Gujarat Board GSEB Solutions Class 7 Science Chapter 13 ગતિ અને સમય Textbook Questions and Answers, Textbook Activities Pdf.
ગતિ અને સમય Class 7 GSEB Solutions Science Chapter 13
GSEB Class 7 Science ગતિ અને સમય Textbook Questions and Answers
પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રસ્નોત્તર
1. નીચે આપેલી ગતિનું સુરેખ ગતિ, વર્તુળમય ગતિ અથવા દોલન ગતિમાં વર્ગીકરણ કરો:
પ્રશ્ન 1.
દોડતી વખતે તમારા હાથની ગતિ
ઉત્તર:
દોલન ગતિ
પ્રશ્ન 2.
સીધા રસ્તા પર ગાડાને ખેંચી જતા બળદની ગતિ
ઉત્તર:
સુરેખ ગતિ
પ્રશ્ન 3.
ચીંચવા પર રહેલા બાળકની ગતિ
ઉત્તર:
દોલન ગતિ
પ્રશ્ન 4.
વિદ્યુત ઘંટડીની હથોડીની ગતિ
ઉત્તર:
દોલન
પ્રશ્ન 5.
સીધા પુલ પરથી પસાર થતી રેલગાડીની ગતિ
ઉત્તર:
સુરેખ ગતિ
પ્રશ્ન 2.
નીચે આપેલાં વિધાનો(કથનો)માંથી કયાં વિધાનો સાચાં નથી?
(1) સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે.
(2) દરેક પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે.
(3) બે શહેરો વચ્ચેનું અંતર કિલોમીટરમાં માપવામાં આવે છે.
(4) આપેલા લોલકનો આવર્તકાળ અચળ હોતો નથી.
(5) ટ્રેનની ઝડપ m/hમાં મપાય છે.
ઉત્તરઃ
સાચાં નથી તેવાં વિધાનોઃ (2), (4), (5)
પ્રશ્ન 3.
સાદું લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 32 સેકન્ડનો સમય લે છે, તો લોલકનો આવર્તકાળ કેટલો હોય?
ઉત્તર:
20 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય = 32 સેકન્ડ
∴ 1 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય = \(\frac{32}{20}\) સેકન્ડ
= \(\frac{16}{10}\) = 1.6 સેકન્ડ
1 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય = આવર્તકાળ
∴ આવર્તકાળ = 1.6 સેકન્ડ
પ્રશ્ન 4.
બે સ્ટેશન વચ્ચેનું અંતર 240 કિમી છે. ટ્રેનને આ અંતર કાપવા માટે 4 કલાક લાગે છે, તો આ ટ્રેનની ઝડપ શોધો.
ઉત્તર:
કાપેલું અંતર = 240 કિમી, લાગતો સમય = 4 કલાક
પ્રશ્ન 5.
જ્યારે ઘડિયાળમાં 8:30 amનો સમય હોય છે ત્યારે કારના ઓડોમિટરનું અવલોકન 37321.0 km દર્શાવે છે. જ્યારે 8: 50 amનો સમય હોય ત્યારે કારના ઓડોમિટરનું અવલોકન 57336.0 km દર્શાવે, તો કારની, ઝડપ તે સમયગાળામાં km/min તથા km/hમાં શોધો.
ઉત્તર:
કારે કાપેલું અંતર = અંતિમ વાચન – પ્રારંભિક વાચન
= 57336 km -57321 km
= 15 km
કારે લીધેલ સમય = 8:30 amથી 8 : 50 amનો સમય
= 20 મિનિટ (min).
પ્રશ્ન 6.
સલમા સાઈકલ પર તેના ઘરથી શાળાએ 15 મિનિટમાં પહોંચે છે. જો સાઇકલની ઝડપ 2 m/s હોય, તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો.
ઉત્તર:
લીધેલ સમય = 15 મિનિટ = 15 x 60) સેકન્ડ = 900 s
સાઈકલની ઝડપ = 2 m/s
ઘરથી શાળાનું અંતર = સલમાએ કાપેલ અંતર = ઝડપ × સમય
∴ ઘરથી શાળાનું અંતર = (2 m/s × 900 s)
= 1800 m
= \(\frac{1800}{1000}\) km = 1.800 km
∴ ઘરથી શાળા વચ્ચેનું અંતર = 1.8 કિલોમીટર
પ્રશ્ન 7.
નીચે આપેલા કિસ્સાઓમાં, અંતર-સમયના આલેખનો આકાર દર્શાવોઃ
(1) અચળ ઝડપે ગતિ કરતી કાર.
(2) રોડની બાજુમાં ઊભેલી કાર.
ઉત્તરઃ
(1)
(2)
પ્રશ્ન 8.
નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે?
ઉત્તર:
(B)
પ્રશ્ન 9.
ઝડપનો મૂળભૂત એકમ ……………… છે.
A. km/min
B. m/min
C. km/h
D. m/s
ઉત્તર:
D. m/s
પ્રશ્ન 10.
એક કાર 15 મિનિટ સુધી 40 km/hની ઝડપે અને ત્યારબાદ બીજી 15 મિનિટ સુધી 60 km/hની ઝડપે ગતિ કરે છે, તો કારે કાપેલું કુલ અંતર ……………. છે.
A. 100 km
B. 25 km
C. 15 km
D. 10 km
ઉત્તર:
B. 25 km
ગણતરી : કારે પ્રથમ 15 મિનિટમાં કાપેલું અંતર = ઝડપ × સમય
= (40 km/h × \(\frac{15}{60}\) h)
= 10 km
કારે બીજી 15 મિનિટમાં કાપેલું અંતર = ઝડપ × સમય
= (60 km/h × \(\frac{15}{60}\) h)
= 15 km
∴ કારે કાપેલું કુલ અંતર = 10 km + 15 km = 25 km
પ્રશ્ન 11.
જો આકૃતિ 13.1 અને આકૃતિ 13.2માં દર્શાવેલા બે ફોટોગ્રાફ 10 sના સમયગાળે લીધેલા છે. જો 100 mના અંતરને 1 cm વડે આ ફોટોગ્રાફમાં દર્શાવવામાં આવે તો સૌથી વધુ ઝડપી કારની ઝડપ ગણો.
ઉત્તરઃ
પાઠ્યપુસ્તકની આકૃતિ 13.1 અને 13.2 જોતાં, વાદળી કારનું બે ફોટોગ્રાફમાં અંતર માપતાં 1 સેમી છે.
વળી, 1 સેમી = 100 મીટર સ્કેલમાપ છે.
∴ વાદળી કારે કાપેલું અંતર = 100 મીટર
હવે બે ફોટોગ્રાફ 10 સેકન્ડના સમયગાળે લીધેલા છે.
∴ વાદળી કારે 10 સેકન્ડમાં કાપેલું અંતર = 100 મીટર
∴ વાદળી કારે 1 સેકન્ડમાં કાપેલું અંતર = = 10 m/s
∴ વાદળી રંગની કારની ઝડપ = 10 m/s
(નોંધઃ આકૃતિ 13.1માં વાદળી કાર સફેદ લીટાની નજીક છે તે રોડની ડાબી બાજુ)
પ્રશ્ન 12.
નીચેની આકૃતિમાં બે વાહનો A તથા B માટે અંતર-સમયનો આલેખ દર્શાવે છે, તો તેમાંથી કયું વાહન વધુ ઝડપી ગતિ કરે છે?
ઉત્તરઃ
વાહન A વધુ ઝડપી ગતિ કરે છે.
કારણ: X-અક્ષ પર ા સમયે વાહન B અને વાહન A એ કાપેલા અંતર જાણવા t આગળથી Y-અક્ષને સમાંતર રેખા દોરો. જેની ઊંચાઈ વધુ તે વાહન ઝડપી.
પ્રશ્ન 13.
ટ્રકની ગતિ માટે આપેલા અંતર-સમયના આલેખોમાંથી ક્યો આલેખ દર્શાવે છે કે, ટ્રકની ઝડપ અચળ નથી?
ઉત્તર:
આલેખ (3) વક્ર રેખા છે.
∴ આલેખ (3) ઝડપ અચળ નથી એમ દર્શાવે છે.
GSEB Class 7 Science ગતિ અને સમય Textbook Activities
‘પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ’
પ્રવૃત્તિ 1:
જાતે કરવી.
પ્રવૃત્તિ 2:
સાદા લોલકનો આવર્તકાળ નક્કી કરવો.
સાધન-સામગ્રીઃ 1 મીટર લાંબી દોરી, લોલકનો ગોળો (હૂક સાથે), સ્ટૉપવૉચ.
પદ્ધતિઃ
- આશરે 1 મીટર લંબાઈની દોરી લઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ લોલકની રચના કરો.
- લોલકના ગોળાને તેના મૂળ સ્થાન O પર સ્થિર થઈ જવા દો. આ મૂળભૂત સ્થાનની નીચેની જમીન પર નિશાની કરો.
- લોલકને ગતિ કરાવવા માટે હળવેથી લોલકના ગોળાને પકડીને સહેજ એક બાજુ A સ્થાન પર લઈ જાવ.
- હવે ગોળાને તેની સ્થાનાંતરની સ્થિતિમાંથી મુક્ત કરી દો.
- ગોળો જ્યારે એક તરફ છેવટની સ્થિતિ A પર હોય ત્યારે તમે સમયની નોંધ કરવા સ્ટૉપવૉચ ચાલુ કરો.
- લોલક ફરીથી A સ્થિતિમાં આવે ત્યારે 1 દોલન થયું એમ ગણો.
- આ રીતે 20 દોલનો પૂરાં થાય ત્યારે તરત જ સ્ટૉપવૉચ બંધ કરો. લોલકનાં 20 દોલન માટેનો સમયગાળો સ્ટૉપવૉચ પરથી જોઈ નોંધો. કોષ્ટક 13.2માં તમારાં અવલોકનો નોંધો. તમારા મળેલ સમયગાળાને 20 વડે ભાગી આવર્તકાળ લખો.
કોષ્ટક 13.2 સાદા લોલકનો આવર્તકાળ
[દોરીની લંબાઈ = 100 સેમી]
અવલોકન :
ચોક્કસ લંબાઈની દોરી લઈ લોલકનો આવર્તકાળ શોધતાં દરેક વખતે લગભગ એકસરખો આવે છે.
નિર્ણય :
ચોક્કસ લંબાઈના લોલકનો આવર્તકાળ નિશ્ચિત હોય છે.
પ્રવૃત્તિ 3:
ગબડતા દડાની ઝડપ ગણવી.
સાધન-સામગ્રીઃ દડો, સ્ટૉપવૉચ.
પદ્ધતિઃ
- જમીન પર ચૉક પાવડર અથવા ચૂનાથી સીધી રેખા દોરીને તમારા મિત્રને તેનાથી 1 કે 2 મીટર દૂર ઊભા રહેવાનું કહો.
- આ રેખાને લંબ દિશામાં જમીન પર હળવેથી દડાને રગડાવવાની સૂચના આપો.
- દડો રેખાને ઓળંગે ત્યારે અને અટકી જાય ત્યારે તે માટેના સમયની નોંધ કરો. (જુઓ બાજુની આકૃતિ)
દડાને અટકી જવા માટે કેટલો સમય લાગ્યો? - દડાએ રેખાને ઓળંગી તે સ્થાન અને દડો અટકી ગયો તે સ્થાન વચ્ચેનું અંતર માપો. તે માટે તમે ફૂટપટ્ટી કે માપન પટ્ટી વાપરી શકો છો.
- જુદા જુદા સમૂહો વડે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. કોષ્ટક 13.3માં અવલોકનોની નોંધ કરો. દરેક કિસ્સામાં દડાની ઝડપની ગણતરી કરો.
કોષ્ટક 13.૩ ગતિ કરતા દડા વડે કાપેલું અંતર અને તે માટે લાગતો સમય
નિર્ણયઃ પદાર્થની ઝડપ = . આ સૂત્રની મદદથી કોઈ પણ ગતિમાન પદાર્થની ઝડપ શોધી શકાય છે.