GSEB Solutions Class 6 Social Science Chapter 11 ભૂમિસ્વરૂપો

Gujarat Board GSEB Textbook Solutions Class 6 Social Science Chapter 11 ભૂમિસ્વરૂપો Textbook Exercise and Answers.

ભૂમિસ્વરૂપો Class 6 GSEB Solutions Social Science Chapter 11

GSEB Class 6 Social Science ભૂમિસ્વરૂપો Textbook Questions and Answers

1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
ભૂમિ સ્વરૂપ કોને કહેવાય?
ઉત્તરઃ
ભૂમિસ્વરૂપ એટલે ભૂપૃષ્ઠનાં વિવિધ રૂપો. સમુદ્રની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આવેલા, વિશિષ્ટ આકાર અને ઢોળાવવાળું ભૂપૃષ્ઠ ધરાવતા ભાગને ‘ભૂમિસ્વરૂપ’ કહેવામાં આવે છે.

પ્રશ્ન 2.
પર્વત એટલે શું? તેના મુખ્ય પ્રકારો કયા છે?
ઉત્તરઃ
પર્વત એટલે એવી ભૂમિભાગ કે જે સમુદ્રની સપાટીથી આશરે 900 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતો હોય, જેનું ભૂતલ મોટે ભાગે ઊંચા-નીચા ઢોળાવવાળું હોય અને જેના મથાળાનો ભાગ સાંકડા શિખરોરૂપે ઊંચે ઊપસેલો હોય.

નિર્માણક્રિયાના આધારે પર્વતોના મુખ્ય ચાર પ્રકારો છે:

  1. ગેડ પર્વત,
  2. ખંડ પર્વત,
  3. જ્વાળામુખી પર્વત અને
  4. અવશિષ્ટ પર્વત.

પ્રશ્ન 3.
ઉચ્ચપ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો.
ઉત્તરઃ
ઉચ્ચપ્રદેશ સમુદ્રની સપાટીથી સામાન્ય રીતે 180 મીટર કરતાં વધુ પણ 900 મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતો અને ઉપરથી પ્રમાણમાં પહોળો સમથળ ભૂમિભાગ હોય છે; જ્યારે મેદાન સમુદ્રની સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચો નહિ એવો સમથળ ભૂમિભાગ હોય છે.

GSEB Solutions Class 6 Social Science Chapter 11 ભૂમિસ્વરૂપો

2. યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યાઓ પૂરોઃ

પ્રશ્ન 1.
ભારતનો સાતપુડા ……………………….. પ્રકારનો પર્વત છે.
A. ગેડ
B. ખંડ
C. જ્વાળામુખી
D. અવશિષ્ટ
ઉત્તરઃ
B. ખંડ

પ્રશ્ન 2.
ચારે બાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલ ભૂમિભાગને …………………………. ઉચ્ચપ્રદેશ કહે છે.
A. આંતર-પર્વતીય
B. પર્વત-પ્રાંતીય
C. ખંડીય
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તરઃ
A. આંતર-પર્વતીય

પ્રશ્ન 3.
સરેરાશ સમુદ્રસપાટીથી ……………………….. ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહે છે.
A. આશરે 900 મીટરથી વધુ
B. આશરે 300 મીટરથી વધુ
C. આશરે 280 મીટરથી વધુ
D. આશરે 180 મીટર સુધીની
ઉત્તરઃ
D. આશરે 180 મીટર સુધીની

પ્રશ્ન 4.
વાંગહોનું મેદાન ……………………….. પ્રકારનું મેદાન છે.
A. ઘસારણ
B. નિક્ષેપણ
C. સંરચનાત્મક
D. આપેલ પૈકી એક પણ પ્રકારનું નહિ
ઉત્તરઃ
B. નિક્ષેપણ

3. મને ઓળખી કાઢો:

1. હું જમીનથી ત્રણ બાજુથી ઘેરાયેલો છું. …………………………….
ઉત્તરઃ
અખાત

GSEB Solutions Class 6 Social Science Chapter 11 ભૂમિસ્વરૂપો

2. મારો છેડો જળભાગમાં અમુક વિસ્તાર સુધી ફેલાયેલો રહે છે. ……………………….
ઉત્તરઃ
ભૂશિર

3. હું ચારેબાજુથી જળવિસ્તારથી ઘેરાયેલ છું. ……………………….
ઉત્તરઃ
ટાપુ

4. હું બે જળવિસ્તારોને જોડું છું. ……………………..
ઉત્તરઃ
સામુદ્રધુની

5. મારી ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન છે. ……………………..
ઉત્તરઃ
દ્વીપકલ્પ

4. ટૂંક નોંધ લખોઃ

પ્રશ્ન 1.
ખંડ પર્વત (Block Mountain).
ઉત્તર:
સામાન્ય રીતે મંદ ભૂ-સંચલન દરમિયાન ઉદ્ભવતા ખેંચાણબળને લીધે ખડકોમાં સ્વરભંગ રચાય છે. બે સ્તરભંગોની વચ્ચેનો પ્રદેશ ઊંચકાઈ આવે છે અથવા વચ્ચેનો ભાગ જેમનો તેમ રહે છે અને તેની બંને બાજુના પ્રદેશો નીચે સરકી જાય છે. એ ઊંચો રહી ગયેલો ભૂ-ભાગ ‘ખંડ પર્વત’ કહેવાય છે.
GSEB Solutions Class 6 Social Science Chapter 11 ભૂમિસ્વરૂપો 1
જર્મનીનો હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય છે. તેથી ખંડ પર્વતને હોસ્ટ પર્વત’ પણ કહેવામાં આવે છે. ભારતના નીલગિરિ, સાતપુડા, વિધ્ય વગેરે ખંડ પર્વતો છે.

ખંડ પર્વતોની ઊંચાઈ ઓછી હોય છે. તે ભૂ-સપાટી પર મર્યાદિત વિસ્તારોમાં પથરાયેલા છે.

GSEB Solutions Class 6 Social Science Chapter 11 ભૂમિસ્વરૂપો

પ્રશ્ન 2.
ઉચ્ચપ્રદેશનું મહત્ત્વ જણાવો.
અથવા
ટૂંક નોંધ લખોઃ
ઉચ્ચપ્રદેશોનું મહત્ત્વ
ઉત્તર:
ઉચ્ચપ્રદેશનું મહત્ત્વ આ પ્રમાણે છેઃ

  1. લાવાની કાળી ફળદ્રુપ જમીનથી બનેલા ઉચ્ચપ્રદેશોમાં કપાસનો પાક સારો થાય છે.
  2. પ્રાચીન નક્કર ખડકોના બનેલા ઉચ્ચપ્રદેશોમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું વગેરે કીમતી ખનીજો મળી આવે છે. દા. ત., ભારતના છોટાનાગપુરના ઉચ્ચપ્રદેશમાંથી અનેક ખનીજો મળી આવે છે.
  3. ઉચ્ચપ્રદેશોના ઘાસવાળા ઢોળાવો પશુપાલન પ્રવૃત્તિ માટે સારી અનુકૂળતા ધરાવે છે.
  4. કેટલાક ઉચ્ચપ્રદેશો પ્રવાસન ઉદ્યોગ અને ફિલ્મોના શૂટિંગ માટે બહુ અનુકૂળ હોય છે.

પ્રશ્ન 3.
નિક્ષેપણનું મેદાન (Depositional Plain)
ઉત્તરઃ
નિક્ષેપણનાં મેદાનો બે રીતે બને છે:

  1. નદીના કાપનાં મેદાનો: નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે તેમાં ઘસડાઈ આવેલો કાંપ પાણીની સાથે બંને કિનારાઓ પર પથરાય છે. આ રીતે નદીકિનારે કાંપનાં મેદાનો બને છે. ભારતમાં ગંગા-યમુનાનાં મેદાનો, ઉત્તર ચીનમાં દ્વાંગહોનું મેદાન, ઇટલીમાં પૉ નદી વડે બનેલું લોમ્બાર્ડનું મેદાન કાંપનાં મેદાનોનાં ઉદાહરણો છે.
  2. સરોવરનાં મેદાનોઃ કેટલીક નદીઓ સરોવરોને મળે છે. આ નદીઓ પોતાના પ્રવાહનાં કાંપ, માટી, રેતી વગેરે સરોવરમાં ઠાલવે છે. તેથી સરોવર ધીમે ધીમે પુરાય છે અને કાળક્રમે ત્યાં મેદાન બને છે, જે સરોવરનું મેદાન કહેવાય છે. ભારતમાં કશ્મીરના ખીણ પ્રદેશ અને મણિપુર રાજ્ય તરફનો ઈમ્ફાલ તળપ્રદેશ સરોવરનાં મેદાનો છે.

[નિદી જ્યારે સમુદ્રને મળે છે ત્યારે સમુદ્રકિનારાની નજીકના વિસ્તારોમાં ધીમા વેગને કારણે પુષ્કળ કાંપ ઠાલવે છે. આ રીતે તૈયાર થયેલ મેદાન ‘મુખત્રિકોણ પ્રદેશનું મેદાન’ કહેવાય છે.

પવન પોતાની સાથે લાવેલા માટી અને રેતીના કણો જેવા વહનબોજનું કોઈ અવરોધ આવતાં કે પવનની ગતિ ધીમી પડતાં પવન દ્વારા નિક્ષેપણનું મેદાન રચાય છે. તેને ‘લોએસનું મેદાન’ (Loess Plain) કહે છે.]

GSEB Solutions Class 6 Social Science Chapter 11 ભૂમિસ્વરૂપો

પ્રશ્ન 4.
મેદાનનું મહત્ત્વ અથવા મેદાનોની ઉપયોગિતા જણાવો.
ઉત્તરઃ

  1. ફળદ્રુપ મેદાનો માનવવસવાટ માટે બધી રીતે અનુકૂળ હોય છે તેથી ત્યાં ખેતી, વેપાર અને ઉદ્યોગ-ધંધા જેવી આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ વિકસે છે.
  2. સપાટ ભૂપૃષ્ઠને કારણે મેદાનોમાં સડકમાર્ગો અને રેલમાર્ગોનો વિકાસ વધારે થયો છે.
  3. મેદાનપ્રદેશોમાં ગીચ વસ્તી ધરાવતાં મોટાં શહેરો વિકસ્યાં છે.
  4. ફળદ્રુપ જમીન મુખ્યત્વે ખેતીની પેદાશો માટે ખૂબ ઉપયોગી છે. કેટલીક ખેતપેદાશો ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. .

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *