Class 10 Gujarati Textbook Solutions Chapter 17 દિવસો જુદાઈના જાય છે (First Language)

Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions First Language Chapter 17 દિવસો જુદાઈના જાય છે Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 10 Gujarati Textbook Solutions Chapter 17 દિવસો જુદાઈના જાય છે (First Language)

Class 10 Gujarati Textbook Solutions Chapter 17 દિવસો જુદાઈના જાય છે Textbook Questions and Answers

દિવસો જુદાઈના જાય છે સ્વાધ્યાય

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા (✓) ની નિશાની કરો :

પ્રશ્ન 1.
સ્વજન સુધી કોણ લઈ જશે ?
(A) મિત્રો
(B) દુશ્મનો
(C) ઈશ્વર
(D) ગની
ઉત્તર :
(A) મિત્રો
(B) દુશ્મનો
(C) ઈશ્વર
(D) ગની

Class 10 Gujarati Textbook Solutions Chapter 17 દિવસો જુદાઈના જાય છે (First Language)

પ્રશ્ન 2.
કવિને ક્યાં સુધી જવું હતું ?
(A) ધરા સુધી
(B) ગગન સુધી
(C) ઉન્નતિ સુધી
(D) એકમેકનાં મન સુધી
ઉત્તર :
(A) ધરા સુધી
(B) ગગન સુધી
(C) ઉન્નતિ સુધી
(D) એકમેકનાં મન સુધી

2. એક – એક વાક્યમાં ઉત્તર આપો.

પ્રશ્ન 1.
ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથે રહે છે ?
ઉત્તર :
ગરીબ સ્ત્રીની ચૂંદડી તેના કફન સુધી સાથે રહે છે.

પ્રશ્ન 2.
કવિ માટે કેવા દિવસો જતા હતા ?
ઉત્તર :
કવિ માટે પ્રિયતમાથી જુદાઈના વિરહના દિવસો જતા હતા.

3. નીચેના પ્રશ્નનો બે-ત્રણ વાક્યોમાં ઉત્તર આપો.

પ્રશ્ન 1.
કવિ કઈ અરજ કરે છે ?
ઉત્તર:
કવિ અરજ કરતાં કહે છે કે તમે રાંકના રતન જેવા છો, એટલે એ રાંકનાં દર્દનાં આંસુ વ્યર્થ ન જાય એ જોવાનું કામ તમારું છે. અમારી આ અરજી તમને માન્ય હોય તો હૃદયથી તેનાં આંસુ લૂછવા રાંકનાં નયન સુધી જાઓ.

4. નીચેના પ્રશ્નોના સાતઆઠ લીટીમાં જવાબ આપો.

પ્રશ્ન 1.
‘દિવસો જુદાઈના જાય છે.” – ગલમાં ગનીની મનઃસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તરઃ
‘દિવસો જુદાઈના જાય છે ગઝલના આરંભની પંક્તિ જ કવિ ગનીની વિયોગની મનઃસ્થિતિને વ્યક્ત કરે છે. તેમ છતાં કવિને આશા છે કે એ જ જૂદાઈ તેમને એક દિવસ મિલન સુધી લઈ જશે. જીવનમાં ભલે શત્રુ આવ્યા હોય, પણ એ જ તેમનો હાથ પકડીને તેમનાં સ્વજન સુધી લઈ જશે.

કવિને ધરતી સુધી કે ગગન સુધી જવામાં રસ નથી. તેમને જીવનમાં ઉન્નતિ થાય કે પતન થાય તેવા માર્ગ સુધી પણ જવું નથી.

તેમને તો એકબીજાના દિલ સુધી પહોંચવું છે. તેમના દિલમાં વસવું છે. કવિ ઈશ્વરને પ્રાર્થે છે કે તમે રાંકનાં રતન સમા છો. એમનાં આંસુ વ્યર્થ ન જાય એ તમારે જોવું રહ્યું. અમારી આટલી વિનમ્ર અરજી તમને માન્ય હોય, તો તમે હૃદયથી એ રાંકનાં નયનોમાંથી વહેતાં આંસુને લૂછવા પહોંચજો.

ઈશ્વર તો રાજરાણીનાં વસ્ત્ર જેવા છે. રાજરાણી થોડી વાર માટે વસ્ત્ર પહેરીને તે કોઈ ગરીબને આપી દે છે, પણ રંક સ્ત્રી જેવા અમે એ ચૂંદડીને ઈશ્વરની પ્રસાદી ગણી કફન સુધી સાથે રાખીએ છીએ.

