Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions First Language Chapter 3 શીલવંત સાધુને Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 10 Gujarati Textbook Solutions Chapter 3 શીલવંત સાધુને (First Language)
Class 10 Gujarati Textbook Solutions Chapter 3 શીલવંત સાધુને Textbook Questions and Answers
શીલવંત સાધુને સ્વાધ્યાય
1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા()ની નિશાની કરો :
પ્રશ્ન 1.
‘જેને શત્ર કે મિત્ર એકે નહીં ઉરમાં’ – પંક્તિનો ભાવ શો છે ?
(A) બધા દુશ્મનો હોવાનો ભાવ
(B) બધા મિત્રો હોવાનો ભાવ
(C) જીવનથી નિર્લેપ બનવાનો ભાવ
(D) શત્રુને મિત્ર બનાવવાનો ભાવ
ઉત્તર :
A. બધા દુશ્મનો હોવાનો ભાવ
B. બધા મિત્રો હોવાનો ભાવ
C. જીવનથી નિર્લેપ બનવાનો ભાવ (✓)
D. શત્રુને મિત્ર બનાવવાનો ભાવ
પ્રશ્ન 2.
‘શીલવંત સાધુ’નો શબ્દાર્થ
(A) ચારિત્ર્યવાન
(B) શરમાળ
(C) નાશવંત
(D) લજજાશીલ
ઉત્તર :
A. ચારિત્ર્યવાન સાધુ (✓)
B. શરમાળ સાધુ
C. નાશવંત સાધુ
D. ભગવાધારી સાધુ
2. નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો :
પ્રશ્ન 1.
ભજનની અંતિમ પંક્તિમાં ગંગાસતી કોને ઉદેશીને વાત કરી રહ્યાં છે ?
ઉત્તરઃ
“શીલવંત સાધુને ભજનની અંતિમ પંક્તિમાં ગંગાસતી રે પાનબાઈને ઉદ્દેશીને વાત કરી રહ્યાં છે.
પ્રશ્ન 2.
શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે ?
ઉત્તરઃ
શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે.
3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર આપો :
પ્રશ્ન 1.
ગંગાસતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે ?
ઉત્તર :
જે સંતનાં મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય; જે આઠે પહોર દિવ્યાનંદમાં રહેતો હોય અને જે પરમાત્માના ધ્યાનમાં લીન હોય; જેનું જીવન નિર્મોહી હોય અને ભજનમાં વ્યસ્ત રહેતો હોય, એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગાસતી પાનબાઈને કહે છે.
પ્રશ્ન 2.
કવયિત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે ?
ઉત્તર :
શીલવંત સાધુમાં આદર્શ સંતના તમામ ગુણો હોય છે. એના ચિત્તની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી. આવા સંત પર જ પરમાત્માની કૃપા વરસે છે. આથી કવયિત્રી શીલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે.
4. નીચેના પ્રશ્નનો સાત-આઠ લીટીમાં જવાબ આપો :
પ્રશ્ન 1.
‘શીલવંત સાધુ’ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો.
ઉત્તર :
“શીલવંત સાધુને’ પદમાં ગંગાસતીએ પાનબાઈને ચારિત્ર્યવાન સાધુને ઓળખી તેનો જ સંગ કરવાની સલાહ આપતાં શીલવંત સાધુનાં લક્ષણો આ પ્રમાણે દર્શાવ્યાં છે સાધુ ચારિત્ર્યશીલ હોય છે, તેઓ હંમેશાં નિર્મળ અને પવિત્ર હોય છે, આથી જ પરમાત્માની એમના પર કૃપા વરસે છે.
એમનું લક્ષ્ય તો કેવળ પરમાર્થ જ હોય છે. એમને કેવળ પરમાત્માનાં વચનોમાં જ વિશ્વાસ હોય છે. એમનાં મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય છે. એ આઠે પહોર દિવ્યાનંદમાં રહે છે. એમની તુરીયાવસ્થા જાગી ગઈ હોય છે.
એ મોહમાયાથી પર હોય છે. આવા સંતનો સંગ કરવાથી જ સંસાર તરી જવાય છે.
Std 10 Gujarati Textbook Solutions Chapter 3 શીલવંત સાધુને Important Questions and Answers
શીલવંત સાધુને પ્રોતર પ્રશ્ન
1. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
“જેને જાગી ગયો તુરિયાનો તાર રે’ એટલે શું?
ઉત્તરઃ
મનુષ્ય જીવનની ચોથી અને છેલ્લી અવસ્થા તુરીયાવસ્થા (ધ્યાનાવસ્થા) છે. તૂરી વાઘ (તૂરિયા) દ્વારા જેનું ચિત્ત પ્રભુના ધ્યાનમાં લાગે છે, તે તુરીયાવસ્થા. જેને આ અવસ્થા પ્રાપ્ત થાય તેને સંસારનાં સુખદુઃખ વ્યાપતાં નથી.
પ્રશ્ન 2.
શત્રુ અને મિત્ર સાથે શીલવંત સાધુ કેવો વ્યવહાર કરે છે?
ઉત્તરઃ
શીલવંત સાધુ સાથે શત્રુ અને મિત્ર સમભાવ રાખી, સરળ વ્યવહાર રાખે છે. એને શત્રુ પ્રત્યે ધિક્કાર નથી હોતો, એ રીતે મિત્ર સાથે મમત્વ હોતું નથી. તે નિસ્પૃહી હોય છે, એનું મન કાયમ પ્રભુમાં પરોવાયેલું હોય છે.
2. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1.
ગંગાસતી કેવા સાધુને વારંવાર નમવાનું કહે છે?
ઉત્તરઃ
ગંગાસતી શીલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે.
પ્રશ્ન 2.
“જેના બદલે નહીં વર્તમાન રે.” આ પંક્તિમાં “વર્તમાન શબ્દનો અર્થ આપો.
ઉત્તરઃ
‘જેના બદલે નહીં વર્તમાન રે.” આ પંક્તિમાં વર્તમાન શબ્દનો અર્થ ‘વર્તન – વ્યવહાર’ છે.
પ્રશ્ન 4.
‘જેને મા’રાજ થાય મહેરબાન’ પંક્તિનો અર્થ શો થાય?
ઉત્તરઃ
“જેને મારાજ થાય મહેરબાન’ પંક્તિનો અર્થ : જેના પર
પ્રશ્ન 5.
ગંગાસતીનું કયું ભજન તમારા પાઠ્યપુસ્તકમાં છે?
ઉત્તર :
ગંગાસતીનું ‘શીલવંત સાધુને’ ભજન અમારા પાઠ્યપુસ્તકમાં છે.
પ્રશ્ન 6.
શીલવંત સાધુને શામાં પ્રીત હોય છે?
ઉત્તરઃ
શીલવંત સાધુને પરમાર્થમાં પ્રીત હોય છે.
પ્રશ્ન 7.
શીલવંત સાધુના જીવનમાં, શામાં એકત્વ જોવા મળે છે?
ઉત્તર :
શીલવંત સાધુના મન, વચન અને વાણીમાં એત્વ જોવા મળે છે.
પ્રશ્ન 8.
રૂડી પાળે એવી રીત’ આ પંક્તિ કોની જીવનશૈલીને ઉદ્દેશીને લખાઈ છે?
ઉત્તર:
રૂડી પાળે એવી રીત’ આ પંક્તિ શીલવંત સાધુની જીવનશૈલીને ઉદ્દેશીને લખાઈ છે.
પ્રશ્ન 9.
“શીલવંત સાધુને ભજનની ધ્રુવપંક્તિ (ટેકની) કઈ છે?
ઉત્તર:
“શીલવંત સાધુને વારેવારે નમીએ’ એ “શીલવંત સાધુને ભજનની ધ્રુવપંક્તિ (ટેકની) છે.
પ્રશ્ન 10.
“શીલવંત સાધુને’ કાવ્યમાં કોનાં લક્ષણો વર્ણવાયાં છે?
ઉત્તર :
શીલવંત સાધુને’ કાવ્યમાં આદર્શ સંતનાં લક્ષણો 3 વર્ણવાયાં છે.
પ્રશ્ન 11.
“આઠે પોર’ શબ્દોમાં “પોર’નો અર્થ લખો.
ઉત્તર :
“આઠે પોર’ એટલે પ્રહર – ત્રણ કલાક.
પ્રશ્ન 12.
તૂરિયાનો તાર એટલે શું?
ઉત્તર:
“તૂરિયાનો તાર’ એટલે ધ્યાનાવસ્થા.
પ્રશ્ન 13.
શીલવંત સાધુ શાને મિથ્યા કરી જાણે છે?
ઉત્તરઃ
શીલવંત સાધુ નામરૂપને મિથ્યા કરી જાણે છે.
પ્રશ્ન 14.
શીલવંત સાધુ સદાય શાનો વેપાર કરે છે?
ઉત્તર :
શીલવંત સાધુ સદાય ભજનનો વેપાર કરે છે.
પ્રશ્ન 15.
ગંગાસતી શિષ્યોને કોની સંગત કરવાનું કહે છે?
ઉત્તર :
ગંગાસતી શિષ્યોને શીલવંત સાધુની સંગત કરવાનું કહે છે.
પ્રશ્ન 16.
‘શીલવંત સાધુને ભજન શામાંથી લેવામાં આવ્યું છે?
ઉત્તર :
“શીલવંત સાધુને ભજન “ગંગાસતીની ભજનગંગામાંથી લેવામાં આવ્યું છે.
પ્રશ્ન 17.
ગંગાસતીનું પૂરું નામ જણાવો.
ઉત્તર :
ગંગાસતીનું પૂરું નામ : ગંગાબા કહળસંગ ગોહિલ
શીલવંત સાધુને વ્યાકરણ
માગ્યા પ્રમાણે ઉત્તર લખો:
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો:
1. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખોઃ
- શિલવત્ – (શીલવંત, શિલવંત, શીલવત્ત)
- વ્રતમાન – (વર્તમાન, વર્તમાન, વતર્માન)
- મીથ્યા – મીત્યા, મિથ્યા, મિથ્યા)
- વિશ્વાસ – (વિશ્વાસ, વિશ્વાસ, વિશ્વાસ)
- વૃતિ – (વૃત્તિ, વૃત્તિ, વૃતિ)
- શાધુ – (સાધુ, સાધુ, સાધુ)
ઉત્તરઃ
- શીલવંત
- વર્તમાન
- મિથ્યા
- વિશ્વાસ
- વૃત્તિ
- સાધુ
2. નીચેના શબ્દોની સાચી સંધિ જોડોઃ
- પરમ + અર્થ = (પરમર્થ, પર્માર્થ, પરમાર્થ) .
- વિ+ આ + પાર = (વ્યાપ, વ્યાપાર, વ્યપાર)
ઉત્તરઃ
- પરમાર્થ
- વ્યાપાર
3. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ
- વારેવારે – (દ્વન્દ્ર, કર્મધારય, બહુવ્રીહિ)
- પરમાર્થ – (તપુરુષ, હિંગુ, કર્મધારય)
- મનમસ્ત – (દ્વિગુ, ઉપપદ, તપુરુષ)
- ગંગાસતી – (કર્મધારય, હિંગુ, તપુરુષ)
ઉત્તર:
- દ્વન્દ્ર
- કર્મધારય
- તત્પરુષ
- કર્મધારય
4. નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે, તે લખો: (પરપ્રત્યય, પૂર્વપ્રત્યય, એક પણ પ્રત્યય નહિ)
- પરમાર્થ
- મહેરબાન
- નિર્મળ
- વ્યાપાર
- ભજન
- સંગતું
ઉત્તરઃ
- એક પણ પ્રત્યય નહિ
- પરપ્રત્યય
- પૂર્વપ્રત્યય
- પૂર્વપ્રત્યય
- પરપ્રત્યય
- પરપ્રત્યય
5. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો :
- ભવ = (સંસાર, નાવ, પાણી)
- રૂડું = (સારું, ઘાટીલું, સુખ)
- સદાય = (ભલાઈ, હંમેશાં, લાંબા ગાળે)
- ઉર = (ઉમંગ, આનંદ, હૃદય)
ઉત્તર :
- સંસાર
- સારું
- હંમેશાં
- હૃદય
6. નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખો:
- સાધુ – સમૂહવાચક, દ્રવ્યવાચક, જાતિવાચક)
- વૃત્તિ – (ભાવવાચક, સમૂહવાચક, જાતિવાચક)
- મિત્ર – (જાતિવાચક, દ્રવ્યવાચક, ભાવવાચક)
- ગંગાસતી – (વ્યક્તિવાચક, જાતિવાચક, ક્રિયાવાચક)
ઉત્તર :
- જાતિવાચક
- ભાવવાચક
- જાતિવાચક
- વ્યક્તિવાચક
7. નીચેની પંક્તિમાંના અલંકારનો પ્રકાર લખોઃ
- જેને જાગી ગયો તૂરિયાનો તાર રે. (શ્લેષ, સજીવારોપણ, વર્ણાનુપ્રાસ)
- સદાય ભજનનો વ્યાપાર. – (ઉપમા, રૂપક, શ્લેષ)
ઉત્તરઃ
- શ્લેષ
- શ્લેષ
8. નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખોઃ 8. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ લખો:
- નામ ને રૂપ મિથ્યા કરવું – નિર્મોહી થઈને જીવવું
- તુરિયાનો તાર જાગી ઊઠવો – સમજણશક્તિનો ઉદય થવો
- આઠે પહોર આનંદમાં રહેવું – સદાય દિવ્યાનંદ (પ્રભુભજન) માં રહેવું
9. નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો:
- બીજાનું ભલું થાય એવું કરી છૂટવું તે – પરમાર્થ
- મળ કે કચરા વિનાનું – નિર્મળ
- મનુષ્ય જીવનની જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત અવસ્થાથી પર ચોથી અવસ્થા – તુરીયાવસ્થા
10. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો
- નિર્મળ
- પ્રીત
- પરમાર્થ
- વ્યવહાર
- મિત્ર
- વિશ્વાસ
ઉત્તરઃ
- નિર્મળ ✗ મલિન
- પ્રીત ✗ શ્વેષ
- પરમાર્થ ✗ સ્વાર્થ
- વ્યવહાર ✗ દુર્વ્યવહાર
- મિત્ર ✗ શત્રુ
- વિશ્વાસ ✗ અવિશ્વાસ
11. નીચેના શબ્દોના અર્થ આપોઃ
શીલ – સીલ
ઉત્તરઃ
શીલ – વર્તન, આચરણ
સીલ – મહોર મારવાની ક્રિયા
12. નીચેના તળપદા શબ્દોનાં શિષ્ટ રૂપ આપોઃ
- નિરમળ
- મારાજ
- રેવે
- રૂડી
- પોર
- વચનું
- તુરિયાનો તાર
- સંગતું
ઉત્તરઃ
- નિર્મળ, શુદ્ધ
- મહારાજ
- રહે
- સારી
- પ્રહર
- વચનો
- તૂરી વાઘના તાર
- સંગત
13. નીચેની પંક્તિઓમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખોઃ
- શીલવંત સાધુને વારેવારે નમીએ.
- આઠે પો”ર મન મસ્ત રેવે, …
ઉત્તરઃ
- શીલવંત – ગુણવાચક
- આઠે – સંખ્યાવાચક
14 નીચેની પંક્તિઓમાંથી ક્રિયાવિશેષણ શોધીને તેનો પ્રકાર લખોઃ
- શીલવંત સાધુને વારેવારે નમીએ.
- ચિત્તની વૃત્તિ જેની સદાય નિરમળ.
- રૂડી પાળે એવી રીત.
ઉત્તર :
- વારેવારે – સમયવાચક
- સદાય – સમયવાચક
- રૂડી – રીતિવાચક
15. નીચેના શબ્દોના ધ્વનિઘટકો છૂટા પાડોઃ
- વૃત્તિ
- પરમાર્થ
- વિશ્વાસ
ઉત્તરઃ
- વૃત્તિ – વૃ + ઋ તૃ્ + તૃ્ + ઈ
- પરમાર્થ – પુ + અ + ૨ + અ + મ્ + આ + ૨ + થ + અ
- વિશ્વાસ – વૃ + ઈ + શ + વૃ + આ + સું
શીલવંત સાધુને Summary in Gujarati
શીલવંત સાધુને કાવ્ય – પરિચય
– ગંગાસતી [જન્મ: 1846, મૃત્યુઃ 1894]
મધ્યકાળમાં જ્ઞાનમાર્ગની ઉત્તમ રચનાઓ – ખાસ કરીને ભજનો – ગંગાસતી પાસેથી મળે છે. ગંગાસતીએ પાનબાઈને સંબોધીને જે કેટલીક રચનાઓ કરી છે, એમાં “મેરુ તો ડગે પણ જેનાં મન ના ડગે’; “વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ તેમજ શીલવંત સાધુને વધુ પ્રચલિત છે.
આ રચનાઓ પારંપરિકરૂપે, લોકમુખે પણ કંઠોપકંઠ ગવાય છે. “શીલવંત સાધુને એ પદ , ભજનના ઢાળમાં છે. જ્ઞાનમાર્ગી કૃતિ છે. શીલવંત સાધુનાં લક્ષણો એમાં દર્શાવાયાં છે. ગંગાસતીને પાનબાઈને એવા શીલવંત સાધુનો, સાચા ગુરુ તરીકે સંગ કરવા ઉપદેશ આપ્યો છે.
એવું કહેવાય છે કે યોગમાર્ગે આગળ વધેલાં ગંગાબાઈએ સમાધિ લેતાં પહેલાં, પાનબાઈને બાવન દિવસ એક – એક રચના સંભળાવી હતી, જે રચનાઓ ભજનોરૂપે લોકપરંપરામાં સચવાઈ છે.
આદર્શ, શીલવંત સાધુ કેવો હોય, એની ગુણસંપદાનો અહીં મહિમા કરવામાં આવ્યો છે. જેનું ચિત્ત નિર્મળ હોય, મનમાં રાગદ્વેષ ન હોય, મિત્ર કે શત્રુ એવા ભેદ ન હોય, પોતે પ્રભુ – મગ્ન હોય, મન – વચન – કર્મ એક હોય, આઠે પ્રહર આનંદમાં મસ્ત હોય એવા શીલવંત સાધુનાં ચરણોમાં નમવાની ગંગાસતી પ્રસ્તુત પદમાં વાત કરે છે.
શીલવંત સાધુને કાવ્યની સમજૂતી
શીલવંત સાધુને વારંવાર નમન કરીએ કે જેના વર્તનમાં કોઈ પરિવર્તન જોવા ન મળે, જેના ચિત્તની વૃત્તિ હંમેશાં નિર્મળ હોય, જેના પર પરમાત્માની કૃપા ઉતરે છે.
જેના હૃદયમાં શત્રુ કે મિત્ર એવા કોઈ ભેદ નથી હોતા, જેને પરમાર્થ(મોક્ષ)માં જ પ્રીતિ હોય છે. જેનાં મન, વચન ને વાણીમાં એકરૂપતા હોય છે અને જે સારી રીતે નિયમોનું પાલન કરતો હોય છે.
જે આઠે પહોર દિવ્યાનંદમાં રહે છે, જેની બ્રહ્માવસ્થા જાગ્રત થઈ હોય છે, જેણે નામ ને રૂપને મિથ્યા કરી દીધાં હોય છે અને જેનું મન હંમેશાં ભજનમાં પરોવાયેલું હોય છે.
તમે આવા સંતનો સંગ કરશો તો સંસાર તરી જશો. ગંગાસતીએ પાનબાઈને કહ્યું કે આવા સંતને પરમાત્માનાં વચનો(વાણી)માં વિશ્વાસ હોય છે.
શીલવંત સાધુને શબ્દાર્થ
- શીલવંત – ચારિત્ર્યવાન, સદાચારી.
- વર્તમાન – વર્તન, નિયમ.
- વૃત્તિ – વલણ.
- મારાજ – પરમાત્મા.
- મહેરબાન – કૃપાળુ, દયાળુ.
- શત્રુ – દુશ્મન, રિપુ.
- ઉર – હૃદય, હૈયું.
- પરમાર્થ – ઉત્તમ પરોપકાર.
- પ્રીત – પ્રેમ.
- રૂડી પાળે – સારી રીતે અમલ કરે.
- પોર – પ્રહર – ત્રણ કલાક, સાડા સાત
- ઘડી મનમસ્ત – (અહીં) દિવ્ય આનંદ.
- મિથ્યા – વ્યર્થ, નકામું.
- વ્યાપાર – વેપાર.