Solving these GSEB Std 11 Chemistry MCQ Gujarati Medium Chapter 3 તત્ત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આદિના will make you revise all the fundamental concepts which are essential to attempt the exam.
GSEB Std 11 Chemistry MCQ Chapter 3 તત્ત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આદિના in Gujarati
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો :
પ્રશ્ન 1.
આવર્ત નિયમમાં પરમાણ્વીય ભારાંકના સ્થાને પરમાણ્વીય ક્રમાંક શા માટે વધુ યોગ્ય ગણવામાં આવે છે?
અથવા
પરમાણ્વીય ભાર કરતાં પરમાણ્વીય ક્રમાંક તત્ત્વો માટે વધુ પાયાનો ગુણધર્મ છે તેવું શાથી માનવામાં આવ્યું?
A. \(\sqrt{\nu}\) → પરમાણ્વીય ક્રમાંકનો આલેખ સીધી રેખા મળે છે.
B. \(\sqrt{\nu}\) → પરમાણ્વીય ભારાંકનો આલેખ સીધી રેખા મળે છે.
C. \(\sqrt{\lambda}\) → પરમાણ્વીય ક્રમાંકનો આલેખ સીધી રેખા મળે છે.
D. \(\sqrt{\lambda}\) → પરમાણ્વીય ભારાંકનો આલેખ સીધી રેખા મળે છે.
(v અને λ અનુક્રમે ક્ષ-કિરણની આવૃત્તિ અને તરંગલંબાઈ છે.)
જવાબ
A. \(\sqrt{\nu}\) → પરમાણ્વીય ક્રમાંકનો આલેખ સીધી રેખા મળે છે.
આવૃત્તિ એ પરમાણ્વીય ક્રમાંક પર આધાર રાખે છે. જેથી \(\sqrt{\nu}\) → Zનો આલેખ સુરેખ મળે છે. જો \(\sqrt{\nu}\) → Aનો આલેખ દોરવામાં આવે તો અનિયમિત મળે છે.
પ્રશ્ન 2.
100થી વધુ પરમાણ્વીય ક્રમાંકવાળાં તત્ત્વોના IUPAC નામકરણ માટેની સંકેત પદ્ધતિ અનુસાર પરમાણ્વીય ક્રમાંક 106 માટે કયું નામ છે?
A. Unnilhexium
B. Ununhexium
C. Unnilseptium
D. Unnilpentium
જવાબ
A. Unnilhexium
z = 106 106 માટે Un + nil + hex + ium મુજબ Unnilhexium
પ્રશ્ન 3.
111 પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તત્ત્વનું IUPAC નામ કયું છે?
A. હાસિયમ
B. દરÆાદટિયમ
C. મેઇટ્વેરિયમ
D. રોન્ટજેનિયમ
જવાબ
D. રોન્ટજેનિયમ
Z = 111 તત્ત્વનું IUPAC નામ : રોન્ટજેનિયમ
પ્રશ્ન 4.
એક તત્ત્વની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રૉનીય રચના 5s25p1છે, તો તે તત્ત્વનો આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્ત ક્રમાંક અને સમૂહ ક્રમાંક અનુક્રમે કર્યો હશે?
A. 4, 13
B. 4, 5
C. 4, 15
D. 5, 13
જવાબ
D. 5, 13
5s25p1 ઇલેક્ટ્રૉન-રચના હોવાથી n = 5
∴ આવર્ત ક્રમાંક = 5
બાહ્યતમ કક્ષામાં કુલ e– = 10 + 3 = 13
∴ સમૂહ ક્રમાંક = 13
પ્રશ્ન 5.
આધુનિક આવર્ત કોષ્ટકમાં s-વિભાગમાં મૂકેલાં તત્ત્વોની સંખ્યા કેટલી છે?
A. 18
B. 12
C. 14
D. 17
જવાબ
B. 12
12 (આધુનિક આવર્ત કોષ્ટક પરથી)
પ્રશ્ન 6.
આધુનિક આવર્ત કોષ્ટકમાં કયાં તત્ત્વોને પ્રતિનિધિ તત્ત્વો (મુખ્ય સમૂહનાં તત્ત્વો) તરીકે ઓળખવામાં આવે છે?
A. d-વિભાગનાં તત્ત્વોને
B. p અને d વિભાગનાં તત્ત્વોને
C. s અને p વિભાગનાં તત્ત્વોને
D. f-વિભાગનાં તત્ત્વોને
જવાબ
C. s અને p વિભાગનાં તત્ત્વોને
s અને p વિભાગનાં તત્ત્વોને પ્રતિનિધિ તત્ત્વો કહે છે.
પ્રશ્ન 7.
d-વિભાગનાં તત્ત્વોની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રૉનીય રચના કઈ છે?
A. (n – 1)d10ns1 – 2
B. (n – 1)d1 – 10ns1 – 2
C. nd1 – 10(n – 1 )s1 – 2
D. આપેલ પૈકી એક પણ નહિ
જવાબ
B. (n – 1)d1 – 10ns1 – 2
d-વિભાગનાં તત્ત્વોની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રૉનીય રચના (n – 1)d1 – 10ns1 – 2 છે.
પ્રશ્ન 8.
ઍક્ટિનોઇડ્સ શ્રેણીનાં તત્ત્વોની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રૉનીય રચના કઈ છે?
A. 5f1 – 146d0 – 17s2
B. 5f1 – 146d1 – 107s1 – 2
C. 5f1 – 76d0 – 17s2
D. 5f1 – 106d0 – 27s2
જવાબ
A. 5f1 – 146d0 – 17s2
ઍક્ટિનોઇડ્સ શ્રેણીનાં તત્ત્વો માટે n = 7 હોવાથી ઇલેક્ટ્રૉનીય રચના 5f1 – 146d0 – 17s2 થશે.
પ્રશ્ન 9.
સમૂહ 16માં આવેલ ચોથા આવર્તના તત્ત્વની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રૉનીય રચના કઈ છે?
A. 4s24p4
B. 4s24p6
C. 4s2np3
D. 4s24p5
જવાબ
A. 4s24p4
અહીં, આવર્ત ચોથો અને સમૂહ 16 હોવાથી
∴ n = 4 અને બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રૉન હોવાથી ઇલેક્ટ્રૉનીય રચના : 424p4
પ્રશ્ન 10.
આપેલ કયું તત્ત્વ અર્ધધાતુ (ઉપધાતુ) અથવા સેમીમેટલ (મેટેલોઇડ્સ) છે?
A. મરક્યુરી
B. આર્સેનિક
C. સ્કેન્ડિયમ
D. ગેલિયમ
જવાબ
B. આર્સેનિક
આર્સેનિક (As) મેટેલોઇડ્સ છે.
પ્રશ્ન 11.
આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ 1માં ઉપરથી નીચે તરફ જતા અથવા પરમાણ્વીય ક્રમાંક વધે તેમ પ્રતિક્રિયાત્મક વલણમાં શું ફેરફાર થાય છે?
A. ઘટે.
B. વધે.
C. સમાન રહે.
D. કહી ના શકાય.
જવાબ
B. વધે.
સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં nનું મૂલ્ય વધે. તેથી પ્રતિ- ક્રિયાત્મકતામાં વધારો થાય છે.
પ્રશ્ન 12.
Be, Mg અને Caની ઇલેક્ટ્રૉનીય રચના માટે નીચેના પૈકી શું સમાન નથી?
A. બધાં જ તત્ત્વોની બાહ્યતમ કક્ષાની s-કક્ષકમાં યુગ્મિત ઇલેક્ટ્રૉન છે.
B. બધાં જ તત્ત્વોની બાહ્યતમ કક્ષાની p-કક્ષકમાં યુગ્મિત ઇલેક્ટ્રૉન છે.
C. બધાં જ આલ્કલાઇન અર્થધાતુ તત્ત્વો છે.
D. આધુનિક આવર્ત કોષ્ટકમાં આ તત્ત્વો બીજા સમૂહમાં ગોઠવવામાં આવ્યાં છે.
જવાબ
B. બધાં જ તત્ત્વોની બાહ્યતમ કક્ષાની p-કક્ષકમાં યુગ્મિત ઇલેક્ટ્રૉન છે.
4Beની ઇલેક્ટ્રૉન-રચનામાં p-કક્ષકમાં એક પણ ઇલેક્ટ્રૉન નથી. 4Be: 1s22s2
પ્રશ્ન 13.
Z = 117 અને 120 તત્ત્વોને આધુનિક આવર્ત કોષ્ટકમાં કયા સમૂહમાં અનુક્રમે વર્ગીકૃત કરી શકાય?
A. 17, 2
B. 16, 4
C. 15, 3
D. 18, 2
જવાબ
A. 17, 2
z = 117ની બાહ્યતમ કક્ષામાં 7 e– જ્યારે Z = 120ની બાહ્યતમ ક્ષામાં 2 ઇલેક્ટ્રૉન હોવાથી અનુક્રમે સમૂહ 17 અને 2માં વર્ગીકૃત કરી શકાય.
પ્રશ્ન 14.
પ્રબળ વિદ્યુતધનમય તત્ત્વની ઇલેક્ટ્રૉન-રચના જણાવો.
A. [He]2s1
B. [Ne]3s2
C. [Xe]6s1
D. [Xe]6s2
જવાબ
C. [Xe]6s1
સમૂહ 1નું અંતિમ તત્ત્વ પ્રબળ વિદ્યુતધનમય તત્ત્વ છે.
પ્રશ્ન 15.
તત્ત્વ Xની બાહ્યતમ કક્ષાની ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રૉનીય રચના (n – 1)d6ns2 છે. જો મુખ્ય ક્વૉન્ટમ આંકનું મૂલ્ય લઘુતમ
લેવામાં આવે, તો આ તત્ત્વને કયા આવર્તમાં મૂકી શકાય?
A. પાંચમા
B. છઠ્ઠા
C. ચોથા
D. ત્રીજા
જવાબ
D. ત્રીજા
(n – 1)d6ns2માં nનું લઘુતમ મૂલ્ય 4 લેવામાં આવે, તો ઇલેક્ટ્રૉનીય રચના 3d64s2 થશે.
પ્રશ્ન 16.
સમૂહ 16નાં તત્ત્વો માટે પરમાણ્વીય ક્રમાંકનો કર્યો સેટ યોગ્ય છે?
A. 8, 16, 32, 54
B. 16, 34, 54, 86
C. 8, 16, 34, 52
D. 10, 16, 32, 50
જવાબ
C. 8, 16, 34, 52
કોઈ પણ સમૂહ માટે ક્રમિક તત્ત્વોમાં Z + 2, Z + 8, Z + 8, Z + 18, Z + 32 ઉમેરવાથી તે તત્ત્વ માટે પરમાણ્વીય ક્રમાંક જાણી શકાય.
પ્રશ્ન 17.
આધુનિક આવર્ત કોષ્ટકમાં એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતાં (૫૨માણ્વીય ક્રમાંક વધે તેમ) પ્રતિક્રિયાત્મક વલણમાં શું ફેરફાર થાય છે?
A. ઘટે.
B. વધે.
C. સમાન રહે.
D. કહી ના શકાય.
જવાબ
D. કહી ના શકાય.
આવર્તમાં પ્રતિક્રિયાત્મકતા ઇલેક્ટ્રૉન-રચના પર આધાર રાખે છે.
પ્રશ્ન 18.
આપેલમાંથી કયા તત્ત્વની પરમાણ્વીય ત્રિજ્યા સૌથી વધારે છે?
A. P
B. Mg
C. O
D. Sr
જવાબ
D. Sr
Sr માટે nનું મૂલ્ય વધુ હોવાથી પરમાણ્વીય ત્રિજ્યા વધુ છે.
પ્રશ્ન 19.
પરમાણ્વીય ત્રિજ્યા માટે આપેલમાંથી કયો સંબંધ સાચો છે?
A. Na > K > Rb > Cs
B. Ca < Mg < Sr < Ba C. Al > Si > P > S
D. F > Cl > Br > I
જવાબ
C. Al > Si > P > S
Al > Si > P > S
પ્રશ્ન 20.
પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા માટે આપેલમાંથી કયો સંબંધ સાચો છે?
A. Mg > Al > Mg2+ > Al3+
B. Al > Mg > Mg2+ > Al3+
C. Mg > Mg2+ > Al > Al3+
D. Mg > Al > Al3+ > Mg2+
જવાબ
A. Mg > Al > Mg2+ > Al3+
જનક પરમાણુ કરતાં ધન આયનની ત્રિજ્યા ઓછી.
પ્રશ્ન 21.
આપેલમાંથી કઈ પ્રક્રિયા હંમેશાં ઉષ્માશોષક હોય છે?
A. ઇલેક્ટ્રૉનપ્રાપ્તિ પ્રક્રિયા
B. આયનીકરણ પ્રક્રિયા
C. સ્ફટિક રચના પ્રક્રિયા
D. આપેલ તમામ પ્રક્રિયા
જવાબ
B. આયનીકરણ પ્રક્રિયા
આયનીકરણ પ્રક્રિયા હંમેશાં ઉષ્માશોષક પ્રક્રિયા છે.
પ્રશ્ન 22.
આપેલમાંથી કઈ પ્રક્રિયામાં થતો ઊર્જા ફેરફાર આયનીકરણ એન્થાલ્પી કહેવાય ?
A. M(s) → M+(g) + e–
B. M(s) →→ M+(s) + e–
C. M(g) → M+(g) + e–
D. M(g) → M+(s) + e–
જવાબ
C. M(g) → M+(g) + e–
વ્યાખ્યા મુજબ
પ્રશ્ન 23.
પ્રથમ આયનીકરણ એન્થાલ્પી માટે આપેલમાંથી સાચો ક્રમ કયો છે?
A. Li < B < Be < C < O < N
B. Li < Be < B < C < O < N C. Li > B > Be > C > N > O
D. Li < B < Be < C < N < O
જવાબ
A. Li < B < Be < C < O < N
આલેખ મુજબ
પ્રશ્ન 24.
જો બધાં જ પરિબળો સમાન હોય, તો સમાન મુખ્ય ક્વૉન્ટમ આંકવાળી કક્ષકો માટે આયનીકરણ એન્થાલ્પીનો ઘટતો ક્રમ
આપેલમાંથી કયો સાચો છે?
A. s → p → f → d
B. f → d → p → s
C. f → p → d → s
D. s → p → d → f
જવાબ
D. s → p → d → f
સ્કીનિંગ અસર માટેનો ક્રમ s → p → d → f
પ્રશ્ન 25.
આપેલમાંથી કઈ સ્પીસીઝમાં અસરકારક કેન્દ્રીય વીજભાર સૌથી વધારે હશે?
A. Mg
B. Al
C. Mg2+
D. Al3+
જવાબ
D. Al3+
ધન વીજભાર વધુ હોવાથી
પ્રશ્ન 26.
ઇલેક્ટ્રૉનપ્રાપ્તિ એન્થાલ્પી(ΔegH)ના વધુ ત્રણ મૂલ્ય માટે આપેલમાંથી કયો સંબંધ સાચો છે?
A. F < Cl
B. B < Be
C. C < N
D. C < B
જવાબ
A. F < Cl
Fની ઇલેક્ટ્રૉનપ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય Clની સાપેક્ષે સૌથી વધુ હોય છે.
પ્રશ્ન 27.
એક જ સમૂહમાં ઇલેક્ટ્રૉનપ્રાપ્તિ એન્થાલ્પી(ΔegH)ના વધુ ત્રણ મૂલ્ય માટે આપેલમાંથી કયો સંબંધ સાચો છે?
A. વધે.
B. ઘટે.
C. ના બદલાય.
D. વધારો થઈ ઘટાડો થાય.
જવાબ
B. ઘટે.
સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં મુખ્ય ક્વૉન્ટમ આંકનું મૂલ્ય વધતાં, કેન્દ્રથી અંતર વધે. જેથી આકર્ષણ ઘટે પરિણામે ΔegH ઘટે.
પ્રશ્ન 28.
વિદ્યુતઋણતા વધે તેમ ધાત્વીય લક્ષણમાં શું ફેરફાર થાય છે?
A. વધે.
B. ઘટે.
C. ના બદલાય.
D. વધારો થઈ ઘટાડો થાય.
જવાબ
B. ઘટે.
પ્રશ્ન 29.
વિદ્યુતઋણતા માટે આપેલમાંથી કયો સંબંધ સાચો નથી?
A. Cs > K
B. O > N
C. C < N D. Na > K
જવાબ
A. Cs > K
એક જ સમૂહનાં તત્ત્વોમાં વિદ્યુતઋણતા Z વધતાં ઘટે છે.
પ્રશ્ન 30.
આપેલ કયો બંધ સૌથી વધુ ધ્રુવીય થશે?
A. C – F
B. N – F
C. O – F
D. B – F
જવાબ
D. B – F
Fની વિદ્યુતઋણતા B કરતાં પ્રમાણમાં વધુ હોવાથી
પ્રશ્ન 31.
આપેલ ક્યો બંધ સૌથી વધુ સહસંયોજક વલણ ધરાવે છે?
A. C – Cl
B. N – Cl
C. B – Cl
D. B – F
જવાબ
B. N – Cl
બે તત્ત્વો વચ્ચે વિદ્યુતઋણતાનો તફાવત ઓછો તેમ સહસંયોજક લક્ષણ (વલણ) વધુ.
પ્રશ્ન 32.
આપેલા પરમાણુ માટે એક જ કક્ષામાં રહેલી s, p, d, f કક્ષકોના ઇલેક્ટ્રૉનની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રૉન પર થતી સ્ક્રીનિંગ અસરનો સાચો ક્રમ કયો છે?
A. s < p < d < f
B. s < d < p < f C. s > p > d > f
D. s > p>f > d
જવાબ
C. s > p > d > f
આકારના કારણે
પ્રશ્ન 33.
આપેલ સ્પીસીઝ માટે કદનો સાચો ક્રમ કયો છે?
A. 1 < 1– < 1+
B. 1+ < 1 < 1–
C. 1 < 1+ < 1–
D. 1– < 1 <1+
જવાબ
B. 1+ < 1 < 1–
ધન આયનની ત્રિજ્યા < પરમાણ્વીય ત્રિજ્યા < ઋણ આયનની ત્રિજ્યા
પ્રશ્ન 34.
કઈ ઇલેક્ટ્રૉનીય રચના માટે ઇલેક્ટ્રૉનપ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધારે ઋણ મૂલ્ય ધરાવે છે?
A. 1s22s22p5
B. 1s22s22p63s23p5
C. 1s22s2p63s1
D. 1s22s22p63s2
જવાબ
B. 1s22s22p63s23p5
આધુનિક આવર્ત કોષ્ટકમાં ક્લોરિનની ΔegHનું મૂલ્ય સૌથી વધારે ઋણ છે.
પ્રશ્ન 35.
આપેલમાંથી કયા તત્ત્વ માટે પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી (ΔiH1 અને ΔiH2) વચ્ચેનો તફાવત સૌથી વધારે હશે?
A. N
B. B
C. Na
D. Ca
જવાબ
C. Na
નિષ્ક્રિય વાયુ જેવી સંવૃત્ત ઇલેક્ટ્રૉન-રચના
પ્રશ્ન 36.
આપેલમાંથી કયા તત્ત્વના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રૉન સૌથી વધારે શીલ્ડિંગ અસર અનુભવશે?
A. સમૂહ 14 અને આવર્ત 2નું તત્ત્વ
B. સમૂહ 14 અને આવર્ત 5નું તત્ત્વ
C. સમૂહ 14 અને આવર્ત 3નું તત્ત્વ
D. સમૂહ 14 અને આવર્ત 4નું તત્ત્વ
જવાબ
B. સમૂહ 14 અને આવર્ત 5નું તત્ત્વ
સમૂહ 14 અને આવર્ત 5નું તત્ત્વ સૌથી વધુ શીલ્ડિંગ અસર અનુભવશે.
પ્રશ્ન 37.
ઇલેક્ટ્રૉનપ્રાપ્તિ એન્થાલ્પી(ΔegH)ના વધુ ઋણ મૂલ્ય માટે આપેલમાંથી કર્યો સંબંધ સાચો છે?
A. B < C < N
B. N < O < C
C. C < N < O D. N > C < O જવાબ D. N > C < O
ઇલેક્ટ્રૉન-રચનાને આધારે
પ્રશ્ન 38.
આપેલમાંથી કયા વિકલ્પમાં દર્શાવેલ પરમાણુક્રમાંક ધરાવતાં તત્ત્વો આધુનિક આવર્ત કોષ્ટકમાં એક જ સમૂહનાં તત્ત્વો છે?
A. 4, 12, 20, 28
B. 7, 15, 33, 83
C. 14, 22, 40, 72
D. 13, 21, 39, 61
જવાબ
B. 7, 15, 33, 83
સમૂહ 15નાં તત્ત્વોનો પરમાણ્વીય ક્રમાંક છે.
પ્રશ્ન 39.
આપેલ આકૃતિના સંદર્ભમાં તીર પર દર્શાવેલ નંબર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. (તીરની દિશામાં ગુણધર્મમાં વધારો દર્શાવે છે.)
(a) આયનીકરણ એન્થાલ્પી
(b) વિદ્યુતઋણતા
(c) પરમાણ્વીય ત્રિજ્યા
(d) અધાત્વીય ગુણધર્મ
A. ( 1 – d), (2 – b), (3 – c), (4 – a).
B. (1 – d), (2 – c), (3 – a), (4 – b).
C. (1 – b), (2 – d), (3 – c), (4 – a).
D. (1 – d), (2 – a), (3 – c), (4 – b).
જવાબ
B. (1 – d), (2 – c), (3 – a), (4 – b).
સમૂહમાં નીચેથી ઉપર તરફ જતાં અધાત્વીય ગુણધર્મ વધે, પરમાણ્વીય ત્રિજ્યા વધે, વિદ્યુતઋણતા વધે છે.
પ્રશ્ન 40.
આપેલ આકૃતિના સંદર્ભમાં તીર પર દર્શાવેલ નંબર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. (તીરની દિશામાં ગુણધર્મમાં વધારો દર્શાવે છે.)
(a) આયનીકરણ એન્થાલ્પી
(b) વિદ્યુતઋણતા
(c) પરમાણ્વીય ત્રિજ્યા
(d) અધાત્વીય ગુણધર્મ
A. (1 – c), (2 – b), (3 – d), (4 – a).
B. (1 – d), (2 – c), (3 – a), (4 – b).
C. (1 – b), (2 – d), (3 – c), (4 – a).
D. (1 – c), (2 – a), (3 – b), (4 – d).
જવાબ
A. (1 – c), (2 – b), (3 – d), (4 – a).
સમૂહમાં નીચેથી ઉપર તરફ જતાં અધાત્વીય ગુણધર્મ વધે, પરમાણ્વીય ત્રિજ્યા વધે, વિદ્યુતઋણતા વધે છે.
પ્રશ્ન 41.
પરમાણ્વીય ત્રિજ્યા માટે આપેલમાંથી કયો સંબંધ સાચો છે?
A. F < S < Mg < Rb < Sr < Cs
B. F < Mg < S < Sr < Cs
C. F < S < Mg < Sr < Cs < Rb
D. F < S < Mg < Sr < Rb < Cs
જવાબ
D. F < S < Mg < Sr < Rb < Cs
ઇલેક્ટ્રૉન-રચના આધારિત
પ્રશ્ન 42.
આપેલમાંથી કઈ પરમાણ્વીય ક્રમાંકની જોડનાં તત્ત્વો વચ્ચેનો બંધ સૌથી ઓછો સહસંયોજક હશે?
A. 17 અને 8
B. 16 અને 55
C. 6 અને 14
D. 9 અને 7
જવાબ
B. 16 અને 55
વિદ્યુતઋણતાનો તફાવત વધુ હોવાથી
પ્રશ્ન 43.
આપેલમાંથી કયાં વિધાન / વિધાનો સાચાં છે?
1. તત્ત્વોમાં જેમ પરમાણ્વીય ક્રમાંક વધે તેમ વિદ્યુતઋણતા વધે છે.
2. દ્વિ-પરમાણ્વીય અણુમાં જેમ ધન ઑક્સિડેશન અવસ્થા ધરાવતા પરમાણુની વિદ્યુતઋણતા વધે તેમ સંયોજનનું આયનીય વલણ વધે છે.
3. કોઈ પણ તટસ્થ પરમાણુ કરતાં તેમાંથી બનતા ઋણ આયનની ત્રિજ્યા વધારે હોય છે.
4. દ્વિ-પરમાણ્વીય અણુમાં જેમ ઋણ ઑક્સિડેશન અવસ્થા ધરાવતા પરમાણુની વિદ્યુતઋણતા વધે તેમ સંયોજનનું સહસંયોજક વલણ
વધે છે.
A. 1, 3, 4
B. 3
C. 1, 2, 3
D. 3, 4
જવાબ
B. 3
કોઈ પણ તટસ્થ પરમાણુ કરતાં તેમાંથી બનતા ઋણ આયનની ત્રિજ્યા વધુ હોય છે.
પ્રશ્ન 44.
Naનો પ્રથમ આયનીકરણ પોર્ટેન્શિયલ 5.1 eV છે, તો Na+ની ઇલેક્ટ્રૉનપ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય શોધો.
A. – 5.1 eV
B. – 10.2 eV
C. + 2.55 eV
D. – 2.55 eV
જવાબ
A. – 5.1 eV
ΔiH = – ΔegH
પ્રશ્ન 45.
[Ne] 3s23p4 ઇલેક્ટ્રૉનીય રચના ધરાવતું તત્ત્વ આધુનિક આવર્ત કોષ્ટકમાં કયા સમૂહમાં આવેલું છે?
A. 14
B. 15
C. 16
D. 17
જવાબ
C. 16
બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રૉનની સંખ્યા 6 હોવાથી
પ્રશ્ન 46.
પરમાણ્વીય ત્રિજ્યા માટે શું સુસંગત નથી?
A. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ઘટે છે.
B. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં વધે છે.
C. તત્ત્વમાં મુખ્ય ક્વૉન્ટમ આંક વધે તેમ વધે છે.
D. કેન્દ્રમાં ધન વીજભાર વધે તેમ વધે છે.
જવાબ
D. કેન્દ્રમાં ધન વીજભાર વધે તેમ વધે છે.
કેન્દ્રમાં ધન વીજભાર વધે તેમ આકર્ષણ વધે, પરિણામે ત્રિજ્યામાં ઘટાડો થાય છે.
પ્રશ્ન 47.
સ્પીસીઝના કદના સંદર્ભમાં કયો ક્રમ સાચો છે?
A. Pb < Pb2+ < Pb4+
B. Pb4+ > Pb2+ > > Pb
C. Pb > Pb2+ > Ph4+
D. Pb2+ < Pb < Pb4+
જવાબ
C. Pb > Pb2+ > Ph4+
પ્રશ્ન 48.
આપેલમાંથી કયા તત્ત્વનો ઑક્સાઇડ ઍસિડિક હોય છે?
A. સોડિયમ
B. સીઝિયમ
C. કૅલ્શિયમ
D. સલ્ફર
જવાબ
D. સલ્ફર
અધાતુના ઑક્સાઇડ ઍસિડિક હોય છે.
પ્રશ્ન 49.
આપેલ કયા વિકલ્પમાં દર્શાવેલ પરમાણ્વીય ક્રમાંકની જોડનાં તત્ત્વો
સમાન મહત્તમ ધન ઑક્સિડેશન અવસ્થા ધરાવે છે?
A. Z = 9, Z = 16
B. Z = 19, Z = 38
C. Z = 15, Z = 51
D. Z = 13, Z = 22
જવાબ
C. Z = 15, Z = 51
બાહ્યતમ કક્ષામાં સમાન ઇલેક્ટ્રૉન છે.
પ્રશ્ન 50.
ધાતુગુણના આધારે ચડતો ક્રમ કયો સાચો છે?
A. Si < Al < Mg < Na
B. Si < Mg < Al < Na
C. Na < Mg < Al < Si
D. Al < Si < Mg < Na
જવાબ
A. Si < Al < Mg < Na
વિદ્યુતઋણતાના ક્રમ પરથી
પ્રશ્ન 51.
જો આઉબાઉના નિયમનું પાલન થતું ના હોય, તો 20Ca કયા વિભાગમાં ગોઠવી શકાય?
A. s
B. p
C. d
D. f
જવાબ
C. d
છેલ્લો ઇલેક્ટ્રૉન s-કક્ષકના બદલે d-કક્ષકમાં દાખલ થાય.
પ્રશ્ન 52.
સીઝિયમની આયનીકરણ એન્થાલ્પી 375.6 kJ mol-1 છે. 2.66 mg વાયુરૂપ સીઝિયમનું સીઝિયમ આયનમાં સંપૂર્ણ રૂપાંતર કરવા જરૂરી ઊર્જાનું મૂલ્ય શું હશે? [Csનું પરમાણ્વીય દળ = 133 u]
A. 7.512 J
B. 7.512 J
C.751.2 J
D. 18782 J
જવાબ
A. 7.512 J
Csના મોલ = \(\frac{2.66 \times 10^{-3}}{133}\)
= 0.02 × 10-3
= 2.0 × 10-5 mol
∴ 2.66 mg Csની ΔiH = 375.6 × 2 × 105 kJ
= 751.2 × 10-5 J
= 7.512 × 10-3 J
= 7.512 J
પ્રશ્ન 53.
M, N અને P તત્ત્વના પરમાણ્વીય ક્રમાંક અનુક્રમે x, x – 1 અને x – 3 છે. P તત્ત્વ હેલોજન પરમાણુ હોય, તો N અને P તત્ત્વ વચ્ચેના બંધની પ્રકૃતિ જણાવો.
A. સહસંયોજક
B. આયોનિક
C. સવર્ગ સહસંયોજક
D. ધાત્વીય
જવાબ
B. આયોનિક
અહીં, તત્ત્વ P હેલોજન પરમાણુ છે. જેથી ધારો કે તેનો પરમાણ્વીય ક્રમાંક 17 છે. તથા x – 3 = 17 ∴ x = 20
આમ, તત્ત્વ N અને P એ આવર્ત કોષ્ટકમાં K અને Cl છે. જેમની વચ્ચે આયોનિક બંધ છે.
પ્રશ્ન 54.
M, N અને P તત્ત્વના પરમાણ્વીય ક્રમાંક અનુક્રમે x, x – 1 અને x – 3 છે. P તત્ત્વ હેલોજન પરમાણુ હોય, તો અહીં M અને P તત્ત્વ ધરાવતું સૂત્ર કયું છે?
A. MP
B. M2P
C. MP2
D. M2P3
જવાબ
C. MP2
અહીં, તત્ત્વ P હેલોજન પરમાણુ છે. જેથી ધારો કે તેનો પરમાણ્વીય ક્રમાંક 17 છે. તથા x – 3 = 17 ∴ x = 20
આમ, તત્ત્વ N અને P એ આવર્ત કોષ્ટકમાં K અને Cl છે. જેમની વચ્ચે આયોનિક બંધ છે.
પ્રશ્ન 55.
X, Y અને Z તત્ત્વના બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રૉન અનુક્રમે 2, 3 અને 4 છે, તો કયું તત્ત્વ બેઝિક ઑક્સાઇડ બનાવશે?
A. X
B. Y
C. Z
D. આપેલ પૈકી એક પણ નહિ
જવાબ
A. X
તત્ત્વ Xની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રૉન હોવાથી તે તત્ત્વ ધાત્વીય ગુણ ધરાવે છે. આથી તેનો ઑક્સાઇડ બેઝિક પ્રકૃતિ ધરાવે છે.
પ્રશ્ન 56.
A, B, C અને D એ સમૂહ 17નાં તત્ત્વો છે. જો તેમના પરમાણ્વીય ક્રમાંક અનુક્રમે Y, Y – X, Y+ 4x + 4 અને Y + 2X + 2 (X = 8) છે, તો કયું તત્ત્વ જાંબલી રંગનો ઘન પદાર્થ છે?
A. C
B. A
C. D
D. B
જવાબ
C. D
અહીં X = 8 હોવાથી તત્ત્વ C માટે Zનું મૂલ્ય Y + 4X + 4 અનુસાર Y + 36 થશે. જે આપેલ તત્ત્વોમાં સૌથી વધુ ૫૨માણ્વીય ક્રમાંક ધરાવતું તત્ત્વ છે. સમૂહ 17માં વધુ પરમાણ્વીય ક્રમાંક તત્ત્વ Iનો છે. (અહીં) જે જાંબલી રંગનો ઘન પદાર્થ છે.
પ્રશ્ન 57.
તત્ત્વ X સમૂહ 16 અને પાંચમા આવર્તનું છે, તો તે તત્ત્વનો પરમાણ્વીય ક્રમાંક ……………. .
A. 34
B. 50
C. 52
D. 85
જવાબ
C. 52
આધુનિક આવર્ત કોષ્ટક મુજબ.
પ્રશ્ન 58.
તત્ત્વ A, B, C, Dની બાહ્યતમ કક્ષામાં કુલ ઇલેક્ટ્રૉનની સંખ્યા અનુક્રમે 2, 1, 4 અને 6 હોય, તો નીચેનાંમાંથી કયું તત્ત્વ ચાકોજન હશે?
A. B
B. C
C. D
D. A
જવાબ
C. D
ચાલ્કોજન તત્ત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રૉનીય રચના ns2np4 છે. આથી તેમાં બાહ્યતમ કક્ષામાં કુલ 6 ઇલેક્ટ્રૉન છે.
પ્રશ્ન 59.
આઇસોઇલેક્ટ્રૉનિક સ્પીસીઝ(સમઇલેક્ટ્રૉનીય ઘટકો)ની આયોનિક ત્રિજ્યા અનુક્રમે 171pm, 136pm અને 140pm છે. આ ત્રિજ્યાને અનુરૂપ આઇસોઇલેક્ટ્રૉનિક સ્પીસીઝ (સમઇલેક્ટ્રૉનીય ઘટકો) ……………… છે.
A. N3-, O2-, F–
B. F–, O2-, N3-
C. O2-, N3-, F–
D.N3-, F–, O2-
જવાબ
D.N3-, F–, O2-
ઋણ વીજભાર ∝ આયનીય ત્રિજ્યા
પ્રશ્ન 60.
Mo(મોલિબ્લેડનમ)નું કદ W (ટંગસ્ટન) તત્ત્વના કદને લગભગ સમાન છે, કારણ ………..
A. આચ્છાદન અસર
B. ઍક્ટિનોઇડ સંકોચન
C. 4f-કક્ષકના ઇલેક્ટ્રૉનનું નબળું આચ્છાદન
D. 4d-કક્ષકના ઇલેક્ટ્રૉન દ્વારા નબળું આચ્છાદન
જવાબ
C. 4f-કક્ષકના ઇલેક્ટ્રૉનનું નબળું આચ્છાદન
4f-કક્ષકના ઇલેક્ટ્રૉનનું નબળું આચ્છાદન હોવાથી આકર્ષણ વધે.
પ્રશ્ન 61.
પરમાણ્વીય ક્રમાંક 84 ધરાવતા તત્ત્વમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રૉન માટે નીચેનામાંથી કયા ક્વૉન્ટમ આંકનો સેટ યોગ્ય છે?
A. n = 6, l = 1, m = ±1, s = ±\(\frac{1}{2}\)
B. n = 5, l = 2, m = 0, s = ±\(\frac{1}{2}\)
C. n = 6, l = 0, m = 0, s = ±\(\frac{1}{2}\)
D.n = 6, l = 3, m = 2, s = ±\(\frac{1}{2}\)
જવાબ
A. n = 6, l = 1, m = ±1, s = ±\(\frac{1}{2}\)
Z = 84ની ઇલેક્ટ્રૉનીય રચના (બાહ્યતમ કક્ષા) : 6s26p4 પરથી
પ્રશ્ન 62.
નીચેનામાંથી કયો ઘટક સમઇલેક્ટ્રૉનીય નથી?
BO33-, CO32-, SO32-, NO3–
A. BO33-
B. CO32-
C. NO3–
D. SO32-
જવાબ
D. SO32-
બાકીના ઘટકોમાં ઇલેક્ટ્રૉનની સંખ્યા = 32 જ્યારે SO32-માં ઇલેક્ટ્રૉનની સંખ્યા = 42
પ્રશ્ન 63.
ગેલિયમની પ્રથમ, દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પી અનુક્રમે 579, 1979 અને 2962 kJ mol-1 છે. તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોવા છતાં Ga3+ વધુ સ્થાયી છે, કારણ કે…
A. મહત્તમ ઊર્જા મુક્ત થતાં વધુ સ્થિરતા પ્રાપ્ત થાય છે.
B. Ga3+નું કદ નાનું છે.
C. Ga3+ વધુ સક્રિય છે.
D. સ્થાયી ઇલેક્ટ્રૉન-રચના પ્રાપ્ત કરે છે.
જવાબ
D. સ્થાયી ઇલેક્ટ્રૉન-રચના પ્રાપ્ત કરે છે.
સંવૃત્ત કોશ રચના બાદ તત્ત્વના આયનની સ્થિરતા વધે.
પ્રશ્ન 64.
નીચેનાં પૈકી સાચું વિધાન પસંદ કરો.
A. આચ્છાદન અસર જેમ વધે તેમ વિદ્યુતઋણતા ઘટે.
B. આચ્છાદન અસર જેમ વધે તેમ ધાત્વીય ગુણધર્મ વધે.
C. આયનીકરણ એન્થાલ્પી જેમ વધે તેમ ધાત્વીય ગુણધર્મ વધે.
D. સ્પીસીઝ પર જેમ ધન વીજભાર વધે તેમ આયોનિક ત્રિજ્યા વધે.
જવાબ
A. આચ્છાદન અસર જેમ વધે તેમ વિદ્યુતઋણતા ઘટે.
આચ્છાદન અસ૨ જેમ વધે તેમ ઇલેક્ટ્રૉનનું આકર્ષણ નબળું પડે. તેથી વિદ્યુતઋણતા ઘટે.
પ્રશ્ન 65.
નીચેનામાંથી ધાતુ, અધાતુ અને અર્ધધાતુ તત્ત્વો ધરાવતા સમૂહની સામાન્ય ઇલેક્ટ્રૉન-રચના કઈ છે?
A. ns1 અને ns2
B. ns2 અને ns2(n – 1)d1 – 10
C. ns2 અને ns2np6
D. ns2np4 અને ns2np5
જવાબ
D. ns2np4 અને ns2np5
સમૂહ 16 અને 17
પ્રશ્ન 66.
કયા સમૂહમાં પદાર્થની ત્રણેય ભૌતિક સ્થિતિનો સમાવેશ થાય છે?
A. સમૂહ 17
B. સમૂહ 14
C. સમૂહ 18
D. સમૂહ 15
જવાબ
A. સમૂહ 17
F, Cl → વાયુ સ્વરૂપે
Br ઘેરા લાલ રંગનું પ્રવાહી, જ્યારે I ઘન જાંબલી રંગનો પદાર્થ છે.
પ્રશ્ન 67.
A, B, C અને D ચાર તત્ત્વોમાં D નિષ્ક્રિય વાયુ છે. C વધુ સક્રિય વાયુ છે. B ઘન છે, જેનો ઑક્સાઇડ બેઝિક છે અને A વધુ સક્રિય ઘન છે. તે લેસાઇન દ્રાવણ બનાવવા ઉપયોગી છે. તત્ત્વ B, D, A, C માટે અનુક્રમે શક્ય પરમાણ્વીય ક્રમાંક ધરાવતો સેટ પસંદ કરો :
A. 12, 18, 9, 11
B. 11, 36, 9, 20
C. 20, 36, 11, 9
D. 9, 18, 11, 20
જવાબ
C. 20, 36, 11, 9
તત્ત્વ C એ નિષ્ક્રિય વાયુ છે.
પ્રશ્ન 68.
ક્યા આવર્ત અને સમૂહનું તત્ત્વ સૌથી વધુ ઋણ ઇલેક્ટ્રૉનપ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે?
A. આવર્ત 1, સમૂહ 18
B. આવર્ત 3, સમૂહ 17
C. આવર્ત 2, સમૂહ 17
D. આવર્ત 2, સમૂહ 16
જવાબ
B. આવર્ત 3, સમૂહ 17
Cl
પ્રશ્ન 69.
Yનો પરમાણ્વીય ક્રમાંક = Xનો પરમાણ્વીય ક્રમાંક +18 છે, તો X અને Y તત્ત્વ ……………… ના સભ્ય છે.
A. સમાન આવર્ત, સમાન સમૂહ
B. સમાન આવર્ત, પરંતુ જુદા સમૂહ
C. જુદા આવર્ત, પરંતુ સમાન સમૂહ
D. જુદા આવર્ત, જુદા સમૂહ
જવાબ
C. જુદા આવર્ત, પરંતુ સમાન સમૂહ
અહીં Zમાં 18 ઉમેરાવાથી આવર્ત જુદો પડે પરંતુ સમૂહ સમાન છે.
પ્રશ્ન 70.
તત્ત્વ X ત્રીજા આવર્ત અને સમૂહ 16નું તત્ત્વ છે. તત્ત્વ Y ચોથા આવર્ત અને ત્રીજા સમૂહનું તત્ત્વ છે. આ બે તત્ત્વથી બનતા સંયોજનનું અણુસૂત્ર જણાવો.
A. X3Y2
B. Y3X2
C. YX2
D. X2Y
જવાબ
A. X3Y2
તત્ત્વ Xની ઇલેક્ટ્રૉનીય રચના : 3s23p4
તત્ત્વ Yની ઇલેક્ટ્રૉનીય રચના : 4s24p1
∴ અણુસૂત્ર = X3Y2
પ્રશ્ન 71.
M, N, B અને D તત્ત્વના પરમાણુમાં રહેલા છેલ્લા ઇલેક્ટ્રૉન માટે ક્વૉન્ટમ આંકના સેટ નીચે મુજબ છે. આ સેટને આધારે કયું તત્ત્વ અધાતુ છે, તે પસંદ કરો :
M : n = 2, l = 1, m = 0, ±1
N : n = 4, l = 0, m = 0
B : n = 5, l = 2, m = ±2
D : n = 6, l = 3, m = 0
A. D
B. B
C. N
D. M
જવાબ
D. M
n = 6, l = 3, m = 0 પરથી ઇલેક્ટ્રૉનીય રચના
પ્રશ્ન 72.
CuO, MgO, Al2O3 અને K2O પૈકી કયો ઑક્સાઇડ સૌથી વધુ બેઝિક છે?
A. K2O
B. MgO
C. CuO
D. Al2O3
જવાબ
A. K2O
K પ્રબળ વિદ્યુત ધન ધાતુ તત્ત્વ હોવાથી
પ્રશ્ન 73.
Z = 1થી 60 સુધીનાં તત્ત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અને પરમાણ્વીય ક્રમાંક વચ્ચેનો સંબંધ દર્શાવતા આલેખ માટે કયું વિધાન યોગ્ય છે?
A. આલેખમાં આલ્કલી ધાતુઓ ઉપર, જ્યારે ઉમદા વાયુ તત્ત્વો નીચે દર્શાવેલ છે.
B. આલેખમાં આલ્કલી ધાતુઓ નીચે જ્યારે ઉમદા વાયુ તત્ત્વો ઉપર દર્શાવેલ છે.
C. આલેખમાં સંક્રાંતિ તત્ત્વો ઉપર દર્શાવેલ છે.
D. આલેખમાં ઉપર કે નીચેનું સ્થાન અવલોકી શકાતું નથી.
જવાબ
B. આલેખમાં આલ્કલી ધાતુઓ નીચે જ્યારે ઉમદા વાયુ તત્ત્વો ઉપર દર્શાવેલ છે.
ઉમદાં વાયુ તત્ત્વો માટે ΔiH વધુ.
પ્રશ્ન 74.
[Ar]4s1 ઇલેક્ટ્રૉન-રચના ધરાવતું તત્ત્વ P નીચેના પૈકી કઈ ઇલેક્ટ્રૉન-રચના ધરાવતા તત્ત્વ સાથે જોડાઈને ઊંચા ગલનબિંદુ ધરાવતો અને પાણીમાં સુદ્રાવ્ય આયોનિક ઘન બનાવે છે?
A. [Ar]4s23d1
B. [Ne]3s23p3
C. [Ne]3s23p5
D. [Ar]4s23d2
જવાબ
C. [Ne]3s23p5
તત્ત્વ p એ [Ne]3s23p5 સાથે સંયોજાઈ આયોનિક ધન બને. p એ આલ્કલી ધાતુ તત્ત્વ જ્યારે બીજું તત્ત્વ હેલોજન સમૂહનું છે.
પ્રશ્ન 75.
સમઇલેક્ટ્રૉનીય સ્પીસીઝ Na+, Mg2+, F– અને O2- પૈકી તેમની ત્રિજ્યાની લંબાઈનો સાચો ચડતો ક્રમ ……………. .
A. F– < O2- < Mg2+ < Na+
B. Mg2+ < Na+ < F– < O2-
C. O2- < F– < Na+ < Mg2+
D. O2- < F– < Mg2+ < Na+
જવાબ
B. Mg2+ < Na+ < F– < O2-
જેમ Z/eનું મૂલ્ય ઓછું તેમ આયનીય ત્રિજ્યા વધુ
પ્રશ્ન 76.
નીચેના પૈકી કયું ઍક્ટિનોઇડ નથી?
A. સીરિયમ (Z = 96)
B. કૅલિફૉર્નિયમ (Z = 98)
C. યુરેનિયમ (Z = 92)
D. ટર્બિયમ (Z = 65)
જવાબ
D. ટર્બિયમ (Z = 65)
ટર્બિયમ લેન્થેનોઇડ છે.
પ્રશ્ન 77.
આપેલ પરમાણુના બાહ્યકોશના ઇલેક્ટ્રૉન પર આંતરકોશની s, p, d, f કક્ષકોના ઇલેક્ટ્રૉનની સ્ક્રીનિંગ અસરનો ક્રમ જણાવો.
A. s > p> d > f
B. f > d > p > s
C. p > d > s > f
D. f > p > s > d
જવાબ
A. s > p> d > f
થિયરી મુજબ
પ્રશ્ન 78.
Na, Mg, Al અને Siની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ શું થશે?
A. Na < Mg > Al < Si B. Na > Mg > Al > Si
C. Na < Mg < Al < Si D. Na > Mg > Al < Si
જવાબ
A. Na < Mg > Al < Si
થિયરી મુજબ
પ્રશ્ન 79.
ગેડોલિનિયમ(Z = 64)ની ઇલેક્ટ્રૉનીય રચના જણાવો.
A. [Xe] 4f3 5d5 6s2
B. [Xe] 4f7 5d2 6s1
C. [Xe] 4f7 5d1 6s2
D. [Xe] 4f8 5d6 6s2
જવાબ
C. [Xe] 4f7 5d1 6s2
થિયરી મુજબ
પ્રશ્ન 80.
તત્ત્વોના આવર્તનીય વર્ગીકરણ માટેનું કયું વિધાન સાચું નથી?
A. તત્ત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે.
B. અધાતુ તત્ત્વોની સંખ્યા ધાતુ તત્ત્વો કરતાં ઓછી છે.
C. સંક્રાંતિ તત્ત્વો માટે 3d-કક્ષકોમાં ઇલેક્ટ્રૉન 3p-કક્ષકો પછી અને 4s-કક્ષકો પહેલા ભરાય છે.
D. સામાન્ય રીતે આપેલા આવર્તમાં તત્ત્વોની પ્રથમ આયનીકરણ ઊર્જા પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે વધે છે.
જવાબ
C. સંક્રાંતિ તત્ત્વો માટે 3d-કક્ષકોમાં ઇલેક્ટ્રૉન 3p-કક્ષકો પછી અને 4s-કક્ષકો પહેલા ભરાય છે.
થિયરી મુજબ
પ્રશ્ન 81.
હેલોજન સમૂહમાં ઇલેક્ટ્રૉનપ્રાપ્તિ એન્થાલ્પીનો સાચો ક્રમ જણાવો.
A. F > Cl > Br > I
B. F < Cl > Br < I
C. F < Cl > Br > I
D. F < Cl < Br < I
જવાબ
C. F < Cl > Br > I
થિયરી મુજબ
પ્રશ્ન 82.
આવર્ત કોષ્ટકના વિસ્તૃત સ્વરૂપમાં આવર્તક્રમ કોને સમાન છે?
A. આવર્તના કોઈ પણ તત્ત્વના ચુંબકીય ક્વૉન્ટમ આંકને
B. આવર્તના કોઈ પણ તત્ત્વના પરમાણ્વીય ક્રમાંકને
C. આવર્તના કોઈ પણ તત્ત્વના મહત્તમ મુખ્ય ક્વૉન્ટમ આંકને
D. આવર્તના કોઈ પણ તત્ત્વના મહત્તમ ગૌણ ક્વૉન્ટમ આંકને
જવાબ
C. આવર્તના કોઈ પણ તત્ત્વના મહત્તમ મુખ્ય ક્વૉન્ટમ આંકને
થિયરી મુજબ
પ્રશ્ન 83.
તત્ત્વો કે જેની 4f-કક્ષકમાં ઇલેક્ટ્રૉન ક્રમશઃ ભરાતા હોય તે કયા નામથી ઓળખાય છે?
A. ઍક્ટિનોઇડ્સ
B. સંક્રાંતિ તત્ત્વો
C. લેન્થેનોઇડ્સ
D. હેલોજન
જવાબ
C. લેન્થેનોઇડ્સ
થિયરી મુજબ
પ્રશ્ન 84.
આપેલ સ્પીસીઝના કદનો સાચો ક્રમ કયો છે?
A. I > I– > I+
B. I+ + > I– > I
C. I > I+ > I–
D. I– > I > I+
જવાબ
D. I– > I > I+
થિયરી મુજબ
પ્રશ્ન 85.
ઑક્સિજન પરમાણુમાંથી ઑક્સાઇડ આયન O2-(g)ની બનાવટ માટે જરૂરી પ્રથમ ઉષ્માક્ષેપક અને ત્યારબાદ ઉષ્માશોષક તબક્કા નીચે મુજબ દર્શાવેલ છે :
O(g) + e– → O– (g) ; ΔH = – 141 kJ mol-1
O–(g) + e– → O2- (g) ; ΔH = +780 kJ mol-1
આમ, O2- નિર્માન સાથે સમઇલેક્ટ્રૉનીય હોવા છતાં વાયુ કલામાં O2- ની બનાવટ પ્રક્રિયા પ્રતિકૂળ છે. આમ થવાનું કારણ જણાવો.
A. ઑક્સિજન વધુ વિદ્યુતઋણ છે.
B. ઑક્સિજનમાં ઇલેક્ટ્રૉનના ઉમેરાવાથી તે મોટા કદના આયનમાં પરિણમે છે.
C. ઉમદા વાયુ જેવી રચનાથી પ્રાપ્ત થતી સ્થિરતા કરતાં ઇલેક્ટ્રૉન અપાકર્ષણ વધી જાય છે.
D. O– આયનનું કદ ઑક્સિજન પરમાણુની સરખામણીમાં નાનું છે.
જવાબ
C. ઉમદા વાયુ જેવી રચનાથી પ્રાપ્ત થતી સ્થિરતા કરતાં ઇલેક્ટ્રૉન અપાકર્ષણ વધી જાય છે.
થિયરી મુજબ
પ્રશ્ન 86.
નીચે આપેલ ફકરા આધારિત કેટલાક બહુવિકલ્પ પ્રશ્નો આપેલા છે. દરેક પ્રશ્નનો એક સાચો વિકલ્પ છે. સાચો વિકલ્પ પસંદ કરો :
આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્ત્વોની ગોઠવણી તેમના પરમાણ્વીય ક્રમાંકના ચડતા ક્રમમાં કરેલી છે, જે ઇલેક્ટ્રૉનીય રચના સાથે સંબંધિત છે. છેલ્લો ઇલેક્ટ્રૉન જે કક્ષકમાં ભરાતો હોય તેના આધારે આવર્ત કોષ્ટકમાં તત્ત્વોને ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યાં છે, જેમ કે s, p, d અને f આધુનિક આવર્ત કોષ્ટક સાત આવર્તો અને અઢાર સમૂહોનું બનેલું છે. દરેક આવર્તની શરૂઆત નવા ઊર્જાસ્તર ભરાવાથી થાય છે. આઉબાઉના સિદ્ધાંત મુજબ સાત આવર્તોમાં અનુક્રમે 2, 8, 8, 18, 18, 32 અને 32 તત્ત્વો હોય છે. સાતમો આવર્ત હજુ અધૂરો છે. આવર્ત કોષ્ટક વધુ વિસ્તૃત થતું રોકવા માટે f-વિભાગનાં બે તત્ત્વોની શ્રેણીઓ કે જેને લેન્થેનોઇડ્સ અને ઍક્ટિનોઇડ્સ કહે છે, તેને આવર્ત કોષ્ટકના મુખ્ય ભાગની બહાર તળિયે રાખવામાં આવી છે.
(1) પરમાણ્વીય ક્રમાંક 57વાળું તત્ત્વ કયા વિભાગને અનુસરે છે?
A. s-વિભાગ
B. p-વિભાગ
C. d-વિભાગ
D. f-વિભાગ
જવાબ
C. d-વિભાગ
(2) છઠ્ઠા આવર્તના p-વિભાગના છેલ્લા તત્ત્વને બાહ્યતમ કક્ષાની કઈ ઇલેક્ટ્રૉન-રચના વડે દર્શાવાય છે?
A. 7s2 7p6
B. 5f14 6d10 7s2 7p0
C. 4f14 5d10 6s2 6p6
D. 4f14 5d10 6s26p4
જવાબ
C. 4f14 5d10 6s2 6p6
(3) કયું તત્ત્વ કે જેનો પરમાણ્વીય ક્રમાંક નીચે આપેલ છે તે વર્તમાન આવર્ત કોષ્ટકના વિસ્તૃત સ્વરૂપ સાથે બંધબેસતો નથી?
A. 107
B. 118
C. 126
D. 102
જવાબ
C. 126
(4) પરમાણ્વીય ક્રમાંક 43 ધરાવતા તત્ત્વની માત્ર ઉપરના સમાન સમૂહ ધરાવતા તત્ત્વની ઇલેક્ટ્રૉનીય રચના જણાવો.
A. 1s2 2s2 2p6 3s2 3p6 3d5 4s2
B. 1s2 2s2 2p6 3s2 3p63d5 4s2
C. 1s2 2s2 2p6 3s2 3p6 3d6 4s2
D. 1s2 2s2 2p6 3s2 3p6 3d7 4s2
જવાબ
A. 1s2 2s2 2p6 3s2 3p6 3d5 4s2
(5) પરમાણ્વીય ક્રમાંક 35, 53 અને 85 ધરાવતાં બધાં જ તત્ત્વો કેવાં હોય છે?
A. ઉમદા વાયુઓ
B. હેલોજન
C. ભારે ધાતુઓ
D. હલકી ધાતુઓ
જવાબ
B. હેલોજન
પ્રશ્ન 87.
તત્ત્વો A, B, C અને D ચાર તત્ત્વોની ઇલેક્ટ્રૉનીય રચના નીચે દર્શાવેલ છે :
A. 1s2 2s2 2p6
B. 1s2 2s2 2p4
C. 1s2 2s2 2p6 3s1
D. 1s 2s2 2p5
ઉપરોક્ત તત્ત્વોની ઇલેક્ટ્રૉન સ્વીકારવાની વૃત્તિનો સાચો ચડતો ક્રમ જણાવો.
A. A < C < B < D
B. A < B < C < D
C. D < B < C < A
D. D < A < B < C
જવાબ
A. 1s2 2s2 2p6
થિયરી મુજબ
પ્રશ્ન 88.
કયાં તત્ત્વો ચાર કરતાં વધુ સહસંયોજકતા દર્શાવે છે?
A. Be
B. P
C. S
D. B
જવાબ
B. P , C. S
પ્રશ્ન 89.
જે તત્ત્વોને ગરમ કરતાં રંગીન જ્યોત આપે છે તેમના પરમાણુઓના આયનીકરણ માટે ઓછી ઊર્જાની જરૂર પડે છે. નીચે આપેલ કયા સમૂહનાં તત્ત્વો રંગીન જ્યોત આપે છે?
A. 2
B. 13
C. 1
D. 17
જવાબ
A. 2, C. 1
પ્રશ્ન 90.
નીચે આપેલા પરમાણ્વીય ક્રમાંક ધરાવતી કઈ શ્રેણી ફક્ત પ્રતિનિધિ તત્ત્વોની છે?
A. 3, 33, 53, 87
B. 2, 10, 22, 36
C. 7, 17, 25, 37, 48
D. 9, 35, 51, 88
જવાબ
A. 3, 33, 53, 87, D. 9, 35, 51, 88
S અને p વિભાગનાં તત્ત્વોને સંયુક્ત રીતે પ્રતિનિધિ તત્ત્વો કહે છે.
પ્રશ્ન 91.
નીચેના પૈકી કયાં તત્ત્વો, તેમના સમૂહનાં અન્ય તત્ત્વોની સરખામણીમાં વધુ સરળતાથી એક ઇલેક્ટ્રૉન મેળવે છે?
A. S (g)
B. Na (g)
C. O (g)
D. Cl (g)
જવાબ
A. S (g) , D. Cl (g)
S અને Clની ઇલેક્ટ્રૉનપ્રાપ્તિ એન્થાલ્પી તેમના સમૂહનાં અન્ય તત્ત્વો કરતાં વધુ ઋણ છે.
પ્રશ્ન 92.
નીચેનામાંથી કયાં વિધાનો સાચાં છે?
A. આવર્ત કોષ્ટકમાં હિલિયમ સૌથી વધુ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે.
B. ક્લોરિનની ઇલેક્ટ્રૉનપ્રાપ્તિ એન્થાલ્પી ફ્લોરિન કરતાં ઓછી ઋણ છે.
C. મરક્યુરી અને બ્રોમિન ઓરડાના તાપમાને પ્રવાહી છે.
D. કોઈ પણ આવર્તમાં આલ્કલી ધાતુની પરમાણ્વીય ત્રિજ્યા મહત્તમ હોય છે.
જવાબ
A. આવર્ત કોષ્ટકમાં હિલિયમ સૌથી વધુ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે., C. મરક્યુરી અને બ્રોમિન ઓરડાના તાપમાને પ્રવાહી છે.,
D. કોઈ પણ આવર્તમાં આલ્કલી ધાતુની પરમાણ્વીય ત્રિજ્યા મહત્તમ હોય છે.
પ્રશ્ન 93.
કયો સેટ ફક્ત સમઇલેક્ટ્રૉનીય આયનો ધરાવે છે?
A. Zn2+, Ca2+, Ga3+, Al3+
B. K+, Ca2+, SC3+, Cl–
C. P3-, S2-, Cl–, K+
D. Ti4+, Ar, Cr3+, V5+
જવાબ
B. K+, Ca2+, SC3+, Cl–, C. P3-, S2-, Cl–, K+
પ્રશ્ન 94.
આપેલ વિકલ્પોમાં કયા વિકલ્પમાં ગોઠવણીનો ક્રમ તેમની સામે દર્શાવેલ ગુણધર્મના બદલાવ સાથે સુસંગત નથી?
A. Al3+ < Mg2+ < Na+ < F– – આયનીય કદનો ચડતો ક્રમ
B. B < C < N < O – પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ચડતો ક્રમ
C. I < Br < Cl < F – ઇલેક્ટ્રૉનપ્રાપ્તિ એન્થાલ્પીનો ચડતો ક્રમ
D. Li < Na < K < Rb – ધાત્વીય ત્રિજ્યાનો ચડતો ક્રમ
જવાબ
B. B < C < N < O – પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ચડતો ક્રમ, C. I < Br < Cl < F – ઇલેક્ટ્રૉનપ્રાપ્તિ એન્થાલ્પીનો ચડતો ક્રમ
પ્રશ્ન 95.
નીચેના પૈકી કયું એકમ રહિત છે?
A. વિદ્યુતઋણતા
B. ઇલેક્ટ્રૉનપ્રાપ્તિ એન્થાલ્પી
C. આયનીકરણ એન્થાલ્પી
D. ધાત્વીય લક્ષણ
જવાબ
A. વિદ્યુતઋણતા, D. ધાત્વીય લક્ષણ
પ્રશ્ન 96.
આયનીય ત્રિજ્યા કોના વ્યસ્ત કે સમપ્રમાણમાં બદલાય છે?
A. અસરકારક કેન્દ્રીય વીજભારના વ્યસ્ત પ્રમાણમાં
B. અસરકારક કેન્દ્રીય વીજભારના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં
C. સ્ક્રીનિંગ અસરના સમપ્રમાણમાં
D. સ્ક્રીનિંગ અસરના વર્ગના સમપ્રમાણમાં
જવાબ
A. અસરકારક કેન્દ્રીય વીજભારના વ્યસ્ત પ્રમાણમાં, C. સ્ક્રીનિંગ અસરના સમપ્રમાણમાં
પ્રશ્ન 97.
આવર્ત કોષ્ટકના 3જા આવર્ત અને 13મા સમૂહનું તત્ત્વ નીચેના પૈકી કયા ગુણધર્મો દર્શાવે છે?
A. વિદ્યુત સુવાહક
B. પ્રવાહી, ધાત્વીય
C. ઘન, ધાત્વીય
D. ઘન, અધાત્વીય
જવાબ
A. વિદ્યુત સુવાહક, C. ઘન, ધાત્વીય
પ્રશ્ન 98.
Ca, Ba, S, Se અને Ar માટે નીચે આપેલા પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના ચડતા ક્રમ પૈકી કર્યો સાચો ક્રમ દર્શાવે છે?
A. Ca < Ba < S < Se < Ar
B. Ca < S < Ba < Se < Ar
C. S < Se < Ca < Ba < Ar
D. Ba < Ca < Se < S < Ar
જવાબ
D. Ba < Ca < Se < S < Ar
પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં ઘટે, જ્યારે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતાં વધે છે. Ar એ ઉમદા વાયુ તત્ત્વ હોવાથી તેની ΔiH1 મહત્તમ થશે.
પ્રશ્ન 99.
O, S, Se અને As માટે પરમાણ્વીય ત્રિજ્યાનો વધતો ક્રમ જણાવો.
A. As < S < 0 < Se
B. Se < S < As < O
C. O < S < As < Se
D. O < S < Se < As
જવાબ
D. O < S < Se < As પ્રશ્ન 100. C, N, O અને Fને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી માટે યોગ્ય ક્રમ જણાવો. A. O > N > F > C
B. O > F > N > C
C. F > O > N > C
D. C > N > O >F
જવાબ
B. O > F > N > C
પ્રશ્ન 101.
આપેલ ઘટકોની આયોનિક ત્રિજ્યાનો ચડતો ક્રમ જણાવો.
O2-, S2-, N3-, p3-
A. N3- < O2- < p3- < S2-
B. O2- < N3- < S2- < p3-
C. O2- < p3- < N3-– < S2-
D. N3- < S2- < O2- < p3-
જવાબ
B. O2- < N3- < S2- < p3-
પ્રશ્ન 102.
તત્ત્વ xથી yની શ્રેણીમાં કર્યો ગુણધર્મ યોગ્ય રીતે જોડાયેલો છે?
જવાબ
C.
6C → 32Ge પરમાણ્વીય ત્રિજ્યા વધે.
સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો થાય છે.
પ્રશ્ન 103.
નીચેના પૈકી કયા આયનની આયોનિક ત્રિજ્યા મહત્તમ છે?
A. Li+
B. F–
C. O22-
D. B3+
જવાબ
C. O22-
પ્રશ્ન 104.
નીચેના પૈકી કયું તત્ત્વ ઊંચામાં ઊંચી ઑક્સિડેશન અવસ્થા ધરાવે છે?
A. 25Mn
B. 23V
C. 24Cr
D. 22Ti
જવાબ
A. 25Mn
પ્રશ્ન 105.
આવર્ત કોષ્ટકના એક જ સમૂહનાં બધાં તત્ત્વોના રાસાયણિક ગુણધર્મોમાં સમાનતા કયા પરિબળ સાથે સંબંધિત છે?
A. મુખ્ય ઊર્જાસ્તરની સંખ્યા
B. પરમાણ્વીય ક્રમાંક
C. સંયોજકતા ઇલેક્ટ્રૉનની સંખ્યા
D. પરમાણ્વીય દળાંક
જવાબ
C. સંયોજકતા ઇલેક્ટ્રૉનની સંખ્યા
પ્રશ્ન 106.
N3-, O2- અને Fની આયોનિક ત્રિજ્યા (Å) નીચે આપેલા પૈકી કઈ એક છે?
A. 1.71, 1.40, 1.36
B. 1.71, 1.36, 1.40
C. 1.36, 1.40, 1.71
D. 1.36, 1.71, 1.40
જવાબ
A. 1.71, 1.40, 1.36
ઋણ આયનનું કદ ∝ ઋણ આયન પરનો વીજભાર
પ્રશ્ન 107.
આધુનિક આવર્ત કોષ્ટકમાંના કોઈ એક તત્ત્વની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રૉન-રચના 5s25p4 છે, તો આ તત્ત્વનું સ્થાન
જણાવો.
A. સમૂહ 17, આવર્ત 6
B. સમૂહ 17, આવર્ત 5
C. સમૂહ 16, આવર્ત 6
D. સમૂહ 16, આવર્ત 5
જવાબ
D. સમૂહ 16, આવર્ત 5
પ્રશ્ન 108.
નીચે આપેલા પરમાણુઓમાંથી કયા તત્ત્વના પરમાણુઓની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ છે?
A. Na
B. K
C. Sc
D. Rb
જવાબ
C. Sc
પ્રશ્ન 109.
નીચેના પૈકી કયા ક્ષારના જલીય દ્રાવણમાંનો આયન 1s22s22p63s23p6 ઇલેક્ટ્રૉન-રચના ધરાવતો નથી?
A. NaF
B. Cal2
C. NaCl
D. KBr
જવાબ
A. NaF
બંને આયનોની ઇલેક્ટ્રૉન-રચના : 1s2 2s2 2p6 છે.
પ્રશ્ન 110.
નીચેના પૈકી કયું અધાતુ તત્ત્વ ક્યારેય ધન ઑક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી?
A. ફ્લોરિન
B. ઑક્સિજન
C. ક્લોરિન
D. આયોડિન
જવાબ
A. ફ્લોરિન
પ્રશ્ન 111.
આવર્ત કોષ્ટકનાં તત્ત્વોને અનુલક્ષીને કયું વિધાન સાચું છે?
A. સમૂહ 15નાં તત્ત્વો માટે, + 5 ઑક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઉપરથી નીચે તરફ જતાં વધે છે.
B. સમૂહ 17નાં બધાં જ તત્ત્વો વાયુ સ્વરૂપનાં છે.
C. આવર્તને અનુરૂપ સમૂહ 16નાં તત્ત્વો, સમૂહ 15નાં તત્ત્વોની સરખામણીમાં ઓછી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે.
D. સમૂહ 13નાં બધાં જ તત્ત્વો ધાતુઓ છે.
જવાબ
C. આવર્તને અનુરૂપ સમૂહ 16નાં તત્ત્વો, સમૂહ 15નાં તત્ત્વોની સરખામણીમાં ઓછી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે.
પ્રશ્ન 112.
આપેલા સમૂહમાંથી સમઇલેક્ટ્રૉનીય સ્પીસીઝ શોધો.
A. O2-, F–, Na+, Mg2+
B. O–, F–, Na, Mg+
C. O2-, F–, Na, Mg2+
D. O–, F–, Na+, Mg2+
જવાબ
A. O2-, F–, Na+, Mg2+
પ્રશ્ન 113.
નીચેના પૈકી કઈ ઇલેક્ટ્રૉન-રચના મહત્તમ આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે?
A. [Ne]3s2 3p1
B. [Ne]3s2 3p2
C. [Ne]3s2 3p3
D. [Ar]3d10 4s24p3
જવાબ
C. [Ne]3s2 3p3
પ્રશ્ન 114.
ઇલેક્ટ્રૉનબંધુતાનો સાચો ક્રમ જણાવો. (2018, Online)
A. F > Cl > O
B. F > O > Cl
C. Cl > O > F
D. O > F > Cl
જવાબ
A. F > Cl > O
પ્રશ્ન 115.
Na+, Mg2+, F– અને O2- માટે આયોનિક ત્રિજ્યાનો સાચો
ચડતો ક્રમ જણાવો.
A. O2- < F– < Na+ < Mg2+
B. Na+ < Mg2+ < F– < O2-
C. Mg2+ < Na+ < F– < O2-
D. M2+ < O2- < Na+ < F–
જવાબ
C. Mg2+ < Na+ < F– < O2-
ઋણ આયનની ત્રિજ્યા ∝ ઋણ આયન પરનો વીજભાર
પ્રશ્ન 116.
નીચેના પૈકી કયો ગુણધર્મ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં અનુક્રમે ઘટે અને વધે છે?
A. વિદ્યુતઋણતા અને પરમાણ્વીય ત્રિજ્યા
B. વિદ્યુતઋણતા અને ઇલેક્ટ્રૉનપ્રાપ્તિ એન્થાલ્પી
C. ૫૨માણ્વીય ત્રિજ્યા અને વિદ્યુતઋણતા
D. ઇલેક્ટ્રૉનપ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુતઋણતા
જવાબ
A. વિદ્યુતઋણતા અને પરમાણ્વીય ત્રિજ્યા
પ્રશ્ન 117.
Alની વિદ્યુતઋણતા એ કયા તત્ત્વની વિદ્યુતઋણતાને સમાન છે?
A. Be
B. Li
C. B
D. Cu
જવાબ
A. Be
(વિકર્ણ સંબંધને લીધે)
પ્રશ્ન 118.
૫૨માણ્વીય ક્રમાંક 71 ધરાવતા તત્ત્વનો અંતિમ ઇલેક્ટ્રૉન કઈ કક્ષકમાં દાખલ થશે ?
A. 6s
B. 5p
C. 5d
D. 4f
જવાબ
C. 5d
71Lu : [Xe] 4f14 6s2 5d1
પ્રશ્ન 119.
C, Al, Si અને Csને પરમાણ્વીય ત્રિજ્યાના ચડતા ક્રમમાં ગોઠવો.
A. C < Si < Al < Cs
B. C < Al < Si < Cs
C. Cs < Si < Al < C
D. Cs < Al < Si < C
જવાબ
B. C < Al < Si < Cs
પ્રશ્ન 120.
પાઉલિંગ માપક્રમ મુજબ વિદ્યુતઋણતાનો સાચો ક્રમ જણાવો.
A. Al < Si
B. Ga < Ge
C. Sc < Ti
D. P < S
જવાબ
B. Ga < Ge પ્રશ્ન 121. એક તત્ત્વનો પરમાણ્વીય ક્રમાંક (Z) 120 છે. આ તત્ત્વની વર્તણૂક જણાવો. A. સંક્રાંતિ ધાતુ તત્ત્વ B. આલ્કલી ધાતુ તત્ત્વ C. આંતરસંક્રાંતિ તત્ત્વ D. આલ્કલાઇન અર્ધધાતુ તત્ત્વ જવાબ D. આલ્કલાઇન અર્ધધાતુ તત્ત્વ પ્રશ્ન 122. પરમાણ્વીય ત્રિજ્યાનો સાચો ક્રમ જણાવો. A. N > Ce > Eu > Ho
B. Eu > Ce > Ho > N
C. Ho > N > Eu > Ce
D. Ce > Eu > Ho > N
જવાબ
B. Eu > Ce > Ho > N
પ્રશ્ન 123.
ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન માટે ઇલેક્ટ્રૉનપ્રાપ્તિ એન્થાલ્પી (kJ mol-1) અનુક્રમે જણાવો.
A. – 296, – 325, – 333 અને – 349
B. – 333, – 325, – 349 અને – 296
C. – 349, – 333, -325 અને – 296
D. – 333, – 349, – 325 – અને − 296
જવાબ
D. – 333, – 349, – 325 – અને − 296
પ્રશ્ન 124.
નીચેનાં તત્ત્વોની જોડ પૈકી કયા તત્ત્વ માટે ઇલેક્ટ્રૉન ઉમેરવા વધુ ઊર્જા મુક્ત થશે?
F અને Cl, S અને Se, Li અને Na
A. F, S, Li
B. F, Se, Na
C. Cl, S, Li
D. Cl, Se, Na
જવાબ
C. Cl, S, Li
પ્રશ્ન 125.
Na, Mg, Al અને Si માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અનુક્રમે જણાવો.
A. 786, 737, 577, 496
B. 496, 577, 786, 737
C. 496, 737, 577, 786
D. 496, 577, 737, 786
જવાબ
C. 496, 737, 577, 786
496, 737, 577, 786
Na < Al < Mg < Si
પ્રશ્ન 126.
નીચેનાં તત્ત્વો માટે પરમાણ્વીય ત્રિજ્યાનો વધતો ક્રમ જણાવો.
(a) C (b) O (c) F (d) Cl (e) Br
A. (d) < (c) < (b) < (a) < (e)
B. (b) < (c) < (d) < (a) < (e)
C. (c) < (b) < (a) < (d) < (e)
D. (a) < (b) < (c) < (d) < (e)
જવાબ
C. (c) < (b) < (a) < (d) < (e)
પ્રશ્ન 127.
Be કરતાં Bની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય છે, કારણ કે …
(I) 2s કક્ષક કરતાં 2p કક્ષકના ઇલેક્ટ્રૉન સહેલાઈથી દૂર કરી શકાય છે.
(II) Bના 2p કક્ષકના ઇલેક્ટ્રૉન એ Beના 2s કક્ષકના ઇલેક્ટ્રૉન કરતાં કેન્દ્રથી વધુ રક્ષિત થયેલા છે.
(III) 2p ઇલેક્ટ્રૉન કરતાં 2s ઇલેક્ટ્રૉનની આચ્છાદન અસર વધુ છે.
(IV) Bની પરમાણ્વીય ત્રિજ્યા Be કરતાં વધુ છે.
A. (I), (II) અને (IV)
B. (I), (III) અને (IV)
C. (I), (II) અને (III)
D. (II),(III) અને (IV)
જવાબ
C. (I), (II) અને (III)
પ્રશ્ન 128.
ધાતુની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અનુક્રમે 496 અને 4560 kJ mol-1 છે, તો આ ધાતુના 1 મોલ હાઇડ્રૉક્સાઇડની HCI અને H2SO4 સાથે તટસ્થીકરણ માટે અનુક્રમે મોલ જણાવો.
A. 2 અને 0.5
B. 1 અને 2
C. 1 અને 0.5
D. 1 અને 1
જવાબ
C. 1 અને 0.5
1 અને 0.5
આપેલી માહિતી અનુસાર ધાતુની સંયોજકતા = 1
∴ હાઇડ્રૉક્સાઇડ = MOH
પ્રશ્ન 129.
નીચેના પૈકી કયા તત્ત્વની તૃતીય આયનીકરણ એન્થાલ્પી સૌથી વધુ છે?
A. Mn
B. Fe
C. Co
D. Ni
જવાબ
B. Fe
પ્રશ્ન 130.
નીચેના પૈકી આયોનિક ત્રિજ્યાનો સાચો ક્રમ કયો છે? (2014)
A. H– > H > H+
B. Na+ > F– > O2-
C. F– > O2- > Na+
D. Al3+ > Mg2+ > N3-
જવાબ
A. H– > H > H+
મૂળ પરમાણુની ત્રિજ્યા કરતાં ઋણ આયનની ત્રિજ્યા વધુ, જ્યારે ધન આયનની ત્રિજ્યા ઓછી હોય છે.
પ્રશ્ન 131.
ગેડોલિનિયમ તત્ત્વ 4f શ્રેણીમાં છે. તેનો પરમાણ્વીય ક્રમાંક 64 છે, તો તેની સાચી ઇલેક્ટ્રૉનીય રચના જણાવો. (2015)
A. [Xe] 4f7 5d1 6s2
B. [Xe] 4f6 5d2 6s2
C. [Xe] 4f8 6d2
D. [Xe] 4f9 5s1
જવાબ
A. [Xe] 4f7 5d1 6s2
પ્રશ્ન 132.
ઑક્સિજન પરમાણુમાંથી ઑક્સાઇડ (O2-) આયનની બનાવટ નીચેના બે તબક્કા દ્વારા થાય છે :
(I) O(g) + e– → O–(g) ΔfH⊖ = – 141 .0 kJ mole-1
(II) O–(g) + e– → O2-(g) ΔfH⊖ = + 780.0 kJ mole-1
આ પ્રક્રિયાઓ પૈકી O2-(g) એ Ne સાથે સમઇલેક્ટ્રૉનીય હોવા છતાં તબક્કો (II) યોગ્ય નથી, કારણ કે …..
A. ઑક્સિજન એ વધુ વિદ્યુતઋણમય તત્ત્વ છે.
B. ઑક્સિજનમાં ઇલેક્ટ્રૉન દાખલ થવાથી આયનનું કદ વધે છે.
C. ઇલેક્ટ્રૉનના અપાકર્ષણના કારણે સ્થિરતામાં ઘટાડો થાય છે.
D. O– નું કંદ ઑક્સિજન પરમાણુ કરતાં ઓછું છે.
જવાબ
C. ઇલેક્ટ્રૉનના અપાકર્ષણના કારણે સ્થિરતામાં ઘટાડો થાય છે.
ઇલેક્ટ્રૉનના અપાકર્ષણના કારણે સ્થિરતામાં ઘટાડો થાય છે.
પ્રશ્ન 133.
મૅગ્નેશિયમ એક તત્ત્વ (X) સાથે પ્રક્રિયા કરીને આયોનિક સંયોજન બનાવે છે. જો (X)ની ભૂમિઅવસ્થાની ઇલેક્ટ્રૉનીય રચના 1s22s22p3 હોય, તો આ સંયોજનનું સૌથી સાદું સૂત્ર શોધો.
A. Mg2X3
B. MgX2
C. Mg3X2
D. Mg2X
જવાબ
C. Mg3X2
3Mg2+ + 2X3- → Mg3X2
પ્રશ્ન 134.
દ્વિતીય આવર્તનાં તત્ત્વો માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ચડતો ક્રમ શોધો.
A. Li < B < Be < C < N < O < F < Ne
B. Li < Be < B < C < O < N < F < Ne
C. Li < Be < B < C < N < O < F < Ne
D. Li < B < Be < C < O < N < F < Ne
જવાબ
C. Li < Be < B < C < N < O < F < Ne