Gujarat Board GSEB Class 8 Social Science Important Questions Chapter 4 અંગ્રેજ સમયનાં શહેરો, ગૃહઉદ્યોગો અને ઉદ્યોગો Important Questions and Answers.
GSEB Class 8 Social Science Important Questions Chapter 4 અંગ્રેજ સમયનાં શહેરો, ગૃહઉદ્યોગો અને ઉદ્યોગો
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો:
પ્રશ્ન 1.
ભારતને કોણે ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું વિશાળ બજાર બનાવી દીધું?
A. ઇંગ્લેન્ડના વેપારીઓએ
B. ઇંગ્લેન્ડની પાર્લમેન્ટ
C. ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ
D. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ
ઉત્તર:
D. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ
પ્રશ્ન 2.
અંગ્રેજ શાસન દરમિયાન નીચેના પૈકી કયા શહેરનો વિકાસ નવા શહેર તરીકે થયો હતો?
A. કંડલાનો
B. દિલ્લીનો
C. પટનાનો
D. ઉજ્જૈનનો
ઉત્તર:
B. દિલ્લીનો
પ્રશ્ન 3.
નીચેના પૈકી કયા શહેરનો મહાનગર તરીકે વિકાસ થયો?
A. મુંબઈનો
B. કંડલાનો
C. ઝાંસીનો
D. અજમેરનો
ઉત્તર:
A. મુંબઈનો
પ્રશ્ન 4.
નીચેના પૈકી કયું શહેર પહેલાં ટાપુ હતો?
A. કોલકાતા
B. ચેન્નઈ
C. મુંબઈ
D. અમદાવાદ
ઉત્તર:
C. મુંબઈ
પ્રશ્ન 5.
બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજાનાં લગ્ન કઈ રાજકુમારી સાથે થયાં હતાં?
A. ભારતીય
B. પોર્ટુગીઝ
C. ફ્રેન્ચ
D. જર્મન
ઉત્તર:
B. પોર્ટુગીઝ
પ્રશ્ન 6.
ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કોની પાસેથી મુંબઈ ટાપુ ભાડે લીધો હતો?
A. બ્રિટનના સમ્રાટ પાસેથી
B. દિલ્હીના મુઘલ બાદશાહ પાસેથી
C. નાનાસાહેબ પેશ્વા પાસેથી
D. મુંબઈના ઉદ્યોગપતિઓ પાસેથી
ઉત્તર:
A. બ્રિટનના સમ્રાટ પાસેથી
પ્રશ્ન 7.
નીચેના પૈકી કયું શહેર ભારતનું આજનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર ગણાય છે?
A. સુરત
B અમદાવાદ
C. કોલકાતા
D. મુંબઈ
ઉત્તર:
D. મુંબઈ
પ્રશ્ન 8.
ઈ. સ. 1573માં મુઘલ બાદશાહ અકબરે કયું શહેર જીત્યું હતું?
A. ભરૂચ
B. સુરત
C. કાનપુર
D. આગરા
ઉત્તર:
B. સુરત
પ્રશ્ન 9.
નીચેના પૈકી કયું શહેર મુઘલયુગમાં પશ્ચિમ ભારતના વેપારનું મહત્ત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું?
A. સુરત
B. ભરૂચ
C. અમદાવાદ
D. મુંબઈ
ઉત્તર:
A. સુરત
પ્રશ્ન 10.
સુરત શહેર વસ્ત્ર ઉપર કયા કામ માટે ખૂબ જ પ્રખ્યાત હતું?
A. રંગકામ
B. ભરતકામ
C. જરીકામ
D. વણાટકામ
ઉત્તર:
C. જરીકામ
પ્રશ્ન 11.
અંગ્રેજોએ નીચેના પૈકી કયા શહેરમાં પહેલી કોઠી (મથક) સ્થાપી હતી?
A. કોલકાતામાં
B. ભરૂચમાં
C. ચેન્નઈમાં
D. સુરતમાં
ઉત્તર:
D. સુરતમાં
પ્રશ્ન 12.
નીચેના પૈકી કયું શહેર આંતરરાષ્ટ્રીય બંદર હતું?
A. જામનગર
B ખંભાત
C. સુરત
D. ભરૂચ
ઉત્તર:
C. સુરત
પ્રશ્ન 13.
અંગ્રેજોએ ભારતના પૂર્વકિનારે કયા સ્થળે કોઠીની સ્થાપના કરી હતી?
A. મચિલીપમમાં
B. પુદુચ્ચેરીમાં
C. વિશાખાપમમાં
D. ચેન્નઈમાં
ઉત્તર:
A. મચિલીપમમાં
પ્રશ્ન 14.
ઈ. સ. 1640માં અંગ્રેજોએ મદ્રાસ પાસે કઈ કોઠીની સ્થાપના કરી હતી?
A. ફૉર્ટ વિલિયમ જ્યૉર્જની
B. ફૉર્ટ સેન્ટ વિલિયમની
C. ફૉર્ટ સેન્ટ જ્યૉર્જની
D. ફૉર્ટ વિલિયમ બેન્ટિકની
ઉત્તર:
C. ફૉર્ટ સેન્ટ જ્યૉર્જની
પ્રશ્ન 15.
અંગ્રેજોએ સ્થાપેલા ફોર્ટ સેન્ટ જ્યૉર્જની આસપાસ આજનું કયું શહેર બન્યું છે?
A. ચેન્નઈ
B. મુંબઈ
C. સુરત
D. કોલકાતા
ઉત્તર:
A. ચેન્નઈ
પ્રશ્ન 16.
નીચેના પૈકી કયું શહેર ભારતની રાજધાની છે?
A. મુંબઈ
B. કોલકાતા
C. દિલ્લી
D. ચેન્નઈ
ઉત્તર:
C. દિલ્લી
પ્રશ્ન 17.
ઈ. સ. 1803માં અંગ્રેજોએ કોની પાસેથી દિલ્લી જીત્યું હતું?
A. શીખો પાસેથી
B. મરાઠાઓ પાસેથી
C. પૃથ્વીરાજ ચૌહાણ પાસેથી
D. મુઘલો પાસેથી
ઉત્તર:
B. મરાઠાઓ પાસેથી
પ્રશ્ન 18.
અંગ્રેજોએ ઈ. સ. 1911માં કયા શહેરને પોતાની રાજધાની બનાવી?
A. દિલ્લીને
B. મુંબઈને
C. સુરતને
D. કોલકાતાને
ઉત્તર:
A. દિલ્લીને
પ્રશ્ન 19.
અંગ્રેજોએ કઈ સાલમાં નવી દિલ્લીનું નિર્માણ શરૂ કર્યું?
A. ઈ. સ. 1901માં
B. ઈ. સ. 1905માં
C. ઈ. સ. 1911માં
D. ઈ. સ. 1921માં
ઉત્તર:
C. ઈ. સ. 1911માં
પ્રશ્ન 20.
અંગ્રેજોને નવી દિલ્લીનું નિર્માણ કરતાં કેટલાં વર્ષ લાગ્યાં હતાં?
A. 5 વર્ષ
B. 10 વર્ષ
C. 15 વર્ષ
D. 20 વર્ષ
ઉત્તરઃ
D. 20 વર્ષ
પ્રશ્ન 21.
અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં ભારતના ગૃહઉદ્યોગોનો કયો યુગ હતો?
A. અવકાશયુગ
B. અણુયુગ
C સુવર્ણયુગ
D. તાયુગ
ઉત્તર:
C સુવર્ણયુગ
પ્રશ્ન 22.
અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં કયા શહેરની મલમલ પ્રખ્યાત હતી?
A. સુરતની
B. ઢાકાની
C. મદુરાઈની
D. આગરાની
ઉત્તર:
B. ઢાકાની
પ્રશ્ન 23.
ભારતના કારીગરો કયાં ફૂલોનો ઉપયોગ કરીને કપડાને રંગવાનું કામ કરતા હતા?
A. કેસૂડાંનાં
B. ગુલમહોરનાં
C. ગુલાબનાં
D. જાસૂદનાં
ઉત્તર:
A. કેસૂડાંનાં
પ્રશ્ન 24.
ભારતની મજબૂત ગ્રામઅર્થવ્યવસ્થા કોના કારણે પડી ભાંગી?
A. વારંવાર પડતા દુકાળોને કારણે
B. કારીગરોની અછતને કારણે
C. ઔદ્યોગિક ક્રાંતિને કારણે
D. કાયમી જમાબંધીને કારણે
ઉત્તર:
C. ઔદ્યોગિક ક્રાંતિને કારણે
પ્રશ્ન 25.
અંગ્રેજ શાસન દરમિયાન ભારતનો ક્યો ઉદ્યોગ પડી ભાંગ્યો?
A. શણ ઉદ્યોગ
B. જહાજ બાંધકામનો
C. કાગળ ઉદ્યોગ
D. કાપડ ઉદ્યોગ
ઉત્તર:
D. કાપડ ઉદ્યોગ
પ્રશ્ન 26.
ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ક્યા ઉદ્યોગમાં થઈ હતી?
A. શણ ઉદ્યોગમાં
B. લોખંડ-પોલાદ ઉદ્યોગમાં
C. કાપડ ઉદ્યોગમાં
D. પરિવહન ઉદ્યોગમાં
ઉત્તર:
C. કાપડ ઉદ્યોગમાં
પ્રશ્ન 27.
ભારતમાં કાપડની પહેલી મિલ ક્યાં સ્થપાઈ હતી?
A. મુંબઈમાં
B. કોઇમ્બતૂરમાં
C. મદુરાઈમાં
D. અમદાવાદમાં
ઉત્તર:
A. મુંબઈમાં
પ્રશ્ન 28.
મુંબઈમાં કાપડની સૌપ્રથમ મિલ ક્યારે સ્થપાઈ હતી?
A. ઈ. સ. 1851માં
B. ઈ. સ. 1854માં
C. ઈ. સ. 1858માં
D. ઈ. સ. 1864માં
ઉત્તર:
B. ઈ. સ. 1854માં
પ્રશ્ન 29.
ભારતમાં કાપડ ઉદ્યોગનો વિકાસ થતાં સમય જતાં અમદાવાદમાં કુલ કેટલી મિલો સ્થપાઈ હતી?
A. 85
B. 92
C. 101
D. 106
ઉત્તર:
D. 106
પ્રશ્ન 30.
અમદાવાદમાં કાપડ ઉદ્યોગના સારા વિકાસને કારણે અમદાવાદને ભારતનું શું ગણવામાં આવતું?
A. ગ્લાસગો
B. ન્યૂ કાસલ
C. ઓસાકા
D. માન્ચેસ્ટર
ઉત્તર:
D. માન્ચેસ્ટર
પ્રશ્ન 31.
અમદાવાદમાં ગુજરાતની સૌપ્રથમ મિલ ક્યારે શરૂ થઈ હતી?
A. 30 મે, 1861ના રોજ
B. 30 જૂન, 1860ના રોજ
C. 30 મે, 1864ના રોજ
D. 30 મે, 1867ના રોજ
ઉત્તર:
A. 30 મે, 1861ના રોજ
પ્રશ્ન 32.
અમદાવાદમાં ગુજરાતની સૌપ્રથમ મિલ કોણે શરૂ કરી હતી?
A. બેચરદાસ લશ્કરીએ
B. કસ્તૂરભાઈ લાલદાસે
C. લાલદાસ દલપતરામે
D. રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળાએ
ઉત્તર:
D. રણછોડલાલ છોટાલાલ રેંટિયાવાળાએ
પ્રશ્ન ૩૩.
દક્ષિણ ભારતમાં કયા સ્થળે કાપડ ઉદ્યોગનો વિકાસ થયો હતો?
A. અલીગઢમાં
B. મદુરાઈમાં
C. ધારીવાલમાં
D. કાનપુરમાં
ઉત્તર:
B. મદુરાઈમાં
પ્રશ્ન 34.
૫મહારાષ્ટ્રમાં કયા સ્થળે ભાતીગળ મનમોહક સાડીઓની કિનારી બનાવવાનું વણાટકામ થતું હતું?
A. નાગપુરમાં
B. કોલ્હાપુરમાં
C. સોલાપુરમાં
D. મદુરાઈમાં
ઉત્તર:
C. સોલાપુરમાં
પ્રશ્ન 35.
સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન સ્વદેશી આંદોલન કોણે શરૂ કર્યું હતું?
A. વિનોબા ભાવેએ
B. કસ્તુરબાએ
C. મહાત્મા ગાંધીજીએ
D. રવિશંકર મહારાજે
ઉત્તર:
C. મહાત્મા ગાંધીજીએ
પ્રશ્ન 36.
જમશેદજી તાતાએ લોખંડ-પોલાદનું સૌપ્રથમ કારખાનું ક્યાં સ્થાપ્યું હતું? .
A. ભદ્રાવતીમાં
B. સાલેમમાં
C. વિજયનગરમાં
D. સાકચીમાં
ઉત્તર:
D. સાકચીમાં
પ્રશ્ન 37.
સાકચી આજે કયા શહેર તરીકે ઓળખાય છે?
A. ભદ્રાવતી
B. ભિલાઈ
C. જમશેદપુર
D. સંબલપુર
ઉત્તર:
C. જમશેદપુર
પ્રશ્ન 38.
નીચેના પૈકી ક્યા સ્થળે લોખંડ-પોલાદ ઉદ્યોગ આવેલો છે?
A. અનંતપુરમાં
B. બેલગાડીમાં
C. ભદ્રાવતીમાં
D. કોઇમ્બતૂરમાં
ઉત્તર:
C. ભદ્રાવતીમાં
પ્રશ્ન 39.
કેટલાક અંગ્રેજ સુધારાવાદીઓ કોને આધુનિક ભારતનો નિર્માતા કહે છે?
A. લૉર્ડ વેલેસ્લીને
B. લૉર્ડ વિલિયમ બેન્ટિકને
C. લૉર્ડ ડેલહાઉસીને
D. લૉર્ડ વોરન હેસ્ટિંગ્સને
ઉત્તર:
C. લૉર્ડ ડેલહાઉસીને
પ્રશ્ન 40.
ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી?
A. ઈ. સ. 1853માં
B. ઈ. સ. 1858માં
C. ઈ. સ. 1861માં
D. ઈ. સ. 1863માં
ઉત્તર:
A. ઈ. સ. 1853માં
પ્રશ્ન 41.
ભારતમાં ઈ. સ. 1853માં કયાં સ્થળો વચ્ચે રેલમાર્ગની શરૂઆત થઈ હતી?
A. મુંબઈ અને પુણે વચ્ચે
B. પુણે અને સોલાપુર વચ્ચે
C. મુંબઈ અને નાશિક વચ્ચે
D. મુંબઈ અને થાણા વચ્ચે
ઉત્તર:
D. મુંબઈ અને થાણા વચ્ચે
પ્રશ્ન 42.
મુંબઈ અને થાણા વચ્ચે રેલમાર્ગનું ઉદ્ઘાટન ક્યારે થયું હતું?
A. 1 માર્ચ, 1853ના રોજ
B. 16 એપ્રિલ, 1853ના રોજ
C. 15 ઑગસ્ટ, 1853ના રોજ
D. 26 જાન્યુઆરી, 1853ના રોજ
ઉત્તર:
B. 16 એપ્રિલ, 1853ના રોજ
પ્રશ્ન 43.
કોના સમયમાં કોલકાતા અને પેશાવર વચ્ચે તથા મુંબઈ અને મદ્રાસ (ચેન્નઈ) વચ્ચે તાર-ટપાલની વ્યવસ્થા શરૂ થઈ હતી?
A. લૉર્ડ વેલેસ્લીના
B. લૉર્ડ વિલિયમ બેન્ટિંકના
C. લૉર્ડ ડેલહાઉસીના
D. લૉર્ડ કેનિંગના
ઉત્તર:
C. લૉર્ડ ડેલહાઉસીના
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો:
1. ભારતની આર્થિક સમૃદ્ધિ છેક ……………………….. સદી સુધી યથાવત્ રહી.
ઉત્તર:
અઢારમી
2. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ………………………… ના ઉદ્યોગો માટે ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવ્યું.
ઉત્તર:
ઇંગ્લેન્ડ
3. ભારતના ગૃહઉદ્યોગો અને ખેતીની દુર્દશા થતાં ભારતનાં …………………… પડી ભાંગ્યાં.
ઉત્તર:
ગામડાંઓ
4. ભારતમાં ……………………. શાસન દરમિયાન નવાં શહેરો વિકસ્યાં.
ઉત્તર:
અંગ્રેજ
5. અંગ્રેજોના શાસનકાળમાં ભારતમાં નવાં ……………………. નો ઝડપી વિકાસ થયો.
ઉત્તર:
શહેરો
6. આજનું …………………… શહેર પહેલાં એક ટાપુ હતો.
ઉત્તર:
મુંબઈ
7. બ્રિટનના સમ્રાટ …………………….. નાં લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયાં હતાં.
ઉત્તર:
ચાર્લ્સ બીજા
8. ……………………… એ બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં આપ્યો હતો.
ઉત્તર:
પોર્ટુગીઝો
9. ………………………. એ દસ પાઉન્ડના નજીવા દરે મુંબઈ ટાપુ બ્રિટનના સમ્રાટ પાસેથી ભાડે લીધો હતો.
ઉત્તર:
ઈસ્ટ ઇન્ડિયા કંપની
10. આજનું …………………….. શહેર ભારતનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે.
ઉત્તર:
મુંબઈ
11. ઈ. સ. 1573માં મુઘલ બાદશાહ અકબરે …………………. શહેર જીત્યું હતું.
ઉત્તર:
સુરત
12. …………………. યુગમાં સુરત શહેર પશ્ચિમ ભારતનું મહત્ત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું.
ઉત્તર:
મુઘલ
13. ………………….. શહેરનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ, રસિક અને રોમાંચક છે.
ઉત્તર:
સુરત
14 મુઘલયુગ દરમિયાન સુરત શહેરનું વસ્ત્ર પર થતું ……………………. ખૂબ પ્રખ્યાત હતું.
ઉત્તર:
જરીકામ
15. અંગ્રેજોએ ભારતમાં સૌપ્રથમ કોઠી (મથક) ……………………. શહેરમાં સ્થાપી હતી.
ઉત્તર:
સુરત
16. મુઘલયુગમાં …………………. શહેર આંતરરાષ્ટ્રીય બંદર હતું.
ઉત્તર:
સુરત
17. અંગ્રેજોએ ભારતના પૂર્વકનારે ………………….. માં કોઠી(મથકો)ની સ્થાપના કરી હતી.
ઉત્તર:
મચિલીપમ
18. ઈ. સ. 1640માં અંગ્રેજોએ મદ્રાસ (ચેન્નઈ) પાસે …………………… નામની વસાહત સ્થાપી હતી.
ઉત્તર:
ફૉર્ટ સેન્ટ જ્યૉર્જ
19. ‘ફૉર્ટ સેન્ટ જ્યૉર્જ નામની વસાહત સમય જતાં તેની આસપાસ આજનું …………………….. (મદ્રાસ) શહેર વસ્યું છે.
ઉત્તર:
ચેન્નઈ
20. ઈ. સ. 1698માં અંગ્રેજોએ ‘ફૉર્ટ વિલિયમ’ નામની બનાવેલી વસાહત પાછળથી ……………………….. શહેર તરીકે વિકાસ પામી.
ઉત્તર:
કોલકાતા
21. ……………………… શહેર ભારતની રાજધાની છે.
ઉત્તર:
દિલ્લી
22. ઈ. સ. 1803માં અંગ્રેજોએ …………………….. પાસેથી દિલ્લી જીત્યું હતું.
ઉત્તર:
મરાઠાઓ
23. અંગ્રેજોએ ઈ. સ. 1911માં ……………………. નું નિર્માણ શરૂ કરાવ્યું હતું.
ઉત્તર:
નવી દિલ્લી
24. અંગ્રેજ શાસન દરમિયાન નવી દિલ્લીનું નિર્માણ ……………………… પહાડી વિસ્તારમાં શરૂ થયું હતું.
ઉત્તર:
રાયસીન
25. નવી દિલ્લીના નિર્માણમાં લગભગ ……………………… વર્ષ લાગ્યાં હતાં.
ઉત્તર:
20
26. અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં ભારતના ગૃહઉદ્યોગોનો ……………………… હતો.
ઉત્તર:
સુવર્ણયુગ
27. ઇંગ્લેન્ડમાં થયેલી ……………………….. ક્રાંતિના કારણે ભારતના ગૃહઉદ્યોગો પડી ભાંગ્યા.
ઉત્તર:
ઔદ્યોગિક
28. ગૃહઉદ્યોગોને કારણે ભારતની ………………………… મજબૂત હતી.
ઉત્તર:
ગ્રામઅર્થવ્યવસ્થા
29. પ્રાચીન સમયથી ભારતનો કાપડનો …………………….. જગવિખ્યાત હતો.
ઉત્તર:
ગૃહઉદ્યોગ
30. ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌપ્રથમ …………………………… ઉદ્યોગમાં શરૂ થઈ.
ઉત્તર:
કાપડ
31. ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ઈ. સ. 1854માં …………………….. માં શરૂ થઈ હતી.
ઉત્તર:
મુંબઈ
32. કાપડ ઉદ્યોગના સારા વિકાસને કારણે અમદાવાદને ભારતનું ‘…………………………..’ ગણવામાં આવતું હતું.
ઉત્તર:
માન્ચેસ્ટર
૩૩. શ્રી રણછોડલાલ રેંટિયાવાળાએ ઈ. સ. ……………………… માં અમદાવાદમાં ગુજરાતની સૌપ્રથમ કાપડ મિલ શરૂ કરી હતી.
ઉત્તર:
1861
34. આધુનિક ………………………… થી કાપડ ઉદ્યોગ શરૂ થતાં ભારતના કારીગરો બેકાર બન્યા.
ઉત્તર:
ટેક્નોલોજી
35. સ્વાતંત્ર્ય ચળવળના ભાગરૂપે મહાત્મા ગાંધીજીએ ……………………….. આંદોલન ચલાવ્યું હતું.
ઉત્તર:
સ્વદેશી
36. જમશેદજી તાતાએ સાક્ય(હાલનું જમશેદપુર)માં ……………………….. નું સૌપ્રથમ કારખાનું સ્થાપ્યું હતું.
ઉત્તર:
લોખંડ-પોલાદ
37. બેંગલૂરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સની સ્થાપના થતાં ………………………. ઉદ્યોગને નવી દિશા મળી.
ઉત્તર:
લોખંડપોલાદ
38. કેટલાક અંગ્રેજ સુધારાવાદીઓ લૉર્ડ ……………………………. ને આધુનિક ભારતના નિર્માતા કહે છે.
ઉત્તર:
ડેલહાઉસી
39. ભારતમાં ઈ. સ. …………………….. માં સૌપ્રથમ રેલવે લાઈન મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ હતી.
ઉત્તર:
1853
40. ભારતમાં લૉર્ડ ………………….. ના સમયમાં તાર-ટપાલની વ્યવસ્થા શરૂ થઈ હતી.
ઉત્તર:
ડેલહાઉસી
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
1. ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિ છેક અઢારમી સદી સુધી યથાવત્ રહી.
ઉત્તર:
ખોટું
2. ઔદ્યોગિક ક્રાંતિને કારણે ભારતમાં નવાં શહેરો વિકસ્યાં.
ઉત્તર:
ખરું
૩. આજનું મુંબઈ પહેલાં એક ટાપુ હતો.
ઉત્તર:
ખરું
4. બ્રિટનના સમ્રાટ જેમ્સ લુઈ બીજાનાં લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયાં હતાં.
ઉત્તર:
ખોટું
5. પોર્ટુગીઝોએ બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં આપ્યો હતો.
ઉત્તર:
ખરું
6. મુંબઈ એક માનવસર્જિત બંદર અને મહાનગર છે.
ઉત્તર:
ખોટું
7. સુરતનો ઈતિહાસ વૈવિધ્યપૂર્ણ, રસિક અને રોમાંચક છે.
ઉત્તર:
ખરું
8. મરાઠાયુગમાં સુરત પશ્ચિમ ભારતનું મહત્ત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું.
ઉત્તર:
ખોટું
9. અંગ્રેજોએ અઢારમી સદીમાં સુરતમાં સૌપ્રથમ કોઠી (મથક) સ્થાપી હતી.
ઉત્તર:
ખોટું
10. અંગ્રેજોએ ભારતના પૂર્વકિનારે મચિલીપર્નમમાં કોઠી સ્થાપી હતી.
ઉત્તર:
ખરું
11. ઈ. સ. 1640માં અંગ્રેજોએ મદ્રાસ (ચેન્નઈ) પાસે ‘ફૉર્ટ વિલિયમ’ની સ્થાપના કરી હતી.
ઉત્તર:
ખોટું
12. ઈ. સ. 1698માં અંગ્રેજોને ત્રણ ગામોની મળેલી જમીન પર તેમણે ફૉર્ટ વિલિયમ’ નામની વસાહત સ્થાપી હતી.
ઉત્તર:
ખરું
13. અંગ્રેજોએ સ્થાપેલી ‘ફૉર્ટ વિલિયમ’ નામની વસાહત પાછળથી ચેન્નઈ શહેર તરીકે વિકાસ પામી.
ઉત્તર:
ખોટું
14. એક સમયે દિલ્લી મુસ્લિમ સલ્તનત અને મુઘલ શાસનમાં રાજધાનીનું નગર હતું.
ઉત્તર:
ખરું
15. ઈ. સ. 1901માં અંગ્રેજોએ દિલ્લીને અંગ્રેજ શાસનની રાજધાની બનાવી.
ઉત્તર:
ખોટું
16. ઈ. સ. 1803માં અંગ્રેજોએ મરાઠાઓ પાસેથી દિલ્લી જીતી લીધું હતું.
ઉત્તર:
ખરું
17. અંગ્રેજો મુંબઈને તેમની ઓળખનું આધુનિક નગર બનાવવા માંગતા હતા.
ઉત્તર:
ખોટું
18. અંગ્રેજોએ જૂની દિલ્લીથી ઉત્તરે આવેલા રાયસીન પહાડી વિસ્તારમાં નવી દિલ્લીનું નિર્માણ કરાવ્યું હતું.
ઉત્તર:
ખોટું
19. અંગ્રેજ સરકારે એડવર્ડ લૂટીયન્સ અને હર્બટબેકરને નવી દિલ્લીની ડિઝાઇન બનાવવાની કામગીરી સોંપી હતી.
ઉત્તર:
ખરું
20. નવી દિલ્લીના નિર્માણમાં લગભગ 20 વર્ષ થયાં હતાં.
ઉત્તર:
ખરું
21. ભારતમાં અંગ્રેજો આવ્યા એ પછી ભારતના ગૃહઉદ્યોગોનો સુવર્ણયુગ શરૂ થયો.
ઉત્તર:
ખોટું
22. ઇંગ્લેન્ડમાં થયેલી રાજકીય ક્રાંતિને લીધે ભારતના ગૃહઉદ્યોગો પડી ભાંગ્યા.
ઉત્તર:
ખોટું
23. ભારતના કારીગરો કેસૂડાંનાં ફૂલોનો ઉપયોગ કરીને કપડાને રિંગવાનું કામ કરતા.
ઉત્તર:
ખરું
24. યંત્રઉદ્યોગોને કારણે ભારતની ગ્રામઅર્થવ્યવસ્થા મજબૂત બનેલી હતી.
ઉત્તર:
ખોટું
25. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનમાં ભારતના સુતરાઉ અને રેશમી કાપડ ઉદ્યોગ ટકી શક્યા નહિ.
ઉત્તર:
ખરું
26. અંગ્રેજો ભારતને પાકા માલનું બજાર સમજતા હતા.
ઉત્તર:
ખરું
27. ઇંગ્લેન્ડના ભોગે ભારતના ઉદ્યોગોનો વિકાસ થયો હતો.
ઉત્તર:
ખોટું
28. અઢારમી સદીના અંત ભાગમાં ભારતમાં કાપડ અને લોખંડ-પોલાદ જેવા ઉદ્યોગોનો સારો વિકાસ થયો હતો.
ઉત્તર:
ખોટું
29. ભારતીય મલમલ અને પટોળાં પોતાની પાસે હોવાં એ અમીરોની ઓળખ ગણવામાં આવતી હતી.
ઉત્તર:
ખરું
30. ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌપ્રથમ લોખંડ-પોલાદ ઉદ્યોગમાં થઈ હતી.
ઉત્તર:
ખરું
31. ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ઈ. સ. 1854માં અમદાવાદમાં શરૂ થઈ હતી.
ઉત્તર:
ખોટું
32. કાપડ ઉદ્યોગના સારા વિકાસને કારણે અમદાવાદને ભારતનું ‘માન્ચેસ્ટર’ ગણવામાં આવતું.
ઉત્તર:
ખરું
33. શ્રી રણછોડલાલ છોટાલાલે અમદાવાદમાં 30 મે, 1861ના – રોજ ગુજરાતની પહેલી કાપડ મિલ શરૂ કરી હતી.
ઉત્તર:
ખરું
34. મહાત્મા ગાંધીજીએ સ્વાતંત્ર્ય ચળવળના ભાગરૂપે દેશમાં સ્વદેશી આંદોલન શરૂ કર્યું હતું.
ઉત્તર:
ખરું
35. ભારતમાં જમશેદજી તાતાએ સાકચી (હાલનું જમશેદપુર) ખાતે લોખંડ-પોલાદનું સૌપ્રથમ કારખાનું સ્થાપ્યું હતું.
ઉત્તર:
ખોટું
36. બેંગલુરુમાં ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કૉમર્સ’ નામની સંસ્થાની સ્થાપના થવાથી લોખંડ-પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી.
ઉત્તર:
ખોટું
37. કેટલાક અંગ્રેજ સુધારાવાદીઓ લૉર્ડ વિલિયમ બેન્ટિકને આધુનિક ભારતના નિર્માતા કહે છે.
ઉત્તર:
ખોટું
38. 16 એપ્રિલ, 1863ના રોજ ભારતમાં મુંબઈ અને નાસિક વચ્ચે સૌપ્રથમ રેલમાર્ગ શરૂ થયો હતો.
ઉત્તર:
ખોટું
39. લૉર્ડ ડેલહાઉસીના સમયમાં ભારતમાં કોલકાતાથી પેશાવર અને મુંબઈથી ચેન્નઈ વચ્ચે તાર-ટપાલ વ્યવસ્થા શરૂ થઈ હતી.
ઉત્તર:
ખરું
બંધબેસતાં જોડકાં જોડોઃ
1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) એક સમયનો ટાપુ | (1) મદ્રાસ (ચેન્નાઈ) |
(2) સમ્રાટ ચાર્લ્સ બીજો | (2) સુરત |
(3) મુઘલયુગનું આંતરરાષ્ટ્રીય બંદર | (3) કોલકાતા |
(4) ફૉર્ટ સેન્ટ જ્યૉર્જ | (4) પોર્ટુગીઝ રાજકુમારી |
(5) મુંબઈ |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) એક સમયનો ટાપુ | (5) મુંબઈ |
(2) સમ્રાટ ચાર્લ્સ બીજો | (4) પોર્ટુગીઝ રાજકુમારી |
(3) મુઘલયુગનું આંતરરાષ્ટ્રીય બંદર | (2) સુરત |
(4) ફૉર્ટ સેન્ટ જ્યૉર્જ | (1) મદ્રાસ (ચેન્નાઈ) |
2.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ફૉર્ટ વિલિયમ | (1) નવી દિલ્લી |
(2) આઝાદ ભારતનું પાટનગર | (2) કેસૂડાંનાં ફૂલ |
(3) રાયસીન પહાડી વિસ્તાર | (3) જાસૂદનાં ફૂલ |
(4) કાપડનું રંગકામ | (4) કોલકાતા |
(5) દિલ્લી |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ફૉર્ટ વિલિયમ | (4) કોલકાતા |
(2) આઝાદ ભારતનું પાટનગર | (5) દિલ્લી |
(3) રાયસીન પહાડી વિસ્તાર | (1) નવી દિલ્લી |
(4) કાપડનું રંગકામ | (2) કેસૂડાંનાં ફૂલ |
૩.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિ | (1) મુંબઈ |
(2) ભારતની સૌપ્રથમ કાપડ મિલ | (2) ઈ. સ. 1861 |
(3) ભારતનું માન્ચેસ્ટર | (3) ભારતના ગૃહઉદ્યોગોની પડતી |
(4) ગુજરાતમાં સૌપ્રથમ કાપડ મિલની સ્થાપના | (4) ઈ. સ. 1858 |
(5) અમદાવાદ |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિ | (3) ભારતના ગૃહઉદ્યોગોની પડતી |
(2) ભારતની સૌપ્રથમ કાપડ મિલ | (1) મુંબઈ |
(3) ભારતનું માન્ચેસ્ટર | (5) અમદાવાદ |
(4) ગુજરાતમાં સૌપ્રથમ કાપડ મિલની સ્થાપના | (2) ઈ. સ. 1861 |
4.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) સાકચી | (1) લૉર્ડ ડેલહાઉસી |
(2) બેંગલુરુ | (2) લોખંડ-પોલાદનું પહેલું કારખાનું |
(3) આધુનિક ભારતનો સર્જક | (3) ભારતમાં સૌપ્રથમ રેલમાર્ગ |
(4) ઈ. સ. 1853 | (4) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ |
(5) લૉર્ડ વેલેસ્લી |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) સાકચી | (2) લોખંડ-પોલાદનું પહેલું કારખાનું |
(2) બેંગલુરુ | (4) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ |
(3) આધુનિક ભારતનો સર્જક | (1) લૉર્ડ ડેલહાઉસી |
(4) ઈ. સ. 1853 | (3) ભારતમાં સૌપ્રથમ રેલમાર્ગ |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
ભારતની આર્થિક સમૃદ્ધિ ક્યાં સુધી યથાવત્ રહી?
ઉત્તર:
ભારતની આર્થિક સમૃદ્ધિ પ્રાચીન સમયથી છેક અઢારમી સદી સુધી યથાવત્ રહી.
પ્રશ્ન 2.
કેવા ભારતને કોણે કંગાળ બનાવી દીધું?
ઉત્તર:
ગૃહઉદ્યોગો, હુન્નર ઉદ્યોગો અને વેપાર-વાણિજ્યમાં વિકાસશીલ ભારતને ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ તેના 100 વર્ષના શાસનકાળમાં કંગાળ બનાવી દીધું.
પ્રશ્ન 3.
અંગ્રેજ શાસનમાં ભારતના ગૃહઉદ્યોગો અને ખેતીની દુર્દશા શાથી થઈ?
ઉત્તર:
અંગ્રેજ કંપનીએ ભારતને ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે કાચા માલનું ઉત્પાદન કરતું સંસ્થાન અને તૈયાર માલ વેચવાનું વિશાળ બજાર બનાવ્યું. આથી, ભારતના ગૃહઉદ્યોગો અને ખેતીની દુર્દશા થઈ.
પ્રશ્ન 4.
ભારતનાં ગામડાં શાથી પડી ભાંગ્યાં?
ઉત્તર:
ભારતના ગૃહઉદ્યોગો અને ખેતીની દુર્દશા થતાં ભારતનાં ગામડાં પડી ભાંગ્યાં.
પ્રશ્ન 5.
ભારતમાં નવાં શહેરોનો વિકાસ શાથી થયો હતો?
ઉત્તર:
ભારતમાં અંગ્રેજ શાસન દરમિયાન ઉદ્યોગો, વેપાર, વહીવટ જેવી જરૂરિયાતો ઊભી થતાં ભારતમાં નવાં શહેરોનો વિકાસ થયો હતો.
પ્રશ્ન 6.
ચાર-પાંચ મહાનગરોનાં ઉદાહરણો આપો.
ઉત્તર:
મહાનગરોનાં ઉદાહરણો : કોલકાતા, ચેન્નઈ, મુંબઈ, સુરત, અમદાવાદ, ઇન્દોર વગેરે.
પ્રશ્ન 7.
પોર્ટુગલે કોને, શું દહેજમાં આપ્યું હતું?
ઉત્તર:
બ્રિટનના રાજા ચાર્લ્સ બીજાનાં લગ્ન પોર્ટુગલની રાજકુમારી સાથે થયાં હતાં. પોર્ટુગલના રાજાએ બ્રિટનના રાજાને મુંબઈ ટાપુ દહેજમાં આપ્યો હતો.
પ્રશ્ન 8.
ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કોની પાસેથી અને કયા દરે મુંબઈ ટાપુ ભાડે લીધો હતો?
ઉત્તર:
ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બ્રિટનના રાજા પાસેથી માત્ર દસ પાઉન્ડના દરે મુંબઈ ટાપુ ભાડે લીધો હતો.
પ્રશ્ન 9.
ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈ ટાપુનો કેવો વિકાસ કર્યો?
ઉત્તર:
ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈ ટાપુનો કુદરતી બંદર અને ઔદ્યોગિક શહેર તરીકે વિકાસ કર્યો.
પ્રશ્ન 10.
સુરતનો ઇતિહાસ કેવો છે?
ઉત્તર:
સુરતનો ઇતિહાસ વૈવિધ્યપૂણ, રસિક અને રોમાંચક છે.
પ્રશ્ન 11.
ઈ. સ. 1573માં સુરત કોણે જીત્યું હતું?
ઉત્તર:
ઈ. સ. 1573માં સુરત મુઘલ બાદશાહ અકબરે જીત્યું હતું.
પ્રશ્ન 12.
મુઘલયુગમાં સુરતનો કેવો વિકાસ થયો હતો?
ઉત્તરઃ
મુઘલયુગમાં પશ્ચિમ ભારતના વેપારના એક મહત્ત્વના વાણિજ્ય કેન્દ્ર તરીકે સુરતનો વિકાસ થયો હતો.
પ્રશ્ન 13.
મુઘલયુગ દરમિયાન કયું શહેર એક આંતરરાષ્ટ્રીય બંદર હતું?
ઉત્તર:
મુઘલયુગ દરમિયાન સુરત શહેર એક આંતરરાષ્ટ્રીય બંદર હતું.
પ્રશ્ન 14.
સુરત વસ્ત્ર પરના કયા કામ માટે ખૂબ જ પ્રખ્યાત હતું?
ઉત્તર:
સુરત વસ્ત્ર પરના જરીકામ માટે ખૂબ જ પ્રખ્યાત હતું.
પ્રશ્ન 15.
સત્તરમી સદીમાં ભારતમાં અંગ્રેજ કંપનીએ સૌપ્રથમ કોઠી (મથક) ક્યાં સ્થાપી હતી?
ઉત્તરઃ
સત્તરમી સદીમાં ભારતમાં અંગ્રેજ કંપનીએ સૌપ્રથમ કોઠી (મથક) સુરતમાં સ્થાપી હતી.
પ્રશ્ન 16.
17મી સદીમાં સુરતમાં કોનાં કોનાં કારખાનાં અને માલગોદામો હતાં?
ઉત્તરઃ
17મી સદીમાં સુરતમાં પોર્ટુગીઝો (ફિરંગીઓ), ડચો અને અંગ્રેજોનાં કારખાનાં અને માલગોદામો હતાં.
પ્રશ્ન 17.
અંગ્રેજ કંપનીએ ભારતના પૂર્વકિનારે ક્યાં કોઠી (મથક) સ્થાપી હતી?
ઉત્તર:
અંગ્રેજ કંપનીએ ભારતના પૂર્વ કિનારે મચિલીપમમાં કોઠી (મથક) સ્થાપી હતી.
પ્રશ્ન 18.
આજનું ચેન્નઈ (મદ્રાસ) શહેર કઈ રીતે વર્યું છે?
ઉત્તર:
ઈ. સ. 1640માં અંગ્રેજોએ મદ્રાસ પાસે ફૉર્ટ સેન્ટ જ્યૉર્જ નામની વસાહત સ્થાપી હતી. સમય જતાં એ વસાહતની આસપાસ આજનું ચેન્નઈ (મદ્રાસ) શહેર વસ્યું છે.
પ્રશ્ન 19.
કયા વિસ્તારનો કોલકાતા શહેર તરીકે વિકાસ થયો?
ઉત્તર:
ઈ. સ. 1698માં અંગ્રેજ કંપનીને સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર નામનાં ત્રણ ગામોની જમીનદારી મળી. અંગ્રેજ કંપનીએ ત્યાં કિલ્લો બાંધીને ‘ફૉર્ટ વિલિયમ’ નામની વસાહત સ્થાપી, જેનો સમય જતાં કોલકાતા શહેર તરીકે વિકાસ થયો.
પ્રશ્ન 20.
અંગ્રેજોએ સ્થાપેલાં ક્યાં વેપારી મથકો આધુનિક ભારતનાં મહાનગરો બન્યાં છે?
ઉત્તર:
અંગ્રેજોએ સ્થાપેલાં મુંબઈ, ચેન્નઈ (મદ્રાસ) અને કોલકાતા (કલકત્તા) વેપારી મથકો આધુનિક ભારતનાં મહાનગરો બન્યાં છે.
પ્રશ્ન 21.
મધ્યયુગ દરમિયાન દિલ્લી કોની રાજધાનીનું નગર હતું?
ઉત્તરઃ
મધ્યયુગ દરમિયાન દિલ્લી મુસ્લિમ સલ્તનત અને મુઘલ શાસકોની રાજધાનીનું નગર હતું.
પ્રશ્ન 22.
ઈ. સ. 1803માં અંગ્રેજોએ કોની પાસેથી દિલ્લી જીતી લીધું હતું?
ઉત્તરઃ
ઈ. સ. 1803માં અંગ્રેજોએ મરાઠાઓ પાસેથી દિલ્લી જીતી લીધું હતું.
પ્રશ્ન 23.
દિલ્લી મહાનગર તરીકે ક્યારે વિકાસ પામ્યું?
ઉત્તર:
ઈ. સ. 1911માં અંગ્રેજોએ દિલ્લીને પોતાની રાજધાની બનાવી. આમ, દિલ્લી અંગ્રેજ શાસનની સત્તાનું કેન્દ્ર બનતાં તે મહાનગર તરીકે વિકાસ પામ્યું.
પ્રશ્ન 24.
અંગ્રેજોએ નવી દિલ્લીનું નિર્માણ ક્યારે શરૂ કરાવ્યું?
ઉત્તર:
અંગ્રેજોએ ઈ. સ. 1911માં નવી દિલ્લીનું નિર્માણ શરૂ કરાવ્યું.
પ્રશ્ન 25.
અંગ્રેજો દિલ્લીને શું બનાવવા માગતા હતા?
ઉત્તર:
અંગ્રેજો દિલ્લીને તેમની ઓળખનું આધુનિક શહેર બનાવવા માગતા હતા.
પ્રશ્ન 26.
નવી દિલ્લીનું નિર્માણ કરવા માટે અંગ્રેજોએ શું કર્યું?
ઉત્તરઃ
નવી દિલ્લીનું નિર્માણ કરવા માટે અંગ્રેજોએ દિલ્લીના કેટલાંક જૂનાં બાંધકામો જેવાં કે કિલ્લા, ઇમારતો, મસ્જિદો વગેરે તોડાવીને તેમજ બાગ-બગીચા દૂર કરાવીને તેમના માટે સુરક્ષિત નગર બનાવ્યું.
પ્રશ્ન 27.
નવી દિલ્લીની ડિઝાઇનની કામગીરી કોને સોંપવામાં આવી હતી?
ઉત્તરઃ
નવી દિલ્લીની ડિઝાઈનની કામગીરી સ્થપતિઓ એડવર્ડ ” લૂટિયન્સ અને હર્બટબેકરને સોંપવામાં આવી હતી.
પ્રશ્ન 28.
નવી દિલ્લીમાં કઈ કઈ યાદગાર ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું?
ઉત્તરઃ
નવી દિલ્લીમાં વાઇસરૉય હાઉસ (હાલનું રાષ્ટ્રપ્રમુખ ભવન), સચિવાલય, સંસદભવન, સરકારી વહીવટની ઈમારતો વગેરે યાદગાર ઇમારતોનું અને રાજપથ માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું.
પ્રશ્ન 29.
અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં ભારતમાં કયા કયા ગૃહઉદ્યોગોનો મોટા પાયે વિકાસ થયો હતો?
ઉત્તર:
અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં ભારતમાં ઢાકાની મલમલ, બનારસી સાડીઓ, બાંધણી, પટોળાં વગેરે બનાવવાના તેમજ જરીકામ, રંગકામ, છાપકામ, કાંતણકામ, પીંજણકામ વગેરેના ગૃહઉદ્યોગોનો મોટા પાયે વિકાસ થયો હતો.
પ્રશ્ન 30.
કયા કારણે ભારતના ગૃહઉદ્યોગો પડી ભાંગ્યા?
ઉત્તર:
ઔદ્યોગિક ક્રાંતિને કારણે યાંત્રિક પદ્ધતિથી બનતા બ્રિટનના સસ્તા માલનો વપરાશ ભારતમાં વધતો ગયો. એ કારણે ભારતના ગૃહઉદ્યોગો પડી ભાંગ્યા.
પ્રશ્ન 31.
ભારતના વણકરો કયાં કયાં કામ જાતે જ કરતા હતા? .
ઉત્તર:
ભારતના વણકરો શાળ ઉપર કાપડ બનાવતા હતા. તેઓ સુતરાઉ કાપડનું વણાટકામ અને કેસૂડાંનાં વૃક્ષનાં ફૂલોનો ઉપયોગ કરીને કાપડને રંગવાનું કામ જાતે જ કરતા હતા.
પ્રશ્ન 32.
ભારતમાં ગૃહઉદ્યોગ તરીકે લોખંડ કેવી રીતે બનાવવામાં આવતું?
ઉત્તર:
ભારતમાં ગૃહઉદ્યોગ તરીકે અશુદ્ધ લોખંડ મેળવીને તેને ભઠ્ઠીમાં ઓગાળીને શુદ્ધ લોખંડ બનાવવામાં આવતું.
પ્રશ્ન 33.
કયા કારણે ભારતની ગ્રામઅર્થવ્યવસ્થા પડી ભાંગી?
ઉત્તરઃ
અનેક પ્રકારના ગૃહઉદ્યોગોથી મજબૂત બનેલી ગ્રામઅર્થવ્યવસ્થા ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિને કારણે પડી ભાંગી.
પ્રશ્ન 34.
અંગ્રેજ શાસનની શરૂઆત થતાં ભારતના કયા કયા ? પરંપરાગત ઉદ્યોગો પડી ભાંગ્યા?
ઉત્તર:
અંગ્રેજ શાસનની શરૂઆત થતાં ભારતના સુતરાઉ કાપડ, રેશમી કાપડ, ધાતુશિલ્પ અને કાષ્ટકલાની બનાવટો, ગરમ મરી-મસાલાનાં કૃષિ-ઉત્પાદનો વગેરેના પરંપરાગત ઉદ્યોગો પડી ભાંગ્યા.
પ્રશ્ન 35.
ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ કેવી રીતે થયો હતો?
ઉત્તર:
અંગ્રેજો ભારતમાંથી સસ્તા ભાવે માલ ખરીદતા. એ માલ તેઓ ઇંગ્લેન્ડ સહિત યુરોપના દેશોમાં મોંઘા ભાવે વેચીને અઢળક કમાણી કરતા. આ રીતે મેળવેલા પૈસામાંથી, એટલે કે – ભારતના ભોગે ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ થયો હતો.
પ્રશ્ન 36.
19મી સદીના અંત ભાગમાં ભારતમાં કયા કયા ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો હતો?
ઉત્તર:
19મી સદીના અંત ભાગમાં ભારતમાં સુતરાઉ કાપડ, લોખંડ-પોલાદ, શણ, કાગળ, રસાયણો, જહાજ બાંધકામ, ચામડાં કમાવવાં વગેરેના ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો હતો.
પ્રશ્ન 37.
પ્રાચીન સમયથી ભારતનો કયો ગૃહઉદ્યોગ જગવિખ્યાત હતો?
ઉત્તર:
પ્રાચીન સમયથી ભારતનો કાપડ-ગૃહઉદ્યોગ જગવિખ્યાત હતો. દા. ત., ઢાકાની મલમલ
પ્રશ્ન 38.
કયાં બે વસ્ત્રો અમીરોની ઓળખ ગણવામાં આવતી?
ઉત્તર:
ઢાકાની મલમલ અને પાટણના પટોળાં પોતાની પાસે હોવાં એ અમીરોની ઓળખ ગણવામાં આવતી.
પ્રશ્ન 39.
ઇંગ્લેન્ડના કાપડ ઉદ્યોગની હરીફાઈમાં ભારતનો કાપડ ઉદ્યોગ શાથી ટકી શક્યો નહિ?
ઉત્તર:
ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થતાં યાંત્રિક પ્રક્રિયા વડે ભારતના હસ્તઉદ્યોગના કાપડના મુકાબલે પ્રમાણમાં સસ્તુ, ઝડપી અને મોટા પ્રમાણમાં કાપડનું ઉત્પાદન થવા લાગ્યું અને ભારતનાં બજારોમાં વેચાવા લાગ્યું. આથી, ઇંગ્લેન્ડના કાપડ ઉદ્યોગની હરીફાઈમાં ભારતનો કાપડ ઉદ્યોગ ટકી શક્યો નહિ.
પ્રશ્ન 40.
ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની સૌપ્રથમ શરૂઆત કયા ઉદ્યોગમાં થઈ હતી?
ઉત્તર:
ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની સૌપ્રથમ શરૂઆત કાપડ ઉદ્યોગમાં થઈ હતી.
પ્રશ્ન 41.
મુંબઈમાં કાપડની મિલ શરૂ થયા પછી દેશમાં કયાં કયાં સ્થળોએ કાપડની મિલો શરૂ થઈ હતી?
ઉત્તર:
મુંબઈમાં કાપડની મિલ શરૂ થયા પછી દેશમાં અમદાવાદ, નાગપુર, સોલાપુર, કોઈમ્બતૂર, મદુરાઈ, ચેન્નઈ (મદ્રાસ) વગેરે સ્થળોએ કાપડની મિલો શરૂ થઈ હતી.
પ્રશ્ન 42.
અમદાવાદમાં કાપડની કુલ કેટલી મિલો શરૂ થઈ હતી?
ઉત્તર:
અમદાવાદમાં કાપડની કુલ 106 મિલો શરૂ થઈ હતી.
પ્રશ્ન 43.
અમદાવાદને ભારતનું ‘માન્ચેસ્ટર’ કેમ કહેવામાં આવતું હતું?
ઉત્તર:
ગ્રેટબ્રિટનના માન્ચેસ્ટર શહેરના કાપડના ધમધમતા ઉદ્યોગની જેમ અમદાવાદમાં પણ કાપડનો ઉદ્યોગ ખૂબ મોટા પાયે વિકસ્યો હતો. એ સમયે અમદાવાદમાં કાપડની 106 જેટલી મિલો હતી. તેથી અમદાવાદને ભારતનું ‘માન્ચેસ્ટર’ કહેવામાં આવતું હતું.
પ્રશ્ન 44.
અમદાવાદમાં કાપડની સૌપ્રથમ મિલ ક્યારે, કોણે શરૂ કરી હતી?
ઉત્તર:
અમદાવાદમાં કાપડની સૌપ્રથમ મિલ 30 મે, 1863ના રોજ શ્રી રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળાએ શરૂ કરી હતી.
પ્રશ્ન 45.
ભારતની સ્વદેશી કાપડની કળા પૂરેપૂરી નષ્ટ થઈ નહોતી એમ શાથી કહી શકાય?
ઉત્તર:
ભાતીગળ મનમોહક ભાતવાળી સાડીઓ અને તેની કિનારીઓ બનાવવાનું વણાટકામ માત્ર ભારતના કારીગરો જ કરી શકતા હતા. એ માટે એવા કારીગરોની આવશ્યકતા રહેતી હતી. આથી, કહી શકાય કે ભારતની સ્વદેશી કાપડની કળા પૂરેપૂરી નષ્ટ થઈ નહોતી.
પ્રશ્ન 46.
ભારતમાં સ્વદેશી આંદોલન કોણે શરૂ કર્યું હતું?
ઉત્તર:
ભારતમાં સ્વાતંત્ર્ય ચળવળના એક ભાગરૂપે મહાત્મા ગાંધીએ સ્વદેશી આંદોલન શરૂ કર્યું હતું.
પ્રશ્ન 47.
સ્વદેશી આંદોલનથી ભારતના કયા કયા ગૃહઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું?
ઉત્તરઃ
સ્વદેશી આંદોલનથી ભારતના ગ્રામોદ્યોગો, હાથકાંતણ, { હાથવણાટ, કુટીર ઉદ્યોગો, હુન્નર ઉદ્યોગો વગેરે ગૃહઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું.
પ્રશ્ન 48.
ભારતમાં લોખંડ-પોલાદનું સૌપ્રથમ કારખાનું કોણે, ક્યાં સ્થાપ્યું?
ઉત્તર:
ભારતમાં લોખંડ-પોલાદનું સૌપ્રથમ કારખાનું જમશેદજી તાતાએ સાકચી (હાલનું જમશેદપુર) ખાતે સ્થાપ્યું.
પ્રશ્ન 49.
યાંત્રિક પદ્ધતિથી લોખંડનું ઉત્પાદન થવાથી ભારતમાં લોખંડનો કયો યુગ પૂરો થયો? શા માટે?
ઉત્તર:
યાંત્રિક પદ્ધતિથી લોખંડનું ઉત્પાદન થવાથી ભારતમાં ભઠ્ઠીઓમાં પિગળાવીને બનાવવામાં આવતા લોખંડનો યુગ પૂરો થયો, કારણ કે તેમાં કોલસાની ખૂબ જરૂર પડતી હતી. અંગ્રેજોએ બનાવેલા નવા કાયદા મુજબ હવે જંગલમાંથી કોલસો મળી શકતો નહોતો.
પ્રશ્ન 50.
કઈ સંસ્થાની સ્થાપના થતાં લોખંડ-પોલાદના ઉદ્યોગને હું નવી દિશા મળી?
ઉત્તર:
બેંગલુરુમાં ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્ય’ નામની સંસ્થાની સ્થાપના થતાં લોખંડ-પોલાદના ઉદ્યોગને નવી દિશા મળી.
પ્રશ્ન 51.
સાચી(હાલનું જમશેદપુર)માં લોખંડ-પોલાદનું કારખાનું સ્થપાયા પછી ભારતમાં કયાં કયાં સ્થળોએ લોખંડ-પોલાદનાં કારખાનાં સ્થપાયાં?
ઉત્તર:
સાકચી(હાલનું જમશેદપુર)માં લોખંડ-પોલાદનું કારખાનું સ્થપાયા પછી ભારતમાં કુલકી, બુરહાનપુર, ભદ્રાવતી વગેરે સ્થળોએ લોખંડ-પોલાદનાં કારખાનાં સ્થપાયાં.
પ્રશ્ન 52.
કેટલાક અંગ્રેજ સુધારકો કોને આધુનિક ભારતના નિર્માતા કહે છે? શા માટે?
ઉત્તર:
કેટલાક અંગ્રેજ સુધારકો ગવર્નર જનરલ લૉર્ડ ડેલહાઉસીને આધુનિક ભારતના નિર્માતા કહે છે, કારણ કે તેના સમયમાં રેલવે અને તાર-ટપાલની શરૂઆત થઈ તેમજ તેણે કેટલાક સામાજિક અને શિક્ષણ અંગેના સુધારા કર્યા હતા.
પ્રશ્ન 53.
ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત ક્યારે અને ક્યાં થઈ?
ઉત્તર:
ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત 16 એપ્રિલ, 1853ના રોજ મુંબઈ અને થાણા વચ્ચે થઈ.
પ્રશ્ન 54.
ભારતમાં કોના સમયમાં ક્યાં ક્યાં તાર-ટપાલની શરૂઆત થઈ હતી?
ઉત્તર:
ભારતમાં ગવર્નર જનરલ લૉર્ડ ડેલહાઉસીના સમયમાં કોલકાતાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ (ચેન્નઈ) વચ્ચે તારટપાલની શરૂઆત થઈ હતી.
પ્રશ્ન 55.
લૉર્ડ ડેલહાઉસીના સમયમાં ટપાલનો દર કેવી રીતે લેવામાં આવતો?
ઉત્તર:
લૉર્ડ ડેલહાઉસીના સમયમાં ટપાલનો દર ટપાલ મોકલનારને બદલે ટપાલ લેનાર પાસેથી લેવામાં આવતો.
નીચેના વિધાનોનાં ઐતિહાસિક કારણો આપો:
પ્રશ્ન 1.
અંગ્રેજ શાસન દરમિયાન ભારતના ગૃહઉદ્યોગો અને હસ્તઉદ્યોગો પડી ભાંગ્યા.
ઉત્તર:
ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિને લીધે ત્યાંથી મોટા પ્રમાણમાં કાપડ અને અન્ય માલ ભારત આવવા લાગ્યો. એ માલ ભારતમાં ખપાવવા માટે અંગ્રેજોએ તેના પર નામની જકાત નાખી હતી, જ્યારે ભારતમાં ઉત્પન્ન થતા માલની હેરફેર પર ભારે જકાત નાખી હતી. તેથી ભારતના ગૃહઉદ્યોગો દ્વારા બનેલો માલ ઇંગ્લેન્ડથી આવતા માલ કરતાં મોંઘો બન્યો. આને પરિણામે ભારતના ગૃહઉદ્યોગો અને હસ્તઉદ્યોગો તેમની સામે હરીફાઈમાં ટકી શક્યા નહિ. ભારતનાં બજારોમાં ઇંગ્લેન્ડનો માલ વેચાવા લાગ્યો. આમ, અંગ્રેજ શાસન દરમિયાન ભારતના ગૃહઉદ્યોગો અને હસ્તઉદ્યોગો પડી ભાંગ્યા.
પ્રશ્ન 2.
ભારતની ગ્રામઅર્થવ્યવસ્થા પડી ભાંગી.
ઉત્તર:
અનેક પ્રકારના ગૃહઉદ્યોગોથી મજબૂત બનેલી ગ્રામઅર્થવ્યવસ્થા ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિને કારણે પડી ભાંગી.
પ્રશ્ન 3.
ઇંગ્લેન્ડના કાપડ ઉદ્યોગની હરીફાઈમાં ભારતનો કાપડ ઉદ્યોગ ટકી શક્યો નહિ.
ઉત્તર :
ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થતાં યાંત્રિક પ્રક્રિયા વડે ભારતના હસ્તઉદ્યોગના કાપડના મુકાબલે પ્રમાણમાં સસ્તુ, ઝડપી અને મોટા પ્રમાણમાં કાપડનું ઉત્પાદન થવા લાગ્યું અને ભારતનાં બજારોમાં વેચાવા લાગ્યું. આથી, ઇંગ્લેન્ડના કાપડ ઉદ્યોગની હરીફાઈમાં ભારતનો કાપડ ઉદ્યોગ ટકી શક્યો નહિ.
પ્રશ્ન 4.
અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર’ કહેવામાં આવતું હતું.
ઉત્તર:
ગ્રેટબ્રિટનના માન્ચેસ્ટર શહેરના કાપડના ધમધમતા ઉદ્યોગની જેમ અમદાવાદમાં પણ કાપડનો ઉદ્યોગ ખૂબ મોટા પાયે વિકસ્યો હતો. એ સમયે અમદાવાદમાં કાપડની 106 જેટલી મિલો હતી. તેથી અમદાવાદને ભારતનું ‘માન્ચેસ્ટર’ કહેવામાં આવતું હતું.
પ્રશ્ન 5.
કેટલાક અંગ્રેજ સુધારકો લૉર્ડ ડેલહાઉસીને આધુનિક ભારતના નિર્માતા કહે છે.
ઉત્તર:
કેટલાક અંગ્રેજ સુધારકો ગવર્નર જનરલ લૉર્ડ ડેલહાઉસીને આધુનિક ભારતના નિર્માતા કહે છે, કારણ કે તેના સમયમાં રેલવે અને તાર-ટપાલની શરૂઆત થઈ તેમજ તેણે કેટલાક સામાજિક અને શિક્ષણ અંગેના સુધારા કર્યા હતા.
નીચેનાં શહેરોનો પરિચય આપો:
પ્રશ્ન 1.
મુંબઈ
ઉત્તર:
આજનું મુંબઈ શહેર પહેલાં એક ટાપુ હતો. બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજાનાં લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયાં હતાં. એ સમયે પોર્ટુગલના શાસકે બ્રિટનના સમ્રાટને મુંબઈ ટાપુ દહેજમાં આપ્યો હતો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બ્રિટનના સમ્રાટ પાસેથી મુંબઈ ટાપુ દસ પાઉન્ડના નજીવા દરે ભાડે લીધો હતો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈ ટાપુનો એક પ્રાકૃતિક બંદર અને શહેર તરીકે વિકાસ કર્યો, જે આજનું ભારતનું સૌથી મોટું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે. મુંબઈ ભારતની આર્થિક રાજધાની પણ ગણાય છે. તે વર્તમાનમાં મહારાષ્ટ્ર રાજ્યની રાજધાનીનું શહેર છે.
પ્રશ્ન 2.
સુરત
ઉત્તર:
સુરતનો ઇતિહાસ વેવિધ્યપૂર્ણ, રસિક અને રોમાંચક છે. ઈ. સ. 1573માં મુઘલ બાદશાહ અકબરે સુરત જીત્યું હતું. મુઘલયુગમાં સુરત પશ્ચિમ ભારતનું વેપાર-ધંધાનું મહત્ત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું. તે એક આંતરરાષ્ટ્રીય બંદર હતું. અહીં બધા જ ધર્મના અને જાતિના લોકો હળીમળીને રહેતા હતા. એ સમયે સુરત વસ્ત્રો પર થતા જરીકામ માટે ખૂબ જ પ્રખ્યાત હતું. 17મી 3 સદીમાં અંગ્રેજોએ સૌપ્રથમ સુરતમાં કોઠી (મથક) સ્થાપી હતી. એ સમયે સુરતમાં અંગ્રેજો, પોર્ટુગીઝો, ડચો વગેરે યુરોપીય કંપનીનાં કારખાનાંઓ અને માલગોદામો હતાં. આજે પણ સુરત એક મહત્ત્વનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે. અહીં હીરા ઉદ્યોગ અને સાડીઓ બનાવવાનો ઉદ્યોગ ખૂબ મોટા પાયે વિકસ્યો છે.
પ્રશ્ન 3.
ચેન્નઈ અને કોલકાતા
ઉત્તર:
ઈ. સ. 1640માં અંગ્રેજોએ મદ્રાસ પાસે ફૉર્ટ સેન્ટ જ્યૉર્જ નામની વસાહત સ્થાપી હતી. સમય જતાં તે વસાહતની આસપાસ આજનું ચેન્નઈ (મદ્રાસ) શહેર વિકસ્યું છે. તે ભારતના પૂર્વ કિનારાનું મહત્ત્વનું બંદર છે. તે તમિલનાડુ રાજ્યની રાજધાનીનું શહેર છે.
ઈ. સ. 1698માં અંગ્રેજોને સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર એ ત્રણ ગામોની જમીનદારી મળી હતી. અંગ્રેજોએ એ ગામોના વિસ્તારમાં કિલ્લો બાંધી મોટી વસાહત સ્થાપીને તેને ‘ફૉર્ટ વિલિયમ’ નામ આપ્યું. એ વસાહત પાછળથી કોલકાતા શહેર તરીકે વિકાસ પામી. અંગ્રેજોએ કોલકાતાને પોતાના શાસનનું સત્તા-કેન્દ્ર બનાવ્યું. આજે તે ભારતનું મહાનગર બન્યું છે. તે પૂર્વેકિનારાનું મહત્ત્વનું બંદર અને પશ્ચિમ બંગાળ રાજ્યની રાજધાનીનું શહેર છે.
પ્રશ્ન 4.
દિલ્લી
ઉત્તર:
દિલ્લી એક સમયે મુસ્લિમ સલ્તનત અને મુઘલયુગમાં શાસનનું રાજધાનીનું નગર હતું. મુઘલ બાદશાહ શાહજહાંએ દિલ્લીમાં લાલ કિલ્લો બંધાવ્યો હતો. એ કિલ્લાની અંદર શાહજહાંએ પોતાના નામ પરથી ‘શાહજહાંનાબાદ’ નામનું નગર વસાવ્યું હતું.
19મી સદીની શરૂઆતમાં તે એક નાના શહેર જેવું બની ગયું હતું. ઈ. સ. 1803માં અંગ્રેજોએ મરાઠાઓ પાસેથી દિલ્લી જીત્યું હતું. ઈ. સ. 1911માં તે અંગ્રેજ શાસનનું સત્તાનું કેન્દ્ર બનતાં તેનો ફરીથી એક મહાનગર તરીકે વિકાસ થયો. અંગ્રેજો પોતાના શાસનની રાજધાની કોલકાતાથી દિલ્લી લાવ્યા એ પછી તેમણે દિલ્લીની બાજુમાં નવી દિલ્લીનું નિર્માણ શરૂ કરાવ્યું.
પ્રશ્ન 5.
નવી દિલ્લી
ઉત્તર:
ઈ. સ. 1911માં અંગ્રેજો પોતાના શાસનની રાજધાની કોલકાતાથી ખસેડીને દિલ્લી લાવ્યા. તેઓ દિલ્લીને તેમની ઓળખનું આધુનિક શહેર બનાવવા માગતા હતા. તેથી તેમણે
ઈ. સ. 1911માં નવી દિલ્લીનું નિર્માણ શરૂ કરાવ્યું. અંગ્રેજોએ દિલ્લીના કેટલાક જૂના કિલ્લા, ઇમારતો, બગીચા, મસ્જિદો વગેરે બાંધકામો તોડીને તેમના માટે સુરક્ષિત નગર બનાવ્યું. રેલવેની વ્યવસ્થા શરૂ થયા પછી દિલ્લી કિલ્લાની બહાર વિસ્તરવા લાગ્યું. જૂની દિલ્લીથી દક્ષિણમાં આવેલા રાયસીન પહાડી વિસ્તારમાં હાલની નવી દિલ્લીના નિર્માણનું કામ શરૂ કરવામાં આવ્યું. એડવર્ડ લૂટિયન્સ અને હર્બટબેકર નામના સ્થપતિઓને નવી દિલ્લીની ડિઝાઇનની કામગીરી સોંપવામાં આવી હતી. નવી દિલ્લીમાં વાઇસરૉય હાઉસ (હાલનું રાષ્ટ્રપ્રમુખ ભવન), સચિવાલય (હાલનું સંસદ ભવન), સરકારી વહીવટની ઇમારતો જેવી યાદગાર ઇમારતો
તેમજ રાજપથ માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું. નવી દિલ્લીના બાંધકામમાં લગભગ 20 વર્ષ લાગ્યાં હતાં. આજે નવી દિલ્લી સ્વતંત્ર ભારતનું ખૂબસૂરત મહાનગર અને રાજધાનીનું શહેર છે.
પ્રશ્ન 6.
ભારતના ગૃહઉદ્યોગો
ઉત્તર:
અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં ભારતના ગૃહઉદ્યોગોનો સુવર્ણકાળ ચાલતો હતો. ગૃહઉદ્યોગો સોળે કળાએ ખીલેલા હતા. ઢાકાની મલમલ, સુરતનું જરીકામ, રંગકામ, છાપકામ તેમજ બનારસની સાડીઓ, પાટણના પટોળાં વગેરેના ગૃહઉદ્યોગોનો મોટા પાયે વિકાસ થયેલો હતો. આપણા વણકરો સુતરાઉ કાપડનું પીંજણકામ, વણાટકામ અને રંગકામ જાતે જ કરતા હતા. તેઓ કેસૂડાંનાં વૃક્ષોના ફૂલોનો ઉપયોગ કરીને કાપડને રંગતા હતા. તેઓ શાળ પર કાપડ તૈયાર કરતા હતા. આ ઉપરાંત, દેશમાં ધાતુશિલ્પ અને કાષ્ટકલાની અનેક વસ્તુઓ પણ બનતી હતી. ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. એટલે ત્યાં યાંત્રિક પ્રક્રિયા વડે કિંમતમાં સસ્તો માલ બનવા લાગ્યો. ભારતના ગૃહઉદ્યોગોમાં હાથ વડે માલ બનતો હોવાથી કિંમતમાં મોંઘો હતો. હું વળી, ભારતના ગ્રામોદ્યોગો પર અંગ્રેજોએ ભારે જકાત નાખી ? હતી તેમજ હેરફેર પર નિયંત્રણો મૂક્યાં હતાં. આથી ભારતનાં બજારોમાં ઇંગ્લેન્ડનો માલ વેચાવા લાગ્યો. પરિણામે ભારતના ગૃહઉદ્યગો પડી ભાંગ્યા.
એ સમયે ગામડાના લોકો અશુદ્ધ લોખંડ મેળવીને તેને ભઠ્ઠીમાં ઓગાળતા. તેમાંથી શુદ્ધ લોખંડ બનતું. એ લોખંડ તેઓ વેપારીઓને વેચીને કમાણી કરતા.
આમ, અનેક પ્રકારના ગૃહઉદ્યોગોને લીધે ભારતની ગ્રામઅર્થવ્યવસ્થા ખૂબ મજબૂત હતી, જે અંગ્રેજ શાસન દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિને લીધે પડી ભાંગી.
પ્રશ્ન 7.
ભારતમાં રેલવે અને તાર-ટપાલની શરૂઆત
ઉત્તરઃ
ગવર્નર જનરલ લૉર્ડ ડેલહાઉસીએ ભારતમાં રેલવે અને તાર-ટપાલની શરૂઆત કરી. તેના સમયમાં 16 એપ્રિલ, 1853ના રોજ ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલમાર્ગ શરૂ થયો. લૉર્ડ ડેલહાઉસીના સમયમાં કોલકાતાથી પેશાવર અને મુંબઈથી ચેન્નઈ વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. લૉર્ડ ડેલહાઉસીએ ભારતમાં આધુનિક ટપાલ-પદ્ધતિ શરૂ કરી. તેમાં ટપાલ પહોંચાડવાની ફી ટપાલ લેનાર પાસેથી વસૂલ કરવામાં આવતી. ટપાલના દર પણ મોકલનારને બદલે ટપાલ લેનાર પાસેથી પ્રદેશો મુજબ અલગ અલગ હતા. લૉર્ડ ડેલહાઉસીના સમયમાં ભારતમાં અંગ્રેજી શિક્ષણ અને જાહેર બાંધકામ ખાતાની શરૂઆત થઈ હતી. આમ, લૉર્ડ ડેલહાઉસીના સમયમાં ભારતમાં અનેક સુધારા થયા હતા. આથી, કેટલાક અંગ્રેજ સુધારકો તેને આધુનિક ભારતના નિર્માતા’ કહે છે.
પ્રવૃત્તિઓ
1. એક જૂના નગર વિશે માહિતી મેળવો કે જે આજે નવા રંગરૂપમાં હોય. આ નગર પહેલાં કેવું હતું? આજે આ નગરનો વિકાસ કેવો છે? આ નગરની જૂની જગ્યાએ કેવો વિકાસ થયો છે?
2. સુતરાઉ કાપડ, રેશમી કાપડ, સાડીઓ વગેરેના ઉત્પાદનની પ્રક્રિયા વિશે માહિતી મેળવો.
૩. લોખંડ-પોલાદના ઉપયોગો વિશે માહિતી મેળવો.
4. કોઈ એક ગ્રામોદ્યોગ કે હસ્તઉદ્યોગના ગૌરવશાળી ઇતિહાસ વિશે માહિતી મેળવો.
5. મધ્યયુગ દરમિયાન ભારતમાં શરૂ થયેલી ટપાલ-વ્યવસ્થા વિશે માહિતી મેળવો.
HOTS પ્રણોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો છે વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલા માં લખો:
પ્રશ્ન 1.
અંગ્રેજોના સમયનાં એવાં ક્યાં શહેરો છે કે જ્યાં અંગ્રેજોએ પહેલાં કિલ્લો બાંધ્યો હોય કે વસાહત ઊભી કરી હોય અને આજે તે મહાનગરો હોય?
A. મુંબઈ અને કોલકાતા
B. અમદાવાદ અને ચેન્નઈ
C. કોલકાતા અને ચેન્નઈ
D. દિલ્લી અને ચેન્નઈ
ઉત્તર:
C. કોલકાતા અને ચેન્નઈ
પ્રશ્ન 2.
ભારતમાં એવું કયું શહેર છે કે જે મુસ્લિમ સલ્તનત, મુઘલયુગ, અંગ્રેજ શાસન અને વર્તમાન સમયમાં દેશનું પાટનગર હોય?
A. દિલ્લી
B. મુંબઈ
C. કોલકાતા
D. ચેન્નઈ
ઉત્તર:
A. દિલ્લી
પ્રશ્ન ૩.
નીચેની ઇમારતો પૈકી કઈ ઇમારત નવી દિલ્લીમાં આવેલી નથી?
A. સંસદ ભવન
B. રાષ્ટ્રપ્રમુખ ભવન
C. સચિવાલય
D. ગેટ વે ઑફ ઇન્ડિયા
ઉત્તર:
D. ગેટ વે ઑફ ઇન્ડિયા
પ્રશ્ન 4.
ઈ. સ. 1573માં અકબરે ગુજરાતનું કયું સમૃદ્ધ બંદર જીતી લીધું હતું?
A. ખંભાતને
B. ભરૂચને
C. સુરતને
D. માંડવીને
ઉત્તર:
C. સુરતને
પ્રશ્ન 5.
આધુનિક નવી દિલ્લીની ડિઝાઈન કયા સ્થપતિઓએ તૈયાર કરી હતી?
A. લૉર્ડ ઍલિસ અને એડવર્ડ લૂટિયન્સ
B. એડવર્ડ લૂટિયન્સ અને હર્બટ/બેકરે
C. હર્બટ/બેકર અને જ્યૉર્જ ચોનોકે
D. જ્યૉર્જ ચોનોક અને લૉર્ડ ઍલિસે ઉ.
ઉત્તર:
B. એડવર્ડ લૂટિયન્સ અને હર્બટ/બેકરે
પ્રશ્ન 6.
વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલા કયા નામે ઓળખાતું હતું?
A. પાર્લમેન્ટ હાઉસ
B, ગવર્નર હાઉસ
C. સેક્રેટરીએટ
D. વાઇસરોય હાઉસ
ઉત્તર:
D. વાઇસરોય હાઉસ
પ્રશ્ન 7.
ગુજરાતમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થાપનાર કોણ હતા?
A. બેચરદાસ લશ્કરી
B. રણછોડલાલ રેટિયાવાળા
C. અંબાલાલ સારાભાઈ
D. શાંતિલાલ ઝવેરી
ઉત્તર:
B. રણછોડલાલ રેટિયાવાળા
પ્રશ્ન 8.
ભારતમાં સૌપ્રથમ લોખંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું?
A. જમશેદપુર(સાકચી)માં
B. દિલ્લીમાં
C. મુંબઈમાં
D. કોલકાતામાં
ઉત્તર:
A. જમશેદપુર(સાકચી)માં