Gujarat Board GSEB Solutions Class 6 Sanskrit Chapter 5 मम विद्यालयः Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Gujarat Board Textbook Solutions Class 6 Sanskrit Chapter 5 मम विद्यालयः
GSEB Solutions Class 6 Sanskrit मम विद्यालयः Textbook Questions and Answers
मम विद्यालयः स्वाध्यायः
પ્રશ્ન 1.
નીચેના શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો :
विद्यालयः, प्रतिदिनम्, आगच्छामि, आरम्भः, प्रार्थनाखण्डः, वर्गखण्डः, क्रीडाङ्गणम्, उद्यानम्, उत्तमम्।
उत्तर:
(ઉપરના શબ્દોનું સ્પષ્ટ અને શુદ્ધ ઉચ્ચારણ કરો.)
પ્રશ્ન 2.
એકમના આધારે, નીચે આપેલાં વાક્યો સુધારીને ફરીથી લખો :
- अनिलस्य विद्यालयः सुन्दरम् अस्ति।
- विद्यालये क्रीडाङ्गणः अस्ति।
- राजीवः पुस्तकालये क्रीडति।
- क्रीडाङ्गणे राजीवः पठति।
- राजीव: नववादने विद्यालयं गच्छति।
उत्तर:
- अनिलस्य विद्यालयः सुन्दरः अस्ति।
સુધારેલું વાક્ય : राजीवस्य विद्यालयः सुन्दरः अस्ति। - विद्यालये क्रीडाङ्गणम् अस्ति।
સુધારેલું વાક્ય : विद्यालये विशालं क्रीडाङ्गणम् अपि अस्ति। - राजीवः पुस्तकालये क्रीडति।
સુધારેલું વાક્ય : राजीवः क्रीडाङ्गणे खेलति क्रीडति वा। - क्रीडाङ्गणे राजीवः पठति।
સુધારેલું વાક્ય : राजीवः पुस्तकालये पठति। - राजीवः नववादने विद्यालयं गच्छति।
સુધારેલું વાક્ય : राजीवः एकादशवादने विद्यालयं गच्छति।
પ્રશ્ન 3.
નીચેનાં વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો :
- આ મારી શાળા છે. __________________________
- મારી શાળા સુંદર છે. __________________________
- શાળા અગિયાર વાગે શરૂ થાય છે. __________________________
- શાળામાં પુસ્તકાલય છે. __________________________
- હું રિસેશમાં મેદાનમાં રમું છું. __________________________
उत्तर:
- एषः मम विद्यालयः अस्ति।
- मम विद्यालयः सुन्दरः अस्ति।
- विद्यालयः एकादशवादने आरम्भते।
- विद्यालये पुस्तकालयः अस्ति।
- अहम् विश्रान्तिसमये क्रीडाङ्गणे खेलामि।
પ્રશ્ન 4.
1. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો :
- राजीवः …………………………………. वादने गृहं गच्छति (एकादश, पञ्च)
- मम विद्यालयः …………………………………. अस्ति। (सुन्दरः, लघुः)
- अहं प्रतिदिनं …………………………………. गच्छामि। (विमानयानम्, विद्यालयम्)
- राजीवः …………………………………. पुस्तकं पठति। (क्रीडाङ्गणे, पुस्तकालये)
उत्तर:
- राजीवः पञ्चवादने गृहं गच्छति।
- मम विद्यालयः सुन्दरः अस्ति।
- अहं प्रतिदिनं विद्यालयं गच्छामि।
- राजीवः पुस्तकालये पुस्तकं पठति।
मम विद्यालयः प्रवृत्ति:
ઉપરનું ચિત્ર જોઈને નીચેની ખાલી જગ્યા પૂરો :
(1) मन्दिरस्य उत्तरे ……………………………… अस्ति।
(2) मन्दिरस्य पश्चिमे ……………………………… अस्ति।
(3) मन्दिरस्य पूर्वे ……………………………… अस्ति।
(4) मन्दिरस्य दक्षिणे ……………………………… अस्ति।
उत्तर:
मन्दिरस्य उत्तरे नदी अस्ति।
मन्दिरस्य पश्चिमे क्रीडाङ्गणम् अस्ति।
मन्दिरस्य पूर्वे उद्यानम् अस्ति।
मन्दिरस्य दक्षिणे प्रवेशद्वारम् अस्ति।
- વર્ગમાંના વિદ્યાર્થીઓ બબ્બેની જોડીમાં ક્રમશઃ (રાજીવ તથા અનિલ નામ સાથે) સંવાદોનું વાચન કરે; જરૂર જણાય ત્યાં સંસ્કૃતના અધ્યાપક આ વિષયમાં સહાયતા કરશે.
- सायंकाले (સાંજે) શબ્દનો વ્યવહારમાં ઉપયોગ થાય તે માટે સાંજના સમયે કોણ શું શું કરે છે તેની નોંધ કરો. દા. ત., अहं सायंकाले क्रीडामि। अहं सायंकाले नदीतटे विहरामि। अहं सायंकाले पूजां करोमि। વગેરે.
- શિક્ષકના માર્ગદર્શન હેઠળ पठनम्, लेखनम्, कथनम् જેવા શબ્દોનો ઉપયોગ કરી નવાં નવાં વાક્યો તૈયાર કરો.
- શિક્ષક વિદ્યાર્થીઓ પાસે પાઠના અંતે આપેલી ટિપ્પણી’નું વાચન તથા લેખન કરાવશે.
- વિદ્યાર્થીઓ સ્વાધ્યાયકાર્ય પોતાની જાતે કરી શકે તે માટે શિક્ષક વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે.
- શિક્ષકના માર્ગદર્શન હેઠળ તમારી શાળાનું ચિત્ર દોરો અને તેના વિશે પાંચ-સાત વાક્યો લખો; જેમ કે, एषः मम विद्यालयः। मम विद्यालयस्य भवनम् विशालम् अस्ति। मम विद्यालये एकसहस्रम् छात्राः पठन्ति। વગેરે.
પ્રશ્ન 2.
તમારી શાળાનું રેખાચિત્ર બનાવી તેના વિશે સંસ્કૃતમાં પાંચથી છ વાક્યો લખો.
પ્રશ્ન 3.
તમારા ગામશહેરનો નકશો બનાવો.
પ્રશ્ન 4.
બગીચો કે સારી વાડીની મુલાકાત લઈ ઔષધીય વૃક્ષોની માહિતી મેળવો.
Sanskrit Digest Std 6 GSEB मम विद्यालयः Important Questions and Answers
मम विद्यालयः વિશેષ પ્રશ્નોત્તર
1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો:
પ્રશ્ન 1.
राजीवस्य विद्यालयः कीदृशः अस्ति?
उत्तर:
राजीवस्य विद्यालयः सुन्दरः अस्ति।
પ્રશ્ન 2.
प्रार्थनाखण्डे किं भवति?
उत्तर:
प्रार्थनाखण्डे प्रार्थना भवति।
પ્રશ્ન 3.
विद्यालयस्य आरम्भः कदा भवति?
उत्तर:
विद्यालयस्य आरम्भः एकादशवादने भवति।
પ્રશ્ન 4.
राजीवस्य वर्गखण्डः कुत्र अस्ति?
उत्तर:
राजीवस्य वर्गखण्डः प्रार्थनाखण्डस्य समीपे एव अस्ति।
પ્રશ્ન 5.
राजीवस्य वर्गशिक्षिका का अस्ति?
उत्तर:
राजीवस्य वर्गशिक्षिका हर्षामहोदया अस्ति।
પ્રશ્ન 6.
राजीवः कुत्र पठति?
उत्तर:
राजीवः पुस्तकालये पठति।
પ્રશ્ન 7.
राजीवः गृहं कदा गच्छति?
उत्तर:
राजीवः सायं पञ्चवादने गृहं गच्छति।
2. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર સંસ્કૃતમાં આપો:
પ્રશ્ન 1.
विद्यालयस्य आरम्भे राजीवः कुत्र गच्छति? तत्र सः किं करोति?
उत्तर:
विद्यालयस्य आरम्भे राजीवः प्रार्थनाखण्डं गच्छति। तत्र सः प्रार्थनां करोति।
પ્રશ્ન 2.
राजीवस्य विद्यालये उद्यानं कीदृशम् अस्ति? तत्र अन्यत् किम् अस्ति?
उत्तर:
राजीवस्य विद्यालये उद्यानं रमणीयम् अस्ति। तत्र औषधबागः अपि अस्ति।
3. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો:
પ્રશ્ન 1.
રાજીવની નિશાળમાં શું શું છે?
ઉત્તરઃ
રાજીવની નિશાળ વિશાળ છે. તેમાં પ્રાર્થનાભવન, રમતનું મેદાન, પુસ્તકાલય છે અને સુંદર બગીચો તથા ઔષધોનો બાગ પણ છે.
પ્રશ્ન 2.
રાજીવ કોની સાથે વાર્તાલાપ કરે છે?
ઉત્તરઃ
રાજીવ તેના મિત્ર અનિલની સાથે વાર્તાલાપ કરે છે.
પ્રશ્ન 3.
રાજીવનો વર્ગખંડ ક્યાં આવેલો છે?
ઉત્તરઃ
રાજીવનો વર્ગખંડ પ્રાર્થનાભવનની નજીકમાં જ આવેલો છે.
પ્રશ્ન 4.
રાજીવ ક્યારે રમે છે?
ઉત્તરઃ
રાજીવ નિશાળમાં વિશ્રાંતિના સમયે એટલે કે રિસેસમાં રમતનાં મેદાનમાં રમે છે.
પ્રશ્ન 5.
અંતે અનિલ રાજીવની શાળા વિશે શું કહે છે?
ઉત્તરઃ
અંતે અનિલ રાજીવની શાળાને સુંદર કહે છે.
4. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ
પ્રશ્ન 1.
राजीवः कदा विद्यालयम् आगच्छति?
A. प्रतिदिनम्
B. प्रतिरविवासरम्
C. यदा कदा
D. कदापि न
उत्तर:
A. प्रतिदिनम्
પ્રશ્ન 2.
શરૂઆતમાં રાજીવ ક્યાં જાય છે?
A. આચાર્યના કાર્યાલયમાં
B. શાળાના કાર્યાલયમાં
C. પોતાના વર્ગમાં
D. પ્રાર્થનાભવનમાં
उत्तर:
D. પ્રાર્થનાભવનમાં
પ્રશ્ન 3.
राजीवं संस्कृतं का पाठयति?
A. तस्य वर्गशिक्षिका
B. विद्यालयस्य प्रधानाचार्यः
C. सुरेशचन्द्रमहोदयः
D. पुरुषोत्तममहोदयः
उत्तर:
A. तस्य वर्गशिक्षिका
પ્રશ્ન 4.
શાળાના બગીચામાં શેનાં વૃક્ષો છે?
A. ફૂલોનાં
B. ફળોનાં
C. ઔષધોનાં
D. વિવિધ ફૂલોનાં
उत्तर:
C. ઔષધોનાં
પ્રશ્ન 5.
‘मम विद्यालयः सुन्दरः अस्ति।’ एतत् वाक्यं कः वदति?
A. कौशलः
B. राजीवः
C. अनिलः
D. राजेशः
उत्तर:
B. राजीवः
પ્રશ્ન 6.
राजीवस्य विद्यालयः कीदृशः अस्ति?
A. समीपे
B. लघुः
C. विशाल:
D. गोलाकारम्
उत्तर:
C. विशाल:
પ્રશ્ન 7.
“વાવેલું’ શબ્દનો સંસ્કૃત શબ્દ શોધીને લખો.
A. गोपितः
B. गतः
C. भवत्
D. रोपितः
उत्तर:
A. गोपितः
પ્રશ્ન 8.
‘ननु’ શબ્દનો ગુજરાતી અર્થ આપો.
A. ખરેખર
B. તો પછી
C. જ
D. ક્યાં
उत्तर:
A. ખરેખર
પ્રશ્ન 9.
राजीवस्य वर्गशिक्षिका ………………………………………….. अस्ति।
A. वर्षामहोदया
B. हर्षामहोदया
C. गीतामहोदया
D. सीतामहोदया
उत्तर:
B. हर्षामहोदया
પ્રશ્ન 10.
राजीवः …………………………………….. पुस्तकं पठति।
A. उद्याने
B. स्वगृहे
C. पुस्तकालये
D. वर्गखण्डे
उत्तर:
C. पुस्तकालये
પ્રશ્ન 11.
राजीवः …………………………………….. वादने गृहं गच्छति।
A. एकादश
B. पञ्च
C. सप्त
D. द्वादश
उत्तर:
B. पञ्च
પ્રશ્ન 12.
‘आम्’ શબ્દનો અર્થ છે.
A. ક્યાંથી
B. આ
C. તો
D. હા
उत्तर:
D. હા
5. કોંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો:
- ………………………………………. मम विद्यालयः अस्ति। (एतत्, एषः)
- मम वर्गखण्डः ………………………………………. समीपे एव अस्ति। (प्रार्थनाखण्डस्य, कार्यालयस्य)
- ………………………………………. अहं क्रीडाङ्गणे खेलामि। (पठनसमये, विरामसमये)
- मम विद्यालयस्य उद्याने ………………………………………. अपि अस्ति। (औषधबागः, बालोद्यानः)
- आम्, ………………………………………. एषः वृक्षः मया रोपितः अस्ति। (गच्छ, पश्य)
- अहं पुस्तकालये पुस्तकं ……………………………………….। (लिखामि, पठामि)
उत्तर:
- एषः मम विद्यालयः अस्ति।
- मम वर्गखण्डः प्रार्थनाखण्डस्य समीपे एव अस्ति।
- विरामसमये अहं क्रीडाङ्गणे खेलामि।
- मम विद्यालयस्य उद्याने औषधबागः अपि अस्ति।
- आम्, पश्य एषः वृक्षः मया रोपितः अस्ति।
- अहं पुस्तकालये पुस्तकं पठामि।
6. નીચેનાં વિધાનોમાંથી સાચાં વિધાનો સામે ✓ ની અને ખોટાં વિધાનો સામે ✗ ની નિશાની કરોઃ
- अनिलस्य विद्यालयः सुन्दरः अस्ति।
- आरम्भे राजीवः स्ववर्गखण्डं गच्छति।
- રાજીવની શાળામાં પુસ્તકાલય છે.
- રાજીવનાં વર્ગશિક્ષિકાબહેન સંસ્કૃત ભણાવે છે.
- રાજીવની શાળામાં ગુલાબના છોડ છે.
- राजीवः विद्यालयस्य उद्याने वृक्षः अपि रोपितः अस्ति।
उत्तर:
- अनिलस्य विद्यालयः सुन्दरः अस्ति। [ ✗ ]
- आरम्भे राजीवः स्ववर्गखण्डं गच्छति। [ ✗ ]
- રાજીવની શાળામાં પુસ્તકાલય છે. [ ✓ ]
- રાજીવનાં વર્ગશિક્ષિકાબહેન સંસ્કૃત ભણાવે છે. [ ✓ ]
- રાજીવની શાળામાં ગુલાબના છોડ છે. [ ✗ ]
- राजीवः विद्यालयस्य उद्याने वृक्षः अपि रोपितः अस्ति। [ ✓ ]
7. नीयन पायो । पोदो छ भने औने ४ छ, ते समो:
પ્રશ્ન 1.
अहं प्रतिदिनं विद्यालयम् आगच्छामि।
उत्तर:
राजीवः वदति। अनिलं कथयति च।
(રાજીવ બોલે છે અને અનિલને કહે છે.)
પ્રશ્ન 2.
भवतः वर्गखण्डः कुत्र अस्ति?
उत्तर:
अनिलः वदति। राजीवं कथयति च।
(અનિલ બોલે છે અને રાજીવને કહે છે.)
પ્રશ્ન 3.
हर्षामहोदया मम वर्गशिक्षिका अस्ति।
उत्तर:
राजीवः वदति। अनिलं कथयति च।
(રાજીવ બોલે છે અને અનિલને કહે છે.)
પ્રશ્ન 4.
अहो! भवतः विद्यालये रमणीयम् उद्यानम् अपि अस्ति।
उत्तर:
अनिलः वदति। राजीवं कथयति च।
(અનિલ બોલે છે અને રાજીવને કહે છે.)
मम विद्यालयः Summary in Gujarati
આ પાઠમાં રાજીવ પોતાના મિત્ર અનિલને પોતાની નિશાળ અને ત્યાં ચાલતી પ્રવૃત્તિઓનો પરિચય આપે છે. રાજીવ અને અનિલ નામના બે મિત્રોનો આ વાર્તાલાપ છે. અહીં રાજીવ અનિલને પોતાની નિશાળની માહિતી આપે છે.
શબ્દાર્થ :
અનુવાદ:
રાજીવ – જો, અનિલ! આ મારી નિશાળ (છે). મારી નિશાળ સુંદર છે.
અનિલ – સાચું છે. નિશાળ વિશાળ પણ છે.
રાજીવ – હું દરરોજ નિશાળે આવું છું.
અનિલ – નિશાળની શરૂઆત ક્યારે થાય છે?
રાજીવ – મારી નિશાળની શરૂઆત અગિયાર વાગ્યે થાય છે. આરંભમાં (શરૂઆતમાં) હું પ્રાર્થનાભવને જાઉં છું. ત્યાં હું પ્રાર્થના કરું છું.
અનિલ – તમારો વર્ગખંડ ક્યાં છે?
શબ્દાર્થ :
અનુવાદ:
રાજીવ – મારો વર્ગખંડ પ્રાર્થનાભવનની પાસે જ છે.
અનિલ – તમારા વર્ગશિક્ષક કોણ છે?
રાજીવ – શ્રીમતી હર્ષાબહેન મારાં વર્ગશિક્ષિકા છે. તે સંસ્કૃત ભણાવે છે.
અનિલ – શું તમારી નિશાળમાં પુસ્તકાલય છે?
રાજીવ – હા, પુસ્તકાલયમાં પુસ્તક વાંચું છું. મારી નિશાળમાં રમતનું(વિશાળ મેદાન પણ છે. રિસેસના સમયે હું ત્યાં રમું છું.
અનિલ – વાહ! તમારી શાળામાં સુંદર બગીચો પણ છે!
રાજીવ – માત્ર બગીચો જ નથી; બગીચામાં ઔષધોનું ઉદ્યાન પણ છે.
અનિલ – શું તમારું વાવેલું ઝાડ પણ છે કે? રાજીવ – હા, જો આ ઝાડ મેં (જ) વાવ્યું છે.
અનિલ – બહુ સારું; તો તમે ઘરે ક્યારે જાઓ છો? રાજીવ – હું સાંજે પાંચ વાગ્યે ઘરે જાઉં છું.
અનિલ – તમારી નિશાળ ખરેખર સુંદર છે.