Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 5 શ્વેતક્રાંતિના પ્રણેતાઓ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 10 Gujarati Textbook Solutions Chapter 5 શ્વેતક્રાંતિના પ્રણેતાઓ
Class 10 Gujarati Textbook Solutions Chapter 5 શ્વેતક્રાંતિના પ્રણેતાઓ Textbook Questions and Answers
સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.
પ્રશ્ન 1.
અમૂલ ડેરીના સ્વપ્નદૃષ્ટા કોણ હતા ?
(a) વર્ગીસ કુરિયન
(b) ત્રિભુવનદાસ પટેલ
(c) વલ્લભભાઈ પટેલ
(d) એચ. એમ. પટેલ
ઉત્તર :
(b) ત્રિભુવનદાસ પટેલ
પ્રશ્ન 2.
વર્ગિસ કુરિયનનો જન્મ કયા સ્થળે થયો હતો ?
(a) જાપાન
(b) લંડન
(c) કેલિકટ
(d) આણંદ
ઉત્તર :
(c) કેલિકટ
પ્રશ્ન 3.
વર્ગિસ કુરિયને આણંદ નગરને અમૂલ ડેરી દ્વારા શેની ઓળખ અપાવી છે ?
(a) મિલ્ક સિટી
(b) ગ્રીન સિટી
(c) વિદ્યાનગરી
(d) કલા અને સંસ્કૃતિની નગરી
ઉત્તર :
(a) મિલ્ક સિટી
2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
ત્રિભુવનદાસે કુરિયનના આગમન પહેલાં કઈ સંસ્થાની સ્થાપના કરી હતી ?
ઉત્તર :
ત્રિભુવનદાસ કુરિયનના નાગમન પહેલાં ‘ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ’ નામની સંસ્થાની સ્થાપના કરી હતી
પ્રશ્ન 2.
વર્ગીસ કુરિયનની આત્મકથાનું નામ જણાવો.
ઉત્તર :
વર્ગીસ કુરિયનની આત્મકથાનું નામ ‘મારું સ્વપ્ન’ છે.
પ્રશ્ન 3.
વર્ગીસ કુરિયનની કયા વિશ્વવિદ્યાલયના કુલપતિ તરીકે નિમણૂક થઈ હતી ?
ઉત્તર :
અલાહાબાદ વિશ્વ વિદ્યાલયના કુલપતિ (ચાન્સેલર) તરીકે વર્ગીસ કુરિયનની નિમણૂક થઈ હતી.
3. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો.
પ્રશ્ન 1.
વર્ગીસ કુરિયન ત્રિભુવનદાસના કયા ગુણોથી પ્રભાવિત થઈ તેમને ગુરુ માનતા હતા ?
ઉત્તર :
ત્રિભુવનદાસ પટેલમાં નિઃસ્વાર્થ સેવાવૃત્તિ, પરંપ કારની ભાવના અને મનની મક્કમતાના ગુર્ષોથી વર્ગીસ તેમને પોતાના ગુરુ અને માર્ગદર્શક માને છે. ત્રિભુવનદાસ પટેલનો પરિચય ગાઢ બનતાં વર્ગીસને શ્રી પટેલ સાહેબના ખો ગુણોનો ખ્યાલ આવે છે, પરિણામે બંનેની દોસ્તી વધુ ગાઢ બને છે અને સહકારી ક્ષેત્રે સારાં પરિણામો મળે છે.
પ્રશ્ન 2.
ઇજનેરીનો અભ્યાસ પૂર્ણ થતાં કુરિયનની કઈ કંપનીમાં પસંદગી થઈ હતી ? તે કંપની એમણે શા માટે છોડી દીધી ?
ઉત્તર :
ઇજનેરીનો અભ્યાસ પૂર્ણ થતા કુરિયનને ઈ.સ. 1944માં ‘ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની’ ‘ટીસ્કો)માં ‘એપ્રેન્ટીસ’ તરીકે નોકરી મળી હતી. ખા કંપનીમાં હૉન મથાઈ ડાયરેક્ટર હતા, તેઓશ્રી વર્ગીસના મામા થતા હતા; તેથી બધા કર્મચારીખો વર્ગીસને ‘અમલદારનો ભાણેજ છે ‘ એ નામે ઓળખતા. પોતાને ‘કુરિયન’ તરીકે ઓળખાવું હતું, તેથી આ નોકરી છોડી દીધી.
પ્રશ્ન 3.
સહકારી ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે કુરિયને આપેલો ફાળો પાઠને આધારે વર્ણવો.
ઉત્તર :
સહકારી ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે કુરિયને અનેક પ્રયત્નો કર્યા અને એના પરિણામે સહકારી ક્ષેત્ર વિશ્વભરમાં પ્રસિદ્ધિને પામ્યું, કુરિયને ત્રિભુવનદાસ પટેલ સાથે મળીને કામ શરૂ કર્યું. ખેડૂતોને પોતાના ઢોરના દૂધવેચાણમાં અન્ય વેપારીઓ કે દલાલો પર નિર્ભર ન રહેવું પડે એ માટે સહકારી પદ્ધતિ અપનાવી. કુરિયનના આ સહકારથી આ પ્રવૃત્તિને વેગ મળ્યો. ભારતનાં લગભગ બધાં રાજ્યોને ‘ઑપરેશન ફ્લડ થી જોડી દીધાં, તેમણે ‘નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ” (એન.ડી, ડી.બી.)ની સ્થાપના કરી. ઉપરાંત ગુજરાત કૉ-ઑપરેટિવ મિલક માર્કેટિંગ ફેડરેશન’ બનાવ્યું.
આમ, અથાક મહેનત અને પૂર્ણ નિષ્ઠાથી વર્ષો સુધી સતત માર્ગદર્શક અને પ્રેરણાસૌત બની સહકારી ક્ષેત્રમાં ક્રાંતિ લાવી દીધી. ‘અમૂલ’ ડેરીને વિશ્વભરમાં પ્રસિદ્ધિ અપાવી.
Std 10 Gujarati Textbook Solutions Chapter 5 શ્વેતક્રાંતિના પ્રણેતાઓ Additional Important Questions and Answers
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો.
પ્રશ્ન 1.
કયા વારે શાળા સવારની હોય છે ?
(A) રવિવારે
(B) સોમવારે
(C) શુક્રવારે
(D) શનિવારે
ઉત્તર :
(D) શનિવારે
પ્રશ્ન 2.
તળાવ પાસે કયા ભગવાનનું મંદિર આવેલું હતું ?
(A) મહાદેવજીનું
(B) રામજીનું
(C) હનુમાનજીનું
(D) બળિયાદેવજીનું
ઉત્તર :
(C) હનુમાનજીનું
પ્રશ્ન 3.
બધા મિત્રો ભેગા મળીને શું ઝાપટે છે ?
(A) રેવડી
(B) પેંડા
(C) ગાંઠિયા
(D) સેવ-મમરા
ઉત્તર :
(A) રેવડી
પ્રશ્ન 4.
ત્રિભુવનદાસ કોની પાસેથી એક ચોપડી વાંચવા લાવે છે ?
(A) કાકી પાસેથી
(B) કાકીના દીકરા પાસેથી
(C) કાકાના દીકરા પાસેથી
(D) પિતાના મિત્ર પાસેથી
ઉત્તર :
(C) કાકાના દીકરા પાસેથી
પ્રશ્ન 5.
ત્રિભુવનદાસ કયા વિષય ઉપર નિબંધ લખે છે ?
(A) નાસ્તાથી થતા લાભ
(B) તરવાથી થતા લાભ
(C) સંપ ત્યાં જંપ
(D) સહકાર
ઉત્તર :
(D) સહકાર
પ્રશ્ન 6.
ત્રિભુવનદાસ કોની હાજરીમાં ‘સહકાર’ નિબંધ વાંચે છે ?
(A) સૌ મિત્રોની
(B) સૌ કાકાઓની
(C) સૌ માતાઓની
(D) સૌ સખીઓની
ઉત્તર :
(A) સૌ મિત્રોની
પ્રશ્ન 7.
‘ખેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ’ સંસ્થાની સ્થાપના કોણે કરી ?
(A) વર્ગીસ કુરિયન
(B) ત્રિભુવનદાસ પટેલ
(C) ભાઈલાલ પટેલ
(D) મણિબેન પટેલ
ઉત્તર :
(B) ત્રિભુવનદાસ પટેલ
પ્રશ્ન 8.
અમૂલ બ્રાન્ડને વિશ્વના નકશા ઉપર પ્રસ્થાપિત કરનાર સ્વપ્નશિલ્પી કોણ હતા ?
(A) જવાહરલાલ નેહરુ
(B) લાલબહાદુર શાસ્ત્રીજી
(C) વર્ગીસ કુરિયન
(D) ત્રિભુવનદાસ પટેલ
ઉત્તર :
(C) વર્ગીસ કુરિયન
પ્રશ્ન 9.
શ્વેતક્રાંતિના બે પ્રણેતાઓએ કેટલા દાયકાઓ સુધી સાથે કામ કર્યું ?
(A) બે
(B) ચાર
(C) એક
(D) ત્રણ
ઉત્તર :
(B) ચાર
પ્રશ્ન 10.
કઈ બ્રાન્ડને સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ મળી ?
(A) સુમૂલ
(B) દૂધસાગર
(C) અમૂલ
(D) બરોડા
ઉત્તર :
(C) અમૂલ
પ્રશ્ન 11.
ત્રિભુવનદાસે વિદ્યાર્થી જીવન ક્યાં પસાર કર્યું હતું ?
(A) યુનિવર્સિટીમાં
(B) ગુજરાત વિદ્યાપીઠમાં
(C) વેડછી વિદ્યાપીઠમાં
(D) લોકભારતી સણોસરામાં
ઉત્તર :
(B) ગુજરાત વિદ્યાપીઠમાં
પ્રશ્ન 12.
મીઠાનો સત્યાગ્રહ કઈ સાલમાં થયેલો ?
(A) 1920
(B) 1930
(C) 1935
(D) 1919
ઉત્તર :
(B) 1930
પ્રશ્ન 13.
સત્યાગ્રહનું આંદોલન કઈ સાલમાં થયેલું ?
(A) 1940-’11
(B) 1941-42.
(C) 1939-40
(D) 1942-’43
ઉત્તર :
(A) 1940-’11
પ્રશ્ન 14.
1940માં કયા જિલ્લાના ખેડૂતો સાથે મળીને સહકારી મંડળીની સ્થાપના થઈ ?
(A) આણંદ
(B) બરોડા
(C) ગોધરા
(D) ખેડા
ઉત્તર :
(D) ખેડા
પ્રશ્ન 15.
સહકારી મંડળીની સ્થાપના માટે કોનું માર્ગદર્શન મળ્યું હતું ?
(A) ચીમનભાઈ પટેલ
(B) એચ. એમ. પટેલ
(C) વલ્લભભાઈ પટેલ
(D) ભાઈલાલભાઈ પટેલ
ઉત્તર :
(C) વલ્લભભાઈ પટેલ
પ્રશ્ન 16.
કઈ કંપનીથી ખેડૂતો ત્રાસેલા હતા ?
(A) નેલસન
(B) પોલસન
(C) ભેંસલે
(D) આરે
ઉત્તર :
(B) પોલસન
પ્રશ્ન 17.
ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડની શરૂઆત કોણે કરી ?
(A) એક ખેડૂતે
(B) બધાએ ભેગા મળીને
(C) ખેડૂત સંઘે
(D) ગામના સરપંચે
ઉત્તર :
(B) બધાએ ભેગા મળીને
પ્રશ્ન 18.
ઈ.સ. 1950થી કોની જુગલબંધી જામી ?
(A) ચીમનભાઈ-હિતેન્દ્રભાઈ
(B) કેશુભાઈ-નરેન્દ્ર મોદી
(C) ત્રિભુવનદાસ-વર્ગીસ કુરિયન
(D) ભાઈલાલભાઈ – માધવસિંહ સોલંકી
ઉત્તર :
(C) ત્રિભુવનદાસ-વર્ગીસ કુરિયન
પ્રશ્ન 19.
સહકારી મંડળીની સ્થાપના અંગેના વિચાર બીજનું કોષો વાવેતર કર્યું હતું ?
(A) સરદાર વલ્લભભાઈ પટેલે
(B) લાલબહાદુર શાસ્ત્રીએ
(C) ડૉ. રાજેન્દ્ર પ્રસાદે
(D) શ્રીમતી શારદા મુખરજીએ
ઉત્તર :
(A) સરદાર વલ્લભભાઈ પટેલે
પ્રશ્ન 20.
ત્રિભુવનદાસનું અવસાન કઈ તારીખે થયું ?
(A) 2 જૂન, 1933
(B) 3 જૂન, 1994
(C) 3 જૂન, 1995
(D) 1 જૂન, 1990
ઉત્તર :
(B) 3 જૂન, 1994
પ્રશ્ન 21.
અવસાન સમયે ત્રિભુવનદાસની ઉમર કેટલી હતી ?
(A) 85 વર્ષ
(B) 90 વર્ષ
(C) 89 વર્ષ
(D) 9 વર્ષ
ઉત્તર :
(D) 9 વર્ષ
પ્રશ્ન 22.
ત્રિભુવનદાસને કયા દેશનો “રેમન મૅસેસે” એવોર્ડ આપવામાં આવ્યો હતો ?
(A) નેધરલેન્ડનો
(B) નૉર્વેનો
(C) જાપાનનો
(D) ફિલિપાઇન્સનો
ઉત્તર :
(D) ફિલિપાઇન્સનો
પ્રશ્ન 23.
ત્રિભુવનદાસને ભારત સરકાર તરફથી કર્યા એવોર્ડ આપવામાં આવ્યો હતો ?
(A) પદ્મશ્રી
(B) પદ્મભૂષણ
(C) પદ્મવિભૂષણ
(D) ભારતરત્ન
ઉત્તર :
(B) પદ્મભૂષણ
પ્રશ્ન 24.
ત્રિભુવનદાસને પદ્મભૂષણનો એવોર્ડ કઈ સાલમાં આપવામાં આવ્યો હતો ?
(A) 1962
(B) 1963
(C) 1964
(D) 1965
ઉત્તર :
(C) 1964
પ્રશ્ન 25.
ત્રિભુવનદાસે કઈ સાલમાં અમૂલ ડેરીના અધ્યક્ષ સ્થાનેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી ?
(A) 1970
(B) 1971
(C) 1972
(D) 1969
ઉત્તર :
(B) 1971
પ્રશ્ન 26.
ત્રિભુવનદાસને નિવૃત્તિ સમયે કેટલા રૂપિયાની થેલી ભેટ મળી ?
(A) પાંચ લાખ પંચાવન હજાર
(B) છ લાખ સિત્તેર હજાર
(C) સાત લાખ સાંઈઠ હજાર
(D) છ લાખ એંસી હજાર
ઉત્તર :
(D) છ લાખ એંસી હજાર
પ્રશ્ન 27.
મંડળીના દરેક સભ્ય કેટલા રૂપિયા થેલીમાં અર્પણ કર્યા હતા ?
(A) પાંચ રૂપિયા
(B) એક-એક રૂપિયો
(C) ત્રણ રૂપિયા
(D) દસ રૂપિયા
ઉત્તર :
(B) એક-એક રૂપિયો
પ્રશ્ન 28.
ત્રિભુવનદાસના ધર્મપત્નીનું શું નામ હતું ?
(A) મીરાંબહેન
(B) મણિબહેન
(C) શારદાબહેન
(D) નર્મદાબહેન
ઉત્તર :
(B) મણિબહેન
પ્રશ્ન 29.
ત્રિભુવનદાસે કઈ કાર્ય યોજના શરૂ કરી ?
(A) ત્રિભુવન ફાઉન્ડેશન
(B) ત્રિભુવન કૉર્પોરેશન
(C) ત્રિભુવન મંગલમ્
(D) ત્રિભુવન રીસર્ચ સેન્ટર
ઉત્તર :
(A) ત્રિભુવન ફાઉન્ડેશન
પ્રશ્ન 30.
ત્રિભુવન ફાઉન્ડેશનનો લાભ કેટલા ગામડાંને મળે છે ?
(A) પાંચસોથી વધુ
(B) છસૌથી વધુ
(C) સાડા પાંચસોથી વધુ
(D) સાતસોથી વધુ
ઉત્તર :
(B) છસૌથી વધુ
પ્રશ્ન 31.
ત્રિભુવન ફાઉન્ડેશનમાં કોના સ્વાસ્થની સેવા થાય છે ?
(A) સ્ત્રીઓ અને બાળકોના
(B) યુવાનો અને યુવતીઓના
(C) સ્ત્રીઓ અને પુરુષના
(D) વૃદ્ધાઓ અને વૃદ્ધોના
ઉત્તર :
(A) સ્ત્રીઓ અને બાળકોના
પ્રશ્ન 32.
પશુચિકિત્સા માટે કર્યું ફાઉન્ડેશન કામ કરે છે ?
(A) અમૂલ ડેરી
(B) પૉલસન
(C) ઇંદિરા ગાંધી
(D) ત્રિભુવન
ઉત્તર :
(D) ત્રિભુવન
પ્રશ્ન 33.
શ્વેતક્રાંતિના પ્રણેતા કોણ ગણાય છે ?
(A) મેનકા ગાંધી
(B) નરેન્દ્ર મોદી
(C) વલ્લભભાઈ પટેલ
(D) ત્રિભુવનદાસ પટેલ
ઉત્તર :
(D) ત્રિભુવનદાસ પટેલ
પ્રશ્ન 34.
સહકારી મંડળીના સ્વપ્ના કોણ મનાય છે ?
(A) કેશુભાઈ પટેલ
(B) નીતિન પટેલ
(C) વિજય રૂપાણી
(D) ત્રિભુવનદાસ પટેલ
ઉત્તર :
(D) ત્રિભુવનદાસ પટેલ
પ્રશ્ન 35.
‘વિના સહ કાર, નહિ ઉદ્ધાર ની ઉક્તિ કોણે સાર્થક કરી બતાવી ?
(A) ત્રિભુવનદાસ પટેલે
(B) જ્ઞાની ઝેલસિંઘે
(C) આનંદીબેન પટેલે
(D) જયલલિતાએ
ઉત્તર :
(A) ત્રિભુવનદાસ પટેલે
પ્રશ્ન 36.
ત્રિભુવનદાસ પટેલે પોતાના સેવાકીય કાર્યોથી કોના હૃદયમાં આદરણીય સ્થાન જમાવ્યું ?
(A) ખેડા જિલ્લાના માણસોમાં
(B) ગુજરાતના ખેડૂતોમાં
(C) ખેડાની સ્ત્રીઓમાં
(D) ભારતના ગરીબ ખેડૂતોમાં
ઉત્તર :
(B) ગુજરાતના ખેડૂતોમાં
પ્રશ્ન 37.
ડૉ. વર્ગીસ કુરિયને કયા વિષયનો અભ્યાસ પૂર્ણ કર્યો ?
(A) તબીબીનો
(B) ઇજનેરીનો
(C) ડેરી ઉદ્યોગનો
(D) સિરામિ કનો
ઉત્તર :
(B) ઇજનેરીનો
પ્રશ્ન 38.
ડૉ. વર્ગીસ કુરિયનને કઈ સાલમાં નોકરી મળી ?
(A) 1939
(B) 1942
(C) 1944
(D) 1945
ઉત્તર :
(C) 1944
પ્રશ્ન 39.
ડૉ. વર્ગીસ કુરિયનને કઈ કંપનીમાં નોકરી મળી ?
(A) નેલસન
(B) પૉલસન
(C) હુડકો
(D) ટીસ્કો
ઉત્તર :
(D) ટીસ્કો
પ્રશ્ન 40.
ટીકો કંપનીમાં ડૉ. વર્ગીસ કુરિયનનો હોદો શો હતો ?
(A) મેનેજર
(B) એમ.ડી.
(C) એપ્રેન્ટિસ
(D) જુનિયર ક્લાર્ક
ઉત્તર :
(C) એપ્રેન્ટિસ
પ્રશ્ન 41.
ડૉ. વર્ગીસ કુરિયનના મામાનું શું નામ હતું ?
(A) જ્હૉન કિંગ
(B) હૉન રેવરેડ
(C) હૉન મથાઈ
(D) જ્હૉન બાલા
ઉત્તર :
(C) હૉન મથાઈ
પ્રશ્ન 42.
હોન મથાઈ ટાટા ઇન્ડસ્ટ્રીઝના શું હતા ?
(A) ડાયરેક્ટર
(B) હેડ ક્લાર્ક
(C) ઇજનેર
(D) ઍપ્રેન્ટિસ
ઉત્તર :
(A) ડાયરેક્ટર
પ્રશ્ન 43.
ટાટા ઇન્ડસ્ટ્રીઝમાં લોકો કુરિયનને કયા નામે ઓળખતા ?
(A) અમલદારનો ભાણેજ
(B) અમલદારનો ચમચો
(C) તાતાનો ક્લાર્ક
(D) અમલદારનો પુત્ર
ઉત્તર :
(A) અમલદારનો ભાણેજ
પ્રશ્ન 44.
કુરિયનના રહેવા માટે કોણે નોકરી છોડી ?
(A) જહોન મથાઈએ
(B) તાતાના ક્લાકે.
(C) કુરિયને
(D) જ્હૉન વર્ગીસે
ઉત્તર :
(C) કુરિયને
પ્રશ્ન 45.
આણંદનગરને કઈ ડેરી મળી ?
(A) સુમૂલ
(B) અમૂલ
(C) દૂધસાગર
(D) બનાસ
ઉત્તર :
(B) અમૂલ
પ્રશ્ન 46.
‘અમૂલ ડેરી’ દ્વારા આણંદનગરને કયા સિટીની ઓળખ મળી ?
(A) ફર્સ્ટ ડેરી
(B) મિલ્ક સીટી
(C) સહકારી સીટી
(D) આનંદી સીટી
ઉત્તર :
(B) મિલ્ક સીટી
પ્રશ્ન 47.
વર્ગીસનો જન્મ કયા ખ્રિસ્તી પરિવારમાં થયો હતો ?
(A) કૅથોલિક
(B) સિરિયન
(C) પ્રોટેસ્ટ
(D) ઑલ્ડ
ઉત્તર :
(B) સિરિયન
પ્રશ્ન 48.
વર્ગીસની જન્મ તારીખ કઈ છે ?
(A) 16-1-1921
(B) 26-11-1930
(C) 26-10-1940
(D) 26-09-1937
ઉત્તર :
(A) 16-1-1921
પ્રશ્ન 49.
વર્ગીસનો જન્મ કેરાલાના કયા ગામે થયો હતો ?
(A) મુન્નારે
(B) થેકડી
(C) કેલિકટ
(D) કરવું
ઉત્તર :
(C) કેલિકટ
પ્રશ્ન 50.
વર્ગીસના પિતાનું શું નામ હતું ?
(A) રાધવન
(B) નારાયાન
(C) પુથેન પરક્કલ
(D) જ્હૉન પનીરન
ઉત્તર :
(C) પુથેન પરક્કલ
પ્રશ્ન 51.
પુથેન પરેલ શું કામ કરતા હતા ?
(A) સિવિલ સર્જનનું
(B) ઇજનેરનું
(C) ઇરીગેશનનું
(D) ધર્મ પ્રચારકનું
ઉત્તર :
(A) સિવિલ સર્જનનું
પ્રશ્ન 52.
વર્ગીસના માતાને શેમાં વિશેષ રસ હતો ?
(A) પૈસા કમાવામાં
(B) શિક્ષણ/સંગીતમાં
(C) નૃત્ય/આર્ટ્સમાં
(D) સિલાઈ અને રસોઈમાં
ઉત્તર :
(B) શિક્ષણ/સંગીતમાં
પ્રશ્ન 53.
વર્ગીસના માતાને કયું વાઘ વગાડતાં આવડતું હતું ?
(A) ઑર્ગન
(B) હારમોનિયમ
(C) પિયાનો
(D) વીણા
ઉત્તર :
(C) પિયાનો
પ્રશ્ન 54.
વર્ગીસને કેટલા ભાઈ-બહેનો હતા ?
(A) બે
(B) ત્રણ
(C) ચાર
(D) પાંચ
ઉત્તર :
(C) ચાર
પ્રશ્ન 55.
ચાર ભાઈ-બહેનોમાં વર્ગીસનું સ્થાન કેટલામું હતું ?
(A) પહેલું
(B) બીજું
(C) ત્રીજું
(D) ચોથું
ઉત્તર :
(C) ત્રીજું
પ્રશ્ન 56.
મદ્રાસની કઈ કૉલેજમાં વર્ગીસ ભણ્યા ?
(A) ઍપોલો
(B) લૉયોલા
(C) કૅબ્રીજ
(D) ઝેવિયર્સ
ઉત્તર :
(B) લૉયોલા
પ્રશ્ન 57.
વર્ગીસ લોયોલા કૉલેજમાં કયો વિષય ભણ્યા ?
(A) આર્ટ્સ
(B) ભૌતિકશાસ્ત્ર
(C) રસાયનશાસ્ત્ર
(D) બાયોલોજી
ઉત્તર :
(B) ભૌતિકશાસ્ત્ર
પ્રશ્ન 58.
વર્ગીસે ભૌતિકશાસ્ત્રમાં કઈ પદવી પ્રાપ્ત કરી ?
(A) એમ.એસ.સી.
(B) બી.એસ.સી.
(C) માસ્ટર
(D) જુનિયર
ઉત્તર :
(B) બી.એસ.સી.
પ્રશ્ન 59.
3ીની કૉલેજ ઑફ એન્જિનિયરીંગમાંથી વર્ગીસે કઈ પદવી પ્રાપ્ત કરી ?
(A) ડૉક્ટરની
(B) પી.એચ.ડી.ની
(C) ઇજનેરની
(D) પ્રોફેસરની
ઉત્તર :
(C) ઇજનેરની
પ્રશ્ન 60.
કૉલેજમાં પ્રવેશ સમયે વર્ગીસની ઉંમર કેટલા વર્ષની હતી ?
(A) 12 વર્ષ
(B) 14 વર્ષ
(C) 13 વર્ષ
(D) 15 વર્ષ
ઉત્તર :
(B) 14 વર્ષ
પ્રશ્ન 61.
વર્ગીસને ધાતુશાસ્ત્ર અને ન્યૂક્લિયર ફિઝિક્સમાં શું થવાની ઇચ્છા હતી ?
(A) અનુસ્નાતક
(B) સ્નાતક
(C) પ્રોફેસર
(D) વૈજ્ઞાનિક
ઉત્તર :
(A) અનુસ્નાતક
પ્રશ્ન 62.
ઇમ્પિરિયલ ડેરી રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ સંસ્થા ક્યાં ચાલતી હતી ?
(A) મદ્રાસ
(B) વિશાખાપટ્ટનમ્
(C) કોચીન
(D) બેંગ્લોર
ઉત્તર :
(D) બેંગ્લોર
પ્રશ્ન 63.
મિશિગન સ્ટેટ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
(A) ન્યૂયોર્કમાં
(B) વૉશિંગ્ટનમાં
(C) ટૅકસાસમાં
(D) અમેરિકામાં
ઉત્તર :
(D) અમેરિકામાં
પ્રશ્ન 64.
વર્ગીસ અમેરિકાથી કઈ સાલમાં ભારત પરત આવ્યા ?
(A) 1948
(B) 1947
(C) 1945
(D) 1946
ઉત્તર :
(A) 1948
પ્રશ્ન 65.
વર્ગીસે અનુસ્નાતકની પદવી કયા ગ્રેડથી પાસ કરી ? :
(A) પ્રથમ વર્ગ
(B) દ્વિતીય વર્ગ
(C) ડિસ્ટિશન
(D) તૃતીય વર્ગ
ઉત્તર :
(C) ડિસ્ટિશન
પ્રશ્ન 66.
તારીખ 13-5-1949ને શુક્રવારે કુરિયને કયા શહેરમાં પ્રથમવાર પગ મૂક્યો ?
(A) ખેડા
(B) નડિયાદ
(C) આણંદ
(D) બરોડા
ઉત્તર :
(C) આણંદ
પ્રશ્ન 67.
મકાન ભાડે ન મળ્યું; તો ક્યાં રહેવા લાગ્યાં ?
(A) જૂના ગેરેજમાં
(B) જૂની ઓરડીમાં
(C) ડેરીની ઑફિસમાં
(D) ડેરીના વડના ઝાડ નીચે
ઉત્તર :
(A) જૂના ગેરેજમાં
પ્રશ્ન 68.
વર્ગીસ કોને પોતાના ગુરુ અને માર્ગદર્શક તરીકે સ્વીકાર્યા ?
(A) ફાધર વાલેસને
(B) ત્રિભુવનદાસ પટેલને
(C) વલ્લભભાઈ પટેલને
(D) અમૃતા પટેલને
ઉત્તર :
(B) ત્રિભુવનદાસ પટેલને
પ્રશ્ન 69.
“પરેશન ફ્લડ’ના શિલ્પી કોણ બન્યા ?
(A) ત્રિભુવનદાસ પટેલ
(B) ભાઈલાલભાઈ પટેલ
(C) વર્ગીસ કુરિયન
(D) ઇંદિરા ગાંધી
ઉત્તર :
(C) વર્ગીસ કુરિયન
પ્રશ્ન 70.
કુરિયને કોના દૂધમાંથી ગુણવત્તાયુક્ત દૂધનો પાવડર બનાવ્યો ?
(A) ગાયના
(B) બકરીના
(C) ઊંટના
(D) ભેંસના
ઉત્તર :
(D) ભેંસના
પ્રશ્ન 71.
એન.ડી.ડી.બી. સંસ્થાના સ્થાપક અને ચેરમેન તરીકે વર્ગીસે કેટલા વર્ષ સેવા આપી ?
(A) 31
(B) 32
(C) 33
(D) 34
ઉત્તર :
(C) 33
પ્રશ્ન 72.
33 વર્ષની સેવામાં કુરિયને કેટલા રૂપિયાનો પગાર લીધો ?
(A) 33 હજાર
(B) 50 હજાર
(C) એક રૂપિયો નહિ
(D) પાંચ રૂપિયા
ઉત્તર :
(C) એક રૂપિયો નહિ
પ્રશ્ન 73.
ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશનના ચૅરમેન પદે કેટલો માસિક પગાર લીધો ?
(A) દસ હજારે
(B) પાંચ હજાર
(C) સાત હજાર
(D) ચાર હજાર
ઉત્તર :
(B) પાંચ હજાર
પ્રશ્ન 74.
’60 વર્ષના થયા પછી કેટલા વર્ષ સુધી વર્ગીસે પગાર લીધા વિના માનદ્ સેવા આપી ?
(A) 23 વર્ષ સુધી
(B) 25 વર્ષ સુધી
(C) 24 વર્ષ સુધી
(D) 10 વર્ષ સુધી
ઉત્તર :
(C) 24 વર્ષ સુધી
પ્રશ્ન 75.
ઇસ્ટીટ્યૂટ ઑફ રૂરલ માર્કેટિંગ નું ટ્રકે રૂપ શું છે ?
(A) ટેકો
(B) નિરમા
(C) ઇરમાં
(D) હુડકો
ઉત્તર :
(C) ઇરમાં
પ્રશ્ન 76.
ભારત સરકારે વર્ગીસને અલાહાબાદ વિશ્વ વિદ્યાલયના શું નિમ્યા ?
(A) પ્રૉફેસર
(B) લૅકચરર
(C) ચાન્સેલર
(D) સલાહકાર
ઉત્તર :
(C) ચાન્સેલર
પ્રશ્ન 77.
વર્ગીસ કુરિયનની આત્મકથાનું શું નામ છે ?
(A) મારું સ્વપ્ન
(B) મારું બાળપણ
(C) મારી સેવા પ્રવૃત્તિ
(D) મારી શ્વેતક્રાંતિ
ઉત્તર :
(A) મારું સ્વપ્ન
પ્રશ્ન 78.
વર્ષોથી કામ કરતા એક કર્મચારીને વર્ગીસે શું ચાટતો જોયો ?
(A) ધૂળ ચાટતો
(B) આઇસ્ક્રીમ ચાટતો
(C) મલાઈ ચાટતો
(D) મધ ચાટતો
ઉત્તર :
(C) મલાઈ ચાટતો
પ્રશ્ન 79.
‘દરેક કર્મચારીને અડધો લિટર દૂધ પીવા આપવું’ આવો ઑર્ડર કોણે કર્યો ?
(A) ત્રિભુવનદાસ પટેલે
(B) પંડિત નેહરુએ
(C) મણિબેને
(D) વર્ગીસ કુરિયને
ઉત્તર :
(D) વર્ગીસ કુરિયને
પ્રશ્ન 80.
આર્ટ ફિલ્મોના સર્જક કોણ ગણાય છે ?
(A) સત્યજીત રાય
(B) શ્યામ બેનેગલ
(C) શાંતારામ
(D) રાજ કપૂર
ઉત્તર :
(B) શ્યામ બેનેગલ
પ્રશ્ન 81.
આર્ટ ફિલ્મ બનાવવા કેટલા રૂપિયાની જરૂર હતી ?
(A) પાંચેક લાખ
(B) દસેક લાખ
(C) સાતેક લાખ
(D) ચારેક લાખ
ઉત્તર :
(B) દસેક લાખ
પ્રશ્ન 82.
શ્યામ બેનેગલે કઈ આર્ટ ફિલ્મ બનાવી ?
(A) મૃગયા
(B) મંથન
(C) ગાયમાતા
(D) નવરંગ
ઉત્તર :
(B) મંથન
પ્રશ્ન 83.
ભારત સરકારે વર્ગીસને કેટલા ઍવોર્ડ આપ્યા છે ?
(A) એક
(B) બે
(C) ત્રણ
(D) ચાર
ઉત્તર :
(C) ત્રણ
પ્રશ્ન 84.
ફિલિપાઇન્સ સરકારી વર્ગીસને કયો ઍવોર્ડ આપ્યો છે ?
(A) મૅગ્સસે
(B) મિલકમૅન
(C) મિક લીડર
(D) કાઉબૉય
ઉત્તર :
(A) મૅગ્સસે
પ્રશ્ન 85.
ડૉ. કુરિયનનો જન્મ દિવસ 26 નવેમ્બર કયા દિવસ તરીકે ઉજવાય છે ?
(A) રાષ્ટ્રીય દૂધ દિવસ
(B) રાષ્ટ્રીય ગૌમાતા દિવસ
(C) રાષ્ટ્રીય યોગ દિવસ
(D) રાષ્ટ્રીય ખેલકુદ દિવસ
ઉત્તર :
(A) રાષ્ટ્રીય દૂધ દિવસ
પ્રશ્ન 86.
ભારત અને વિશ્વભરમાંથી કુરિયનને કેટલી માનદ્ પદવીઓ એનાયત થઈ છે ?
(A) 13
(B) 4
(C) 15
(D) 20
ઉત્તર :
(C) 15
પ્રશ્ન 87.
કુરિયનને કેન્દ્રમાં રાખીને કેટલા પુસ્તકો લખાયા છે ?
(A) એકાવનથી વધુ
(B) ચાલીસથી વધુ
(C) પંચાવનથી વધુ
(D) પચીસથી વધુ
ઉત્તર :
(A) એકાવનથી વધુ
પ્રશ્ન 88.
વર્ગીસના 84માં જન્મદિવસે ગુગલે પોતાના ‘હોંમપેજને ગુગલને બદલે કયું નામ આપ્યું ?
(A) જુગલ
(B) ડુડલ
(C) દેગલ
(D) મુકુલ
ઉત્તર :
(B) ડુડલ
પ્રશ્ન 89.
કઈ તારીખે ડૉ. વર્ગીસનું અવસાન થયું ?
(A) 8-9-’12
(B) 9-9-’12
(C) 10-9-’12
(D) 9-8-’12
ઉત્તર :
(B) 9-9-’12
પ્રશ્ન 90.
ડૉ. વર્ગીસની અવસાન સમયે કેટલી ઉમર હતી ?
(A) 94 વર્ષની
(B) 93 વર્ષની
(C) 92 વર્ષની
(D) 91 વર્ષની
ઉત્તર :
(D) 91 વર્ષની
પ્રશ્ન 91.
ડૉ. વર્ગીસનું અવસાન કયા શહેરમાં થયું હતું ?
(A) ખેડા
(B) આણંદ
(C) નડિયાદ
(D) વડોદરા
ઉત્તર :
(C) નડિયાદ
પ્રશ્ન 92.
વિશ્વના કેટલા દેશોમાં અમૂલના વેચાણ કેન્દ્રો છે ?
(A) પચાસથી વધુ
(B) ચાલીસથી વધુ
(C) એકાવનથી વધુ
(D) પિસ્તાલીસથી વધુ
ઉત્તર :
(A) પચાસથી વધુ
પ્રશ્ન 93.
ડૉ. કુરિયન શેના દ્વારા શ્વેતક્રાંતિના સર્જક તરીકે સોને માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે ?
(A) ઑપરેશન મિક
(B) ઑપરેશન સિટી
(C) ઑપરેશન યુનિયન
(D) ઑપરેશન ફ્લડ
ઉત્તર :
(D) ઑપરેશન ફ્લડ
પ્રશ્ન 94.
શ્વેતક્રાંતિના પ્રણેતાઓ પાઠના આલેખનકર્તા કોણ છે ?
(A) ડો. વર્ગીસ કુરિયન
(B) ત્રિભુવનદાસ પટેલ
(C) રમેશચંદ્ર પંડ્યા
(D) ડૉ. અલકેશ દવે
ઉત્તર :
(C) રમેશચંદ્ર પંડ્યા
નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો
પ્રશ્ન 1.
ત્રિભુવનદાસ પટેલના પિતાનું શું નામ હતું ?
ઉત્તર :
ત્રિભુવનદાસ પટેલના પિતાનું નામ કીશીભાઈ હતું.
પ્રશ્ન 2.
ત્રિભુવનદાસ પટેલનો જન્મ કઈ તારીખે થયો હતો ?
ઉત્તર :
તારીખ 22-10-1903ની તારીખે ત્રિભુવનદાસ પટેલનો જન્મ થયો હતો.
પ્રશ્ન 3.
ત્રિભુવનદાસ પટેલનો જન્મ કયા શહેરમાં થયો હતો ?
ઉત્તર :
આણંદ શહેરમાં ત્રિભુવનદાસ પટેલનો જન્મ થયો હતો.
પ્રશ્ન 4.
અમૂલ ડેરીના સ્વપ્નદષ્ટા કોણ હતા ?
ઉત્તર :
ત્રિભુવનદાસ પટેલ અમૂલ ડેરીના સ્વપ્નદૃષ્ટા હતા.
પ્રશ્ન 5.
ત્રિભુવનદાસ પટેલનું વિદ્યાર્થી જીવન ક્યાં પસાર થયું હતું ?
ઉત્તર :
ગૂજરાત વિદ્યાપીઠમાં ત્રિભુવનદાસ પટેલનું વિદ્યાર્થી જીવન પસાર થયું હતું.
પ્રશ્ન 6.
ત્રિભુવનદાસ કોના વિચારોથી પ્રભાવિત થઈને આઝાદીની ચળવળમાં જોડાયા હતા ?
ઉત્તર :
ગાંધીજી અને સરદાર વલ્લભભાઈના વિચારોથી પ્રભાવિત થઈને તેઓ ભારતની આઝાદીની ચળવળમાં જોડાયા હતા.
પ્રશ્ન 7.
સહકારી મંડળીની સ્થાપના અંગેના વિચારબીજનું કોણે વાવેતર કર્યું હતું ?
ઉત્તર :
સરદાર પટેલે સહકારી મંડળીની સ્થાપના અંગેના વિચારબીજનું વાવેતર કર્યું હતું. –
પ્રશ્ન 8.
સહકારી મંડળીની સ્થાપના કરના સ્વપ્નદૃષ્ટા કોણ હતા ?
ઉત્તર :
ત્રિભુવનદાસ પટેલ સહકારી મંડળીની સ્થાપના કરનાર સ્વપ્નદૃષ્ટા હતા.
પ્રશ્ન 9.
ત્રિભુવનદાસ પટેલને નિવૃત્તિ સમયે કેટલા રૂપિયાની થેલી ભેટ મળી ?
ઉત્તર :
ત્રિભુવનદાસ પટેલને નિવૃત્તિ સમયે છ લાખ એંસી હજાર રૂપિયાની થેલી ભેટ મળી,
પ્રશ્ન 10.
ત્રિભુવનદાસ પટેલે નિવૃત્તિ સમયે મળેલી થેલીની રકમ કયા કાર્યમાં ઉપયોગમાં લીધી ?
ઉત્તર :
ત્રિભુવનદાસ પટેલે નિવૃત્તિ સમયે મળેલી થેલીની ૨કમ ‘ત્રિભુવન ફાઉન્ડેશન’ નામની યોજનામાં ઉપગમાં લીધી,
પ્રશ્ન 11.
ત્રિભુવનદાસ પટેલે કઈ ઉક્તિને પોતાની જીવનશૈલી અને કાર્યપ્રણાલીથી સાર્થક કરી બતાવી ?
ઉત્તર :
‘વિના સહકા૨, નહિ ઉદ્ધાર ‘ની ઉક્તિને ત્રિભુવનદાસ પટેલે પોતાની જીવનશૈલી અને કાર્યપ્રણાલીથી સાર્થક કરી બતાવી.
પ્રશ્ન 12.
ડૉ. વર્ગીસ કુરિયને કયા વિષયનો અભ્યાસ પૂર્ણ કર્યો ?
ઉત્તર :
ડૉ. વર્ગીસ કુરિયને ઇજનેરી વિષયનો અભ્યાસ પૂર્ણ કર્યો.
પ્રશ્ન 13.
ડૉ. વર્ગીસ કુરિયનને કઈ સાલમાં નોકરી મળી ?
ઉત્તર :
ડૉ. વર્ગીસ કુરિયનને 1944માં નોકરી મળી.
પ્રશ્ન 14.
ડૉ. વર્ગીસ કુરિયનને ક્યાં નોકરી મળી ?
ઉત્તર :
ડૉ. વર્ગીસ કુરિયનને ‘ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની’ (ટીસ્કો)માં નોકરી મળી.
પ્રશ્ન 15.
‘ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની’ (ટીસ્કો)માં ડૉ. કુરિયનનો શો હોદ્દો હતો ?
ઉત્તર :
‘ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની’ (ટીસ્ક)માં ડૉ. કુરિયનને એપ્રેન્ટિસ તરીકે હોદો મળેલ હતો.
પ્રશ્ન 16.
ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીનું ટૂંકું રૂપ શું હતું ?
ઉત્તર :
ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીનું ‘ટીસ્કો’ ટૂંકું રૂપ હતું.
પ્રશ્ન 17.
ટાટા ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર કોણ હતા ?
ઉત્તર :
જહોન મથાઈ ટાટા ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર હતા.
પ્રશ્ન 18.
ડૉ. વર્ગીસ કુરિયનને જાહાંન મથાઈ સાથે શું સગપણ થતું હતું ?
ઉત્તર :
ડૉ. વર્ગીસ કુરિયનને જહોન મથાઈ સાથે મામાનું સગપણ થતું હતું.
પ્રશ્ન 19.
આણંદનગરને “અમૂલ ડેરી” દ્વારા કેવું નામ પ્રાપ્ત થયું ?
ઉત્તર :
આણંદનગરને ‘અમૂલ ડેરી’ દ્વારા ‘મિક સિટી’ નામ પ્રાપ્ત થયું.
પ્રશ્ન 20.
વર્ગીસનો જન્મ કયા ખ્રિસ્તી પરિવારમાં થયો હતો ?
ઉત્તર :
વર્ગીસનો જન્મ સિરિયન ખ્રિસ્તી પરિવારમાં થયો હતો.
પ્રશ્ન 21.
વર્ગીસની જન્મ તારીખ કઈ છે ?
ઉત્તર :
વર્ગીસની જન્મ તારીખ 26/10/1921 છે,
પ્રશ્ન 22.
વર્ગીસનો જન્મ કેરાલાના કયા ગામે થયો હતો ?
ઉત્તર :
વર્ગીસનો જન્મ કેરાલાના કેલિકટ ગામે થયો હતો.
પ્રશ્ન 23.
વર્ગીસના પિતાશ્રીનું શું નામ હતું ?
ઉત્તર :
વર્ગીસના પિતાશ્રીનું નામ યુથેન પરક્કલ હતું.
પ્રશ્ન 24.
વર્ગીસના પિતાશ્રીનો શો વ્યવસાય હતો ?
ઉત્તર :
વર્ગીસના પિતાશ્રી સિવિલ સર્જન હતા.
પ્રશ્ન 25.
વર્ગીસના માતુશ્રીને કયા વિષયમાં વિશેષ રસ હતો ?
ઉત્તર :
વર્ગીસના માતુશ્રીને શિક્ષણ અને સંગીતમાં વિશેષ રસ હતો.
પ્રશ્ન 26.
વર્ગીસના માતુશ્રી કયું વાદ્ય વગાડતાં ?
ઉત્તર :
વર્ગીસના માતુશ્રી પિયાનો વગાડતાં હતાં.
પ્રશ્ન 27.
વર્ગીસને કેટલા ભાઈ-બહેન હતાં ? એમાં એમનું સ્થાન કેટલામું હતું ?
ઉત્તર :
વર્ગીસને ચાર ભાઈ-બહેન હતાં. તેમાં તેમનું સ્થાન ત્રીજું હતું.
પ્રશ્ન 28.
મદ્રાસની કઈ કૉલેજમાંથી તેમણે ભૌતિકશાસ્ત્રમાં બી.એસસી.ની પદવી પ્રાપ્ત કરી ?
ઉત્તર :
મદ્રાસની લોયોલા કૉલેજમાંથી વર્ગીસે ભૌતિકશાસ્ત્રમાં બી.એસસી.ની પદવી પ્રાપ્ત કરી.
પ્રશ્ન 29.
વર્ગીસે કઈ કૉલેજમાંથી ઇજનેરની પદવી પ્રાપ્ત કરી ?
ઉત્તર :
વર્ગીસે મદ્રાસની ક્વીન્ડી કૉલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી ઇજનેરની પદવી પ્રાપ્ત કરી.
પ્રશ્ન 30.
કૉલેજમાં પ્રવેશ સમયે વર્ગીસની ઉંમર કેટલી હતી ?
ઉત્તર :
કૉલેજમાં પ્રવેશ સમયે વર્ગીસની ઉંમર 14 વર્ષની હતી.
પ્રશ્ન 31.
વર્ગીસે બેંગ્લોરમાં આઠ માસની તાલીમ કઈ સંસ્થામાં લીધી ?
ઉત્તર :
વર્ગીસ બેંગ્લોરમાં આઠ માસની તાલીમ ઇમ્પિરિયલ ડેરી રિસર્ચ ઇન્વેસ્ટીટટ્યૂટ’ નામની સંસ્થામાં લીધી.
પ્રશ્ન 32.
વર્ગીસે અનુસ્નાતકની પદવી કયા વિષયમાં પ્રાપ્ત કરી ?
ઉત્તર :
વર્ગીસ અનુસ્નાતકની પદવી ધાતુશાસ્ત્ર અને ન્યૂક્લિયર ફિઝિક્સના વિષયમાં પ્રાપ્ત કરી.
પ્રશ્ન 33.
વર્ગીસ અમેરિકાથી ભારત ક્યારે પરત આવ્યા ?
ઉત્તર :
વર્ગીસ ઈ.સ. 1948માં અમેરિકાથી ભારત પરત આવ્યા.
પ્રશ્ન 34.
વર્ગીસે આણંદમાં કઈ તારીખે પગ મૂક્યો ?
ઉત્તર :
વર્ગીસે બાદમાં તા. 13/5/1949ને શુક્રવારે આણંદમાં પગ મૂક્યો.
પ્રશ્ન 35.
વર્ગીસને મકાન ભાડે ન મળતાં ક્યાં રહ્યા ?
ઉત્તર :
વર્ગીસને મકાન ભાડે ન મળતાં ડેરીની બાજુમાં આવેલું જૂનું ગેરેજ ભાડે રાખી ત્યાં રહેવા લાગ્યા.
પ્રશ્ન 36.
કુરિયનના આgiદમાં આગમન પહેલાં કઈ સંસ્થા સહકારી ક્ષેત્રે ચાલતી હતી ?
ઉત્તર :
કુરિયનના આણંદમાં આગમન પહેલાં “ખેડા ડિસ્ટ્રિક્ટ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડ’ નામની સંસ્થા સહકારી ક્ષેત્રમાં ચાલતી હતી.
પ્રશ્ન 37.
કુરિયનની મુલાકાત કોની સાથે થાય છે ?
ઉત્તર:
કુરિયનની મુલાકાત ત્રિભુવનદાસ પટેલ સાથે થાય છે.
પ્રશ્ન 38.
કુરિયન ત્રિભુવનદાસ પટેલના કયા ગુણોથી પ્રભાવિત થયા ?
ઉત્તર :
કુરિયન ત્રિભુવનદાસ પટેલના નિઃસ્વાર્થ સેવા, પરોપકારની ભાવના અને મનની મક્કમતાના ગુણોથી પ્રભાવિત થયા.
પ્રશ્ન 39.
કુરિયને ત્રિભુવનદાસને કેવી રીતે સ્વીકાર્યા ?
ઉત્તર :
કુરિયને ત્રિભુવનદાસને પોતાના ગુરુ અને માર્ગદર્શક તરીકે સ્વીકાર્યા.
પ્રશ્ન 40.
ભારતના ઘણાં બધા રાજ્યોમાં દૂધ એકત્રીકરણની યોજના કયા સ્વરૂપે શરૂ થઈ ?
ઉત્તર :
ભારતના ઘણાં બધાં રાજ્યમાં દૂધ એકત્રીકરણની યોજના ‘ઑપરેશન બ્લડ ના નામે શરૂ થઈ.
પ્રશ્ન 41.
વર્ગીસ કુરિયને ડેરી ક્ષેત્રમાં ભારતને સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતા દેશ તરીકે શેમાં સ્થાપિત કર્યો ?
ઉત્તર :
વર્ગીસ કુરિયને ડેરી ઉદ્યોગમાં ભારતને સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતા દેશ તરીકે વિશ્વમાં સ્થાપિત કર્યો.
પ્રશ્ન 42.
વર્ગીસે કોના દૂધમાંથી ગુણવત્તાયુક્ત પાવડર બનાવ્યો ?
ઉત્તર :
વર્ગીસે ભેંસના દૂધમાંથી ગુણવત્તાયુક્ત પાવડર બનાવ્યો.
પ્રશ્ન 43.
‘ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળી’ કયા નામે પ્રખ્યાત થઈ ?
ઉત્તર :
ખેડા જિલ્લા સહ કારી દૂધ ઉત્પાદક મંડળી’ હવે ‘અમૂલ’ નામે પ્રખ્યાત થઈ.
પ્રશ્ન 44.
કુરિયને ત્રિભુવનદાસ પટેલ અને અન્ય સંનિષ્ઠ વ્યક્તિઓના સહકારથી કઈ સંસ્થાની સ્થાપના કરી ?
ઉત્તર :
કુરિયને ત્રિભુવનદાસ પટેલ અને અન્ય સંનિષ્ઠ વ્યક્તિઓના સહકારથી ‘નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ’ (એન.ડી.ડી.બી.) સંસ્થાની સ્થાપના કરી,
પ્રશ્ન 45.
કુરિયને ભારતભરમાં આણંદની પ્રતિકૃતિ જેવી દૂધ સહકારી મંડળીઓ અસ્તિત્વમાં આવી. એના માટે આ મંડળીઓના ઉત્પાદનોના માર્કેટિંગ માટે કઈ સંસ્થાની સ્થાપના કરી ?
ઉત્તર :
કુરિયને ભારતભરમાં આણંદની પ્રતિકૃતિ જેવી દૂધ સહકારી મંડળીઓ અસ્તિત્વમાં આવી. એના માટે આ મંડળીના ઉત્પાદનોના માર્કેટિંગ માટે ગુજરાત કૉ-ઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન” નામની સંસ્થાની સ્થાપના કરી.
પ્રશ્ન 46.
એન.ડી.ડી.બી. સંસ્થાના સ્થાપક અને ચેરમેન તરીકે કુરિયને કેટલા વર્ષ સેવાઓ આપી ?
ઉત્તર :
એન.ડી.ડી.બી, સંસ્થાના સ્થાપક અને ચેરમેન તરીકે કુરિયને 33 વર્ષ સુધી સેવાઓ આપી.
પ્રશ્ન 47.
એન.ડી.ડી.બી.માં 41 વર્ષ સેવાઓ આપવામાં કુરિયને કેટલો માસિક પગાર લીધો ?
ઉત્તર :
એન.ડી.ડી.બી.માં 13 વર્ષ સેવા આપવામાં કુરિયને એક પણ રૂપિયો માસિક પગાર પેટે લીધો નથી.
પ્રશ્ન 48.
‘ઇન્સ્ટીટ્યૂટ ઑફ રૂરલ માર્કેટિંગ’ ઈરમા’)ના તેઓ શું હતા ?
ઉત્તર :
ઇન્સ્ટીટયૂટ ઑફ રૂરલ માર્કેટિંગ’ (‘ઈરમા’)ના તેઓ ચેરમેન હતા.
પ્રશ્ન 49.
વર્ગીસ કેટલા વર્ષ સુધી વિકાસલક્ષી કાર્યક્રમોમાં સક્રિય રહે છે ?
ઉત્તર :
વર્ગીસ આશરે સત્તાવન (57) વર્ષથીય વધુ સમય સુધી વિકાસલક્ષી કાર્યક્રમોમાં સક્રિય રહે છે.
પ્રશ્ન 50.
ભારત સરકારે વર્ગીસને કઈ સંસ્થાના ચાન્સેલર બનાવ્યા ?
ઉત્તર :
ભારત સરકારે વર્ગીસને અલાહાબાદ વિશ્વવિદ્યાલયના ચાન્સેલર બનાવ્યા હતા.
પ્રશ્ન 51.
એક સમયે કુરિયને પોતાના કર્મચારીને શું ચાટતા જોયો ?
ઉત્તર :
એક સમયે કુરિયને પોતાના કર્મચારીને મલાઈ ચાટતો જોયો.
પ્રશ્ન 52.
કુરિયને મેનેજરને કઈ સૂચના આપી ?
ઉત્તર :
કુરિયને મેનેજરને સૂચના આપી કે દરેક કર્મચારીને અડધો લિટર દૂધ પીવા આપવું.’
પ્રશ્ન 53.
આર્ટ ફિલ્મના સર્જકનું શું નામ છે ?
ઉત્તર :
આર્ટ ફિલ્મના સર્જકનું નામ શ્યામ બેનેગલ છે.
પ્રશ્ન 54.
આર્ટ ફિલ્મ બનાવવા કેટલા રૂપિયાની જરૂર પડી ?
ઉત્તર :
આર્ટ ફિલ્મ બનાવવા દસ લાખ રૂપિયાની જરૂર પડી.
પ્રશ્ન 55.
શ્યામ બેનેગલે કઈ આર્ટ ફિલ્મ બનાવી ?
ઉત્તર :
શ્યામ બેનેગલે “મંથન” નામની આર્ટ ફિલ્મ બનાવી.
પ્રશ્ન 56.
છે, ભારત સરકારે વર્ગીસને કેટલી ઉપાધિઓ આપી ?
ઉત્તર :
ભારત સરકારે વર્ગીસને ક્રમશઃ ‘પદ્મશ્રી’, ‘પદ્મભૂષણ’ અને ‘પદ્મવિભૂષણ’ની ત્રણ પદવીઓ આપી.
પ્રશ્ન 57.
ડૉ. કુરિયનનો જન્મ દિવસ 26 નવેમ્બર કયા દિવસ તરીકે ઉજવાય છે ?
ઉત્તર :
ડૉ. કુરિયનનો જન્મદિવસ 26 નવેમ્બર ‘રાષ્ટ્રીય દૂધ દિવસ’ (નેશનલ મિહક ડે) તરીકે ઉજવાય છે.
પ્રશ્ન 58.
ભારત અને વિશ્વભરમાંથી કુરિયનને કેટલી માનદ્ પદવીઓ એનાયત થઈ છે ?
ઉત્તર :
ભારત અને વિશ્વભરમાંથી કુરિયનને પંદર જેટલી માનદ્ પદવીઓ એનાયત થયેલ છે.
પ્રશ્ન 59.
કુરિયનને કેન્દ્રમાં રાખીને કેટલા પુસ્તકો લખાયા છે ?
ઉત્તર :
કુરિયનને કેન્દ્રમાં રાખીને એ કાવનથી પણ વધુ પુરનકો લખાયાં છે.
પ્રશ્ન 60.
કુરિયનના 91મા જન્મદિવસે ગુગલે શું કર્યું ? ઉત્તર : કુરિયનના 97મો જન્મ દિવસે ગુગલે પોતાના ‘હીમપેજ ને ગુગલને બદલે ‘ડુડલ’ નામથી સ્થાન આપ્યું હતું.
પ્રશ્ન 61.
વર્ગીસ કુરિયનનું અવસાન કઈ તારીખે અને કેટલા વર્ષે થયું ?
ઉત્તર :
વર્ગીસ કુરિયનનું અવસાન તારીખ 09/09/2012ના રોજ 91 વર્ષની વયે થયું.
પ્રશ્ન 62.
વર્ગીસનું અવસાન કયા શહેરમાં થયું ?
ઉત્તર :
વર્ગીસનું અવસાન નડિયાદ શહેરમાં થયું.
પ્રશ્ન 63.
‘અમૂલ ડેરીની વસ્તુઓ વિશ્વના કેટલા દેશોમાં વેચાણ કેન્દ્રોમાંથી વેચાય છે ?
ઉત્તર :
‘અમૂલ ડેરીની વસ્તુઓ વિશ્વના 50થી વધુ જેટલા દેશોમાં આવેલા વેચાણ કેન્દ્રોમાંથી વેચાય છે.
પ્રશ્ન 64.
ડૉ. કુરિયને કોના નામને વિશ્વ પ્રસિદ્ધ કર્યા ?
ઉત્તર :
ડૉ. કુરિયને અમૂલ, આણંદ, ગુજરાત અને ભારતને શ્વેતક્રાંતિના માધ્યમથી વિશ્વભરમાં ગૌરવવંતુ સ્થાન અપાવ્યું.
પ્રશ્ન 65.
‘અમૂલ બ્રાન્ડની કઈ કઈ વસ્તુઓ બને છે ?
ઉત્તર :
અમૂલ બ્રાન્ડની દૂધ, દહીં, છાશ, ઘી, માખણ, દૂધનો પાવડર, ચીઝ, ચોકલેટ, તેલ, શ્રીખંડ, મીઠાઈઓ અને અન્ય ખાદ્ય પદાર્થો
બને છે.
પ્રશ્ન 66.
ડૉ. વર્ગીસ કુરિયનમાં કયા કયા સણો જોવા મળે છે ?
ઉત્તર :
ડૉ. વર્ગીસ કુરિયનમાં વિદ્વત્તા, કર્મઠપણું, નિષ્ઠા, આત્મસૂઝ જેવા સદ્દગુણો જોવા મળે છે,
પ્રશ્ન 67.
ડૉ. કુરિયન સૌ કોઈ માટે પ્રેરણાસ્ત્રોત કેવી રીતે બન્યા?
ઉત્તર :
ડૉ. કુરિયન ‘ઑપરેશન ફ્લડ’ દ્વારા શ્વેત ક્રાંતિના સર્જક તરીકે સૌ કોઈ માટે પ્રેરણાસ્ત્રોત બન્યો.
પ્રશ્ન 68.
‘શ્વેતક્રાંતિના પ્રણેતા’ પાઠના લેખક કોણ છે ?
ઉત્તર :
શ્વેતક્રાંતિના પ્રણેતા’ પાઠના લેખક રમેશચંદ્ર ડી. પંડ્યા છે.
નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો.
પ્રશ્ન 1.
ત્રિભુવનદાસ પટેલની નાનપણની પ્રવૃત્તિનો થોડો ખ્યાલ આપો.
ઉત્તર :
ત્રિભુવનદાસ પટેલ નાનપણમાં મિત્રો સાથે તળાવ પાસેના હનુમાનજી મંદિર શનિવારે શાળા છૂટયા બાદ ભેગો થાય, ભેગા મળી ક્યારેક રેવડી ખાતા કે ચવાણું ઝાપટતાં. અઠવાડિયે એકવાર કોઈકે કંઈક લખવું અને વાંચવું, તેમાંથી ત્રિભુવનદાસ પટેલને સહકાર વિશે લખવાનું બન્યું અને નિબંધ વાંચી સૌની પ્રશંસા મેળવી. ત્રિભુવનદાસના ‘સહકાર’ વિશેના વિચાર સૌને ખૂબ ગમ્યાં. આવી હતી ત્રિભુવનદાસ પટેલની નાનપણની પ્રવૃત્તિઓ.
પ્રશ્ન 2.
ત્રિભુવનદાસ પટેલનું ગુજરાત-વિદ્યાપીઠનું વિઘાર્થીજીવન કેવું હતું ?
ઉત્તર :
ત્રિભુવનદાસ પટેલ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા. આ વિધાપીઠમાં ગાંધીજી અને સ૨દાર વલ્લભભાઈ પટેલના વિચારોથી તેઓ પ્રભાવિત થયા, આઝાદીની ચળવળમાં જોડાયા, પરિણામે ઈ.સ. 1930માં મીઠાના સત્યાગ્રહ નિમિત્તે અને ઈ,સ, 194041માં સત્યાગ્રહ માટે તેમને જેલવાસ મળેલ, આમ, ત્રિભુવનદાસ પટેલ વિદ્યાર્થી અવસ્થામાં જ સહકાર, સંપ, નીડરતા અને સહનશીલતા જેવા ગુણો મેળવે છે.
પ્રશ્ન 3.
ત્રિભુવનદાસ પટેલના ‘ત્રિભુવન ફાઉન્ડેશન’ વિશે ટૂંકમાં જણાવો.
ઉત્તર :
ઈ.સ. 1971માં અમૂલ ડેરીના અધ્યક્ષ સ્થાનેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. નિવૃત્તિ સમયે ખેડૂતોએ છ લાખ એંશી હજાર રૂપિયાની થેલી અર્પણ કરી, ત્રિભુવનદાસે અને પત્ની મણિબેને ગ્રામજનોની સેવા માટે આ બધી ૨કમ ‘ત્રિભુવન ફાઉન્ડેશન’ સંસ્થા બનાવવામાં અર્પણ કરી, આ સંસ્થા આજે પણ સ્ત્રીઓ અને બાળકોના સ્વાસ્થ તેમજ પશુ ચિકિત્સાની સેવાનો લાભ છસૌથી વધુ ગામને આપે છે. ગુજરાતના ખેડૂતો ત્રિભુવનદાસ પટેલના ઋણી છે.
પ્રશ્ન 4.
ડૉ. વર્ગીસ કુરિયનના અભ્યાસ વિશે ટૂંકમાં લખો.
ઉત્તર :
ડૉ. વર્ગીસ કુરિયન અભ્યાસમાં બહુ તેજસ્વી હતા. માત્ર ચૌદ વર્ષની ઉંમરે કૉલેજમાં પ્રવેશ મેળવનાર તેઓ વર્ગમાં સૌથી નાની વયના વિદ્યાર્થી હતા. એટલે હંમેશાં એકલા જ બધો સંઘર્ષ કરવાનો આવ્યો. તેથી તેઓ સ્વાવલંબી બન્યા. 1944માં ઇજનેર બન્યાં. મદ્રાસની લોયોલા કૉલેજમાંથી ભૌતિકશાસ્ત્રમાં બી.એસસી. કર્યું. ‘વીન્ડી કૉલેજ ઑફ એન્જિનિયરિંગ’, મદ્રાસમાંથી ઇજનેરની પદવી લીધી, ‘ઇમ્પિરિયલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ – બેંગ્લોરમાં ડેરી વિષય ભણવાનું થયું. ધાતુશાસ્ત્ર અને ન્યૂક્લિયર ફિઝિક્સના વિષયોમાં ડિસ્ટીંકશન સાથે અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી. આમ, ડૉ. વર્ગીસ કુરિયને અભ્યાસમાં નિષ્ઠા અને શ્રદ્ધાથી ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી પોતાની પ્રતિભા બતાવી.
પ્રશ્ન 5.
ડૉ. વર્ગીસ કુરિયન પર બધા કર્મચારીઓ કેમ વિશ્વાસ મૂકતાં ?
ઉત્તર :
ડૉ. વર્ગીસ કુરિયન ડેરીના ગમે તે વિભાગમાં ગમે ત્યારે આંટા મારતા. એક વખત એક કર્મચારીને મલાઈ ચાટતો જોયો. ખૂબ દુઃખી થયા, કર્મચારીને કંઈ ન કહ્યું. બીજે દિવસે ડેરીના મેનેજરને કહ્યું કે, “આજથી ડેરીના દરેક કર્મચારીને 500 ગ્રામ દૂધ રોજ પીવા આપવું.’ તેથી બધાં કર્મચારીઓ ખૂબ રાજી થયાં અને એમના પર વિશ્વાસ મૂકવાં લાગ્યાં. બીજા પ્રસંગે “મંથન” આર્ટ ફિલ્મ માટે દરેક કર્મચારીએ એક એક રૂપિયો દાનમાં આપીને ડો. કુરિયન પર પોતાની શ્રદ્ધા બતાવી. આ રીતે, ડૉ. વર્ગીસ કુરિયન પર દરેક ડેરીના કર્મચારી વિશ્વાસ મૂકે છે, એવા નિષ્ઠાવાન, પ્રામાણિક અને સ્નેહી હતી, આપણા વર્ગીસ.
પ્રશ્ન 6.
ડૉ. વર્ગીસ કુરિયનને મળેલ પદવીઓનો ટૂંકમાં ઉલ્લેખ કરો.
ઉત્તર :
ડૉ. વર્ગીસને ભારત અને વિશ્વભરમાંથી લગભગ 15 જેટલી પદવીઓ મળેલ હતી. ભારત સરકારે પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ પદવીઓ આપી. રેમન મેગ્નેસે ઍવોર્ડ, કૃષિરત્ન, વર્લ્ડ ફૂડ પ્રાઈઝ, મિશિગન સ્ટેટ યુનિવર્સિટી, અમેરિકા તરફથી નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થી એવોર્ડ, વર્ડ ડેરી એક્સ્પો દ્વારા ઇન્ટરનેશનલ પર્સન ઓફ ધ યર એવોર્ડ, જેવી પદવીઓ મળેલ હતી.
નીચેના પ્રશ્નો પર ટૂંકનોંધ લખો.
પ્રશ્ન 1.
ત્રિભુવનદાસ પટેલની સહકારની ભાવના કેવી હતી ?
ઉત્તર :
ત્રિભુવનદાસ પટેલમાં નાનપણથી જ સહકારની ભાવના બહુ તેજ હતી. બાલમિત્રો સાથે સંપીને નાસ્તો કરે છે અને સહકાર’ વિશે નિબંધ લખીને બાલમિત્રોને સંભળાવે છે, ખેડા જિલ્લા અને આણંદમાં સહકારથી ખેડૂતોને દૂધમંડળી સ્થાપવા સમજાવે છે. પોતે નિષ્ઠાપૂર્વક અને મનને મક્કમ કરીને સહકારી ડેરી – અમૂલ ડેરીની સ્થાપના કરે છે. 91 વર્ષની વય સુધી ત્રિભુવનદાસ પટેલ વિવિધ સહકારી ક્ષેત્રોમાં એકાધિક હોદાઓ ઉપર કાર્યરત રહ્યા છે. આમ, ત્રિભુવનદાસ પટેલ સહકારી ક્ષેત્રમાં અગ્રણી રહ્યા અને વર્ગીસ કુરિયનના સાથ-સહકારથી આણંદને અને અમૂલ ડેરીને વિશ્વ પ્રસિદ્ધિ અપાવી.
પ્રશ્ન 2.
વર્ગીસ કુરિયનનું અમૂલ ડેરીના વિકાસમાં કેવું યોગદાન રહ્યું ?
ઉત્તર :
વર્ગીસ કુરિયને અમૂલ ડેરીના વિકાસમાં ખૂબ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. વર્ગીસ કુરિયને ‘ડેરી એન્જિનિયરિંગ’ નો આઠ માસનો કોર્સ કરેલ હતો. આથી એમને ડેરી ઉદ્યોગ અને તેની પ્રવૃત્તિ વિશે અને સિદ્ધાંતો વિશે સારી જાણકારી હતી. આણંદમાં રહીને કંઈક કરવાની ઇચ્છાથી ખેડૂતોના લાભ માટે ડેરી ઉદ્યોગમાં દૂધ જમાં કરાવવાની વાત શરૂ કરી. ખેડૂતોના સાથ સહકારથી ‘અમૂલ ડેરીની સ્થાપના કરી. તેમના પ્રયાસથી ‘ઑપરેશન ફ્લડ’ સંસ્થા બનાવી. ભેંસના દૂધનો પાવડર બનાવ્યો, ગુજરાતમાં આણંદ મડેલ પ્રસિદ્ધ કર્યું. ‘ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ કેડરેશન’ની સ્થાપના કરી. 33 વર્ષ સુધી વિનો પગારે સહકારી ડેરીમાં કામ કર્યું. ‘ઈરમાના ચેરમેન રહ્યા. સત્તાવન વર્ષ સુધી ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા રહ્યા. આમ, વર્ગીસ કુરિયને પોતાના ધ્યેય, નિષ્ઠા, ખંત અને સમર્પણથી ગુજરાતમાં અમૂલ ડેરી ઉદ્યોગને વિશ્વ પ્રસિદ્ધિ અપાવી.
પ્રશ્ન 3.
તાંતિના પ્રણેતા’ પાઠના શીર્ષકની ચર્ચા કરો.
ઉત્તર :
‘તક્રાંતિના પ્રણેતાઓ’ પાઠનું શીર્ષક યથાર્થ છે અને બે મહાન વ્યક્તિના સાથ સહકારથી ગુજરાતમાં શ્વેતક્રાંતિ શરૂ થઈ એમ નિઃસંકોચ કહી શકાય તેમ છે. ત્રિભુવનદાસ પટેલ અને વર્ગીસ કુરિયનના અથાગ પ્રયત્ન અને ખંત તથા ગુજરાતના ખેડૂતોના હિતને માટે બંને મ” મહાનુભાવોએ સાથે મળીને સહકારી ક્ષેત્રમાં અમૂલ ડેરીની સ્થાપના કરી વિશ્વ પ્રસિદ્ધિ મેળવી.
પરદેશી કંપની પોલસન દૂધ વેચાતું લે-ભાવ ઓછો આપે, પોતે વધારે ભાવ લઈ મુંબઈ વેચે – એના કરતાં ત્રિભુવનદાસ પટેલ ખેડૂતોને સંગઠિત કર્યા અને સહકારી દૂધ મંડળીમાં દૂધ આપવું એમ સમજાવી સારો ભાવ આપીને ગુજરાતના દૂધ ઉત્પાદકોને રાજી કર્યો. વર્ગીસ કુરિયન અને ત્રિભુવનદાસ પટેલે આ માટે અનેક સહકારી દૂધ મંડળીનો સ્થાપી. ‘અમુલ ડેરી’ની સ્થાપના કરી. અનેક દૂધના ઉત્પાદનો શરૂ કર્યો, પરિણામે ગુજરાતમાં શ્વેત ક્રાંતિ – દૂધની ક્રાંતિ થઈ. આ માટે આ બંને મહાનુભાવોને વંદન છે. આ પાઠનું શીર્ષક આ રીતે યથાર્થ અને યોગ્ય જ છે.
નીચેના પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખો.
નીચેના શબ્દોનાં સમાનાર્થી શબ્દો આપો.
- ઋશ્રી – દેવાધર
- પ્રતિકૃતિ – નકલ
- પારિતોષિક – ઇનામ, પુરસ્કાર
- તાલીમ – કેળવણી
- હોદો – સ્થાન
- ખુદારી – ખુમારી
- સ્વપ્નદૃષ્ટા – સ્વપ્ન જોનાર
- ચરિતાર્થ – સફળ, કૃતાર્થ
- સમગ્ર – સઘળું, તમામ
- દલાલ – વેપારમાં પૈસા લઈને કામ કરનાર
- માનદ્ સેવા – વેતન વિના કામ કરવું
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો.
- સ્વાર્થ × પરમાર્થ
- સહકાર × અસહકાર
- અશક્ય × શક્ય
- ન્યાય × અન્યાય
- સ્વાવલંબી × પરાવલંબી
- ઉદ્ધારક × સંહારક
- સક્રિય × નિષ્ક્રિય
- પ્રસિદ્ધિ × બદનામી
- આવક × જાવક
- સાર્થક × નિરર્થક
- માન્ય × અમાન્ય
- યશ × અપયશ
- નિવૃત્ત × પ્રવૃત્ત
- પ્રકૃતિ × વિકૃતિ
નીચે આપેલા રૂઢિપ્રયોગના અર્થ આપી, વાક્યપ્રયોગ કરો.
સોપાનો સર કરવાં – અર્થ સિદ્ધિ હાંસલ કરવી.
વા. પ્ર – ખુશાલીએ સર્વિસમાં સોપાનો સર કર્યા છે.
પાયાના પથ્થર થવું – અર્થ : શરૂઆતના કાર્યમાં વિશેષ યોગદાન આપવું.
વા. પ્ર – રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ ચલાવવામાં શ્રી શર્મા સાહેબ પાયાના પથ્થર બન્યાં હતાં.
વિકાસ હરણફાળે વિકસવો – અર્થ : ખૂબ ઝડપથી પ્રગતિ થવી.
વા. પ્ર – નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદે ભારતે વિકાસમાં હરણફાળ ભરી છે.
છાંયડો આપવો – અર્થ: શાંતિ આપવી, સુખ આપવું.
વા. પ્ર. – માતા-પિતા પોતાના બાળકને છાંયડો આપે છે.
રસ્તો કાઢવો – અર્થક ઉપાય શોધવો.
વ. પ્ર – રાહુલે મુશ્કેલીમાંથી રસ્તો કાઢ્યો.
સોપાનો સર કરવા – અર્થઃ સિદ્ધિઓ હાંસલ કરવી.
વા. પ્ર. – વિધિએ ભજન ગાવામાં સોપાન સર કર્યા છે.
નીચેની કહેવતો સમજાવો.
વિના સહકાર, નહિ ઉદ્ધાર
સમજૂતી – એકબીજાના સાથ-સહકારથી આપણે પ્રગતિ કરી શકીએ છીએ.
અપના હાથ જગન્નાથ
સમજૂતી – પોતાનું કામ પોતાની જાતે કરવું કે જેથી તે સંતોષકારક અને સારું બને.
જ્યાં પંચ ત્યાં પરમેશ્વર
સમજૂતી – એકતામાં પ્રભુતાનો વાસ છે.
નીચેના વાક્યોમાં યોગ્ય વિરામચિહનો મૂકો.
પ્રશ્ન 1.
હવે હું અહીં કુરિયન નથી રહ્યો હું માત્ર ઉપરી અમલદારનો ભાણેજ જ રહ્યો છું, જે મને મંજૂર નથી.
ઉત્તર :
‘હવે હું અહીં કુરિયન નથી રહ્યો; હું માત્ર ઉપરી અમલદારનો ભારોજ જ રહ્યો છું, જે મને મંજૂર નથી.’
પ્રશ્ન 2.
મારું સ્વપ્ન વર્ગીસની આત્મકથા છે.
ઉત્તર :
“મારું સ્વપ્ન’ વર્ગીસની આત્મકથા છે.
પ્રશ્ન 3.
દરેક કર્મચારીને અડધો લિટર દૂધ પીવા આપવું એમ વર્ગીસે મેનેજરને કહ્યું.
ઉત્તર :
‘દરેક કર્મચારીને અડધો લિટર દૂધ પીવા આપવું’, એમ વર્ગીસ મેનેજરને કહ્યું.
નીચેના શબ્દોની સાચી જોડણી લખો :
- સનીવાર – શનિવાર
- નીમીતે – નિમિત્તે
- મંદીર – મંદિર
- મુંબઈ – મુંબઈ
- વીંશય વિષય
- વીકાશ – વિકાસ
- દિકરા – દીકરા
- ફીલીપાઈન્સ – ફિલિપાઈન્સ
- લીમીટેડ – લિમિટેડ
- પ્રવૃત્તિ – પ્રવૃત્તિ
- ગાંધિજી – ગાંધીજી
- પત્નિ – પત્ની
નીચેના શબ્દોની સંધિ છોડીને લખો :
- વ્યતિરેક – વિ + અતિરેક
- અત્યંત – અતિ + અંત
- પૃથ્વી – પૃથુ + ઈ
- દુર્જન – દુઃ + જન
- ધનુષ્ટકાર – ધનું + ટંકારા
- માત્રર્પણ – માતૃ + અર્પણ
- ચિન્મય – ચિત્ + મય
- પ્રતિષ્ઠા – પ્રતિઃ + સ્થા
- સંધિચ્છેદ – સંધિ + છંદ
- રસાત્મા – રસ + આત્મા
નીચેના શબ્દોની સંધિ જોડીને લખો :
- લક્ષ + અધિપતિ – લક્ષાધિપતિ
- યોગ + શ – યોગેશ
- નિત્ય + આનંદ – નિત્યાનંદ
- ઉપ + આહાર – ઉપાહાર
- ભાષા + અંતર – ભાષાંતર
- ગુફા + અધીશ = ગુણાધીશ
શ્વેતક્રાંતિના પ્રણેતાઓ Summary in Gujarati
શ્વેતક્રાંતિના પ્રણેતાઓ કાવ્ય-પરિચય :
લેખક પરિચય / પાઠનો સારાંશ : અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ સ્વપ્નદૃષ્ટા હતા તો આણંદને અને સમગ્ર ગુજરાતને અમૂલ બ્રાન્ડ સ્વરૂપે વિશ્વના નકશા ઉપર પ્રસ્થાપિત કરનાર સ્વપ્નશિલ્પી હતા ડો. વર્ગીસ કુરિયન. શ્વેતક્રાંતિના આ બે પ્રણેતાઓએ ચાર દાયકા સુધી સાથે કામ કરી દૂધ અને તેની બનાવટોના ક્ષેત્રમાં સહકારી અને ભાગીદારીની રચનાથી માત્ર ગુજરાતના જ નહિ; પરંતુ સમગ્ર ભારતના કરોડો ખેડૂતોને પગભર કર્યા. ખાસ કરીને મહિલાઓને સંગઠિત કરીને તેમણે અમૂલના પાયા દઢ કર્યા. દૂધ ઉત્પાદન અને વેચાણના સહકારી માળખાનું નિર્માણ ત્રિભુવનદાસ પટેલે કર્યું તો ડૉ. કુરિયને તેને કાર્યાન્વિત કરીને દેશ સમક્ષ એક ઉદાહરણ રજૂ કર્યું.
ત્રિભુવનદાસ અને ડૉ. કુરિયન પ્રતિભાના અનેક અંશો જેવા કે કાર્યદક્ષતા, સંગઠનક્ષમતા, સેવાપરાયણતા, સંવેદનશીલતા-માર્મિક પ્રસંગો દ્વારા ઉપસી આવે છે. આ ચરિત્ર સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે.
શ્વેતક્રાંતિના પ્રણેતાઓ શબ્દાર્થ :
- ઝાપટવું – કપડાની ઝાપટથી સાફ કરવું, ખૂબ ખાવું
- ઉપર્યુક્ત – ઉપર મુજબ, ઉપર દર્શાવેલું
- પ્રચલિત – ચાલતું આવેલું, ચાલુ
- અમૂલ – જેનું મૂલ્ય ન થઈ શકે તેવું, દૂધની ડેરીનું નામ
- સ્વપ્નદૃષ્ટા – સ્વપ્ન જોનાર, ભવિષ્યની કલ્પના કરનાર
- સમગ્ર – સઘળું, તમામ
- ઉદ્ધારક – સારી સ્થિતિ કરનાર, ઉદ્ધાર કરનાર, મુક્તિ અપાવનાર
- ઋણી – દેવાદાર, આભાર સ્વીકારનાર
- પ્રભાવિત – પ્રભાવની અસરમાં આવેલું
- સત્યાગ્રહ – સત્યપાલનનો આગ્રહ, તે દ્વારા લડાતું અહિંસક યુદ્ધ, તે અર્થે કરેલો સવિનય કાનૂન ભંગ
- જુગલબંધી – તાલમેલથી સાથે કાર્ય કરવું, એકબીજાને સહકાર આપવો
- એકાધિક – એકથી વધારે
- પારિતોષિક – ઇનામ, પુરસ્કાર
- હોદો – સ્થાન
- દબાબ – વેપાર-ધંધો વગેરેમાં રકમ લઈને કામ કરનાર વ્યક્તિ
- લોકાદર – લોકો તરફથી મળેલો આદર, માન
- ચરિતાર્થ – કૃતાર્થ, સફળ
- સંગઠન – સાથે મળીને કામ કરતો માનવસમૂહ
- ચિરંજીવ – લાંબી આવરદાવાળું, પ્રતિકૃતિ – નકલ
- પ્રતિસાદ – વ્યક્ત થયેલો પ્રતિભાવ
- શ્વેતક્રાંતિ – સફેદ ક્રાંતિ, દૂધની ક્રાંતિ
- ઉક્તિ – કથન
- અડગ – દઢ, ડગે નહિ એવું
- કાર્યપ્રણાલી – કામ કરવાની રીત
- તાલીમ – કેળવણી
- સ્વાવલંબી- માત્ર પોતાના ઉપર જ આધાર રાખનારું, સ્વાશ્રયી
- ખુદારી – ખુમારી
- શિષ્યવૃત્તિ – વિદ્યાર્થી ભણે એ માટે એને આપવામાં આવતી આર્થિક મદદ
- માનદ્ સેવા – વેતન લીધા વિના કામ કરવું