Gujarat Board GSEB Textbook Solutions Class 11 Biology Chapter 18 દેહજળ અને પરિવહન Textbook Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 11 Biology Chapter 18 દેહજળ અને પરિવહન
GSEB Class 11 Biology દેહજળ અને પરિવહન Text Book Questions and Answers
પ્રશ્ન 1.
રૂધિરમાં રહેલાં નિર્મિત ઘટકોનાં નામ જણાવો તેમજ પ્રત્યેકનું એક મુખ્ય કાર્ય જણાવો.
ઉત્તર:
રૂધિરમાં નિર્મિત ઘટકો અને તેનાં કાર્યો :
(a) રક્તકણ (R.B.C.) : શ્વસન વાયુઓનાં વહનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
(b) શ્વેતકણ (W.B.C.) : બે પ્રકારનાં છે. કણિકામય અને કણિકાવિહીન. તેઓ ભક્ષક કોષો તરીકે વર્તી શરીરને સૂક્ષ્મ હાનિકારક જીવો/પદાર્થો સામે રક્ષણ આપે છે. રોગપ્રતિકારકતા આપે છે.
(c) ત્રાકકણ (Platelets) : તેઓ મુખ્યત્વે રૂધિર ગંઠાઈ જવામાં મદદ કરતા દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે. રૂધિર ગંઠાઈ જવા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે.
પ્રશ્ન 2.
રૂધિરરસમાં રહેલાં પ્રોટીન્સની અગત્યતા શી છે ?
ઉત્તર:
રૂધિરરસમાં મુખ્યત્વે ફાઇબ્રીનોજેન, આઘુમિન અને ગ્લોબ્યુલિન જેવાં પ્રોટીન્સ જોવા મળે છે.
ફાઇબ્રીનોજન – રૂધિર ગંઠાઈ જવામાં મદદ કરે છે.
ગ્લોબ્યુલિન – શરીરની રોગપ્રતિકારકતા સાથે સંકળાયેલ છે.
આબ્યુમિન – આકૃતિ નિયમનમાં ફાળો આપે છે.
પ્રશ્ન 3.
કૉલમ – I અને કૉલમ – II સાથે યોગ્ય રીતે જોડો.
કૉલમ – I | કૉલમ – II |
(1) ઇયોસીનોફીલ | (i) રૂધિર ગંઠાઈ જવું |
(2) R.B.C. | (ii) વાયુઓનું વહન |
(3) AB રૂધિર જૂથ | (iii) ચેપ સામે રક્ષણ |
(4) ત્રાકકણો | (iv) સર્વગ્રાહી |
(5) સિસ્ટોલ | (v) હૃદયનું સંકોચન |
ઉત્તર:
કૉલમ – I | કૉલમ – II |
(1) ઇયોસીનોફીલ | (iii) ચેપ સામે રક્ષણ |
(2) R.B.C. | (v) હૃદયનું સંકોચન |
(3) AB રૂધિર જૂથ | (ii) વાયુઓનું વહન |
(4) ત્રાકકણો | (i) રૂધિર ગંઠાઈ જવું |
(5) સિસ્ટોલ | (iv) સર્વગ્રાહી |
પ્રશ્ન 4.
આપણે રૂધિરને સંયોજક પેશી શા માટે કહીએ છીએ?
ઉત્તર:
- સંયોજક પેશી મુખ્યત્વે રચના અને આધાર આપે છે.
- મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય છે.
- મુખ્યત્વે નિર્જીવ પેશીય ઘટકો ધરાવે છે.
- રૂધિરને સંયોજક પેશી તરીકે ગણવા માટે મુખ્ય બે કારણ છે :
- ‘રૂધિર પેશી, અન્ય સંયોજક પેશીની જેમ જ મધ્ય ગર્ભસ્તરીય ઉત્પત્તિ દર્શાવે છે.
- તે શરીરના વિવિધ ભાગો/અંગોને સાંકળે છે. પોષક દ્રવ્યો, શ્વસન વાયુઓ, અંતઃસ્ત્રાવો વગેરેનું વહન કરે છે. ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરે છે.
- તેમાં આધારક દ્રવ્યનું પ્રમાણ કોષીય ઘટકોથી વધુ હોય છે.
પ્રશ્ન 5.
રૂધિર અને લસિકા વચ્ચે શું તફાવત છે ?
રૂધિર | લસિકા |
રક્તકણો હાજર હોય છે. | રક્તકણો ગેરહાજર હોય છે. |
રૂધિરકેશિકા, ધમની, શિરામાં જોવા મળે છે. | આંતરકોષીય અવકાશમાં જોવા મળે છે. |
વાયુઓનું વહન કરે છે. | પેશી અને રૂધિરવાહિની વચ્ચે પદાર્થોના આપ-લેનું માધ્યમ તરીકે કાર્ય કરે છે. |
પ્રશ્ન 6.
બેવડાં પરિવહનનો અર્થ શું થાય છે ? તેની અગત્યતા શી છે ?
ઉત્તર:
ઉભયજીવીઓ, પક્ષીઓ અને સસ્તનોમાં ફુસ્કુસીય અને દૈહિક પરિવહન તંત્રની અલગ વ્યવસ્થાને બેવડું પરિવહન કહે છે.
- મનુષ્યમાં જમણાં કર્ણક અને જમણા ક્ષેપક દ્વારા O2 વિહીન રૂધિર ફુસ્કુસીય ધમની મારફતે ફેફસાંમાં પહોંચે છે અને ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક દ્વારા O2 યુક્ત રૂધિર, ધમની કાંડ દ્વારા શરીરનાં વિવિધ ભાગોમાં વહન પામે છે.
- બેવડ પરિવહન તંત્ર વધુ કાર્યક્ષમ હોય છે. કારણ કે તેમાં O2 યુક્ત અને O2 વિહીન રૂધિર મિશ્ર નથી થતું. આ વ્યવસ્થાને કારણે O2 નો મહત્તમ ઉપયોગ થાય છે.
પ્રશ્ન 7.
તફાવત દર્શાવો :
(a) રૂધિર અને લસિકા
(b) ખુલ્લું અને બંધ પરિવહન તંત્ર
(c) સિસ્ટોલ અને ડાયેસ્ટોલ
(d) Pતરંગ અને T-તરંગ
ઉત્તર:
(a) રૂધિરમાં રક્તકણો હોય છે અને તેથી શ્વસન વાયુઓનું વહન કરે છે.
- લસિકામાં રક્તકણો હોતાં નથી તેથી તે શ્વસન વાયુઓનું વહન કરી શકતા નથી.
- લસિકામાં મુખ્યત્વે શ્વેતકણો જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિમાં ફાળો આપે છે.
(b) ખુલ્લાં પરિવહન તંત્રમાં દેહકોષ્ઠને રૂધિરગુહા પણ કહે છે. અંગો અને પેશીઓ તેની સાથે સીધો સંપર્ક દ્વારા O2 અને પોષક દ્રવ્યોની આપ-લે કરે છે.
– બંધ પરિવહન તંત્રમાં રૂધિર બંધ નલિકાઓમાં જ વહન પામે છે. રૂધિર, રૂધિરનલિકાઓનાં જાલિકામય તંત્રમાંથી બહાર વહન પામતું નથી.
(c) હૃદયનાં સ્નાયુઓનાં સંકોચનની સ્થિતિને સિસ્ટોલ કહે છે અને સ્નાયુઓની વિશ્રામી સ્થિતિને ડાયેસ્ટોલ કહે છે.
(d) P-તરંગ કર્ણકોનાં સંકોચનને (સિસ્ટોલ) દર્શાવે છે.
– T-તરંગ ક્ષેપકોની વિશ્રામી અવસ્થા (ડાયસ્ટોલ) દર્શાવે છે.
પ્રશ્ન 8.
પૃષ્ઠવંશીઓમાં હૃદયના ઉદ્વિકાશીય પદ્ધતિનું વર્ણન કરો.
ઉત્તર:
- મત્સ્ય સમુદાયમાં હૃદય બે કોટર ધરાવે છે. એક કર્ણક અને એક ક્ષેપક.
- ઉભયજીવી સમુદાયમાં બે કર્ણકો અને એક ક્ષેપક જોવા મળે છે. ક્ષેપકમાં O2 અને O2 વિહીન મિશ્ર થાય છે, જે દૈહિક પરિવહન પામે છે.
- સરિસૃપમાં બે કર્ણકો અને અપૂર્ણ વિભાજિત ક્ષેપકો જોવા મળે છે.
- પક્ષી અને સસ્તન સમુદાયમાં બે કર્ણકો અને બે ક્ષેપકો હોય છે. બેવડાં પરિવહન તંત્ર દ્વારા O2 અને O2 વિહીન રૂધિર પરિવહન પામે છે.
- સસ્તનનું હૃદય સૌથી વધુ વિકસિત અને કાર્યક્ષમ બેવડાં પરિવહન તંત્ર ધરાવે છે.
પ્રશ્ન 9.
આપણું હૃદય માયોજીનિક શા માટે કહેવાય છે ?
ઉત્તર:
હૃદયનાં સ્નાયુઓ સ્વતંત્ર રીતે સંકૉચન પામી શકે છે. તેમાં રહેલા ગાંઠ પેશી, સ્નાયુ તેમજ ચેતા પેશીનાં ગુણ દર્શાવે છે. ગાંઠ પેશી દ્વારા જ ઉત્તેજનાનો પ્રારંભ થાય છે. માટે આપણા હૃદયને માયોજનિક હૃદય કહે છે.
પ્રશ્ન 10.
સાયનો એટ્રીયલ ગાંઠ (S – A નોડ)ને આપણા હૃદયનું પેસ મેકર કહે છે. કેમ ?
ઉત્તર:
સાયનો એટ્રીયલ ગાંઠ વિશિષ્ટ પ્રકારની ગાંઠ પેશી છે, જે સ્નાયુ તેમજ ચેતા પેશીનાં ગુણધર્મ ધરાવે છે. તેના દ્વારા હૃદયનાં સંકોચનની શરૂઆત થાય છે. માટે તેને હૃદયનું પેસ મેકર કહે છે.
પ્રશ્ન 11.
A – V ગાંઠ અને A – V બંડલની હૃદયના કાર્ય માટે શી અગત્યતા છે?
ઉત્તર:
A – V ગાંઠ અને A – V બંડલઃ બંડલ ઑફ હસ અને પરકિજે તંતુઓ દ્વારા હૃદયના સમગ્ર ભાગ તરફ ઉત્તેજનાનું વહન કરે છે.
પ્રશ્ન 12.
હૃદ ચક્રની વ્યાખ્યા આપો અને કાર્ડિયાક આઉટપુટની સમજૂતી આપો.
ઉત્તર:
હૃદ ચક્ર : હૃદયનાં વિવિધ ભાગોનું પ્રત્યેક ધબકારા દીઠ તાલબદ્ધ સંકોચન અને પ્રસરણ હૃદ ચક્ર તરીકે ઓળખાય છે.
કાર્ડિયાક આઉટપુટ : હૃદય એક મિનિટમાં લગભગ 72 વખત ધબકે છે. એટલે કે તેટલા હૃદ ચક્ર પ્રત્યેક મિનિટ દરમિયાન જોવા મળે છે. તેના પરથી તારવી શકાય કે પ્રત્યેક હૃદય ચક્રનો સમયગાળો 0.8 સેકન્ડનો છે.
હૃદ ચક્ર દરમિયાન પ્રત્યેક ક્ષેપક દ્વારા લગભગ 70 ml રૂધિર બહાર ધકેલાય છે તેને સ્ટ્રોક વૉલ્યુમ કહે છે. સ્ટ્રોક વૉલ્યુમને હૃદયના ધબકારા (પ્રત્યેક મિનિટ-72) સાથે ગુણાકાર કરતા કાર્ડિયાક આઉટપુટ મળે છે. 70 × 72 = 4,950) તેથી કાર્ડિયાક આઉટપુટ એટલે પ્રત્યેક ક્ષેપક દ્વારા પ્રત્યેક મિનિટે બહાર ધકેલાતાં રૂધિરનું કદ, જે તંદુરસ્ત મનુષ્યમાં લગભગ 5,000 ml/5 લિટર જેટલું હોય છે.
પ્રશ્ન 13.
હૃદયના અવાજો (Sound)ની માહિતી આપો.
ઉત્તર:
હૃદયના ધબકવાના અને તેને કારણે પ્રવાહિત થતાં રૂધિરને કારણે ઉત્પન્ન થતાં અવાજોને હૃદયના ધબકારા કહે છે. કાર્ડિયોલોજીસ્ટ આ અવાજો સાંભળવા માટે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે. હૃદયની સ્થિતિ અંગે આના દ્વારા અગત્યની માહિતી મેળવી શકાય છે.
સામાન્ય રીતે બે પ્રકારના અવાજ સંભળાય છે. પ્રથમ અવાજ લબ (Lub) અને બીજો અવાજ ડબ (Dub). આ હૃદયના પ્રત્યેક ધબકારાના ક્રમમાં સંભળાય છે. પ્રથમ અવાજ A – V વાલ્વ અને બીજો અવાજ અર્ધ ચંદ્રાકાર વાલ્વ બંધ થવાને કારણે ઉત્પન્ન થતો હોય છે.
પ્રશ્ન 14.
પ્રમાણિત ECG દોરો અને તેના વિવિધ ભાગોનું વર્ણન કરો.
ઉત્તર:
- P – તરંગ કર્ણકોની વીજકીય ઉત્તેજના દર્શાવે છે, જે બંને કર્ણકોનું સંકોચન (સિસ્ટોલ) દર્શાવે છે.
- QRS સંકુલ ક્ષેપકોની ઉત્તેજના અને ક્ષેપકોનું સંકોચન દર્શાવે છે. સંકોચન Q થી શરૂઆત પામે છે અને સિસ્ટોલની શરૂઆત સૂચવે છે.
- T – તરંગ ક્ષેપકોની સામાન્ય અવસ્થા અથવા સિસ્ટોલનો અંત દર્શાવે છે.
- QRS ઘટકની નિશ્ચિત સમય દરમિયાન ગણતરી કરતા વ્યક્તિના હૃદયના ધબકારાનો દર જાણી શકાય છે.
- જુદી જુદી વ્યક્તિઓના ECGનો આકાર લગભગ સમાન જોવા મળે છે, તેથી આમાં થતો ફેરફાર હૃદયની અનિયમિતતા કે રોગનું સૂચન કરે છે. આમ, રોગના નિદાન માટે મહત્ત્વનો ભાગ ભજવે છે.
GSEB Class 11 Biology દેહજળ અને પરિવહન NCERT Exemplar Questions and Answers
બહુવિકલ્પી પ્રશ્નો (MCQ)
પ્રશ્ન 1.
નીચેનામાં જે કોષ ભક્ષક કાર્યવિધિ ના દર્શાવતા હોય તેને માર્ક કરો.
(A) એકકેન્દ્રી કણ
(B) તટસ્થ કોષો
(C) અલ્કલરાગી કોષ
(D) ભક્ષક કોષો
ઉત્તર:
(C) અલ્કલરાગી કોષ
પ્રશ્ન 2.
ડેગ્યુ તાવથી પીડાતાં લોકોમાં જોવા મળતા સામાન્ય લક્ષણોમાંનું એક………………..
(A) રક્તકણોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો.
(B) શ્વેતકણોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો.
(C) ત્રાકકણોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો.
(D) ત્રાકકણોની સંખ્યામાં નોંધપાત્ર વધારો.
ઉત્તર:
(D) ત્રાકકણોની સંખ્યામાં નોંધપાત્ર વધારો.
પ્રશ્ન 3.
પ્રત્યેક હૃદ ચક્ર દરમિયાન નીચેનામાંથી કયું સાચું છે ?
(A) ડાબા અને જમણા ક્ષેપકમાંથી બહાર ધકેલાતા રૂધિરનું કદ સરખું હોય છે.
(B) ડાબા અને જમણા ક્ષેપકમાંથી બહાર ધકેલાતા રૂધિરનું કદ જૂદું હોય છે.
(C) પ્રત્યેક કર્ણકમાં મેળવાતા રૂધિરનું કદ જૂદું હોય છે.
(D) ધમની કાંડ અને ફેફસીય ધમની દ્વારા મેળવાતા રૂધિરનું કદ જૂદું હોય છે.
ઉત્તર:
(A) ડાબા અને જમણા ક્ષેપકમાંથી બહાર ધકેલાતા રૂધિરનું કદ સરખું હોય છે.
પ્રશ્ન 4.
હૃદયની ગતિવિધીનું સંચાલન અનૈચ્છિક ચેતાતંત્ર દ્વારા થાય છે. યોગ્ય જવાબની નોંધ કરો.
(A) પરાનુકંપી ચેતાતંત્ર હૃદયના ધબકારાને તેમજ સ્ટ્રોક વૉલ્યુમને વધારે છે.
(B) અનુકંપી ચેતાતંત્ર હૃદયના ધબકારા અને સ્ટ્રોક વૉલ્યુમમાં વધારો કરે છે.
(C) પરાનુકંપી ચેતાતંત્ર હૃદયના ધબકારા ઘટાડે છે, પણ સ્ટ્રોક વૉલ્યુમમાં વધારો કરે છે.
(D) અનુકંપી ચેતાતંત્ર હૃદયના ધબકારા ઘટાડે છે, પણ સ્ટ્રોક વૉલ્યુમમાં વધારો કરે છે.
ઉત્તર:
(B) અનુકંપી ચેતાતંત્ર હૃદયના ધબકારા અને સ્ટ્રોક વૉલ્યુમમાં વધારો કરે છે.
પ્રશ્ન 5.
નીચેનામાંથી પદાર્થોની જોડી પસંદ કરો, જે રૂધિર ગંઠાઈ જવા માટે
આવશ્યક હોય.
(A) હિપેરીન અને કેલ્શિયમ આયન્સ
(B) કેલ્શિયમ આયન્સ અને ત્રાકકણ કારક
(C) ઓક્ઝલેટ અને સાઇટ્રેટસ
(D) ત્રાકકણ કારકો અને હિપેરીન
ઉત્તર:
(B) કેલ્શિયમ આયન્સ અને ત્રાકકણ કારકો
પ્રશ્ન 6.
હૃદ ચક્ર દરમિયાન થતી ધ્રુવીકરણ અને વિધ્રુવીકરણ ક્રિયા ECG દ્વારા નોંધ કરી શકાય છે. સામાન્ય તંદુરસ્ત વ્યક્તિના ECGમાં નીચેનામાંથી કોઈ એક તરંગનું નિર્દેશન થતું નથી.
(A) કર્ણકોનું વિધ્રુવીકરણ
(B) કર્ણકોનું પુન:ધ્રુવીકરણ
(C) ક્ષેપકોનું વિધ્રુવીકરણ
(D) ક્ષેપકોનું પુન:ધ્રુવીકરણ
ઉત્તર:
(B) કર્ણકોનું પુનઃધ્રુવીકરણ
પ્રશ્ન 7.
નીચેનામાંથી કયા કોષો કોષકેન્દ્ર વિહીન છે?
(A) R.B.C.
(B) તટસ્થ કણો
(C) અમ્લરાગી કણો
(D) એકકેન્દ્રી કણો
ઉત્તર:
(A) R.B.C.
પ્રશ્ન 8.
નીચેનામાંથી કયા રૂધિર કોષો એન્ટીબોડી ઉત્પાદન સાથે સંકળાયેલા છે ?
(A) B-લસિકાકણ
(B) T-લસિકાકણ
(C) R.B.C.
(D) તટસ્થ કણો
ઉત્તર:
(A) B -લસિકાકણ
પ્રશ્ન 9.
હૃદ ઉત્તેજનાની શરૂઆત અને ક્ષેપકો સુધીના વહન માટેનો યોગ્ય ક્રમ ……………..
(A) SA ગાંઠ – AV ગાંઠ – પરકિજે તંતુ – AV સમૂહ
(B) SA ગાંઠ – પરકિજે તંતુ – AV ગાંઠ – AV સમૂહ
(C) SA ગાંઠ – AV ગાંઠ – AV જૂથ – પરકિજે તંતુ
(D) SA ગાંઠ – પરકિજે તંતુ – AV સમૂહ – AV ગાંઠ
ઉત્તર:
(C) SA ગાંઠ – AV ગાંઠ – AV જૂથ – પરકિજે તંતુ
પ્રશ્ન 10.
સોજો આવવાની ક્રિયા સાથે સંકળાયેલા કોષો.
(A) અલ્કલરાગી કોષો
(B) તટસ્થ કોષો
(C) અમ્લરાગી કોષો
(D) લસિકા કણો
ઉત્તર:
(A) અલ્કલરાગી કોષો
પ્રશ્ન 11.
હૃદયનો દ્વિતીય અવાજ (dubb) …………………….. ના બંધ થવા સાથે સંકળાયેલ છે.
(A) ત્રિદલ વાલ્વ
(B) અર્ધ ચંદ્રાકાર વાલ્વ
(C) દ્વિદલ વાલ્વ
(D) ત્રિદલ અને દ્વિદલ વાલ્વ
ઉત્તર:
(B) અર્ધ ચંદ્રાકાર વાલ્વ
પ્રશ્ન 12.
પ્રમાણિત ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામમાં નીચેનાથી કયો તબક્કો/ઘટના યોગ્ય રીતે હૃદ ચક્રની ઘટના દર્શાવે છે ?
(A) QRS સંકુલ કર્ણકોનું સંકોચન સૂચવે છે.
(B) QRs સંકુલ ક્ષેપકોનું સંકોચન સૂચવે છે.
(C) S અને વચ્ચેનો ગાળો કર્ણકોનું સંકોચન દર્શાવે છે.
(D) P – તરંગ ક્ષેપકોના સંકોચનની શરૂઆત દર્શાવે છે.
ઉત્તર:
(B) QRS સંકુલ ક્ષેપકોનું સંકોચન સૂચવે છે.
પ્રશ્ન 13.
નીચેનામાંથી કયું વિધાન અસંગત છે ?
(A) ‘O’ રૂધિર જૂથ ધરાવતી વ્યક્તિ એન્ટી – A અને એન્ટી – B એન્ટીબોડી રૂધિરરસમાં ધરાવે છે.
(B) ‘B’ રૂધિર જૂથ ધરાવતી વ્યક્તિ A રૂધિર જૂથ ધરાવતી વ્યક્તિને રૂધિર આપી ના શકે.
(C) રૂધિરરસમાં રહેલા એન્ટીબોડીના આધારે રૂધિર જૂથ નક્કી કરાય છે.
(D) AB રૂધિર જૂથ ધરાવતી વ્યક્તિ સર્વગ્રાહી છે.
ઉત્તર:
(C) રૂધિરરસમાં રહેલા એન્ટીબોડીના આધારે રૂધિર જૂથ નક્કી કરાય છે.
પ્રશ્ન 14.
વ્યક્તિના હૃદયના ધબકારા 72/મિનિટ અને સ્ટ્રોક વૉલ્યુમ 50 ml હોય તો તેનો કાર્ડિયાક આઉટપુટ કેટલો હોઈ શકે?
(A) 360 ml
(B) 3600 ml
(C) 7200 ml
(D) 5000 ml
ઉત્તર:
(B) 3600 ml
પ્રશ્ન 15.
કૉલમ-4માં આપેલા શબ્દોને કૉલમ – Bમાં આપેલા તેમના કાર્યો સાથે યોગ્ય રીતે જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી જવાબ પસંદ કરો.
કૉલમ – A | કૉલમ – B |
(a) લસિકા વહન તંત્ર | (i) O2 યુક્ત રૂધિરનું વહન કરે છે. |
(b) ફુસ્કુસીય શિરા | (ii) પ્રતિકાર શક્તિ |
(c) ત્રાકકણો | (iii) પેશીય જળને પાછું પરિવહન તંત્રમાં ધકેલે છે. |
(d) લસિકા કણો | (iv) રૂધિર ગંઠાઈ જવું |
વિકલ્પો:
(A) (a – ii), (b – i), (c – iii), (d – iv)
(B) (a – iii), (b – i), (c – iv), (d – ii)
(C) (a – iii), (b – i), (c – ii), (d – iv)
(D) (a – ii), (b – i), (c – iii), (d – iv)
ઉત્તર:
(B)
કૉલમ – A | કૉલમ – B |
(a) લસિકા વહન તંત્ર | (iii) પેશીય જળને પાછું પરિવહન તંત્રમાં ધકેલે છે. |
(b) ફુસ્કુસીય શિરા | (i) O2 યુક્ત રૂધિરનું વહન કરે છે. |
(c) ત્રાકકણો | (iv) રૂધિર ગંઠાઈ જવું |
(d) લસિકા કણો | (ii) પ્રતિકાર શક્તિ |
પ્રશ્ન 16.
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વિધાન – 1 : કર્ણકો શરીરના બધાં જ ભાગમાંથી રૂધિર ગ્રહણ કરે છે, જે ક્ષેપક તરફ વહન પામે છે.
વિધાન – 2 : સક્રિય વીજ સ્થિતિમાન AV ગાંઠથી ઉત્પન્ન થઈ કર્ણકથી ક્ષેપક સુધી પ્રસરે છે.
(A) વિધાન- 1માં દર્શાવેલ ક્રિયા વિધાન – 2ની ક્રિયા પર આધારિત છે.
(B) વિધાન – 2માં દર્શાવેલ ક્રિયા વિધાન – 1માં દર્શાવેલી ક્રિયા પર આધારિત છે.
(C) વિધાન – 1 અને વિધાન – 2માં દર્શાવેલ ક્રિયાઓ એકબીજાથી સ્વતંત્ર છે.
(D) વિધાન – 1 અને વિધાન – 2ની ક્રિયાઓ પરસ્પર સંકલિત છે.
ઉત્તર:
(B) વિધાન – 2માં દર્શાવેલ ક્રિયા વિધાન – 1માં દર્શાવેલી ક્રિયા પર આધારિત છે.
અત્યંત ટૂંક જવાબી પ્રશ્નો (VSQ)
પ્રશ્ન 1.
રૂધિરના ઘટકો વર્ણવો, જે ચીકાશયુક્ત, આછા પીળા રંગનું પ્રવાહી છે.
ઉત્તર:
રૂધિરરસ. જેમાં 90 – 92% H2O, 7% પ્રોટીન, 0.9% આયન્સ અને અન્ય પાણીમાં દ્રાવ્ય ઘટકો (પોષક દ્રવ્યો, વાયુઓ, અંતઃસ્ત્રાવો, ઉત્સર્ગ દ્રવ્યો) જોવા મળે છે.
પ્રશ્ન 2.
નીચે આપેલા વિધાનોમાં ખૂટતાં શબ્દો પૂરો.
(a) રૂધિરરસ, જેમાં …………………… ના હોય તેને સીરમ કહે છે.
(b) ……………………. અને એકકેન્દ્રી કણ ભક્ષક કોષો છે.
(c) ઇયોસીનોફિલ્સ ……………………. પ્રક્રિયા સાથે સંકળાયેલ છે.
(d) …………………… આયન્સ રૂધિર ગંઠાઈ જવાની ક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
(e) હૃદયના ધબકારાની ગણતરી, ECGમાં ……………………… ની સંખ્યાના આધારે થઈ શકે છે.
ઉત્તર:
(a) ગંઠાઈ જવાનાં કારકો
(b) તટસ્થ કોષો
(c) એલર્જીક પ્રક્રિયા
(d) કેલ્શિયમ
પ્રશ્ન 3.
પ્રમાણિત ECGની આકૃતિ નીચે આપેલ છે. તેનાં વિવિધ ભાગનું લેબલીંગ કરો.
ઉત્તર:
પ્રશ્ન 4.
યકૃત અને પાચનતંત્ર વચ્ચે જોવા મળતાં નલિકામય જોડાણનું નામ આપો.
ઉત્તર:
યકૃત નિવાહિકા શિરા.
પ્રશ્ન 5.
નીચે રૂધિર પરિવહન સંબંધિત અસામાન્ય પરિસ્થિતિઓ આપેલી છે. અનિયમિતતાનાં નામ આપો.
(a) છાતીમાં અસહ્ય દુખાવો.
ઉત્તર:
હૃદ સ્નાયુઓને અપૂરતાં O2ના પુરવઠાને કારણે.
(b) સિસ્ટોલીક દબાણમાં વધારો.
ઉત્તર:
a – એન્જાઈના
b – હાઈ બ્લડપ્રેશર
c – રૂધિરનું ઊંચું દબાણ
પ્રશ્ન 6.
ધમનીઓનાં પોલાણમાં ઘટાડો થવાને કારણે કયો હૃદ ધમની રોગ થતો જોવા મળે છે ?
ઉત્તર:
એથેરોસ્કેલેરોસીસ (Atherosclerosis).
પ્રશ્ન 7.
નીચેની વ્યાખ્યાઓ સમજાવો અને તેનાં સ્થાન જણાવો.
(a) પરકિજે તંતુઓ
(b) બંડલ ઑફ હિસ
ઉત્તર:
(a) પરકિજે તંતુઓ : A – V જૂથમાંથી નીકળતા તંતુનો સમૂહ, જે આંતર ક્ષેપક પટલ આગળ સૂક્ષ્મ તંતુકો સમગ્ર ક્ષેપકીય વિસ્તારમાં પ્રસરે છે.
(b) બંડલ ઑફ હિસ : A – V જૂથનાં તંતુકો પ્રથમ બે શાખાઓ જમણી અને ડાબીમાં વહેંચાય છે તેને બંડલ ઑફ હિસ કહે છે.
પ્રશ્ન 8.
રૂધિરમાં નીચેનાનાં કાર્ય જણાવો.
(a) ફાઇબ્રીનોજન
(b) ગ્લોબ્યુલીન
(c) ન્યુટ્રોફિલ્સ
(d) લિમ્ફોસાઇટ્સ
ઉત્તર:
(a) ફાઇબ્રીનોજન – રૂધિરનાં ગંઠાવાની ક્રિયા
(b) ગ્લોબ્યુલીન – રોગપ્રતિકારકતા
(c) ન્યુટ્રોફિલ્સ – ભક્ષક કોષો – ઘન ભક્ષણ
(d) લિમ્ફોસાઇટ્સ – પ્રતિકારકતા
પ્રશ્ન 9.
કઈ દેહધાર્મિક પરિસ્થિતિને કારણે એરીથ્રોબ્લાસ્ટોસીસ ફોઈટાલીસ થતું જોવા મળે છે ?’
ઉત્તર:
જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન માતાનું રૂધિર Rh-ve અને ગર્ભસ્થ શિશુ Rh+ve હોય તો પ્રસૂતિ દરમિયાન શિશુનું રૂધિર માતાનાં રૂધિર સાથે ભળી શકે તેવા સંજોગોમાં માતાનાં રૂધિરમાં એન્ટીબોડીનું નિર્માણ થાય છે. બીજી ગર્ભાવસ્થા દરમિયાન આ એન્ટીબોડી ગર્ભસ્થ શિશુના રક્તકણોનો નાશ કરે છે, તેથી બાળક એનીમિક બને છે. આ પરિસ્થિતિને એરીથ્રોબ્લાસ્ટોસીસ ફોઈટાલીસ કહે છે.
પ્રશ્ન 10.
જો કોઈ પરિસ્થિતિમાં રૂધિર જામી ના જાય, તો શું થઈ શકે ? સમજાવો.
ઉત્તર:
રૂધિર જો જામી ના જાય તેવા સંજોગોમાં ઘા થવાથી કે ઈજા થવાને કારણે પુષ્કળ રૂધિર વહી જાય છે અને તે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે.
પ્રશ્ન 11.
સક્રિય વીજ સ્થિતિમાનનો S – A ગાંઠથી ક્ષેપક સુધીના સમયગાળાનું શું મહત્ત્વ છે ?
ઉત્તર:
સક્રિય વીજ સ્થિતિમાન S – A ગાંઠથી ક્ષેપક સુધી પ્રસરે છે. તે દરમિયાન કર્ણકોનું રૂધિર ક્ષેપકોમાં દાખલ થાય છે. એટલે કર્ણકો સિસ્ટોલ અને ક્ષેપકો ડાયસ્ટોલની પરિસ્થિતિમાં હોય છે.
પ્રશ્ન 12.
જો QRS સંકુલનો સમયગાળો લાંબો હોય તો તેનું ECGમાં શું અર્થઘટન થાય છે ?
ઉત્તર:
QRS સંકુલનો સમયગાળો લાંબો હોય તો તે ક્ષેપકોનાં સિસ્ટોલની અનિયમિતતા દર્શાવે છે.
ટૂંક જવાબી પ્રશ્નો (SQ)
પ્રશ્ન 1.
ક્ષેપકોની દીવાલ કર્ણકો કરતાં જાડી હોય છે. સમજાવો.
ઉત્તર:
ક્ષેપકોમાંથી રૂધિર દબાણપૂર્વક હૃદયની બહાર જતી ધમનીઓમાં ધકેલાય છે. માટે ક્ષેપકોની દીવાલ, કર્ણકો કરતાં જાડી અને સ્નાયુલ હોય છે.
પ્રશ્ન 2.
તફાવત આપો :
(a) રૂધિર અને લસિકા
(b) અલ્કલરાગી અને અશ્લરાગી કોષો
(c) ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ
ઉત્તર:
(a) રૂધિર રંગીન, ચીકાશ પડતું પ્રવાહી છે. તે નિર્મિત ઘટકો રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણો ધરાવે છે. પોષકદ્રવ્યો અને શ્વસન વાયુ જોવા મળે છે.
– લસિકા રંગહીન પ્રવાહી છે. તેમાં થોડા પ્રમાણમાં શ્વેતકણો વધુ માત્રામાં ઉત્સર્ગ દ્રવ્યો જોવા મળે છે.
(b) અલ્કલરાગી કોષો – એલર્જીક ક્રિયામાં ભાગ ભજવે છે.
- અમ્લરાગી કોષો – રોગપ્રતિકારકતામાં ફાળો આપે છે.
- અલ્કલરાગી કોષો 0.1 થી 1% અને અશ્લરાગી કોષો 4 થી 6% હોય છે.
(c) ત્રિદલ વાલ્વ જમણાં કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે જોવા મળે છે.
– દ્વિદલ વાલ્વ ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે જોવા મળે છે. તેને મિત્રલ વાલ્વ પણ કહે છે.
પ્રશ્ન 3.
નીચેનાનું ટુંકમાં વર્ણન કરો.
(a) એનીમિયા
(b) એન્જાઈના પેક્ટોરિસ
(c) એથેરોસ્કેલોરીસીસ
(d) હાઈપર ટેન્શન
(e) હૃદયની નિષ્ફળતા
(f) એરીથ્રોબ્લાસ્ટોસિસ ફોઇટાલિસ
(a) એનીમિયા : રૂધિરમાં Hbઠની ખામીયુક્ત રચના જોવા મળે છે. આ જનીનિક રીતે નિયંત્રિત છે. થાક, નબળાઈ વગેરે લક્ષણો જોવા મળે છે.
(b) એન્જાઈના પેક્ટોરિસ :
છાતીનાં અતિશય દુખાવાના લક્ષણ બતાવે છે. જયારે હૃદ સ્નાયુઓને પૂરતા પ્રમાણમાં O2ના મળે ત્યારે આ પરિસ્થિતિ જોવા મળે છે. એન્જાઈના કોઈ પણ ઉંમરની સ્ત્રી-પુરુષોમાં જોવા મળે છે, પણ વયસ્ક અને વૃદ્ધ વ્યક્તિઓમાં વધારે જોવા મળે છે.
(c) એથેરોસ્કલેરોસીસ :
- ધમનીઓનું કઠિનીકરણ થાય છે. તેની અસરો દર્શાવતાં ચિહ્નો અનેક વર્ષો પછી જણાતાં હોવાથી તેને મૂક ઘાતક (Silent killer) કહે છે.
- ધમનીઓનું અંતઃઆવરણ લીસું હોય છે, ઊંચો રૂધિર દાબ, વધુ પડતો ચરબીયુક્ત ખોરાક તેને હાનિ પહોંચાડે છે.
- આવાં હાનિગ્રસ્ત ભાગમાં ચરબીયુક્ત દ્રવ્યો ભેગાં થઈ પ્લેક (Plaque)નું નિર્માણ કરે છે. આ પ્લેક જો ધમનીની દીવાલ પર સ્થાયી રહે તો તેને થ્રોમ્બસ કહે છે, પણ જો રૂધિરના પ્રવાહમાં જોવા મળે તો એમ્બોલસ કહે છે.
(d) હાઈપર ટેન્શન :
- મુખ્યત્વે હૃદ રોગો માટે જવાબદાર છે. આપણાં શરીરનું રૂધિર પરિવહન ચોક્કસ દબાણ દ્વારા જળવાય છે.
- રૂધિરનું દબાણ માપતાં સાધનને સ્લિમોમેનોમીટર કહે છે. રૂધિરનું દબાણ મોટી ધમનીઓમાં અપાય છે. તેનાં બે માપ છે.
- સિસ્ટોલીક દબાણ
- ડાયસ્ટોલિક દબાણ.
- તંદુરસ્ત વ્યક્તિમાં આ દબાણ 120/80 હોય છે.
- વિવિધ દેહધાર્મિક પરિસ્થિતિઓ દરમિયાન આ દબાણમાં ફેરફાર નોંધાય છે. જો આ દબાણ 140/90 ઉપર જાય તો તેને હાઈપર ટેન્શન કહે છે.
- હાઈપર ટેન્શનનાં મુખ્ય કારણોમાં (a) ધુમ્રપાન (b) મેદસ્વિતા જોવા મળે છે.
(a) ધુમ્રપાન : ધુમ્રપાન દરમિયાન નિકોટીન રૂધિરમાં ભળે છે અને ધમનીઓનું સંકોચન પ્રેરે છે, જેને પરિણામે રૂધિરનું દબાણ વધે છે. ધુમ્રપાન દરમિયાન ઉત્પન્ન થતો CO2 Hbની O2 ધારણ ક્ષમતા ઘટાડે છે.
(b) મેદસ્વિતા : જો વ્યક્તિનું વજન તેની ઉંમર, ઊંચાઈ અને અન્ય આધારે પ્રમાણિત કરાયેલા વજન કરતાં 20% વધુ હોય તો તેને મેદસ્વી કહે છે. આવી વ્યક્તિઓમાં વધુ પ્રમાણમાં રૂધિર પેશીઓને પહોંચાડવું પડે છે, પરિણામે રૂધિરનું દબાણ વધે છે.
(e) હૃદયની નિષ્ફળતા
- જયારે હૃદય શરીરની જરૂરિયાતોને પૂરી પાડે તેટલા પ્રમાણમાં રૂધિરનું પરિભ્રમણ કરવામાં નિષ્ફળ નીવડે તો તેને હૃદયની નિષ્ફળતા કહે છે.
- નોંધ : હદયની નિષ્ફળતા અને હાર્ટ એટેક બંને સમાન નથી. જયારે હૃદયના સ્નાયુ રૂધિરના અપૂરતાં જથ્થાને કારણે એકાએક નુકસાન પામે તો તે હાર્ટ એટેક (Heart attack) કહેવાય છે.
(f) એરીથ્રોબ્લાસ્ટોસિસ ફોઇટાલિસ
- માતા Rh-ve અને ગર્ભસ્થ શિશુ Rh+ve હોય તો પ્રથમ સુવાવડ પછી માતાનાં શરીરમાં Rh+ve પ્રતિ દ્રવ્ય ઉત્પન્ન થઈ શકે છે.
- જેના કારણે પછીના સુવાવડ દરમિયાન ગર્ભસ્થ શિશુના ૨ક્તકણોનો નાશ થાય છે. એનીમિયા કે કમળો થતો જોવા મળે છે.
પ્રશ્ન 4.
પક્ષીઓ અને સસ્તનોમાં ક્ષેપકનાં સંપૂર્ણ વિભાજન અને તેને કારણે બેવડાં પરિવહનનો ફાયદો/મહત્ત્વ જણાવો.
ઉત્તર:
પક્ષીઓ અને સસ્તનોમાં ક્ષેપક સંપૂર્ણપણે વિભાજિત હોવાને કારણે હૃદય ચતુર્ખાડી જોવા મળે છે. જમણાં કર્ણક અને જમણા ક્ષેપકમાંથી ફુખુસીય ધમની દ્વારા de O2 ફેફસાંમાં જાય છે. ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકમાંથી O2 યુક્ત રૂધિર ધમની કાંડ દ્વારા દૈહિક પરિવહન માર્ગ દ્વારા શરીરના વિવિધ ભાગોમાં પહોંચે છે. આમ, O2 યુક્ત અને O2 વિહીન રૂધિર સંપૂર્ણ રીતે અલગ પરિવહન પામે છે, તેથી O2 નો કાર્યક્ષમ ઉપયોગ થાય છે.
પ્રશ્ન 5.
યકૃત નિવાહિકા તંત્રનું પરિવહન તંત્રમાં શી અગત્યતા છે ?
ઉત્તર:
યકૃત નિવાહિકા શિરા પાચનમાર્ગનાં અંગોમાંથી રૂધિર લાવતી શિરાઓનાં જોડાણથી બને છે. પાચનમાર્ગમાંથી પાચિત થયેલાં જરૂરી પાચકદ્રવ્યો યકૃતમાં આવે છે. ત્યાં ગ્યુકોઝ, ગ્લાયકોજન સ્વરૂપે અન્ય ઘટકો પણ વિવિધ સ્વરૂપે સંગ્રહ પામે છે. ત્યાર બાદ યકૃત શિરા દ્વારા તે દૈહિક પરિવહન માર્ગમાં પ્રવેશે છે. આમ, જરૂરી દ્રવ્યોનાં સંગ્રહ તેમજ સંશ્લેષણ માટે યકૃત નિવાહિકા તંત્ર કાર્ય કરે છે.
પ્રશ્ન 6.
લસિકા પરિવહન તંત્રની કાર્યલક્ષી અગત્યતા જણાવો.
ઉત્તર:
લસિકા પરિવહન તંત્ર લસિકાવાહિનીઓ, લસિકા નલિકાઓ અને લસિકા ગાંઠોથી બનતી રચના છે. રૂધિરકેશિકાઓ દ્વારા લસિકા સ્વરૂપે, પેશીય જળ દ્વારા પેશી અને રૂધિરકેશિકા વચ્ચે દ્રવ્યોની આપ-લે થાય છે. રૂધિરકેશિકાઓમાંથી બહાર આવેલું પ્રવાહી લસિકા નલિકા દ્વારા મુખ્ય શિરામાં ઠલવાઈ પરિવહન તંત્રમાં પાછું ફરે છે. લસિકા ગાંઠોમાંથી શ્વેતકણો ઉમેરાય છે, જે પ્રતિકાર શક્તિ માટે જરૂરી કાર્ય કરે છે.
પ્રશ્ન 7.
બંને વચ્ચે તફાવત દર્શાવતા લક્ષણો જણાવો.
(a) રૂધિરરસ અને સીરમ
(b) ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર
(c) સાયનો-એટ્રિયલ નોડ અને એટ્રિઓ-વેન્ટ્રીક્યુલર નોડ
ઉત્તર:
(a) રૂધિરરસમાં રૂધિર ગંઠાઈ જવા માટેનાં જરૂરી (13) કારકો હોય છે.
– આ કારકો સિવાયનાં રૂધિરરસને સીરમ કહે છે.
(b) ખુલ્લું પરિવહન તંત્ર મૃદુકાય અને સંધિપાદ સમુદાયનાં પ્રાણીઓમાં જોવા મળે છે. પેશી અને અંગો રૂધિરના સીધાં સંપર્કમાં હોય છે. દેહકોષ્ઠ, રૂધિરકોષ્ઠ તરીકે ઓળખાય છે.
– બંધ પરિવહન તંત્રમાં રૂધિર, હૃદય, ધમની, શિરાઓ અને રૂધિરકેશિકાઓ દ્વારા પરિભ્રમણ પામે છે. રૂધિર બંધ નલિકાઓની
બહાર વહન પામતું નથી. ઉદા. સસ્તન, ઉભયજીવી, પક્ષીઓ.
(c) S – A ગાંઠને પેસ મેકર કહે છે. તે જમણાં કર્ણકના જમણાં ઉપરનાં ભાગે આવેલ છે. ઉત્તેજનાની શરૂઆત અહીંથી થાય છે.
– A – V ગાંઠ જમણાં કર્ણકના નીચેના ડાબા ભાગમાં કર્ણક-ક્ષેપક પટલની પાસે હોય છે. અહીંથી ઉત્તેજના ક્ષેપકના ભાગમાં પ્રસરે છે.
પ્રશ્ન 8.
ત્રાકકણો રૂથિરનાં ગંઠાવા માટે જરૂરી છે. કોમેન્ટ કરો.
ઉત્તર:
ત્રાકકણો રૂધિર ગંઠાઈ જવા માટે જરૂરી ઘણાં બધાં કારકો ધરાવે છે. ઈજા પામેલી પેશી કે રૂધિરવાહિનીના સ્થાનેથી ત્રાકકણોનું વિઘટન થતાં થ્રોમ્બોપ્લાસ્ટીનોજીનેઝ ઉસેચકનો સ્ત્રાવ થાય છે, જે નિષ્ક્રિય થ્રોમ્બોપ્લાસ્ટીનોજેનને સક્રિય થ્રોમ્બોપ્લાસ્ટિનમાં ફેરવે છે. અહીંથી રૂધિર ગંઠાવાની ક્રિયાની શરૂઆત થાય છે. આમ, ત્રાકકણો રૂધિરનાં ગંઠાવા માટે જરૂરી છે.
પ્રશ્ન 9.
નીચેનાનાં જવાબ આપો.
(a) R.B.C.ના નિર્માણનાં મુખ્ય સ્થાન દર્શાવો.
(b) હૃદયનો કયો ભાગ તેની લયબદ્ધ ક્રિયાની શરૂઆત અને જાળવણી માટે જવાબદાર છે ?
(c) સરિસૃપમાં, મગરનાં હૃદયની શી વિશેષતા છે ?
ઉત્તર:
(a) રક્તકણનું મુખ્ય નિર્માણ સ્થાન લાલ અસ્થિમજ્જા, મૂત્રપિંડ અને યકૃત છે.
(b) હૃદયમાં આવેલ સાયનો-એટ્રીક્યુલર ગાંઠ (S – A નોડ) હૃદયની – લયબદ્ધ ક્રિયાની શરૂઆત અને જાળવણી માટે જવાબદાર છે.
(c) સરિસૃપમાં બે કર્ણક અને અપૂર્ણ વિભાજિત ક્ષેપક હોય છે, પણ મગરમાં ક્ષેપક સંપૂર્ણ વિભાજિત હોય છે, તેથી તે ચતુર્ખાડી રચના દર્શાવે છે.
દીર્ઘ જવાબી પ્રશ્નો (LQ)
પ્રશ્ન 1.
મનુષ્યમાં Rh અસંગતતા વર્ણવો.
ઉત્તર:
- Rh અસંગતતાનો કિસ્સો Rh-ve રૂધિર ધરાવતી માતા અને Rh+ve રૂધિર ધરાવતા ભૂણમાં જોવા મળે છે.
- ભૂણના Rh એન્ટીજન પ્રથમ સુવાવડ દરમિયાન માતાનાં Rh-ve રૂધિર સાથે મુક્ત થતા નથી, કારણ કે માતા અને બાળકનાં રૂધિર ગર્ભનાળ (placenta) દ્વારા સીધા સંપર્કમાં હોતા નથી, પણ પ્રસૂતિ દરમિયાન ભૂણનાં રૂધિરમાંથી Rh+ve રૂધિર, માતાનાં રૂધિર સાથે ભળવાની શક્યતા હોય છે.
- માતાનાં રૂધિરમાં Rh એન્ટીજન વિરૂદ્ધ પ્રતિદ્રવ્ય ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે.
- બીજી વખતની સગર્ભાવસ્થા દરમિયાન Rh પ્રતિદ્રવ્ય ભૂણમાં દાખલ થઈ ભૂણના RBCનો નાશ કરે છે, જે ભૃણને હાનિકર્તા બને છે.
- આવા ગર્ભસ્થ બાળકમાં એનીમિયા/કમળો જોવા મળે છે.
- આવી સ્થિતિને એરિથ્રોબ્લાસ્ટોસીસ ફોઈટાલિસ કહે છે.
- પ્રથમ બાળકના જન્મ બાદ તુર્ત જ માતાને Rh એન્ટીબોડી વિરૂદ્ધ એન્ટીબોડી ઇજેક્શન દ્વારા અપાય તો આ પરિસ્થિતિ નિવારી શકાય છે.
પ્રશ્ન 2.
હૃદ ચક્રની ઘટનાઓ વર્ણવો. બેવડું પરિવહન સમજાવો.
ઉત્તર:
- હૃદય પંપ (Pump) તરીકે વર્તે છે અને તેની ક્રિયા નિયમિત પરંપરાગત ઘટનાઓ ધરાવે છે, જેને હૃદ ચક્ર કહે છે. માનવમાં જ્યારે હૃદયના ધબકારા સામાન્ય હોય ત્યારે હૃદ ચક્ર 1 મિનિટમાં 72 વખત થાય છે, તેથી દરેક ચક્ર આશરે 0.8 સેકન્ડ ચાલે છે.
- હૃદયના ખંડોના સંકોચનના તબક્કાઓને સિસ્ટોલ કહે છે અને તેના શિથીલનના તબક્કાને ડાયસ્ટોલ કહે છે. એક સંપૂર્ણ હૃદ ચક્ર દરમિયાન નીચેના તબક્કાઓ જોવા મળે છે.
સમયગાળો | કર્ણકો | ક્ષેપકો |
0.10 સેકન્ડ | સિસ્ટોલ | ડાયસ્ટોલ |
0.30 સેકન્ડ | ડાયસ્ટોલ | સિસ્ટોલ |
0.40 સેકન્ | સિસ્ટોલ | ડાયસ્ટોલ |
- સૌ પ્રથમ કર્ણકો સંકોચાય છે તે જ સમયે ક્ષેપકો શિથીલન પામે છે. આ દરમિયાન જમણાં કર્ણકમાંથી રૂધિર જમણા ક્ષેપકમાં વહે છે અને ડાબાં કર્ણકમાંનું રૂધિર ડાબા ક્ષેપકમાં વહે છે. આ એકમાર્ગી વહન વાલ્વો દ્વારા નિયંત્રિત થાય છે. તેનો ગાળો 0.10 સેકન્ડનો હોય છે.
- હવે ક્ષેપકો સિસ્ટોલ પામે છે. આ દરમિયાન કર્ણકો ડાયસ્ટોલ પામે છે. ક્ષેપકોના સંકોચનથી તેમાનાં રૂધિર પર દબાણ થાય છે. આ દબાણ જમણાં ફુડુસકાંડમાં આવેલા વાલ્વને ખોલે છે. રૂધિર ફેફસાં તરફ ધકેલાય છે.
- ડાબા ક્ષેપકમાંથી ઉદ્દભવતું રૂધિર દબાણ ધમનીકાંડમાં આવેલા વાલ્વને ખોલે છે. રૂધિરના પ્રવાહને શરીરનાં બધાં જ અંગો તરફ ધકેલે છે. આ સમયગાળો 0.30 સેકન્ડનો છે.
- છેલ્લા તબક્કામાં હૃદયના બધા ખંડો ડાયસ્ટોલ અનુભવે છે. તે દરમિયાન રૂધિર કર્ણકોમાં ભરાય છે. ત્યારબાદ કર્ણકોમાં સંકોચનથી નવું હૃદ ચક્ર શરૂ થાય છે. આ સમયગાળો 0.40 સેકન્ડનો છે.
પ્રશ્ન 3.
વિવિધ પ્રકારનાં રૂધિર જૂથ સમજાવો અને ટેબલ દ્વારા દાતાનાં રૂધિર જૂથની સંગતતા દર્શાવો.
ઉત્તર:
- રૂધિર જૂથો એન્ટિજન તરીકે ઓળખાતા પ્રોટીનના અણુઓ દ્વારા બને છે. એન્ટિજન ૨ક્તકણની સપાટી પર જોવા મળે છે.
- ABO રૂધિર જૂથનાં ૨ક્તકણો પ૨ A કે B પ્રકારના એન્ટિજનના આધારે હોય છે. તે જ પ્રમાણે રૂધિરસ બે પ્રકારની એન્ટિબોડી ધરાવે છે, જે એન્ટિજનથી વિરૂદ્ધ પ્રકારની હોય છે અને એન્ટિ-A અને એન્ટિ-B તરીકે ઓળખાય છે.
- એન્ટિજન અને એન્ટિબોડીની હાજરી અને ગેરહાજરીના આધારે માનવીમાં ચાર પ્રકારના રૂધિર જૂથો જોવા મળે છે. જેવા કે A, B, AB અને O પ્રકાર.
- રૂધિર જૂથો મનુષ્યમાં રૂધિરની વિશિષ્ટ લાક્ષણિકતા છે અને જનીનિક રીતે નિયંત્રિત એન્ટિજન
અને એન્ટિબોડીની હાજરી ધરાવે છે.
- ‘O’ રૂધિર જૂથ ધરાવતી વ્યક્તિના રક્તકણની સપાટી પર એન્ટિજનની ગેરહાજરી હોય છે. તેમનું રૂધિર કોઈ પણ રૂધિર જૂથમાં આપી શકાય છે. માટે ‘O’ રૂધિર જૂથવાળી વ્યક્તિ સર્વદાતા તરીકે ઓળખાય છે.
- ‘AB’ રૂધિર જૂથ ધરાવતી વ્યક્તિના રૂધિરરસમાં એન્ટિબોડી ગેરહાજર હોય છે. તેઓ કોઈ પણ જૂથમાંથી રૂધિર ગ્રહણ કરી શકે છે. તેમને સર્વગ્રાહી કહે છે.
- જો રૂધિર જૂથની ચકાસણી કર્યા સિવાય રૂધિર આપવામાં આવે તો કોષોનો ગઠ્ઠો થઈ જાય છે, જે રૂધિરવાહિની, મૂત્રપિંડ જેવા અંગોમાં અવરોધ પ્રેરે છે. છેવટે, રૂધિર જૂથની અસંગતતાથી તે વ્યક્તિ મૃત્યુ પામે છે.
પ્રશ્ન 4.
નીચેનાની ટૂંકનોંધ લખો.
(a) હાઈપર ટેન્શન
(b) કોરોનરી આર્ટરી ડિસીઝ (CAD)
ઉત્તર:
(a) હાઈપર ટેન્શન :
- મુખ્યત્વે હૃદ રોગો માટે જવાબદાર છે. આપણાં શરીરનું રૂધિર પરિવહન ચોક્કસ દબાણ દ્વારા જળવાય છે.
- રૂધિરનું દબાણ માપતાં સાધનને સ્લિમોમેનોમીટર કહે છે. રૂધિરનું દબાણ મોટી ધમનીઓમાં અપાય છે. તેનાં બે માપ છે.
- સિસ્ટોલીક દબાણ
- ડાયસ્ટોલિક દબાણ.
- તંદુરસ્ત વ્યક્તિમાં આ દબાણ 120/80 હોય છે.
- વિવિધ દેહધાર્મિક પરિસ્થિતિઓ દરમિયાન આ દબાણમાં ફેરફાર નોંધાય છે. જો આ દબાણ 140/90 ઉપર જાય તો તેને હાઈપર ટેન્શન કહે છે.
- હાઈપર ટેન્શનનાં મુખ્ય કારણોમાં (a) ધુમ્રપાન (b) મેદસ્વિતા જોવા મળે છે.
(a) ધુમ્રપાન : ધુમ્રપાન દરમિયાન નિકોટીન રૂધિરમાં ભળે છે અને ધમનીઓનું સંકોચન પ્રેરે છે, જેને પરિણામે રૂધિરનું દબાણ વધે છે. ધુમ્રપાન દરમિયાન ઉત્પન્ન થતો CO2 Hbની O2 ધારણ ક્ષમતા ઘટાડે છે.
(b) મેદસ્વિતા : જો વ્યક્તિનું વજન તેની ઉંમર, ઊંચાઈ અને અન્ય આધારે પ્રમાણિત કરાયેલા વજન કરતાં 20% વધુ હોય તો તેને મેદસ્વી કહે છે. આવી વ્યક્તિઓમાં વધુ પ્રમાણમાં રૂધિર પેશીઓને પહોંચાડવું પડે છે, પરિણામે રૂધિરનું દબાણ વધે છે.
આર્ટિઓ સ્કેલેરોસિસ :
ધમનીઓની દીવાલમાં કોલેસ્ટેરોલ અને કેલ્શિયમના ક્ષારની જમાવટથી ધમનીની દીવાલ જાડી અને અસ્થિતિસ્થાપક બને છે તેને ધમનીઓનું દઢીકરણ કહે છે. આવી બરડ ધમની તૂટી શકે છે. તેમ થાય તો રૂધિર બહાર આવી ગંઠાઈ જઈ શકે. આવી ગાંઠો રૂધિર પ્રવાહમાં ફરે અને મુશ્કેલી ઊભી કરે છે.
એથેરોસ્કેલેરોસિસ :
- ધમનીઓનું કઠિનીકરણ થાય છે. તેની અસરો દર્શાવતાં ચિહ્નો અનેક વર્ષો પછી જણાતાં હોવાથી તેને મૂક ઘાતક (Silent killer) કહે છે.
- ધમનીઓનું અંતઃઆવરણ લીસું હોય છે, ઊંચો રૂધિર દાબ, વધુ પડતો ચરબીયુક્ત ખોરાક તેને હાનિ પહોંચાડે છે.
- આવાં હાનિગ્રસ્ત ભાગમાં ચરબીયુક્ત દ્રવ્યો ભેગાં થઈ પ્લેક (Plaque)નું નિર્માણ કરે છે. આ પ્લેક જો ધમનીની દીવાલ પર સ્થાયી રહે તો તેને થ્રોમ્બસ કહે છે, પણ જો રૂધિરના પ્રવાહમાં જોવા મળે તો એમ્બોલસ કહે છે.
હૃદયની નિષ્ફળતા :
- જયારે હૃદય શરીરની જરૂરિયાતોને પૂરી પાડે તેટલા પ્રમાણમાં રૂધિરનું પરિભ્રમણ કરવામાં નિષ્ફળ નીવડે તો તેને હૃદયની નિષ્ફળતા કહે છે.
- નોંધ : હદયની નિષ્ફળતા અને હાર્ટ એટેક બંને સમાન નથી. જયારે હૃદયના સ્નાયુ રૂધિરના અપૂરતાં જથ્થાને કારણે એકાએક નુકસાન પામે તો તે હાર્ટ એટેક (Heart attack) કહેવાય છે.
પ્રશ્ન 5.
નીચે હૃદયની રચનાનું આકૃતિમય નિરૂપણ કર્યું છે. SAN, AVN, Av સંકુલ, બંડલ ઑફ હિસ અને પરકિજે તંતુનું લેબલ કરો.
ઉત્તર: