Class 10 Gujarati Textbook Solutions Chapter 15 બોલીએ ના કાંઈ (First Language)

Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions First Language Chapter 15 બોલીએ ના કાંઈ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 10 Gujarati Textbook Solutions Chapter 15 બોલીએ ના કાંઈ (First Language)

Class 10 Gujarati Textbook Solutions Chapter 15 બોલીએ ના કાંઈ Textbook Questions and Answers

બોલીએ ના કાંઈ સ્વાધ્યાય

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા (✓) ની નિશાની કરો :

પ્રશ્ન 1.
કવિ શું કરવાનું કહે છે?
(A) બોલવાની ના પાડે છે
(B) બોલવાનું કહે છે
(C) મુંગા રહેવાની ના પાડે છે
(D) બોલવું પણ ધીમે ધીમે
ઉત્તરઃ
(A) બોલવાની ના પાડે છે
(B) બોલવાનું કહે છે
(C) મુંગા રહેવાની ના પાડે છે
(D) બોલવું પણ ધીમે ધીમે

Class 10 Gujarati Textbook Solutions Chapter 15 બોલીએ ના કાંઈ (First Language)

પ્રશ્ન 2.
હૃદય ખોલવું એટલે?
(A) બીજાની વાત સાંભળવી
(B) ઓપરેશન કરાવવું
(C) કશુ જ બોલવું નહીં
(D) પોતાના દિલની વાત બીજાને કહેવી
ઉત્તરઃ
(A) બીજાની વાત સાંભળવી
(B) ઓપરેશન કરાવવું
(C) કશુ જ બોલવું નહીં
(D) પોતાના દિલની વાત બીજાને કહેવી

2. એક – એક વાક્યમાં ઉત્તર આપો.

પ્રશ્ન 1.
બીજા લોકો શામાંથી આનંદ મેળવે છે?
ઉત્તરઃ
બીજા લોકો અન્યની વ્યથા જાણવામાંથી આનંદ મેળવે છે.

પ્રશ્ન 2.
વહેણના પાણીને કોણ ઝીલે છે?
ઉત્તરઃ
વહેણના પાણીને સાગર ઝીલે છે.

3. નીચેના પ્રશ્નનો બે-ત્રણ વાક્યોમાં ઉત્તર આપો.

પ્રશ્ન 1.
કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે?
ઉત્તરઃ
કવિ જણાવે છે કે આપણી વ્યથા જાણીને દૂર કરવામાં મદદરૂપ થવામાં કોઈને રસ નથી. એટલે એ વ્યથામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જ શોધવાનો છે. એ માટેનો સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યથાને એકલા જ સહન કરવી. એ અંગે કોઈને ફરિયાદ ન કરવી.

હૈયામાં ગમે તેટલી વ્યથાનો અગ્નિ સળગતો હોય, પણ બહારથી શીતળતા રાખવાની છે.

4. નીચેના પ્રશ્નોના સાત-આઠ લીટીમાં જવાબ આપો.

પ્રશ્ન 1.
“બોલીએ ના કાંઈ” કાવ્યમાં કવિ માણસને શો જીવનબોધ આપે છે?
ઉત્તરઃ
બોલીએ ના કાંઈ’ કાવ્યમાં કવિ માણસને જીવનબોધ આપતાં કહે છે કે જીવનમાં દુઃખ કે સંઘર્ષ તો આવવાનાં જ. એમને માણસે એક્લા જ સહન કરવાં, કેમ કે સમાજમાં એવા લોકો હોય છે જેમને માણસની વ્યથા જાણવામાં જ રસ હોય છે.

એટલે એની આગળ વ્યથા કહેવાથી કોઈ અર્થ સરતો નથી. નિર્જન માર્ગ હોય કે સૂની સીમ હોય, પણ માણસે તો પોતાનું ગાન ગાતાં ચાલવાનું છે. ગામને પાદર લાખો લોકોનો સમૂહ ભેગો થયો હોય ત્યારે સૌ પોતપોતાની ધૂનમાં હોય છે.

તારામઢી અંધારી રાત હોય કે રણનો ભયંકર તાપ હોય, અર્થાત્ ગમે તેવી પરિસ્થિતિ હોય માણસે પોતાની વ્યથા એકલા જ સહન કરવાની હોય છે. હૈયામાં દુઃખનો ગમે તેટલો અગ્નિ સળગતો હોય પણ બહારથી તો શીતળતા જ રાખવાની હોય છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 15 બોલીએ ના કાંઈ (First Language)

પ્રશ્ન 2.
કાવ્યપંક્તિ સમજાવો – “પ્રાણમાં જલન હોય ને તોયે ધારીએ શીતલ રૂપ!”
ઉત્તરઃ
પ્રસ્તુત પંક્તિ ભાવક – આપણને ઉદ્દેશીને લખાઈ છે. આપણું હૃદય દરેક પળે એકસરખી સ્થિતિમાં હોતું નથી. આપણે બળતરા, દાઝ, ગુસ્સો, ક્રોધ અનુભવીએ છીએ.

કવિ કહે છે કે આપણે એ અનુભવના અગ્નિથી સતત દાઝતા હોઈએ તોપણ વિવેક અને સહનશીલતા કેળવીને એનો અણસાર સુદ્ધા કોઈને આવવા દેવો જોઈએ નહિ. ચંદન જેમ ઘસાય છે તેમ સુગંધ આપે છે – આપણે સહેજ પણ મગજ ગુમાવ્યા વિના આપણું કાર્ય કરતા રહેવાનું છે.

આપણાં વાણી તેમજ વર્તન વિરોધાભાસી ન હોવાં જોઈએ. આપણા વર્તનમાં માત્ર ને માત્ર શીતળતા – પ્રેમ – ની સરવાણી વહેવી જોઈએ.

Std 10 Gujarati Textbook Solutions Chapter 16 ગતિભંગ Important Questions and Answers

ગતિભંગ પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
કવિ આપણને શાંત રહેવાની શીખ શા માટે આપે છે?
ઉત્તરઃ
આપણા હૃદયમાં ભારે દુ:ખ હોય, વ્યથા હોય, પીડા હોય પણ એને ગમે તે વ્યક્તિ આગળ રજૂ કરવાથી એ દૂર થતાં નથી. દુઃખમાંથી માર્ગ કાઢવાનો રસ્તો આપણે જ કાઢવાનો છે, બીજી વ્યક્તિને મન એ રસની કથા બની જાય છે, તેથી દુઃખ ઓસડ દહાડા સમજી કવિ આપણને શાંત રહેવાની શીખ આપે છે.

પ્રશ્ન 2.
“વહેણનાં પાણી ઝીલનારું તે સાગર છે વા કૂપ’ આ પંક્તિ દ્વારા કવિ શું કહેવા માગે છે?
ઉત્તરઃ
પ્રસ્તુત પંક્તિ દ્વારા કવિ કહે છે કે દુઃખની વાત ઝીલનાર સામેની વ્યક્તિ સાગર જેવી વિશાળ હૃદયની છે કે કૂવા જેવા સાંકડા મનની તે આપણે જોવું જોઈએ. શક્ય હોય તો દુઃખની વાત કોઈને કરવી નહિ, પણ વાત કરવાની થાય તો સામેની વ્યક્તિને જોઈને કરવી.

પ્રશ્ન 3.
પાદરે જામેલા લોકમેળામાં શું થતું જોવા મળે છે?
ઉત્તરઃ
આપણી આજુબાજુ ઘણા લોકો હોય છે. આજકાલ સૌ પોતપોતાની મસ્તીમાં, કે તાનમાં મસ્ત હોય છે. એમાં એકાદ વ્યક્તિની વ્યથા સાંભળવાની કોઈને કંઈ પડી હોતી નથી.

Class 10 Gujarati Textbook Solutions Chapter 15 બોલીએ ના કાંઈ (First Language)

2. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
કવિ વાણી સંદર્ભે શું કહે છે?
ઉત્તર :
કવિ વાણી સંદર્ભે ચૂપ રહેવા કહે છે.

પ્રશ્ન 2.
કવિ બીજી વ્યક્તિ સામે શું બોલવાની ના કહે છે?
ઉત્તર:
કવિ બીજી વ્યક્તિ સામે હૃદય ખોલવાની ના કહે છે.

પ્રશ્ન 3.
કવિ નેણ ભરીને જોવા કોને સંબોધન કરે છે?
ઉત્તરઃ
કવિ નેણ ભરીને જોવા વીરાને સંબોધન કરે છે.

પ્રશ્ન 4.
“વહેણનાં પાણી ઝીલનાર’ શબ્દો દ્વારા કવિ કોની વાત કરે છે?
ઉત્તરઃ
“વહેણનાં પાણી ઝીલનાર શબ્દો દ્વારા કવિ સંવાદદાતાની વાત કરે છે.

પ્રશ્ન 5.
“વહેણનાં પાણી ઝીલનારું તે સાગર છે વા કૂપ’ પંક્તિમાં સાગર’ શબ્દનો અર્થ દર્શાવો.
ઉત્તર :
“વહેણનાં પાણી ઝીલનારું તે સાગર છે વા ફૂપ’ આ પંક્તિમાં “સાગર’ શબ્દનો અર્થ વિશાળ હૃદયનો એવો થાય છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 15 બોલીએ ના કાંઈ (First Language)

પ્રશ્ન 6.
“વહેણનાં પાણી ઝીલનારું તે સાગર છે વા કૂપ’ પંક્તિમાં “કૂપ’ શબ્દનો અર્થ દર્શાવો.
ઉત્તરઃ
‘વહેણનાં પાણી ઝીલનારું તે સાગર છે વા કૂપ’ પંક્તિમાં “ફૂપ’ શબ્દનો અર્થ “સંકુચિત વિચારોનું એવો થાય છે.

પ્રશ્ન 7.
આપણું ગીત કોણ સતત ગુંજતું રહે છે?
ઉત્તરઃ
આપણું ગીત સૂની સીમ સતત ગુંજતી રહે છે.

પ્રશ્ન 8.
કવિ શેને જીરવીને જાણવા કહે છે?
ઉત્તરઃ
કવિ આપણી વ્યથાને જીરવીને જાણવા કહે છે.

પ્રશ્ન 9.
પ્રાણમાં જલન હોય ને તોય કવિ શું ધારવાનું કહે છે?
ઉત્તરઃ
પ્રાણમાં જલન હોય ને તોય કવિ શીતલ રૂપ ધારવાનું 5 કહે છે.

પ્રશ્ન 10.
“બોલીએ ના કાંઈ કાવ્ય જીવનની કઈ બાજુને રજૂ કરે છે?
ઉત્તર:
બોલીએ ના કાંઈ’ કાવ્ય જીવનની હકારાત્મક બાજુને રજૂ કરે છે.

પ્રશ્ન 11.
કવિ નેણ ભરીને જોવા કોને સંબોધન કરે છે?
ઉત્તરઃ
કવિ નેણ ભરીને વીરાને જોવા સંબોધન કરે છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 15 બોલીએ ના કાંઈ (First Language)

પ્રશ્ન 12.
મનમાં ભલે દુઃખોનો અગ્નિ હોય પણ બહારથી શું રાખવાનું છે?
ઉત્તરઃ
મનમાં ભલે દુઃખોનો અગ્નિ હોય પણ બહારથી શીતળતા જ રાખવાની છે.

ગતિભંગ વ્યાકરણ

માગ્યા પ્રમાણે ઉત્તર લખોઃ
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો:

1. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખોઃ

  1. દારૂણ – (દારુણ, દારૂણ, દરુણ)
  2. જિરવવું – (જીરવવું, જિરવવું, જીરવવું)
  3. રુદય – (હૃદય, દય, રૃદય)
  4. શિતળ – (શીતળ, સીતળ, સિતળ)
  5. તારલિઓ – (તોરલીઓ, તારલિયો, તરલિયા)
  6. કુપ – (કૂપ, કુપ, ક્રૂપ)

ઉત્તરઃ

  1. દારુણ
  2. જીરવવું
  3. હૃદય
  4. શીતળ
  5. તારલિયો
  6. કૂપ

2. નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે, તે લખો: (પરપ્રત્યય, પૂર્વપ્રત્યય, એક પણ પ્રત્યય નહિ)

  1. ઝીલનારું
  2. વિજન
  3. ગુંજતી
  4. તારલિયો
  5. શીતલ
  6. વનવેરાન

ઉત્તરઃ

  1. પરપ્રત્યય
  2. પરપ્રત્યય
  3. પરપ્રત્યય
  4. પરપ્રત્યય
  5. પરપ્રત્યય
  6. એક પણ પ્રત્યય નહિ

Class 10 Gujarati Textbook Solutions Chapter 15 બોલીએ ના કાંઈ (First Language)

3. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખોઃ

  1. મેળો = (મેળાવડો, મુલાકાત, ભેટ)
  2. વીરા = (ભાઈ, બહાદુર, મિત્ર)
  3. ઇતર = (ઇયળ, બીજું, દૂર)
  4. કૂપ = (કૂવો, કાપવું, નાળચું)
  5. સાગર = (ખારાશ, વિશાળતા, ઉદધિ)
  6. નેણ = (વેણ, આંખ, ગલી)
  7. સીમ = (દરવાજો, જોવું, સરહદ)
  8. દારુણ = (કરુણ, કૃપાળુ, વિકરાળ)
  9. ધૂપ = (તાપ, દીવો, ધુમાડો)
  10. તાન = (તાણ, ધૂન, તાલ)

ઉત્તરઃ

  1. મેળાવડો
  2. ભાઈ
  3. બીજું
  4. કૂવો
  5. ઉદધિ
  6. આંખ
  7. સરહદ
  8. વિકરાળ
  9. તાપ
  10. ધૂન

4. નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખો:

  1. હૃદય – (વ્યક્તિવાચક, જાતિવાચક, દ્રવ્યવાચક)
  2. વેણ – (ભાવવાચક, સમૂહવાચક, જાતિવાચક)
  3. મેળો – (સમૂહવાચક, વ્યક્તિવાચક, ભાવવાચક)
  4. સીમ – (જાતિવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક)

ઉત્તરઃ

  1. જાતિવાચક
  2. ભાવવાચક
  3. સમૂહવાચક
  4. જાતિવાચક

Class 10 Gujarati Textbook Solutions Chapter 15 બોલીએ ના કાંઈ (First Language)

નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો:

5. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ લખો
ઉત્તરઃ
હૃદય ખોલવું – મનની વાત કે વ્યથા કોઈને કહેવી

6. નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ

  • માણસોની અવરજવર વિનાનું – વિજન
  • સળગાવેલ સુગંધિત પદાર્થમાંથી નીકળતો સુગંધિત ધુમાડો – ધૂપ
  • ખેતર કે ગામની હદ – સીમ

7. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો:

  1. શીત
  2. જલન
  3. ધૂપ
  4. ચૂપ

ઉત્તરઃ

  1. શીત ✗ ઉષ્ણ
  2. જલન ✗ ઠંડક
  3. ધૂપ ✗ છાયા
  4. ચૂપ ✗ વાચાળ

8. નીચેના શબ્દોના અર્થ આપોઃ

  1. વેણ – હેણ
  2. વીજન – વિજન
  3. કઈ – કંઈ
  4. તાન – તાણ

ઉત્તરઃ

  1. વેણ – વચન
    વ્હણ – વહણ
  2. વીજન – પંખો
    વિજન – માણસની અવરજવર વિનાનું, વેરાન
  3. કઈ – કયું’નું સ્ત્રીલિંગ
  4. તાન – આલાપ, ધૂન
    કંઈ – કાંઈ; અમુક;
    કશું તાણ – ખેંચાણ

Class 10 Gujarati Textbook Solutions Chapter 15 બોલીએ ના કાંઈ (First Language)

9. નીચેના તળપદા શબ્દોનાં શિષ્ટ રૂપ આપોઃ

  1. વા
  2. મારગ
  3. લખનો
  4. મળિયો
  5. એકલ
  6. અવર
  7. આરો
  8. વેણ

ઉત્તરઃ

  1. અથવા, કે
  2. માર્ગ
  3. લાખોનો
  4. મળ્યો
  5. એકલા
  6. અન્ય
  7. કિનારો
  8. વચન

10. નીચેની પંક્તિઓમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો:

  1. આપણું હૃદય ખોલીએ ના કંઈ.
  2. ગામને આરે હોય બહુ જન.
  3. પ્રાણમાં જલન હોય ને તોયે ધારીએ શીતળ રૂપ!
  4. સીમ જ્યાં સૂની ગુંજતી …
  5. … ઓઢી રણનો દારુણ ધૂપ !

ઉત્તરઃ

  1. આપણું – સાર્વનામિક
  2. બહુ – સંખ્યાવાચક
  3. શીતળ – ગુણવાચક
  4. સૂની – ગુણવાચક
  5. દારુણ – ગુણવાચક

Class 10 Gujarati Textbook Solutions Chapter 15 બોલીએ ના કાંઈ (First Language)

11. નીચેની પંક્તિમાંથી ક્રિયાવિશેષણ શોધીને તેનો પ્રકાર લખોઃ

ગામને આરે હોય બહુ જન.
ઉત્તરઃ
બહુ – માત્રાસૂચક

12. નીચેના શબ્દોના ધ્વનિઘટકો છૂટા પાડોઃ

  1. નેણ
  2. દારુણ
  3. વ્યથા

ઉત્તરઃ

  1. નેણ – ન્ + અ + ણ
  2. દારુણ – ૬ + આ + ૨ + ઉ + ણ
  3. વ્યથા – ન્ + સ્ + અ + થ + આ

ગતિભંગ Summary in Gujarati

ગતિભંગ કાવ્ય – પરિચય
Class 10 Gujarati Textbook Solutions Chapter 15 બોલીએ ના કાંઈ (First Language) 1
– રાજેન્દ્ર શાહ [જન્મ : 28 – 01 – 1913; મૃત્યુઃ 10 – 01 – 2010]

કવિ રાજેન્દ્ર શાહ બોલીએ ના કાંઈ ગીત દ્વારા જીવનમાં ક્યાં, ક્યારે બોલવું ને ક્યાં, ક્યારે ચૂપ રહેવું એ અંગે સૂચન કરે છે. જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે; પરંતુ સમાજમાં એવા લોકો હોય છે જેને માત્ર અન્યની વ્યથા જાણવામાં જ રસ હોય છે.

જીવનના માર્ગમાં જે કાંઈ દુઃખ, સંઘર્ષ આવે એને આપણે જ સહી લેવાનાં હોય છે. આ બાબતમાં આપણે એકલા જ ચાલવાનું હોય છે. કોઈની પાસે આપણું હૈયું ખોલવાથી કશો અર્થ સરતો નથી. હૈયામાં દુઃખનો અગ્નિ ગમે તેટલો સળગતો હોય પણ બહારથી તો શીતળતા જ રાખવાની છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 15 બોલીએ ના કાંઈ (First Language)

આ ગીત દ્વારા સરળ છતાં સચોટ શબ્દોમાં આપણને જીવનના કપરા દિવસોમાં કઈ રીતે જીવવું તે અંગે માર્ગદર્શન મળી રહે છે.

કાવ્યની સમજૂતી

(કવિ કહે છે) આપણે (ઝાઝું) કશું બોલવું નહીં, આપણા હૃદય(દુ:ખની વાત કોઈની આગળ કહેવી (ગાવી) નહિ. (દુઃખ – દર્દ સહીને) વાણીથી ચૂપ રહેવું, એક પણ શબ્દ ઉચ્ચારવો નહીં. આંખથી બીજાને જોઈ – પારખી લે કે તેનું હૃદય સાગર જેવું વિશાળ છે, કે કૂવા જેવું સંકુચિત છે?

વન તરફનો માર્ગ નિર્જન છે. જ્યાં સીમ સૂની હોય ત્યાં આપણું ગાયેલું ગાન ગુંજવાનું, ગામને પાદર લાખો લોકોનો મેળો ભરાયો હોય ત્યાં કોને કોની પડી હોય છે?

વીરા, માણસોની વચ્ચે પણ એકલા જ ચાલવાનું. તારામઢી અંધારી રાત હોય કે રણની કાળઝાળ ગરમી! આપણી વ્યથા બીજાને મન રસની કથા હોય છે, એથી વિશેષ કંઈ નહીં. વીરા! (આપણી) વ્યથાને જાણીએ અને સહન કરીએ! હૈયામાં (દુઃખોનો) અગ્નિ સળગતો હોય ને તોપણ અંતરમાં શીતળતા જ રાખવાની છે!

ગતિભંગ શબ્દાર્થ

  • વેણ – વચન, બોલ.
  • ચૂપ – મૌન.
  • નેણ – આંખ. હેણ – વહેણ,
  • સાગર – સમુદ્ર, દરિયો.
  • કૂપ – કૂવો.
  • વનવેરાને – ઉજ્જડ જંગલમાં.
  • વિજન – નિર્જન, માણસની અવરજવર વિનાનું, વેરાન.
  • સીમ – સીમા, સરહદ,
  • આરે – નજીક, પાસે, (અહીં) પાદર. લખનો
  • મેળો – લાખો માણસોનો સમૂહ.
  • તાન – ધૂન, મસ્તી, (અહીં) જરૂર.
  • દારુણ – ભયાનક, વિકરાળ.
  • ધૂપ – તડકો, તાપ. Class 10 Gujarati Textbook Solutions Chapter 15 બોલીએ ના કાંઈ (First Language)
  • વ્યથા – શારીરિક તેમજ માનસિક દુઃખ, પીડા.
  • ઇતર – બીજું. જીરવવું સહન કરવું.
  • પ્રાણમાં – હૈયામાં.
  • જલન – અગ્નિ, દાહ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *