત છે.
5. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા (✓) ની નિશાની કરોઃ
પ્રશ્ન 1.
‘માધવને દીઠો છે ક્યાંય?” કૃતિના કવિનું નામ દર્શાવો.
A. માધવ રામાનુ
B. ચંદ્રકાન્ત શેઠ
C. હરીન્દ્ર દવે
D. દયારામ
ઉત્તરઃ
A. માધવ રામાનુ
B. ચંદ્રકાન્ત શેઠ
C. હરીન્દ્ર દવે ✓
D. દયારામ
પ્રશ્ન 2.
‘માધવને દીઠો છે ક્યાંય?’ કૃતિનું સાહિત્યસ્વરૂપ દર્શાવો.
A. પદ
B. ગીત
C. ભજન
D. રાસ
ઉત્તરઃ
A. પદ
B. ગીત ✓
C. ભજન
D. રાસ
માધવને દીઠો છે ક્યાંય? વ્યાકરણ Vyakaran
માગ્યા પ્રમાણે ઉત્તર લખોઃ
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો:
1. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો:
(1) વિભાવરિ – (વિભાવરી, વિભાવરી, વિભાવરિ)
(2) મોરપીચ્છ – (મોરપિચ્છ, મોરપીંછ, મોરપિંછ)
(3) મૂગું – (મૂંગ, મૂંગુ, મુંગું)
(4) ઊજાસ – (ઉજાસ, ઊજાષ, ઊંઝાશ).
(5) વિખુટું – વિખૂટું, વિખુટું, વિખૂટું)
(6) શ્યામ – (શ્યામ, ધ્યામ, શયામ)
ઉત્તરઃ
(1) વિભાવરી
(2) મોરપિચ્છ
(3) મૂંગું
(4) ઉજાસ
(5) વિખૂટું
(6) શ્યામ
2. નીચેના શબ્દોની સાચી સંધિ જોડોઃ
(1) વિ + આકુળ = (વ્યાકુળ, આકૂળ, વ્યાકૂળ)
(2) ઉ + આસ = (ઉજાસ, ઊદાસ, ઉદાસ)
ઉત્તરઃ
(1) વ્યાકુળ
(2) ઉદાસ
3. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ
(1) હરિવર – (તપુરુષ, ઉપપદ, કર્મધારય)
(2) રાતરાણી – (દ્વિગુ, તજ, તપુરુષ)
(3) મોરપિચ્છ – (ઉપપદ, કર્મધારય, તપુરુષ)
ઉત્તરઃ
(1) કર્મધારય
(2) તત્પરુષ
(3) તત્પરુષ
4. નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે, તે લખો: (પરપ્રત્યય, પૂર્વપ્રત્યય, એક પણ પ્રત્યય નહિ)
(1) લહેરખી
(2) વ્યાકુળ
(3) ઉજાસ
(4) વિભાવરી
ઉત્તરઃ
(1) પરપ્રત્યય
(2) પૂર્વપ્રત્યય
(3) એક પણ પ્રત્યય નહિ
(4) એક પણ પ્રત્યય નહિ
5. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખોઃ
(1) ન્હાવરી = (બહાદુર, ગભરાયેલી, ઉશ્કેરાયેલી)
(2) પરખાવું = (આપવું, સાચું કહેવું, ઓળખાવું)
(3) મયંક = (છોકરો, રાત્રિ, ચંદ્ર)
(4) વાંસળી = (પોલી, કાણી, મોરલી)
(5) મૂંગું = (અબોલ, બોલકણું, શાંત)
(6) વિભાવરી = (છોકરી, કન્યા, રાત્રી)
(7) ઝાકળ = (પાણી, વરસાદ, તુષાર)
(8) ઉદાસ = (સંપ્રદાય, ધર્મ, ગમગીન)
ઉત્તરઃ
(1) ગભરાયેલી
(2) ઓળખાવું
(3) ચંદ્ર
(4) મોરલી
(5) અબોલ
(6) રાત્રી
(7) તુષાર
(8) ગમગીન
6. નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખોઃ
(1) ઉદાસીનતા – (ભાવવાચક, દ્રવ્યવાચક, જાતિવાચક)
(2) રાધા – (વ્યક્તિવાચક, ભાવવાચક, સમૂહવાચક)
(3) કદંબ – (વ્યક્તિવાચક, ક્રિયાવાચક, જાતિવાચક)
(4) પગલું – (દ્રવ્યવાચક, જાતિવાચક, વ્યક્તિવાચક)
(5) વાંસળી – (જાતિવાચક, વ્યક્તિવાચક, ભાવવાચક)
(6) યમુના – (જાતિવાચક, વ્યક્તિવાચક, દ્રવ્યવાચક)
ઉત્તરઃ
(1) ભાવવાચક
(2) વ્યક્તિવાચક
(3) જાતિવાચક
(4) જાતિવાચક
(5) જાતિવાચક
(6) વ્યક્તિવાચક
7. નીચેની પંક્તિઓના અલંકારનો પ્રકાર લખો:
(1) સરતી આ સાંજનો ઉજાસ. – (વર્ણાનુપ્રાસ, રૂપક, વ્યતિરેક)
(2) મારી તે મોરલીના આભમાં ઊગે છે એક, શ્યામના તે નામનો મયંક. – (ઉપમા, રૂપક, ઉન્મેલા)
(3) રાતરાણી ઝાકળથી ન્હાય. – (સજીવારોપણ, અનુપ્રાસ, ઉપમા)
(4) વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ટૂંઢે કદંબની છાંય. – ઉપમા, ઉન્મેલા, સજીવારોપણ).
ઉત્તરઃ
(1) વર્ણાનુપ્રાસ
(2) ઉપમા
(3) સજીવારોપણ
(4) સજીવારોપણ
નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખોઃ
8. નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો:
(1) મોટાં પાંદડાંવાળું સુશોભિત ઝાડ, કે જેના ઉપર બેસી કૃષ્ણ વાંસળી વગાડતા – કદંબ
(2) એકલું જુદું પડી ગયેલું – વિખૂટું
(3) મોરનું પીંછું – મોરપિચ્છ
(4) સાત લોકમાનો છેલ્લો, પૃથ્વી નીચેનો લોક – પાતાળ
9. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો:
(1) સુંવાળું
(2) ઉજાસ
(3) છાંય
(4) મૂંગું
(5) તેજ
(6) સાંજ
(7) એક
(8) આભ
ઉત્તરઃ
(1) સુંવાળું ✗ ખરબચડું
(2) ઉજાસ ✗ અંધકાર
(૩) છાંય ✗ તડકી
(4) મૂંગું ✗ વાચાળ
(5) તેજ ✗ નિસ્તેજ
(6) સાંજ ✗ સવાર
(7) એક ✗ અનેક
(8) આભ ✗ ધરતી
10. નીચેના શબ્દોના અર્થ જણાવોઃ
(1) વહેણ – વેણ
(2) સાજ – સાંજ.
(3) સૂર – સુર
(4) પગલું – ડગલું
ઉત્તર :
(1) વ્હેણ – પ્રવાહ
(2) સાજ – શણગાર
વેણ – વચન
સાંજ – સંધ્યાકાળ
(3) સૂર – અવાજ
(4) પગલું – પગની
છાપ સુર – દેવ
ડગલું – બે ડગનું અંતર
11. નીચેના તળપદા શબ્દોનાં શિષ્ટ રૂપ આપો?
(1) મારગ
(2) વ્હેણ
(3) દીઠો
(4) કાં
(5) ટૂંઢ
(6) ન્હાય
ઉત્તરઃ
(1) માર્ગ
(2) વહેણ
(૩) જોયો
(4) કેમ
(5) શોધે
(6) નહાય, સ્નાન કરે
12. નીચેની પંક્તિઓમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો:
(1) … આ સૂર એક ટૂંઢે કંદબની છાંય.
(2) યમુનાનાં વહેણ તમે મૂંગા છો કેમ?
(3) સાચવશું સુંવાળા રંગ;
ઉત્તરઃ
(1) એક – સંખ્યાવાચક
(2) યમુનાનાં – સંબંધવાચક
(3) સુંવાળા – ગુણવાચક
13. નીચેની પંક્તિઓમાંથી ક્રિયાવિશેષણ શોધીને તેનો પ્રકાર લખોઃ
(1) મારી તે મોરલીના આભમાં ઊગે છે એક, શ્યામના તે નામનો મયંક.
(2) મારગની ધૂળને ઢંઢોળી પૂછે.
(3) જળમાં તે તેજ એનું એવું રેલાય હવે, પાતાળે હરિવર પરખાય.
ઉત્તરઃ
(1) આભ – સ્થાનવાચક
(2) ઢંઢોળી – રીતિવાચક
(3) હવે – સમયવાચક
14. નીચેના શબ્દોના ધ્વનિઘટકો છૂટા પાડોઃ
(1) વિભાવરી
(2) મોરપિચ્છ
ઉત્તરઃ
(1) વિભાવરી – ૬ + ઈ + ણ્ + આ + વ્ + અ + ૨ + ઈ
(2) મોરપિચ્છ – મુ + ઓ + ૨ + અ + ૫ + ઈ + સ્ + છુ + આ
માધવને દીઠો છે ક્યાંય? Summary in Gujarati
માધવને દીઠો છે ક્યાંય? કાવ્ય – પરિચય
– હરીન્દ્ર દવે [જન્મઃ 19 – 09 – 1930; મૃત્યુઃ 29 – 03 – 1995]
“માધવને દીઠો છે ક્યાંય?’ ગીતનો આરંભ પ્રશ્નથી થાય છે. આ પ્રશ્ન પૂછનાર ગોપી નથી, પણ વાંસળી છે. કવિએ વાંસળીને જાણે ગોપીરૂપે કલ્પીને વાંસળીના વિરહને વાચા આપી છે.
કૃષ્ણ સાથે અવિનાભાવે જોડાયેલી આ વાંસળી કૃષ્ણથી વિખૂટી પડી ગઈ છે અને કૃષ્ણની શોધમાં એના સૂર મારગની ધૂળને, યમુનાનાં વહેણ વગેરેને પૂછે છે.
આ ગીતમાં રાધાની આંખની ઉદાસી, ચાંદની સાથે રાતરાણી, મોરપિચ્છના સુંવાળા રંગ, આકાશ સાથે ચંદ્રનું સાયુજ્ય વાંસળીના વિરહને વધારે ઉત્કટ બનાવે છે. આખરે યમુનાના જળના આભાસમાં સૂરને કૃષ્ણની પ્રતીતિ થાય છે.
સૂરનો આ વિરહ કવિએ લયાન્વિત પદાવલિઓથી ગીત દ્વારા ફૂટ કર્યો છે.
કાવ્યની સમજૂતી
શ્રીકૃષ્ણની વાંસળીથી છૂટો પડી ગયેલો એક સૂર કદંબની છાયામાં કૃષ્ણને શોધે છે. માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે છે કે એણે મારા માધવને ક્યાંય જોયો છે?
(સૂર) યમુના નદીનાં વહેણને પૂછે છે કે તમે મૂંગાં કેમ થઈ ગયાં છો? (બોલતાં કેમ નથી?) અને રાધાની આંખ ઉદાસ કેમ છે? વહી જતી (પવનની) લેરખી (સૂરને) વ્યાકુળ કરે છે. અહીં સાંજનો ઉજાસ સરે છે. હાવરી (ગભરાયેલી) રાત્રિનાં પગલાંની લાગણી(સ્પર્શ)થી રાતરાણી ઝાકળમાં નહાય છે.
મારા માધવને ક્યાંય જોયો છે?
અહીં જો મોરપિચ્છ ઊડતું આવે તો અમે એના સુંવાળા રંગને સાચવશું. મારી મોરલી(વાંસળી)ના આભમાં શ્યામ(કૃષ્ણ)ના નામનો એક મયંક (ચંદ્ર) ઊગે છે. (યમુનાના) જળમાં એનું તેજ એવું રેલાય કે હવે હરિવર (કૃષ્ણ) પાતાળમાં સંતાયા હોય એવું લાગે છે.
મારા માધવને ક્યાંય જોયો છે?
માધવને દીઠો છે ક્યાંય? શબ્દાર્થ
- વિખૂટો – અલગ પડી ગયેલો.
- સૂર – સ્વર. ટૂંઢવું – શોધવું.
- કદંબ – એક વૃક્ષ (જેના પર બેસી કૃષ્ણ વાંસળી વગાડતા હતા.).
- છાંય – છાયા.
- ઢંઢોળવું – ખૂબ હલાવવું.
- માધવ – કૃષ્ણ.
- યમુના – એક નદી.
- મૂંગું – અબોલ, મૂક.
- રાધા – કૃષ્ણની પરમ ભક્ત, સખી.
- ઉદાસ – ગમગીન.
- વ્યાકુળ – બાવરું.
- ઉજાસ – અજવાળું.
- બહાવરી – ગભરાયેલી.
- વિભાવરી – રાત્રિ.
- રાતરાણી – રાત્રે જ સુગંધ આપતાં ફૂલ.
- ઝાકળ – ઓસ, તુષાર.
- આભ – આકાશ.
- શ્યામ – કાળું, (અહીં) કૃષ્ણ.
- તેજ – પ્રકાશ.
- રેલાવું – પથરાવું, વહેવું.
- પાતાળ – પુરાણ અનુસાર પૃથ્વીની નીચે આવેલા સાત લોકમાંનો છેલ્લો લોક.
- હરિવર – કૃષ્ણ.
- પરખાવું – ઓળખાવું.