હૃદયમાં જો વિયોગની વેદના (આગ) વધી જાય અને એ વિરહાગ્નિની વેદના પવન સુધી એટલે કે બહાર નીકળે એ પહેલાં જ ઈશ્વરે કૃપા કરી અને અમારા શ્વાસ બંધ થઈ ગયા.

Class 10 Gujarati Textbook Solutions Chapter 17 દિવસો જુદાઈના જાય છે (First Language)

પ્રશ્ન 2.
પંકિતઓ સમજાવો…
જૈન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી, અહીં આપણે તો જવું હતું , ફક્ત એકમેકનાં મન સુધી.”
ઉત્તર :
કવિને ધરા સુધી કે ઊંચે ગગન સુધી જવામાં રસ નથી. તેમની ઉન્નતિ થાય કે પતન થાય તેની પણ તેમને પરવા નથી. કવિ કહે છે કે અહીં (આ પૃથ્વી પર) આપણે તો એકબીજાના મન સુધી જવું હતું, એકબીજાના દિલમાં વસવું હતું.

Std 10 Gujarati Textbook Solutions Chapter 17 દિવસો જુદાઈના જાય છે Important Questions and Answers

દિવસો જુદાઈના જાય છે પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના આઠ – દસ વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો:

પ્રશ્ન 1.
તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી!” દ્વારા કવિ શું કહેવા માગે છે?
ઉત્તરઃ
“તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી!” આ પંક્તિ દ્વારા કવિ કહે છે કે ઈશ્વર રાજરાણીનાં ચીર જેવા છે. જેમ રાજરાણી જે ચીર એટલે કે ચુંદડી પહેરે છે તે બે – ચાર વાર પહેરીને કોઈ ગરીબ સ્ત્રીને આપી દે છે, પણ ગરીબ સ્ત્રીને મન એ ચૂંદડી મૂલ્યવાન હોય છે.

તે વારતહેવારે એ ચુંદડી પહેરે છે અને તે સુહાગણ સ્ત્રી મૃત્યુ પામે ત્યારે તેને એ જ ચૂંદડી ઓઢાડે છે. આમ, ઈશ્વરની દીધી કોઈ પણ વસ્તુ એટલી જ મૂલ્યવાન છે. અમે એને જિંદગીભર સાથે રાખીએ છીએ, અર્થાત્ અમારે મન એ ચિરસ્મરણીય છે.

2. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
શત્રુઓ ઉપર કવિને શો વિશ્વાસ છે?
ઉત્તરઃ
કવિના દિવસો સ્વજનના વિરહમાં પસાર થઈ રહ્યા છે. કવિને સ્વજનના મિલનની ઝંખના છે, એ ઝંખના કોઈ સ્વજનના દ્વારા નહીં, પણ કોઈ શત્રુ દ્વારા જ સંતોષાશે એવો કવિને વિશ્વાસ છે.

પ્રશ્ન 2.
ઈશ્વરે કવિ પર શી કૃપા કરી?
ઉત્તરઃ
કવિની જુદાઈની વેદના વધી ગઈ ત્યારે ઈશ્વરે પોતે તેમના પર કૃપા કરી. પવન તેમની વિરહાગ્નિને સ્પર્શે તે પહેલાં જ તેમના શ્વાસ બંધ થઈ ગયા, અર્થાત્ મૃત્યુ પામ્યા. એક

Class 10 Gujarati Textbook Solutions Chapter 17 દિવસો જુદાઈના જાય છે (First Language)

4. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
કાવ્યનાયકની દષ્ટિએ જીવનના કેવા દિવસો પસાર થાય છે?
ઉત્તર :
કાવ્યનાયકની દષ્ટિએ જીવનના જુદાઈના દિવસો પસાર થાય છે.

પ્રશ્ન 2.
જુદાઈના દિવસો ક્યાં સુધી લઈ જશે?
ઉત્તર :
જુદાઈના દિવસો મિલન સુધી લઈ જશે.

પ્રશ્ન 3.
કાવ્યનાયક પોતાનો હાથ કોણ ઝાલશે એમ કહે છે?
ઉત્તર :
કાવ્યનાયક પોતાનો હાથ શત્રુ ઝાલશે એમ કહે છે.

પ્રશ્ન 4.
શત્રુઓ હાથ પકડીને કાવ્યનાયકને ક્યાં લઈ જશે?
ઉત્તર :
શત્રુઓ હાથ પકડીને કાવ્યનાયકને સ્વજન સુધી લઈ જશે.

પ્રશ્ન 5.
કાવ્યનાયક કોને ધૂળમાં ન ભળી જવાની અરજ કરે છે?
ઉત્તરઃ
કાવ્યનાયક અશ્રુને ધૂળમાં ન ભળી જવાની અરજ કરે છે.

પ્રશ્ન 6.
કાવ્યનાયક અશ્રુઓને ક્યાંથી ક્યાં સુધી જવા અરજ કરે છે?
ઉત્તરઃ
કાવ્યનાયક અશ્રુઓને હૃદયથી નયન સુધી જવા અરજ કરે છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 17 દિવસો જુદાઈના જાય છે (First Language)

પ્રશ્ન 7.
કાવ્યનાયક અશ્રુઓને કોના જેવા ગણાવે છે?
ઉત્તરઃ
કાવ્યનાયક અશ્રુઓને રાંકનાં રતનસમાં ગણાવે છે.

પ્રશ્ન 8.
અશ્રુઓને હૃદયથી નયન સુધી જવા શું કરે છે?
ઉત્તરઃ
અશ્રુઓને હૃદયથી નયન સુધી જવા અરજ કરે છે.

પ્રશ્ન 9.
કાવ્યનાયક પ્રિયપાત્રની સરખામણી કોની સાથે કરે છે?
ઉત્તર :
કાવ્યનાયક પ્રિયપાત્રની સરખામણી રાજરાણીનાં વસ્ત્રો સાથે કરે છે.

પ્રશ્ન 10.
કાવ્યનાયક પોતાની સરખામણી કોની સાથે કરે છે?
ઉત્તર :
કાવ્યનાયક પોતાની સરખામણી ગરીબ સ્ત્રીની ચૂંદડી સાથે કરે છે.

પ્રશ્ન 11.
રાજરાણીનાં ચીર એનાં અંગો ઉપર કેટલો સમય રહે છે?
ઉત્તરઃ
રાજરાણીનાં ચીર એનાં અંગો ઉપર ઘડી બેઘડી રહે છે.

પ્રશ્ન 12.
જો હૃદયની આગ વધી ગની’ તો કોણે કૃપા કરી?
ઉત્તરઃ
જો હૃદયની આગ વધી “ગની’ તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી.

પ્રશ્ન 13.
પ્રિયપાત્રની અમીરાત અને કાવ્યનાયકની ખુવારી – ખુમાની કઈ પંક્તિમાં જોવા મળે છે?
ઉત્તરઃ
પ્રિયપાત્રની અમીરાત અને કાવ્યનાયકની ખુવારી – ખુમાની નીચેની પંક્તિમાં જોવા મળે છેઃ
‘તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.”

Class 10 Gujarati Textbook Solutions Chapter 17 દિવસો જુદાઈના જાય છે (First Language)

માગ્યા પ્રમાણે ઉત્તર લખો:
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખોઃ

1. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો

  1. સત્રુ – (ષત્ર, સદ્ગ, શત્રુ)
  2. ઊંનતિ – (ઉન્નતિ, ઊનતિ, ઊંન્નતિ)
  3. અy – (અસુ, અશુ, અશ્ર)
  4. ચૂદડી – (ચુંદડી, ચૂંદડી, ચુદડી)
  5. ક્રુપા – (કૂપા, કૃપા, કૃપા)
  6. સ્વાસ – (હવાસ, સવાસ, શ્વાસ)

ઉત્તરઃ

  1. શત્રુ
  2. ઉન્નતિ
  3. અશ્રુ
  4. ચૂંદડી
  5. કૃપા
  6. શ્વાસ

2. નીચેના શબ્દોની સાચી સંધિ જોડોઃ

  1. ઉદ્ + નતિ = (ઉદતિ, ઉન્નતિ, ઉન્નિતિ)
  2. ને + અન = (નયન, નેન, નયન)

ઉત્તરઃ

  1. ઉન્નતિ
  2. નયન

3. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ

  1. સ્વજન – (તપુરુષ, કર્મધારય, ઉપપદ)
  2. રાજરાણી – (મધ્યમપદલોપી, તપુરુષ, દ્વિગુ)

ઉત્તરઃ

  1. કર્મધારય
  2. તપુરુષ

4. નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે, તે લખો: (પરપ્રત્યય, પૂર્વપ્રત્યય, એક પણ પ્રત્યય નહિ)

  1. ઉન્નતિ
  2. જુદાઈ
  3. અશ્રુઓ
  4. પતન
  5. સ્વજન
  6. ચૂંદડી

ઉત્તરઃ

  1. પૂર્વપ્રત્યય
  2. પરપ્રત્યય
  3. પરપ્રત્યય
  4. પરપ્રત્યય
  5. એક પણ પ્રત્યય નહિ
  6. પરપ્રત્યય

Class 10 Gujarati Textbook Solutions Chapter 17 દિવસો જુદાઈના જાય છે (First Language)

5. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:

  1. ઉન્નતિ = (ચડતી, અવનતિ, પગથિયાં)
  2. કબૂલ = (કાનબુટ્ટી, મજૂર, મંજૂરી
  3. રંક = (ગરીબ, છાપ, ગરીબાઈ)
  4. ચીર = (વસ્ત્ર, ચોરી, ફાડ)

ઉત્તરઃ

  1. ચડતી
  2. મંજૂર
  3. ગરીબ
  4. વસ્ત્ર

6. નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખોઃ

  1. શત્રુ – (જાતિવાચક, વ્યક્તિવાચક, ભાવવાચક)
  2. કૃપા – (ભાવવાચક, વ્યક્તિવાચક, ક્રિયાવાચક)
  3. જુદાઈ – (ભાવવાચક, વ્યક્તિવાચક, દ્રવ્યવાચક)
  4. ગગન – (જાતિવાચક, વ્યક્તિવાચક, ભાવવાચક)
  5. અશ્રુ – (દ્રવ્યવાચક, ભાવવાચક, વ્યક્તિવાચક)
  6. રાત – (જાતિવાચક. ભાવવાચક, વ્યક્તિવાચક)

ઉત્તરઃ

  1. જાતિવાચક
  2. ભાવવાચક
  3. ભાવવાચક
  4. વ્યક્તિવાચક
  5. દ્રવ્યવાચક
  6. ભાવવાચક

નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખોઃ

7. નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ

  • ઊંચે જઈ રહેલી સ્થિતિ – ઉન્નતિ
  • શબને ઓઢાડવાનું લૂગડું – કફન

8. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો:

  1. રક
  2. સંમતિ
  3. જુદાઈ
  4. ઉન્નતિ
  5. શત્રુ
  6. ધરા

ઉત્તરઃ

  1. રંક ✗ શ્રીમંત
  2. સંમતિ ✗ અસંમતિ
  3. જુદાઈ ✗ મિલન
  4. ઉન્નતિ ✗ અવનતિ
  5. શત્રુ ✗ મિત્ર
  6. ધરા ✗ ગગન

Class 10 Gujarati Textbook Solutions Chapter 17 દિવસો જુદાઈના જાય છે (First Language)

9. નીચેના શબ્દોના અર્થ આપોઃ

  1. ચીર – ચિર
  2. નાર – નાળ
  3. મિલન – મીલન

ઉત્તરઃ

  1. ચીર – ફાડ, તરડ
  2. નાર – સ્ત્રી
    ચિર – લાંબા સમયનું
    નાળ – લાંબી પોલી નળી
  3. મિલન – મળવું તે
    મીલન – બંધ કરવું (બીડવું) તે

10. નીચેની પંક્તિઓમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખોઃ

  1. તમે બે ઘડી રહો અંગ પર ……………………..
  2. તમે રાંકનાં છો રતન સમાં ……………………..
  3. અમે રંક નારની ચૂંદડી!

ઉત્તરઃ

  1. બે – સંખ્યાવાચક
  2. રાંકનાં – સંબંધવાચક
  3. રંક – ગુણવાચક

11. નીચેની પંક્તિઓમાંથી ક્રિયાવિશેષણ શોધીને તેનો પ્રકાર લખોઃ

  1. ……………….. એ જશે જરૂર મિલન સુધી.
  2. મારો હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
  3. તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

ઉત્તરઃ

  1. જરૂર – અભિગમવાચી
  2. હવે – સમયવાચક
  3. બે ઘડી – સમયવાચક

12. નીચેના શબ્દોના ધ્વનિઘટકો છૂટા પાડોઃ

  1. અશ્રુઓ
  2. કૃપા

ઉત્તરઃ

  1. અશ્રુઓ – અ + શું + ૨ + ઈ + ઓ
  2. કૃપા – ફ + ગ + ૫ + આ

દિવસો જુદાઈના જાય છે કાવ્ય – પરિચય
Class 10 Gujarati Textbook Solutions Chapter 17 દિવસો જુદાઈના જાય છે (First Language) 1
– ગની દહીંવાલા [જન્મ: 17 – 08 – 1908; મૃત્યુઃ 05 – 03 – 1987]

દિવસો જુદાઈના જાય છે ગઝલના પહેલા શેરમાં કવિને આશા છે કે જુદાઈ છે, વિરહ છે, પણ એ જ જુદાઈ તેમને મિલન તરફ લઈ જશે જ. કવિએ દરેક શેરમાં જીવન જીવવા માટે મહત્ત્વની દિશા ચીંધી છે. જેમ કે, એકબીજાના મન સુધી પહોંચવું, હૃદયથી નયન સુધી પહોંચવું.

Class 10 Gujarati Textbook Solutions Chapter 17 દિવસો જુદાઈના જાય છે (First Language)

એક શેર દ્વારા કવિ કહે છે કે રાજરાણી માટે એનું ચીર બે ઘડીનું છે, પણ રંકને તે કફન સુધી સાથ આપે છે. ગઝલનો છેલ્લો શેર પણ જીવનની ધન્યતાની ક્ષણ, – છીપમાં જેમ સ્વાતિ નક્ષત્રમાં મોતી પાકે, – એવી ક્ષણને વ્યક્ત કરે છે.

જુદાઈ કે વિરહ જ્યારે ઉત્કટતાની પરાકોટિએ અનુભવાય ત્યારે એ પરમાત્મા – ઈશ્વર – ની કૃપા જ બની રહે છે. કવિનો આ શ્રદ્ધા – અનુભવ ઉપનિષદના શ્લોક જેવો છે.

દિવસો જુદાઈના જાય છે કાવ્યની સમજૂતી

દિવસો જુદાઈના એટલે કે વિયોગના જાય છે; પરંતુ એ નક્કી મિલન સુધી જશે. મને હાથ પકડીને શત્રુઓ જ (મારા) સ્વજન સુધી લઈ જશે.

(આપણે) નથી ધરતી સુધી જવું કે નથી ગગન સુધી જવું, આપણે ન તો ઉન્નતિના શિખરો સર કરવાં હતાં, કે ન તો અવનતિની ગર્તામાં જવું હતું. આપણે તો જવું હતું એકબીજાના મન સુધી, એટલે કે એકબીજાનાં દિલમાં વસવું હતું.

તમે રાકનાં રતન જેવા છો તો (જોજો) એમનાં આંસુ ધૂળમાં વહી ન જાય (આંસુ વ્યર્થ ન જાય). અમારી આટલી અરજી માન્ય હોય, તો હૃદયથી (સામી વ્યક્તિના) નયન સુધી એટલે કે એનાં આંસુ (લૂછવા) સુધી જાઓ.

તમે રાજરાણીનાં વસ્ત્ર જેવા છો. અમે તો રંક નારીની ચૂંદડી છીએ ! તમારા અંગ પર આ વસ્ત્ર બે ઘડી અર્થાત્ તમે એ વસ્ત્ર થોડો સમય પહેરો, પણ અમે તો (તમારી દીધેલી) ચૂંદડીને કફન સુધી સાથ આપીએ અર્થાત્ અમારા કફન પર એ જ ચૂંદડી ઓઢાડે.

જો હૃદયમાં વિયોગની આગ (પીડા) વધી ગઈ ‘ગની તો ઈશ્વરે પોતે જ (અમારી પર) કૃપા કરી. કોઈ અમારા શ્વાસ બંધ કરી ગયું, જેથી પવન એ વિયોગરૂપી અગન સુધી ન જાય.

દિવસો જુદાઈના જાય છે શબ્દાર્થ

  • જુદાઈ – વિયોગ, વિરહ.
  • જરૂર – નક્કી.
  • ઝાલવું – પકડવું.
  • શત્રુ – દુશ્મન.
  • સ્વજન – સગાં.
  • ધરા – પૃથ્વી, ધરતી.
  • ગગન – આકાશ.
  • પતન – પડતી.
  • રાંક – ગરીબ, સાલસ.
  • અશ્રુ – આંસુ.
  • અરજ – અરજી, વિનંતી.
  • ચીર – વસ્ત્ર.
  • રંક – ગરીબ,
  • નાર – સ્ત્રી. Class 10 Gujarati Textbook Solutions Chapter 17 દિવસો જુદાઈના જાય છે (First Language)
  • કફન – શબને ઓઢાડવાનું લૂગડું.
  • આગ – અગ્નિ, (અહીં) વિરહની પીડા. ખુદ પોતે.
  • કૃપા – દયા, મહેરબાની.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *