Class 10 Gujarati Textbook Solutions Chapter 10 ડાંગવનો અને… (First Language)

Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions First Language Chapter 10 ડાંગવનો અને… Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 10 Gujarati Textbook Solutions Chapter 10 ડાંગવનો અને… (First Language)

Class 10 Gujarati Textbook Solutions Chapter 10 ડાંગવનો અને… Textbook Questions and Answers

ડાંગવનો અને… સ્વાધ્યાય

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા(૫)ની નિશાની કરો :

પ્રશ્ન 1.
અંકલેશ્વરને મિત્રો મજાકમાં શું કહેતા ?
(A) અંકલ ઈશ્વર
(B) ઔદ્યોગિક મથક
(C) ગંદકેશ્વર
(D દુગંધેશ્વર
ઉત્તર :
(A) અંકલ ઈશ્વર
(B) ઔદ્યોગિક મથક
(C) ગંદકેશ્વર
(D દુગંધેશ્વર

Class 10 Gujarati Textbook Solutions Chapter 10 ડાંગવનો અને… (First Language)

પ્રશ્ન 2.
શેના કારણે સાગનાં ઝાડ શણગારેલાં લાગે છે ?
(A) લાઈટના કારણે
(B) આગિયાના કારણે
(C) બીજાં વૃક્ષોને કારણે
(D) ફુલ-ફળથી
ઉત્તર :
(A) લાઈટના કારણે
(B) આગિયાના કારણે
(C) બીજાં વૃક્ષોને કારણે
(D) ફુલ-ફળથી

2. નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો :

પ્રશ્ન 1.
શાના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા ?
ઉત્તરઃ
મૃત્યુના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા.

પ્રશ્ન 2.
ગિરમાળનો ધોધ કઈ નદી પરથી પડતો હતો ?
ઉત્તરઃ
ગિરમાળનો ધોધ ગિરા નદી પરથી પડતો હતો.

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર આપો :

પ્રશ્ન 1.
લેખકની મુસાફરી યાત્રા બની રહેતી કારણ કે…
ઉત્તરઃ
લેખકની મુસાફરી એમને માટે યાત્રા બની રહેતી, કારણ કે દરેક મુસાફરીમાં તેમની તમામ વૃત્તિઓ ઠરીઠામ થઈ જતી, ડાહીડમરી બની જતી. તેમને સૌંદર્યના અસ્તિત્વની શ્રેષ્ઠતા અને ભવ્યતા બંનેનો નજીકથી બારીક અનુભવ થતો.

એમાં તેમનું પોતાનું અસ્તિત્વ ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવાતું.

Class 10 Gujarati Textbook Solutions Chapter 10 ડાંગવનો અને… (First Language)

પ્રશ્ન 2.
લેખક પોતાને ટચૂકડા બુભુક્ષ માછીમારો સાથે સરખાવે છે કારણ કે..
ઉત્તરઃ
લેખક પોતાને ટચૂકડા બુમુક્ષુ માછીમારો સાથે સરખાવે છે, કારણ કે જેમ માછીમારો જાળ નાખીને માછલાંની રાહ જોતાં ઊભા હોય તેમ પોતે પણ એકરૂપ બની ગયેલાં નદી, ધોધ અને તળાવનાં ‘ રમ્ય રૂપને જોવા ઊભા છે.

એ રૂપને જાણે પોતે શબ્દોમાં પકડવા મથી રહ્યા છે. ભાષાને પણ જાણે ઊર્જા મળે છે!

4. નીચેના પ્રશ્નનો સાત-આઠ લીટીમાં જવાબ આપો :

પ્રશ્ન 1.
આહવાની વનસંપદાના મનોહર રૂપનું વર્ણન કરો.
ઉત્તરઃ
આહવાની વનસંપદા મંત્રમુગ્ધ કરે તેવી છે. એની રંગરમણા અદ્ભુત છે. નીચે માનવવસવાટની ઝાંખી કરાવતાં ઘરો લાલ પર્ણોનાં હોય તેવાં લાગે છે. એ ઘર સુધી પહોંચવા માટેની ભૂખરી કેડી (રસ્તો) સાપના આકારની છે.

સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા હોય તેવા સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલપ (લીલાશ) છે.

એ બંનેનો તોર (મિજાજ) સૂર્યપ્રકાશથી ચડિયાતો છે. આ દશ્ય નયનરમ્ય છે. પવનની સાથે ઘૂમરાઈને ઉપર વહી આવતા રંગ – ગંધ – અવાજના ત્રિવિધ રૂપની, ઊંડા શ્વાસ લેવાથી સમગ્ર અસ્તિત્વમાં અનુભૂતિ થાય છે.

પવનની જાદુઈ લાકડી ફરે ને આ દશ્ય – શ્રાવ્ય ચલચિત્રમાં પરિવર્તન થતું રહે. થોડા સમય પહેલાં પડેલા વરસાદે આ રંગભૂમિના વાતાવરણને જ બદલી નાખ્યું હતું. પ્રત્યક્ષપણે જોવાથી એના સ્વાદનો અલગ જ અનુભવ થાય છે.

વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શે તેવી આહવાની વનસંપદાની મનોહર દુનિયા છે.

Std 10 Gujarati Textbook Solutions Chapter 10 ડાંગવનો અને… Important Questions and Answers

1. નીચેના પ્રશ્નોના દસ – બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
લેખકને અંકલેશ્વર શા માટે પ્રિય છે?
ઉત્તરઃ
આમ તો લેખકના મિત્રો અંકલેશ્વરને મજાકમાં “ગંદકેશ્વર” કહેતા હોય છે, તેમ છતાં એની દુર્ગધ સાથે લેખકને એક ઘરોબો કેળવાઈ ગયો છે. અહીંના ભરૂચી નાકાથી બોરભાઠા થઈને આગળ જતાં ભેખડવતી નર્મદા આવે છે.

તેમણે અહીં ઉચ્ચાસને બેસીને અનેક વાર સૂર્યાસ્ત જોવાનો આનંદ માણ્યો છે. અસ્તાચળ પર્વત સુધી પહોંચેલો સૂર્ય આ ક્ષિતિજ જાળવતી નર્મદાની સપાટી પર છેક એમના સુધી લાલ કાર્પેટ બિછાવી સ્વાગત કરતો હોય એવું તેમને લાગતું.

તેઓ આ રાજમાર્ગ પર ટપટપ કરતાં દોડીને નર્મદાને મળવા જતા ત્યાં તો એ લાલ કાર્પેટ ગાયબ થઈ જતી. ભેખડવતી નર્મદાનું આ રમણીય રૂ૫ ખાસ અંકલેશ્વરમાં જોવા મળતું, અને એને કારણે જ લેખકને અંકલેશ્વર પ્રિય છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 10 ડાંગવનો અને… (First Language)

પ્રશ્ન 2.
લેખકે કરેલા આહવાના પ્રવાસનું વર્ણન તમારા શબ્દોમાં લખો.
ઉત્તરઃ
આહવાના આદિવાસીઓની આગવી લોકસંસ્કૃતિ છે. ત્યાંનાં લોકગીતો, લોકવાદ્યો તેમજ તહેવારોથી એ લોકસંસ્કૃતિ જીવંત લાગે છે. ત્યાંના ‘ડાંગ દરબાર’ વિશે લેખકે ઘણી વાતો સાંભળી હતી. મિત્રનું બાઈક લઈને લેખક સ્થાનિક પ્રજાને, એના જીવંત વારસા સાથે જોવા નીકળી પડતા હતા.

લેખકને એક વખત ડાંગીઓનું સરઘસ સામે મળ્યું. આગળ બે – ત્રણ આદિવાસી ફટાકડા ફોડતા હતા. લેખકને એમ કે લગ્નયાત્રા હશે! – પણ આ તો સ્મશાનયાત્રા હતી. નનામી ઊંચકીને ડાઘુ જતા હતા. લગ્નની જેમ, મરણને ઊજવવાની આ તાત્ત્વિક રીત લેખકને સ્પર્શી ગઈ.

આદિવાસીઓના સંસ્કારજીવનની કેવી ઉજ્વળ પરંપરા! ભોળી પ્રજા પાસે કેવું જીવનસત્ય!

પ્રશ્ન 3.
રાતના સમયે ખીણને રસ્તે જતાં લેખક શા માટે સ્તબ્ધ થઈ જાય છે?
ઉત્તરઃ
રાતના સમયે ખીણને રસ્તે ચારે બાજુ આગિયા ઊડતા હતા. આ આગિયાઓએ જાણે સાગનાં ઝાડને રાતોરાત શણગારી દીધાં હતા! ઉપર આકાશ તારાખચિત અને નીચે આગિયાની ઊડાઊડ! કવિ રાજેન્દ્ર શુક્લની પંક્તિમાં જણાવ્યા પ્રમાણે કેવળ સ્થાનનો જ ફરક હતો.

મૂળમાં તો અજવાળું હતું. શિખર તારલાઓથી શોભતું હતું ને તળેટીમાં આગિયા ઝગમગતા હતા. અહીં – તહીં ઊડાઊડ કરતા આગિયાઓએ અંધકારને શણગારીને એક મોઝેઇક બનાવી આપ્યું હોય એવું એ દશ્ય હતું.

લેખક રાતના સમયે ખીણને રસ્તેથી પસાર થાય છે ત્યારે આ દશ્ય જોઈને સ્તબ્ધ થઈ જાય છે.

2. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
નર્મદાસ્નાન અંગેના લેખકના અનુભવો જણાવો.
ઉત્તરઃ
લેખક નર્મદામાં સ્નાન કરતા ત્યારે તેમને નર્મદા પોતાની હોય તેવી આત્મીયતાની અનુભૂતિ થતી. કાલાન્તરોની સૃષ્ટિમાં નહાતા હોય એવું તેમને લાગતું. તેઓ નર્મદાના જળની એક જ અંજલિ ભરે તો હાથમાંનું જળ ભૂતકાળનાં બધાં દશ્યો વર્તમાનની સમીપતાને તાદશ કરતાં.

તેઓ ભૂખ – તરસ બધું ભૂલી જતા.

Class 10 Gujarati Textbook Solutions Chapter 10 ડાંગવનો અને… (First Language)

પ્રશ્ન 2.
ગિરમાળના ધોધનું લેખકે કરેલું વર્ણન તમારા શબ્દોમાં કરો.
ઉત્તર :
ગિરમાળનો ધોધ જોતાં લેખકને એક જાદુનો અનુભવ ‘ થયો. ગિરનદીનો આ ગિરમાળ ધોધ ત્રણસોક મીટર ઊંચાઈથી પડે છે. પાણી પૂરજોશમાં સુસવાટા મારે છે. ચોતરફ પર્વતમાળા ને વચ્ચે કે આ ધોધ તળાવમાં રૂપાંતરિત થઈ જાય છે. ધોધની ગતિ ભાષાને ઊર્જા પહોંચાડે છે.

પ્રશ્ન 3.
ડાંગના આદિવાસીઓની મરણને ઊજવવાની રીત વિશે જણાવો.
ઉત્તરઃ
ડાંગના આદિવાસીઓ કોઈનું મરણ થયું હોય તો તેની નનામીને લયાત્રાની જેમ મોટું સરઘસ કાઢીને સ્મશાને લઈ જતા. તેઓ મૃત્યુના માનમાં રસ્તામાં ફટાકડા ફોડતા! ડાઘુઓ એની નનામીને ઊંચકીને આગળ ચાલતા. તેમની મરણને ઊજવવાની આ તાત્ત્વિક રીત હતી.

આ ભોળી પ્રજાને જાણે મૃત્યુ વિશે આવું જીવનસત્ય લાગ્યું હોય એ રીતે મરણની ઉજવણી કરતા.

3. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
નર્મદા અને ડાંગનાં જંગલોના પ્રવાસ વિશે લેખકે કોને ૨ પત્ર લખ્યો છે?
ઉત્તરઃ
નર્મદા અને ડાંગનાં જંગલોના પ્રવાસ વિશે લેખકે બાપુજીને પત્ર લખ્યો છે.

પ્રશ્ન 2.
તમે એવો કયો પાઠ ભણ્યાં છો, જેમાં પત્રરૂપે નિબંધ લખાયો હોય?
ઉત્તર:
ડાંગવનો અને..” એ પત્રરૂપે લખાયેલો નિબંધ અમે ભણીએ છીએ.

Class 10 Gujarati Textbook Solutions Chapter 10 ડાંગવનો અને… (First Language)

પ્રશ્ન 3.
મહેન્દ્રસિંહ પરમારે પોતાના અનુભવોને સાહિત્યના કયા સ્વરૂપમાં વ્યક્ત કર્યા છે?
ઉત્તરઃ
મહેન્દ્રસિંહ પરમારે પોતાના અનુભવોને નિબંધના સ્વરૂપમાં વ્યક્ત કર્યા છે.

પ્રશ્ન 4.
લેખક એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક કોને ગણે છે?
ઉત્તરઃ
લેખક અંકલેશ્વરને એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક ગણે છે.

પ્રશ્ન 5.
લેખકને કોની સાથે ઘરોબો કેળવાઈ ગયેલો?
ઉત્તરઃ
લેખકને અંકલેશ્વરનાં કારખાનાઓની દુર્ગધ સાથે ઘરોબો કેળવાઈ ગયેલો.

પ્રશ્ન 6.
ડાંગવનો અને..’ નિબંધના લેખકે ભેખડવતી નર્મદાના ઉચ્ચાસને બેસીને શાની મજા લૂંટી છે?
ઉત્તર :
“ડાંગવનો અને …” નિબંધના લેખકે ભેખડવતી નર્મદાના ઉચ્ચાસને બેસીને સૂર્યાસ્ત જોવાની મજા લૂંટી છે.

પ્રશ્ન 7.
અંકલેશ્વર શા કારણે લેખકને પ્રિય છે?
ઉત્તરઃ
અંકલેશ્વર ભેખડવતી નર્મદાને કારણે લેખકને પ્રિય છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 10 ડાંગવનો અને… (First Language)

પ્રશ્ન 8.
લાલ કાપેટના રાજમાર્ગે દોડીને મળવા જતાં કોણ ગાયબ થઈ જાય છે?
ઉત્તરઃ
લાલ કાર્પેટના રાજમાર્ગે દોડીને મળવા જતાં સૂર્ય ગાયબ થઈ જાય છે.

પ્રશ્ન 9.
ક્ષિતિજ પરના સૂર્યનારાજ જળવતી નર્મદાની સપાટી ઉપર શું બિછાવી આપે છે?
ઉત્તરઃ
ક્ષિતિજ પરના સૂર્યમા’રાજ જળવતી નર્મદાની સપાટી ઉપર લાલ કાર્પેટ બિછાવી આપે છે.

પ્રશ્ન 10.
લેખકને કોણે હરહમેશ ઝંકૃત કર્યા છે?
ઉત્તરઃ
લેખકને નર્મદાએ હરહંમેશ ઝંકૃત કર્યા છે.

પ્રશ્ન 11.
કબીરવડ, નારેશ્વર, જબલપુર અને સબલપુર – આમાંથી કોનો ઉલ્લેખ સામા પ્રવાહે દર્શાવેલાં સ્થળોમાં લેખકે કર્યો નથી?
ઉત્તરઃ
સબલપુરનો ઉલ્લેખ સામા પ્રવાહે દર્શાવેલાં સ્થળોમાં લેખકે કર્યો નથી.

પ્રશ્ન 12.
લેખક કબીરવડ જોઈ કોને કોને અનુભવે છે?
ઉત્તરઃ
લેખક કબીરવડ જોઈ કબીરજીને અને તપસ્વીઓનાં તપને અનુભવે છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 10 ડાંગવનો અને… (First Language)

પ્રશ્ન 13.
હાથમાંનું જળ ભૂતકાળનાં બધાં દશ્યો વર્તમાનની સન્નિધિએ ક્યારે ઉઘાડતું આવે છે?
ઉત્તરઃ
હાથમાંનું જળ ભૂતકાળનાં બધાં દશ્યો વર્તમાનની સનિધિએ જળની અંજલિ ભરતાં ઉઘાડતું આવે છે.

પ્રશ્ન 14.
“મુકી ચણા કે ધાણી, ઝરણાંનું મીઠું પાણી …” આ પંક્તિના કવિ કોણ છે?
ઉત્તરઃ
“મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી … આ પંક્તિના કવિ રાજેન્દ્ર શુક્લ છે.

પ્રશ્ન 15.
ડાંગવનો અને…” કૃતિમાં લેખકે કયા કવિની પંક્તિઓનો વારંવાર ઉપયોગ કર્યો છે?
ઉત્તરઃ
‘ડાંગવનો અને … કૃતિમાં લેખકે રાજેન્દ્ર શુક્લની પંક્તિઓનો વારંવાર ઉપયોગ કર્યો છે.

પ્રશ્ન 16.
લેખક પહેલી વાર કયા પ્રદેશની વનસંપદા જોઈ ઘાયલ થઈ ગયા હતા?
ઉત્તર :
લેખક પહેલી વાર આપવાની વનસંપદા જોઈ ઘાયલ થઈ ગયા હતા.

પ્રશ્ન 17.
સનસેટ પૉઇન્ટની ઊંચાઈથી નીચેની બાજુને લેખકે કેવી કહી છે?
ઉત્તરઃ
સનસેટ પૉઇન્ટની ઊંચાઈથી નીચેની બાજુને લેખકે રંગૂમિ’ કહી છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 10 ડાંગવનો અને… (First Language)

પ્રશ્ન 18.
લેખકે આહવામાં કયા અરણ્યનાં જુદાં જુદાં રૂપ જોયાં?
ઉત્તર :
લેખકે આહવામાં દંડકારણ્યનાં જુદાં જુદાં રૂપ જોયાં.

પ્રશ્ન 19.
સાગ અને ઘાસની લીલપનો છાક કોને આંટી મારે એવો છે?
ઉત્તરઃ
સાગ અને ઘાસની લીલપનો છાક સૂર્યપ્રકાશને આંટી મારે એવો છે.

પ્રશ્ન 20.
પવન સાથે ઘુમરાઈને ઉપર વહી આવતા ત્રિવિધરૂપમાં લેખક કોનો કોનો સમાવેશ કરે છે?
ઉત્તરઃ
પવન સાથે ઘુમરાઈને ઉપર વહી આવતા ત્રિવિધરૂપમાં લેખક રંગ, ગંધ અને અવાજનો સમાવેશ કરે છે.

પ્રશ્ન 21.
પવનની જાદુઈ લાકડીથી લેખકને શું પરિવર્તનશીલ લાગે છે?
ઉત્તરઃ
પવનની જાદુઈ લાકડીથી લેખકને સૌંદર્યનું દશ્ય – શ્રાવ્ય ચલચિત્ર પરિવર્તનશીલ લાગે છે.

પ્રશ્ન 22.
અસ્તિત્વની પરમતા અને ભવ્યતાના અનુભવની લેખક ઉપર શી અસર થઈ?
ઉત્તરઃ
અસ્તિત્વની પરમતા અને ભવ્યતાનો ખૂબ નજીકથી તેમજ બારીકાઈથી અનુભવ થતાં લેખકને પોતાનું અસ્તિત્વ જાણે નાનું થઈને ઓગળી જતું અનુભવાય છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 10 ડાંગવનો અને… (First Language)

પ્રશ્ન 23.
લેખકને લળીલળીને કોણ હેત કરતું લાગે છે?
ઉત્તરઃ
લેખકને વાંસનાં ઝુંડ લળીલળીને હેત કરતાં લાગે છે.

પ્રશ્ન 24.
“ક્યાંક ઉન્મત્ત ગજયૂથ જેવાં, ક્યાંક એકલદોકલ પ્રણયીજન જેવાં!’ આ વાક્યો કોનો નિર્દેશ કરે છે?
ઉત્તરઃ
‘ક્યાંક ઉન્મત્ત ગજપૂથ જેવાં, ક્યાંક એકલદોકલ પ્રણયીજન જેવાં!’ આ વાક્યો વાંસના ઝુંડનો નિર્દેશ કરે છે.

પ્રશ્ન 25.
ડાંગવનો અને..’ના લેખકને લળીલળીને હેત કરતાં વાંસનાં ઝુંડનાં ઝુંડ કોના જેવા લાગે છે?
ઉત્તરઃ
‘ડાંગવનો અને …’ના લેખકને લળીલળીને હેત કરતાં વાંસનાં ઝુંડનાં ઝુંડ એક્લદોકલ પ્રણયીજન જેવાં લાગે છે.

પ્રશ્ન 26.
લેખક પોતાને કોની સાથે સરખાવે છે?
ઉત્તર :
લેખક પોતાને માછીમારો સાથે સરખાવે છે.

પ્રશ્ન 27.
આહવાની ગલી કૂંચીઓમાં લેખક શું લઈને રખડ્યા કરતા?
ઉત્તરઃ
આહવાની ગલીકૂચીઓમાં લેખક બાઈક લઈને રખડ્યા કરતા.

પ્રશ્ન 28.
સાગ અને ઘાસની લીલપનો છાક કોને આંટી મારે એવો છે?
ઉત્તરઃ
સાગ અને ઘાસની લીલપનો છાક સૂર્યપ્રકાશને આંટી મારે એવો છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 10 ડાંગવનો અને… (First Language)

પ્રશ્ન 29.
ડાંગવનો અને..’ પાઠ લેખકના કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે?
ઉત્તર :
‘ડાંગવનો અને .’ પાઠ લેખકના “રખડુનો કાગળ સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે.

ડાંગવનો અને… વ્યાકરણ Vyakaran

માગ્યા પ્રમાણે ઉત્તર લખો :
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો

1. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખોઃ

(1) સુર્યાસ્ત – (સૂર્યાસ્ત, સુરયાસ્ત, સૂર્યસ્ત)
(2) ક્ષીતીજ – (ક્ષીતિજ, ક્ષિતીજ, ક્ષિતિજ)
(3) ઝંકૃત – (ઝંકૃત, ઝંકૃત, ઝસ્કૃત)
(4) દૂર્ગધ – (દુર્ગધ, દુર્ગધ, દૂર્ગધ)
(5) અદ્ભૂત – (અદભૂત, અદ્ભુત, અઘભૂત)
(6) તત્ત્વિક – (તાત્વીક, તાત્ત્વિક, તાત્ત્વિક્ક)
(7) ઓદ્યોગિક – (ઔદ્યોગિક, ઔદ્યોગીક, ઉદ્યોગીક)
(8) અસ્થાચળ – (અસ્તાચળ, આસ્થાચળ, અસ્તાચર)
(9) તપસ્વી – (તપસ્વી, તપસ્વિ, તપશ્વિ)
(10) સુષ્ટિ – (સૃષ્ટી, સૃષ્ટિ, સુસ્ટી)
(11) સન્નીધિ – (સન્નિધિ, સન્નીધી, સન્નિધી)
(12) અસ્તીત્વ – (અસ્તિત્વ, અસ્તીત્ત્વ, અસ્તિતત્ત્વ),
ઉત્તરઃ
(1) સૂર્યાસ્ત
(2) ક્ષિતિજ
(3) ઝંકૃત
(4) દુર્ગધ
(5) અદ્ભુત
(6) તાત્ત્વિક
(7) ઓદ્યોગિક
(8) અસ્તાચળ
(9) તપસ્વી
(10) સૃષ્ટિ
(11) સન્નિધિ
(12) અસ્તિત્વ

Class 10 Gujarati Textbook Solutions Chapter 10 ડાંગવનો અને… (First Language)

2. નીચેના શબ્દોની સાચી સંધિ જોડોઃ

(1) અસ્ત + અચલ = (અસ્તાચળ, આસ્તાચળ, અસ્તાચાળ)
(2) મન + હર = (મનહર, મનોહર, માનહર)
(3) જગત્ + શ = (જગદીશ, જગદિશ, જતદીશ)
(4) પ્રતિ + અક્ષ = (પ્રતિક્ષ, પ્રતીક્ષ, પ્રત્યક્ષ)
(5) સમ્ + અગ્ર = (સમગ્ર, સમઅગ્ર, સમ્યગ્ર)
(6) દંડક + અરણ્ય = (દંડકારણ્ય, દંડારણ્ય, દેડકાય)
(7) ઉચ્ચ + આસન = (ઉચ્ચસન, ઉચ્ચાસાન, ઉચ્ચાસન)
(8) રાજ + ઇન્દ્ર = (રાજનેન્દ્ર, રાજેન્દ્ર, રાજેન્દ્ર)
(9) મહા + ઇન્દ્ર = (મહાન્દ્ર, મહેન્દ્ર, મહીન્દ્ર)
ઉત્તરઃ
(1) અસ્તાચળ
(2) મનોહર
(3) જગદીશ
(4) પ્રત્યક્ષ
(5) સમગ્ર
(6) દંડકારણ્ય
(7) ઉચ્ચાસન
(8) રાજેન્દ્ર
(9) મહેન્દ્ર

3. નીચેના શબ્દોની સાચી સંધિ છોડોઃ

(1) સંસ્કૃતિ = (સન્ + કૃતિ, સમ્ + કૃતિ, સંસ્કૃ + ઋતિ)
(2) પ્રત્યેક = (પ્રતિ + એક, પ્રતી + એક, પ્રત્ય + એક)
(3) ઉન્મત્ત = (ઉન્ + મત્ત, ઉદ્ + મત્ત, ઉન્મત્ + 1)
(4) સૂર્યાસ્ત = (સૂર્ય + અસ્ત, સૂર્યા + અસ્ત, સૂર્ય + આસ્ત)
(5) દુર્ગધ = (દુ+ ગંધ, દુર્ + ગંધ, દુર્ગ + અંધ)
(6) કાલાન્તર = (કાલ + અન્તર, કાલન્ + ત, કાલા + અન્તર)
(7) સન્નિધિ = (સન્ + નિધિ, સત્ + નિધિ, સત્ + નીધિ)
(8) નારેશ્વર = (નાર્ + ઈશ્વર, નર + ઈશ્વર, નારી + ઈશ્વર)
(9) સૃષ્ટિ = (સૃષુ + તિ, સૂત્ + તિ, સૃજુ + તિ)
ઉત્તરઃ
(1) સમ્ + કૃતિ
(2) પ્રતિ + એક
(3) ઉદ્ + મત્ત
(4) સૂર્ય + અસ્ત
(5) દુર + ગંધ
(6) કાલ + અન્તર
(7) સત્ + નિધિ
(8) નાર્ + ઈશ્વર
(9) સુજ + તિ

Class 10 Gujarati Textbook Solutions Chapter 10 ડાંગવનો અને… (First Language)

4. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ

(1) દુર્ગધ – (તપુરુષ, કર્મધારય,)
(2) કબીરવડ – (તપુરુષ, મધ્યમપદલોપી)
(3) નર્મદા – (બહુવ્રીહિ, ઉપપદ, તપુરુષ)
(4) નિરાધાર – (ઉપપદ, દ્વન્દ્ર, બહુવ્રીહિ)
(5) આદિવાસી – (કર્મધારય, દ્વન્દ્ર, બહુવ્રીહિ)
(6) માછીમાર – (દ્વન્દ્ર, ઉપપદ, બહુવ્રીહિ)
(7) સૂર્યાસ્ત – (તપુરુષ, ઉપપદ)
(8) રંગ – ગંધ – અવાજ – (, ઉપપદ, બહુવ્રીહિ)
(9) વનસંપદા – (તપુરુષ, કર્મધારય, દ્વન્દ્ર)
(10) માછીમાર – (દ્વન્દ્ર, ઉપપદ, બહુવ્રીહિ)
(11) લગ્નયાત્રા – (કર્મધારય, મધ્યમપદલોપી, બહુવ્રીહિ)
(12) તારાખચિત – (તપુરુષ, કન્દ, દ્વિગુ)
(13) શબ્દઝરણ – (કર્મધારય, તપુરુષ, ઉદ્ધ)
(14) જીવનસત્ય – (ઉપપદ, તપુરુષ, બહુવ્રીહિ)
(15) રંગરમણા – (કર્મધારય, હિંગુ, ઉપપદ)
ઉત્તરઃ
(1) કર્મધારય
(2) મધ્યમપદલોપી
(3) ઉપપદ
(4) બહુવ્રીહિ
(5) કર્મધારય
(6) ઉપપદ
(7) તપુરુષ
(8) ધન્ડ
(9) તપુરુષ
(10) ઉપપદ
(11) મધ્યમપદલોપી
(12) તપુરુષ
(13) કર્મધારય
(14) તપુરુષ
(15) કર્મધારય

Class 10 Gujarati Textbook Solutions Chapter 10 ડાંગવનો અને… (First Language)

5. નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે, તે લખોઃ (પરપ્રત્યય, પૂર્વપ્રત્યય, એક પણ પ્રત્યય નહિ)

(1) ઔદ્યોગિક
(2) નર્મદા
(3) વિચિત્ર
(4) પરિવર્તન
(5) દુર્ગધ
(6) તાત્ત્વિક
(7) પ્રત્યક્ષ
(8) સ્થાનિક
(9) ભવ્યતા
(10) ચંચળતા
(11) સંનિધિ
(12) ઊંચાઈ
(13) અસ્તિત્વ
(14) ટપટપ
(15) પ્રત્યેક
ઉત્તરઃ
(1) પરપ્રત્યય
(2) પરપ્રત્યય
(3) પૂર્વપ્રત્યય
(4) પૂર્વપ્રત્યય
(5) પૂર્વપ્રત્યય
(6) પરપ્રત્યય
(7) પૂર્વપ્રત્યય
(8) પરપ્રત્યય
(9) પરપ્રત્યય
(10) પરપ્રત્યય
(11) પૂર્વપ્રત્યય
(12) પરપ્રત્યય
(13) પરપ્રત્યય
(14) એક પણ પ્રત્યય નહિ
(15) પૂર્વપ્રત્યય

Class 10 Gujarati Textbook Solutions Chapter 10 ડાંગવનો અને… (First Language)

6. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:

(1) ઘરોબો = (નિકટતા, ઘરબાર, પાડોશ)
(2) શંકિત = (બહાદુરી, શંકાશીલ, શૌર્ય)
(3) ગિરા = (વાણી, છોકરી, ગિરનાર)
(4) તરાઈ = (તળેટી, ચાદર, લીલોતરી)
(5) અંજલિ = (ખોબો, નામ, બલિદાન)
(6) પ્રહર = (પહોર, સવાર, મળસ્કુ)
(7) અસ્તિત્વ = (હયાતી, જીવ, દેહ)
(8) ખચિત = (જડેલું, જરૂર, ખબર)
(9) સફર = (સાર્થક, મુસાફરી, સહનશીલ)
(10) ટચૂકડું = (નાનું, ટૂંકું, ઠીંગણું)
(11) નનામી = (નામસહિત, ઠાઠડી, મૃત્યુવિધિ)
(12) વિકરાળ = (વાઘ, સિંહ, ડરામણું)
ઉત્તરઃ
(1) નિકટતા
(2) શંકાશીલ
(3) વાણી
(4) તળેટી
(5) ખોબો
(6) પહોર
(7) હયાતી
(8) જડેલું
(9) મુસાફરી
(10) નાનું
(11) ઠાઠડી
(12) ડરામણું

Class 10 Gujarati Textbook Solutions Chapter 10 ડાંગવનો અને… (First Language)

7. નીચેની સંજ્ઞાનો પ્રકાર લખોઃ

(1) અંકલેશ્વર – (જાતિવાચક, વ્યક્તિવાચક, દ્રવ્યવાચક)
(2) એશિયા – (દ્રવ્યવાચક, ભાવવાચક, વ્યક્તિવાચકો
(3) નર્મદા – (ભાવવાચક, સમૂહવાચક, વ્યક્તિવાચક)
(4) કબીરવડ – (સમૂહવાચક, જાતિવાચક, વ્યક્તિવાચક)
(5) ચણા – (જાતિવાચક, દ્રવ્યવાચક, ભાવવાચક)
(6) પાણી – (દ્રવ્યવાચક, સમૂહવાચક, ભાવવાચક)
(7) કવિ – (ભાવવાચક, દ્રવ્યવાચક, જાતિવાચક)
(8) તારા – (દ્રવ્યવાચક, ક્રિયાવાચક, જાતિવાચક)
(9) ગજયૂથ – (ક્રિયાવાચક, સમૂહવાચક, ભાવવાચક)
(10) સરઘસ – (સમૂહવાચક, ભાવવાચક, વ્યક્તિવાચક)
(11) ઝરણું – (દ્રવ્યવાચક, જાતિવાચક, વ્યક્તિવાચક)
(12) અંધકાર – (દ્રવ્યવાચક, ભાવવાચક, જાતિવાચક)
ઉત્તરઃ
(1) વ્યક્તિવાચક
(2) વ્યક્તિવાચક
(3) વ્યક્તિવાચક
(4) વ્યક્તિવાચક
(5) દ્રવ્યવાચક
(6) દ્રવ્યવાચક
(7) જાતિવાચક
(8) જાતિવાચક
(9) સમૂહવાચક
(10) સમૂહવાચક
(11) જાતિવાચક
(12) ભાવવાચક

Class 10 Gujarati Textbook Solutions Chapter 10 ડાંગવનો અને… (First Language)

8. નીચેનાં વાક્યોમાંના અલંકારનો પ્રકાર લખો:

(1) મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાંનું મીઠું પાણી, ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી! – (ઉપમા, ઉન્મેલા, પ્રાસાનુપ્રાસ)
(2) લળીલળીને હેત કરતાં વાંસનાં ઝુંડના ઝુંડ. – (ઉપમા, ઉન્મેલા, સજીવારોપણ)
(3) મુકી ચણા કે ધાણી, ઝરણાંનું મીઠું પાણી. – (અંત્યાનુપ્રાસ, દષ્ટાંત, રૂપક)
(4) બુભ માછીમારો જેમ જાળ નાખીને ઊભા છે તેમ હુંયે ઊભો હોઉં! – (યમક, રૂપક, દષ્ટાંત).
(5) એ ઘર સુધી દોરી જતી સર્પિલ ભૂખરી કેડીઓ! – (દષ્ટાંત, ઉપમા, સજીવારોપણ)
(6) ઇચ્છા તો ત્યાં જ એકાદ ઝરણામાં પગ બોળીને શબ્દઝરણ વહેતું મૂકવાની હતી. – (ઉપમા, રૂપક, અનન્વય)
(7) મિત્રો મજાકમાં એને ગંદકેશ્વર કહે છે એ કારખાનાઓથી ઊભરાતું એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક; મારું પ્રિય સ્થળ છે. – (ઉપમા, ઉલ્ટેક્ષા, વ્યાજસ્તુતિ)
(8) અસ્તાચળે પહોંચેલા સૂર્ય મા’રાજ આ ક્ષિતિજ જળવતી નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે. – (અનન્વય, રૂપક, અતિશયોક્તિ)
ઉત્તરઃ
(1) પ્રાસાનુપ્રાસ
(2) સજીવારોપણ
(3) અંત્યાનુપ્રાસ
(4) દષ્ટાંત
(5) સજીવારોપણ
(6) રૂપક
(7) વ્યાજસ્તુતિ
(8) અતિશયોક્તિ

નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખોઃ

9. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ લખોઃ

(1) મજા લૂંટવી – ખૂબ આનંદ લેવો
(2) લાલ કાર્પેટ બિછાવવી – સ્વાગત કરવું
(3) આંટી મારવી – ચડિયાતા થવું
(4) ઠરીઠામ થઈ જવું – સ્થિર થઈને રહેવું
(5) જાદુઈ લાકડી ફેરવી – ચમત્કાર કરવો
(6) સમીકરણ બદલી નાખવું વાતાવરણમાં પરિવર્તન આવવું
(7) ઓથ લેવી – સહારો લેવો

Class 10 Gujarati Textbook Solutions Chapter 10 ડાંગવનો અને… (First Language)

10. નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો:

(1) જ્યાં ઘણા રસ્તા મળતા હોય તેવું સ્થળ, રસ્તાનો છેડો – નાકું
(2) સૂર્ય જેની પાછળ આથમે છે તે કાલ્પનિક પર્વત – અસ્તાચળ
(3) પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાતી હોય છે તે રેખા – ક્ષિતિજ
(4) શબ્દ પોતાનો સંપૂર્ણ અર્થ આપવાને બદલે તેનો આછો ખ્યાલ આપે તે – અર્થચ્છાયા
(5) અંધારામાં જેના પાસામાંથી લીલો પ્રકાશ થયા કરતો જોવા મળે તે પતંગિયું આગિયો
(6) કોઈ ખાસ પ્રસંગે ગામમાં નીકળેલો લોકસમુદાય – સરઘસ
(7) ત્રણ કલાકનો સમયગાળો – પ્રહર
(8) પરિવાર જેવો નિકટનો સંબંધ – ઘરોબો
(9) સાંકડો પગરસ્તો – કેડી
(10) મનને હરી લે તેવું – મનોહર
(11) જેના પર નાટક ભજવાય તે જગ્યા – રંગભૂમિ
(12) સ્મશાને શબને બાળવા ઊંચકી લઈ જનાર – ડાઘુ

11. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખોઃ

(1) પ્રિય
(2) દુર્ગધ
(3) સૂર્યાસ્ત
(4) રૂપ
(5) સ્વાદ
(6) ચંચળ
(7) જીવંત
(8) ઇચ્છા
(9) પ્રત્યક્ષ
(10) અસ્તાચળ
(11) ભરતી
(12) સ્મૃતિ
ઉત્તરઃ
(1) પ્રિય ૪ અપ્રિય
(2) દુર્ગધ x સુગંધ
(3) સૂર્યાસ્ત x સૂર્યોદય
(4) રૂપ xકુરૂપ
(5) સ્વાદ x બેસ્વાદ
(6) ચંચળ x સ્થિર
(7) જીવંત x મૃત
(8) ઇચ્છા x અનિચ્છા
(9) પ્રત્યક્ષ x પરોક્ષ
(10) અસ્તાચળ x ઉદયાચળ
(11) ભરતી ૪ ઓટ
(12) મૃત x વિસ્તૃત

Class 10 Gujarati Textbook Solutions Chapter 10 ડાંગવનો અને… (First Language)

12. નીચેના શબ્દોના અર્થ આપોઃ

(1) ખચિત – ખચીત
(2) પુર – પૂર
(3) સંચિત – સચિત
(4) વહુ – વહું
(5) શંકિત – શક્તિ
(6) સરકસ – સરઘસ
ઉત્તરઃ
(1) ખચિત – જડેલું
(2) પુર – નગર
ખચીત – ચોક્કસ, જરૂર
પૂર – રેલ
(3) સંચિત – સંઘરેલું
(4) વહુ – પત્ની
સચિત – સાવધાન
રહું – ઊંચકું, ખમું
(5) શક્તિ – શંકાશીલ
શક્તિ – બળ, હિંમત
(6) સરકસ – જનાવર કસરત વગેરેનો ખેલ
સરઘસ – પ્રસંગે નીકળેલું લોકટોળું

13. નીચેના તળપદા શબ્દોનાં શિષ્ટ રૂપ આપોઃ

(1) હાંઉં
(2) રતુમડાં
(3) કેમનું
(4) અમથું
(5) આછેરો
(6) છાક
(7) ઓથ
(8) નખા
ઉત્તરઃ
(1) ઘણું
(2) રાતાં, લીલાં
(3) કઈ રીતે
(4) વ્યર્થ, નકામું
(5) થોડો
(6) નશો
(7) સહારો
(8) જુદા

Class 10 Gujarati Textbook Solutions Chapter 10 ડાંગવનો અને… (First Language)

14. નીચેનાં વાક્યોમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખોઃ

(1) ત્રણ દિવસ આહવા રોકાયો.
(2) … તો આખી વાત રમ્ય બની જશે.
(3) પ્રત્યેક સફરે હું નવો બનતો હોઉં છું.
(4) ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી !
(5) અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે.
(6) વૃત્તિઓ સઘળી ઠરીઠામ થઈ જાય.
(7) આ જ તેજસ્વી ગતિએ મારી ભાષાની ઊર્જા જન્મે.
ઉત્તરઃ
(1) ત્રણ – સંખ્યાવાચક
(2) આખી – માત્રાવાચક
(3) પ્રત્યેક – ક્રમિક સંખ્યાવાચક
(4) આઠે – સંખ્યાવાચક
(5) લાલ – ગુણ (રંગ) વાચક
(6) સઘળી – માત્રાસૂચક
(7) તેજસ્વી – ગુણવાચક, ભાષાની – સંબંધવાચક

15. નીચેનાં વાક્યોમાંથી ક્રિયાવિશેષણ શોધીને તેનો પ્રકાર લખોઃ

(1) ઉપર નજર કરો તો તારાખચિત આકાશ અને અહીં નીચે આગિયા.
(2) ન ગમ્યું તેની વાત ફરી ક્યારેક કરીશ.
(3) એમની લોકસંસ્કૃતિ આજેય એટલી જ જીવંત છે.
(4) આ રાજમાર્ગે ટપટપ કરતાં દોડીને એમને મળવા જઈએ.
(5) નર્મદાએ મને હરહંમેશ ઝંકૃત કર્યો છે.
(6) ડાંગીઓનું મોટું સરઘસ સામે મળ્યું.
(7) લ્યો, હવે આહવાની વાત કરું.
ઉત્તરઃ
(1) ઉપર, નીચે – સ્થાનવાચક
(2) ક્યારેક – સમયવાચક
(3) આજેય – સમયવાચક
(4) ટપટપ – રીતિવાચક
(5) હરહંમેશ – સમયવાચક
(6) સામે – સ્થાનવાચક
(7) હવે – સમયવાચક

Class 10 Gujarati Textbook Solutions Chapter 10 ડાંગવનો અને… (First Language)

16. નીચેના શબ્દોના ધ્વનિઘટકો છૂટા પાડોઃ

(1) સૂર્ય
(2) પ્રવાહ
(3) શ્વાસ
(4) ઉન્મત્ત
ઉત્તરઃ
(1) સૂર્ય – સૂ + ઊ + ર + ય + અ
(2) પ્રવાહ – ૫ + ૨ + અ + ૬ + આ + હું
(3) શ્વાસ – શું + ક્ + આ + સ્
(4) ઉન્મત્ત – ઉ + ન્ + મ્ + અ + ત + ત + અ

17. નીચેનાં જોડકાં યોગ્ય રીતે જોડોઃ

પ્રશ્ન 1.

“અ” “બ”
1. કર્તરિરચના 1. નામનો જાદુ કેવો હોય છે તેની
2. કર્મણિરચના વાત (મારાથી) કરાય. 2. મારાથી સ્તબ્ધ થઈ જવાયું.
3. એ અનુભવોને (હું) પુનઃસ્કૃત કરવા પ્રયત્ન કરું છું.

ઉત્તરઃ

“અ” “બ”
1. કર્તરિરચના એ અનુભવોને (હું) પુનઃસ્કૃત કરવા પ્રયત્ન કરું છું.
2. કર્મણિરચના વાત (મારાથી) કરાય. નામનો જાદુ કેવો હોય છે તેની વાત (મારાથી) કરાય.

Class 10 Gujarati Textbook Solutions Chapter 10 ડાંગવનો અને… (First Language)

પ્રશ્ન 2.

“અ” “બ”
1. કર્તરિરચના 1. પથ્થરની ઓથ લઈને (મારાથી) નીચે જોવાયું.
2. કર્મણિરચના 2. લ્યો, હવે (હું) આહવાની વાત કરું.
3. લગભગ બધું જ વિસરાઈ ગયું.

ઉત્તરઃ

“અ” “બ”
1. કર્તરિરચના લ્યો, હવે (હું) આહવાની વાત કરું.
2. કર્મણિરચના લગભગ બધું જ વિસરાઈ ગયું.

પ્રશ્ન 3.

“અ” “બ”
1. પ્રેરકરચના 1. નાહીએ ત્યારે આખી નર્મદા
2. ભાવેરચના આપણી હોય! 2. પહેલી વાર આહવા જવાયું ત્યારે ઘાયલ થઈ જવાયું.
3. આહવા ગયો ત્યારે હું તમને (પત્ર) લખાવવા ધારતો હતો.

ઉત્તર :

“અ” “બ”
1. પ્રેરકરચના આહવા ગયો ત્યારે હું તમને (પત્ર) લખાવવા ધારતો હતો.
2. ભાવેરચના આપણી હોય! પહેલી વાર આહવા જવાયું ત્યારે ઘાયલ થઈ જવાયું.

Class 10 Gujarati Textbook Solutions Chapter 10 ડાંગવનો અને… (First Language)

પ્રશ્ન 4.

“અ” “બ”
1. પ્રેરકરચના 1. આ ભોળી પ્રજાને આવું
2. ભાવેરચના જીવનસત્ય કેમનું લાધ્યું હશે! 2. મારાથીયે ઊભા રહેવાયું.
3. સૌથી આગળ બે-ત્રણ આદિવાસીઓ ફટાકડા ફોડાવતા હતા.

ઉત્તરઃ

“અ” “બ”
1. પ્રેરકરચના સૌથી આગળ બે-ત્રણ આદિવાસીઓ ફટાકડા ફોડાવતા હતા.
2. ભાવેરચના જીવનસત્ય કેમનું લાધ્યું હશે! મારાથીયે ઊભા રહેવાયું.

ડાંગવનો અને… Summary in Gujarati

ડાંગવનો અને… પાઠ – પરિચય

Class 10 Gujarati Textbook Solutions Chapter 10 ડાંગવનો અને… (First Language)1
– મહેન્દ્રસિંહ પરમાર [જન્મઃ 02 – 10 – 1987]

ડાંગવાનો અને …” નિબંધમાં લેખકે નર્મદા અને ડાંગનાં વનના પ્રવાસનાં સંસ્મરણોને આલેખ્યાં છે. આ નિબંધની વિશેષતા એ છે કે એ પત્રશૈલીમાં રજૂ થયો છે. લેખકે પોતાના પિતાજીને પત્ર દ્વારા અનુભવોને વર્ણવ્યા છે.

એ વર્ણન લેખકની ઋજુ સંવેદનશીલતા તેમજ પોતીકી સૌંદર્યદષ્ટિની પણ પ્રતીતિ કરાવે છે. આ નિબંધમાં નાહીએ ત્યારે આખી નર્મદા આપણી હોય’ લેખકના આ શબ્દો નર્મદા નદી સાથેની તેમની આત્મીયતાને પ્રતિબિંબિત કરે છે.

આ નિબંધમાં ગુજરાતનાં નયનરમ્ય ડાંગનાં જંગલો, એનું પ્રાકૃતિક સૌદર્ય, ત્યાંના લોકોની જીવનશૈલી અને ખાસ કરીને આ ભોળી પ્રજાનું મૃત્યુ અંગેનું જીવનસત્ય સરસ રીતે રજૂ કર્યું છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 10 ડાંગવનો અને… (First Language)

પત્રશૈલીની એક ખાસિયત એ છે કે એમાં લેખક અને ભાવક વચ્ચે સેતુ રચાય છે, આત્મીયતાની અનુભૂતિ થાય છે.

ડાંગવનો અને… શબ્દાર્થ

  • પુનઃ – ફરી.
  • સ્મત કરવું – યાદ કરવું.
  • પ્રયત્ન – પ્રયાસ, કોશિશ.
  • ગંદકેશ્વર – (અહીં) પુષ્કળ ગંદકી.
  • વૈચિત્ર્યમ્ – વિચિત્રતા.
  • દુર્ગધ – બદબો, ખરાબ વાસ.
  • ઘરોબો – ઘરના જેવો ગાઢ સંબંધ.
  • બોરભાઠા – (ત્યાંના) સ્થળનું નામ.
  • ભેખડવી – ભેખડવાળી.
  • ઉચ્ચાસન – ઊંચું આસન.
  • જળવતી – જળસભર, પુષ્કળ જળવાળી.
  • કાર્પેટ (અં) – જાજમ.
  • ઝંકૃત – તીવ્ર અસર.
  • શંકિત – જેના વિશે શંકા કરવામાં આવી હોય તેવું, શંકાશીલ.
  • કાલાન્તર – લાંબા સમયના અંતર પછી.
  • સૃષ્ટિ – સર્જન, વિશ્વ, જગત.
  • અંજલિ – ખોબો.
  • સનિધિ – સાંનિધ્ય.
  • ઘેઘૂર – ગાઢ, ઘનઘોર.
  • ઘટા – ઝુંડ. Class 10 Gujarati Textbook Solutions Chapter 10 ડાંગવનો અને… (First Language)
  • પ્રહર – પહોર, ત્રણ કલાક.
  • ઉજાણી – મિજબાની, વનભોજન.
  • સનસેટ પૉઈન્ટ – સૂર્યાસ્ત વેળાનું સુંદર સોનેરી દશ્ય જ્યાંથી બરાબર જોઈ શકાય એવી રમણીય જગ્યા.
  • આદિમ – પ્રારંભનું, મૂળનું.
  • મનોહર – મોહક, સુંદર,
  • રંગરમણા – રંગોની રમણીયતા.
  • રતુમડાં – લાલાશપડતાં.
  • પત્તાં – પાંદડાં, પર્ણ.
  • સર્પિલ – સર્પાકાર.
  • ભૂખરી – ઝાંખા રાખોડી રંગની.
  • કેડી – સાંકડો પગરસ્તો.
  • હરીફાઈ – સ્પર્ધા.
  • લીલપ – લીલાશ.
  • ત્રિવિધ – ત્રણ પ્રકારનું
  • અસ્તિત્વ – હયાતી, હોવાપણું.
  • જાદુઈ – ચમત્કારિક.
  • રંગભૂમિ – નાટ્યશાળા, નાટ્યગૃહ, મંચ.
  • પંદનશીલ – કંપનયુક્ત
  • (અં) – પ્રતિક્રિયા, અસર.
  • ચંચળતા – તરલતા, ચપળતા.
  • તારાખચિત – તારાઓથી જડેલું.
  • તારકો – તારાઓ.
  • સોહે – શોભે. Class 10 Gujarati Textbook Solutions Chapter 10 ડાંગવનો અને… (First Language)
  • આગિયા – અંધારામાં જેના પાસામાંથી લીલો પ્રકાશ થયા કરતો જોવા મળે તે પતંગિયું, ખદ્યોત.
  • તરાઈમાં – પહાડની તળેટીના પ્રદેશમાં, તળેટીમાં.
  • મોઝેઇક – રંગીન કાચ કે પથ્થરની કાંકરીઓ જડેલું ચિત્રકામ.
  • જાદુ – મંત્રમોહિની, (અહીં) ચમત્કાર.
  • મીટર લંબાઈનું એક માપ, ઓથ – આડશ.
  • ધુંઆધાર – ધુમાડો નીકળતો હોય તેવા વેગથી.
  • વિકરાળ – ડરામણું, ભયાનક,
  • ગિરા – એક નદીનું નામ.
  • રૂપક – એકરૂપ, અભિન્ન.
  • વાણી – વાચા, સરસ્વતી, તેજસ્વી
  • ગતિ – પ્રકાશમાન ગતિ.
  • ઊર્જા જન્મવી – ઓજસ, બળ કે શક્તિ ઉત્પન્ન થવી.
  • સંચિત થવું – એકઠું કરેલું.
  • ટચૂકડું – નાનું.
  • બુમુક્ષુ – ભૂખ્યા, (અહીં) માછલી(ખોરાક)ની ઇચ્છાવાળા.
  • ઉન્મત્ત – ગર્વિષ્ઠ.
  • ગજપૂથ – હાથીઓનું ટોળું.
  • પ્રણયીજન – પ્રેમીજન.
  • ડાહીડમરી – તદ્દન ડાહી, શાણી.
  • પરમતા – શ્રેષ્ઠતા.
  • ભવ્યતા – પ્રભાવકતા, દિવ્યતા.
  • નજદીકી – નિકટતા.
  • સફર – પ્રવાસ.
  • ગલીચી – ગલીઓમાંનો આડોઅવળો અને સાંકડો માર્ગ.
  • લોકસંસ્કૃતિ – લોકોની વિવિધ કલા અને જીવનશૈલી.
  • નનામી – ઠાઠડી, અર્થી.
  • ડાઘુ – શબને બાળવા લઈ જનારો, ખાંધિયો.
  • તાત્ત્વિક – તત્ત્વને લગતું, યથાર્થ.
  • લાધવું – મેળવવું. Class 10 Gujarati Textbook Solutions Chapter 10 ડાંગવનો અને… (First Language)
  • પત્રચેષ્ટા – પત્ર લખવાનો પ્રયોગ.
  • શબ્દઝરણ – શબ્દરૂપી ઝરણું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *