This GSEB Class 8 Social Science Notes Chapter 7 આધુનિક ભારતમાં કલા covers all the important topics and concepts as mentioned in the chapter.
આધુનિક ભારતમાં કલા Class 8 GSEB Notes
→ માનવીની અભિવ્યક્તિનું માધ્યમ કલા છે. કલા દ્વારા માનવચિત્ત અને સમાજનું દર્શન થાય છે, જ્યાશાસ્ત્રીઓએ કલાને બે ભાગમાં વહેંચી છે : ( 1) દશ્યકલા અને (2) પ્રતિ ક્લા.
→ દશ્યક્તાઓમાં ચિત્રક્લા, શિલ્પલા અને હસ્તક્લાનો તથા પ્રદર્શિત કલાઓમાં સંગીતકલા, નૃત્યકલા, વાઘેલા અને નાટ્યકલાનો સમાવેશ થાય છે. કલા એ સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ છે.
→ ભારતીય કલા વૈશ્વિકતા, વિવિધતામાં એકતા અને ધર્મનિરપેક્ષતાનાં તત્ત્વો સાથે સુયોજિત છે,
→ શરૂઆતથી જ ચિત્રકલાના કેન્દ્રમાં ધર્મગ્રંથોમાં આવતા પ્રસંગો, દેવી-દેવતાઓ, પશુ-પક્ષીઓ, વ્યક્તિઓ, સામાજિક રીતરિવાજો વગેરે વિષયો રહ્યા છે.
→ પ્રાચીન ભારતના તક્ષશિલા અને નાલંદા જેવા વિશ્વવિદ્યાલયોમાં કલાશિક્ષણ અપાતું હતું.
→ કરછના મહારાજા પ્રાગમલજીએ ઈ. સ. 1877 – 1878માં ભુજમાં કલાશાળા શરૂ કરી હતી.
→ વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે કલાના શિક્ષણ માટે “કલાભવન’ની સ્થાપના કરી હતી. તેનો અભિગમ કલા ઉદ્યોગના શિક્ષણ પરત્વે વધારે હતો.
→ અમદાવાદમાં કલાશાળા શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલય(શેઠ સી. એન. વિદ્યાલય)માં ઈ. સ. 1951માં શિક્ષકોને ચિત્રકલાની તાલીમ આપવા માટેનો અભ્યાસક્રમ PTC (Drawing Teacher Certificate) 213 SAL 14-11 કરવામાં આવી હતી.
→ અમદાવાદની ‘કલાશાળા’ના પ્રથમ આચાર્યનું બહુમાન કલાકાર શ્રી રસિકલાલ પરીખને ફાળે જાય છે.
→ શેઠ સી. એન. વિદ્યાલયમાં સ્થપાયેલી ‘ક્લાશાળા’નું ઈ. સ. 1960માં મહાલા વિદ્યાલય’ નામમાં રૂપાંતર થયું.
→ ઈ. સ. પૂર્વે 7000ના કાળનાં ચિત્રો મધ્ય પ્રદેશની ભીમબેટકાની ગુફાઓમાંથી મળી આવ્યાં છે, જે ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણાય છે.
→ ઈ. સ. પૂર્વે 2000ની આસપાસનાં ચિત્રો મહારાષ્ટ્રના નરસિંહગઢની ગુફાઓમાંથી મળી આવ્યાં છે.
→ ઈ. સ. પૂર્વેની આસપાસનાં ચિત્રો ગુફાઓમાં તેમજ ભોજપત્રો અને શિલાઓ પર તથા મંદિરો અને મઠોની દીવાલો પર જોવા મળે છે.
→ ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ગુપ્તયુગને ગણાવી શકાય.
→ ગુપ્તયુગ દરમિયાન અર્જતા અને ઇલોરાની વિશ્વવિખ્યાત ચિત્રોનું નિર્માણ થયું હતું. એ ચિત્રોના કેન્દ્રમાં બૌદ્ધધર્મની જાતક કથાઓનો વિષય હતો.
→ અર્જતાની ગુફાઓમાં ગુફા નં. 9 અને ગુફા નં. 10નાં ચિત્રો ખૂબ જ વિખ્યાત થયાં છે, એ ચિત્રોમાં પાપાણિ બુદ્ધનું ચિત્ર પ્રખ્યાત છે.
→ ભારતીય ચિત્રકલા દેશમાં ઉત્તર ભારતથી દક્ષિણ ભારત સુધી ફેલાયેલી હતી.
→ ભારતમાં કર્ણાટકમાં આવેલી બાદામીની ગુફામાંથી અને તમિલનાડુના કાંચીપુરમમાં આવેલી સિત્તાનાવસલની ગુફામાંથી ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા છે.
→ ભારતમાં મહાકાવ્યોને દક્ષિણ ભારતમાં થંજાપુર ખાતે આવેલ બૃહદેશ્વર મંદિરની દીવાલો પર સુશોભિત કરવામાં આવ્યાં છે.
→ મુઘલ બાદશાહ જહાંગીરે ચિત્રશાળાની સ્થાપના કરી હતી.
→ ચિત્રકાર શેખ ઝીયાઉદીનનાં ‘લેડી ઈમ્પ” માટે કરેલ પક્ષી અધ્યયનનાં ચિત્રોથી અને ગુલામઅલી ખાંએ “વિલિયમ ફ્રેઝર’ તથા કર્નલ સ્કીનર’ માટે કરેલ વ્યક્તિચિત્રોથી અર્ધ પાશ્ચાત્ય ચિત્રશૈલીનો વિકાસ થયો.
→ કેરલના મહાન ચિત્રકાર રાજા રવિવર્માએ ભારતીય પૌરાણિક ચિત્રકલા ક્ષેત્રે ટોચનું નામ ધરાવનાર અને સામાજિક વિષયનાં ઉત્કૃષ્ટ તૈલચિત્રો બનાવ્યાં છે,
→ રાજા રવિવર્માનું દેવી સરસ્વતીનું તૈલચિત્ર પ્રખ્યાત થયું છે,
→ ભારતમાં 19મી સદીમાં ઈ. સ. 1858માં મુંબઈમાં ‘સુર જે, જે. સ્કૂલ ઑફ આર્ટ’ની અને ઈ. સ. 1890માં વડોદરામાં ‘કલાભવન’ની સ્થાપના થઈ.
→ ઈ. સ. 1901માં બંગાળમાં ‘શાંતિનિકેતન’ નામની કલાસંસ્થા સ્થપાઈ,
→ પ્રગતિશીલ કલાકાર સંઘની સ્થાપના ઈ. સ. 1948માં ફ્રાન્સિસ ન્યૂટન સૂઝાના નેતૃત્વમાં એસ. એચ. રઝા અને એસ. કે. બાંકરે કરી.
→ ઈ. સ. 1750 પછીના ભારતમાં અંગ્રેજો અને ભારતીયોએ અર્ધ પાશ્ચાત્ય શૈલીની ચિત્રકલા વિકસાવી હતી.
→ ઈ. સ. 1950માં કોલકાતા અને મુંબઈમાં ચિત્રશાળાઓની સ્થાપના કરવામાં આવી.
→ ‘મદ્રાસ સ્કૂલ ઑફ આર્ટ”ની સ્થાપના ચેન્નઈમાં કે. સી. એસ. પાણિકર અને દેવીપ્રસાદ રૉય ચૌધરીએ કરી હતી.
→ આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ દિલ્લીમાં આવેલ ‘રૅશનલ ગૅલરી ઑફ મોડર્ન આર્ટ’ નામની કલાસંસ્થામાં આવેલ છે. જે કલાના વિકાસ માટે સ્વતંત્ર ભારતમાં અગત્યનું સ્થાન ધરાવે છે.
→ ભારતીય ચિત્રકલીમાં મુખ્યત્વે ગુફા ચિત્રશૈલીમાં આદિમાનવે દોરેલા ચિત્રોનો અને ઈસુની 9મી સદી સુધીની અજંતા-ઇલોરા જેવી ગુફાઓનાં ચિત્રોનો સમાવેશ થાય છે; જ્યારે શિલા (રૉક પેઇન્ટિંગ) ચિત્રગીલીમાં શિલા પર દોરેલા ચિત્રોનો સમાવેશ થાય છે,
→ ધર્મ આધારિત પ્રાચીન ચિત્રશૈલીઓમાં હિંદુ, બૌદ્ધ અને જેન ચિત્રોલીઓનો સમાવેશ થાય છે. એ શૈલીઓનાં ચિત્રો ધર્મસ્થાનોની દીવાલો પર જોવા મળે છે.
→ ભીંત ચિત્રકાલી, ભોંયતળિયે દોરવામાં આવતી રંગોળી અથવા સુશોભનની કલા, લધુ ચિત્રકલા શૈલી, કાપડ ચિત્રશૈલી વગેરે ચિત્રશૈલીમોનો વિકાસ થયેલો જોવા મળે છે.
→ આધુનિક સમયમાં ઑઇલ પેઇન્ટિંગ, એ પેઇન્ટિંગ, કેનવાસ પેઇન્ટિંગ વગેરે રીલીઓ વિકસી છે, તેમાં બહુરંગી પરિમાણીય (મલ્ટિકલર ડાયમેન્યા) જોવા મળે છે,
→ પાલ ચિત્રશૈલીનો મુખ્ય વિષય બૌદ્ધધર્મનો મહાયાન સંપ્રદાય રહ્યો છે. તેમાં ભગવાન બુદ્ધની જાતક કથાઓ અને બોધિસત્ત્વનાં ચિત્રો જોવા મળે છે.
→ જૈન શૈલીનો વિકાસ ઈસુની 12મી સદીથી ગુજરાત, રાજસ્થાન અને માળવાના પ્રદેશોમાં થયો હતો. જેન રીલીનાં ચિત્રો તાડપત્રો અને હસ્તપ્રતો પર આલેખાયેલાં લઘુચિત્રો છે.
→ રાજપૂત ચિત્રોલી રાજસ્થાન અને મધ્ય પ્રદેશના રાજાઓના આશ્રય નીચે ઈસુની 10મીથી 16મી સદી દરમિયાન વિકસિત થઈ હતી.
→ રાજપૂત ચિત્રશૈલીમાં રાજપૂત રાજાનું જીવન, તેમના રીતરિવાજો, પહેરવેશ, ઉત્સવો તેમજ રાધાકૃષ્ણ, કૃષ્ણભક્તિ, રાસલીલા, રાજસ્થાની લોકજીવન વગેરે વિષયો કેન્દ્રસ્થાને રહ્યા છે.
→ રાજપૂત ચિત્રોલી રાજસ્થાનના બુંદી, કિશનગઢ, બિકાનેર અને જોધપુરમાં વિકાસ પામી હોવાથી તે રાજસ્થાની ચિત્રશૈલી તરીકે પણ ઓળખાય છે.
→ મુઘલ સમ્રાટો ચિત્રકલાના ખૂબ પ્રેમી હતા.
→ બાબરથી શાહજહાં સુધીના મુઘલ સમ્રાટોએ ચિત્રકલાને ખુબ પ્રોત્સાહન આપ્યું હતું.
→ મુઘલ ચિત્રલી ભારતીય અને ઈરાની ચિત્રશૈલીના સમન્વયથી અસ્તિત્વમાં આવી હતી.
→ મુઘલ સમ્રાટ અકબરના સમયમાં ગ્રંથચિત્રો અને વ્યક્તિચિત્રો બનાવવાની શરૂઆત થઈ.
→ મુઘલ બાદશાહ જહાંગીરના સમયમાં મુઘલ શેલી તેના સર્વોચ્ચ શિખરે પહોંચી હતી.
→મુઘલ સમ્રાટ જહાંગીરના દરબારમાં મજૂર અને બિશનદાસ જેવા વિખ્યાત ચિત્રકારો હતા.
→ ભારતમાં મુઘલયુગ દરમિયાન પશુ-પંખીનાં ચિત્રો અને કુદરતી દશ્યોનાં ચિત્રો તેમજ રાજદરબારનાં, યુદ્ધનાં, શિકારનાં અને પ્રાણીઓની સાઠમારીનાં ચિત્રો તૈયાર થયાં હતાં.
→ મુઘલ ચિત્રકલા દરબારી કલા હોવાથી તેના કેન્દ્રમાં શાહી શ્રેષ્ઠ જોવા મળે છે.
→ કાંગડા ચિત્રશૈલી હિમાલયના પહાડી પ્રદેશોમાં રાજસ્થાનના ચિત્રકારો અને મુઘલ ચિત્રકારોએ વિકસાવી હતી.
→ કાંગડા, કુલ, ગઢવાલ, ચંબા, મંડી વગેરે કાંગડા ચિત્રકૌલીનાં મુખ્ય કેન્દ્રો હતાં,
→ મોલારામ કાંગડા ચિત્રશૈલીના મહાન ચિત્રકાર હતા.
→ ભગવાન શ્રીકૃષ્ણ અને કૃષ્ણભક્તિ તેમજ હિમાલયનું સૌંદર્ય વગેરે કાંગડા ચિત્રશૈલીના મુખ્ય વિષયો હતા.
→ રાજા રવિવર્મા અને કવિવર રવીન્દ્રનાથ ટાગોર એ ભારતના નામાંકિત ચિત્રકારો છે.
→ કલાગુરુ શ્રી રવિશંકર રાવળ, રસિકલાલ પરીખ અને રમેશભાઈ પંડ્યા એ ગુજરાતના નામાંકિત ચિત્રકારો છે.
→ રવિશંકર રાવળે મુંબઈમાં કલાશિક્ષણ મેળવીને અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી હતી.
→ રવિશંકર રાવળે તેમનું ‘બિલ્વમંગળ’ ચિત્ર બૉમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક પ્રદર્શનમાં રજૂ કર્યું હતું. એ ચિત્રને સુવર્ણપદક મળ્યું તું.
→ બૉમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક પ્રદર્શનમાં ચિત્ર રજૂ કરનાર પ્રથમ ગુજરાતી કલાકાર કલાગુરુ રવિશંકર રાવળ હતા.
→ ‘બિલ્વમંગળ ચિત્ર રાજપૂત શૈલીની ઢબે સપાટ રંગોમાં કરેલ હતું.
→ ઈ. ‘સ. 1924માં કલાગુરુ રવિશંકર રાવળે ‘કુમાર’ નામના માસિકનો પ્રારંભ કર્યો હતો. ‘કુમાર’ માસિકથી લોકોને કલાકારો અને તેમનાં ચિત્રોનો પરિચય થયો.
→ રવિશંકર રાવળે લોકોમાં કલાના સંસ્કાર આપ્યા અને કલા પ્રત્યે લોકોમાં રસવૃત્તિ અને જાગૃતિ કેળવી. તેમણે પોતાને ત્યાં ગુજરાત કલા સંઘની સ્થાપના કરીને યુવાપેઢીને મફત ચિત્રતાલીમ આપી હતી.
→ 12મી માર્ચ, 1922ના રોજ અમદાવાદની કોર્ટ(હાલમાં શાહીબાગમાં આવેલું સર્કિટ હાઉસ)માં ગાંધીજી અને શંકરલાલ બૅન્કર પર રાજદ્રોહના આરોપનો જે મુકદમો ચાલતો હતો તે ઐતિહાસિક ઘટના જોઈને રવિશંકર રાવળે તેનું શીધ્ર ચિત્ર દોર્યું હતું.
→ રાજા રવિવર્માનો જન્મ ઈ. સ. 1848માં કેરલ રાજ્યના કિલિમન્સુર ગામમાં એક રાજવી કુટુંબમાં થયો હતો.
→ રવિવમનો જન્મ કેરલના કિલિમનુર ગામમાં એક રાજવી કુટુંબમાં થયો હતો, તેથી તેઓ રાજા રવિવમ તરીકે ઓળખાયા.
→ રાજા રવિવમએિ શ્રી રામાસ્વામી નાયડુ, થિયોડોર જેન્સન અને રાજવી કુટુંબમાંથી આવતા યુરોપિયન મહેમાન કલાકારો પાસેથી કલાનું શિક્ષણ અને માર્ગદર્શન મેળવીને પોતાની આગવી ચિત્રશૈલી વિકસાવી હતી.
→ રાજા રવિવર્માનાં ચિત્રો વાસ્તવદર્શી હતાં; તેમનાં ચિત્રોમાં ભાવને બદલે ટનિકનું પ્રાધાન્ય વધારે હતું. વ્યક્તિચિત્રો તૈયાર કરવામાં તેમની સિદ્ધિ અનન્ય હતી.
→ રાજા રવિવમએિ પૌરાણિક ધર્મગ્રંથો અને સંસ્કૃત સાહિત્યમાં આલેખિતે પ્રસંગો તથા પાત્રોને કેન્દ્રમાં રાખીને તૈયાર કરેલાં દેવી સરસ્વતી, વિરાટનો દરબાર, ગંગા અવતરણ, ઉર્વશી, શકુંતલા, પોટેટ ઑફ લેડી વગેરે તૈલચિત્રો ખૂબ પ્રશંસા પામ્યાં હતાં.
→ રાજા રવિવર્માએ ઈ. સ. 1894માં મુંબઈમાં ઘાટકોપરમાં એક લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું. એ પ્રેસમાં છપાતાં હિંદુ દેવી-દેવતાઓનાં ચિત્રો તેની ઓછી (સામાન્ય) કિંમતને કારણે સામાન્ય લોકો પણ ખરીદી શકતા હતા.
→ રાજા રવિવમનેિ વડોદરાના સર મહારાજા સયાજીરાવ ગાયકવાડે અને ભાવનગરના રાજાએ નિમંત્રણ આપીને રાજવી કુટુંબનાં અને કેટલાંક પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યાં હતાં.
→ રાજા રવિવર્માનાં ચિત્રો ત્રિવેન્દ્રમના સંગ્રહાલયમાં, વડોદરાની ફતેહરાવ આર્ટ ગૅલરીમાં અને ભાવનગરના દરબારમાં સચવાયેલાં છે,
→ બ્રિટિશ સરકારે રાજા રવિવર્માને “કૈસરે હિંદ’નો ખિતાબ આપીને સમ્માન કર્યું હતું.
→ રાજા રવિવમાં કલાના રાજા અને દેશની અમૂલ્ય ધરોહર હતા.
→ કવિવર રવીન્દ્રનાથને તેમના ‘ગીતાંજલિ’ મહાકાવ્ય માટે નૉબેલ પારિતોષિકથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
→ કવિવર રવીન્દ્રનાથે શાંતિનિકેતનને સાહિત્ય, સંગીત, નૃત્ય, ચિત્ર વગેરે કલાઓનું સંગમતીર્થ બનાવ્યું હતું.
→ કવિવર રવીન્દ્રનાથ ટાગોરને આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મપિતામહ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેમણે ભારતીય અને પાશ્ચાત્ય કલા જેવી પરંપરાગત કલાની અસરમાંથી મુક્ત રહી પોતાની આગવી ચિત્રશૈલી વિકસાવી હતી.
→ રવીન્દ્રનાથ ટાગોરે 2000 કરતાં વધારે ચિત્રોનું સર્જન કર્યું છે. એ ચિત્રોમાં રેખાઓમાં ગતિ, રંગોમાં તાજગી અને નિરૂપમાં ભાવાત્મકતા જોવા મળે છે.
→ રવીન્દ્રનાથ ટાગોરનાં ચિત્રો શાંતિનિકેતનમાં, રવીન્દ્રભવનમાં અને દિલ્લીની નૅશનલ ગૅલરી ઑફ મોડર્ન આર્ટમાં સંગૃહીત છે.
→ રવીન્દ્રનાથ ટાગોરે ચિત્રક્લાની પદ્ધતિસર તાલીમ લીધી નહોતી. આમ છતાં, તેમની તીવ્ર સંવેદના અને અંત:પ્રેરણાએ તેમની સર્જનાત્મક અભિવ્યક્તિને પ્રેરક બળ પૂરું પાડ્યું હતું.
→ અવનીન્દ્રનાથ ટાગોરે ભારતીય મુઘલ તાંજોર, ચાઇનીઝ અને જાપાનીઝ ચિત્રશૈલીઓનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો.
→ અવનીન્દ્રનાથ ટાગોરે જાપાનીઝ વૉશ પદ્ધતિથી દોરેલા ચિત્રોમાં વાતાવરણની ગહનતા અને પાત્રોની ભાવવાહિતા ધબકતી જોવા મળે છે,
→ અવનીન્દ્રનાથ ટાગોરે ચિત્ર કળાના પ્રસાર માટે ‘બંગાળ સ્કૂલ ઑફ આર્ટ’ની સ્થાપના કરી હતી. તેમના સમયમાં ‘બંગાળ સ્કૂલ ઑફ આર્ટ’ નામની ચિત્રશૈલી અસ્તિત્વમાં આવી હતી.