Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Chapter 12 કર્ણ-કુતી સંવાદ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 11 Gujarati Textbook Solutions Chapter 12 કર્ણ-કુતી સંવાદ
Class 11 Gujarati Textbook Solutions Chapter 12 કર્ણ-કુતી સંવાદ Textbook Questions and Answers
કર્ણ-કુતી સંવાદ સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
સ્ત્રીઓએ કર્યું આવરણ ભેદવું કઠિન હોય છે?
ઉત્તરઃ
સ્ત્રીઓએ લજ્જાનું આવરણ ભેદવું કઠિન હોય છે.
પ્રશ્ન 2.
કુંતી જીવનને સંકુલ શાથી કહે છે?
ઉત્તર:
કુતી જીવનને સંકુલ કહે છે કેમ કે તેની એક આંખમાં છે અમૃત, બીજીમાં છે વિષ.
પ્રશ્ન 3.
વીરોને માટે કઈ બાબત કઠિન હોય છે?
ઉત્તરઃ
વીરોને માટે લોકાપવાદનું પડ ભેદવું કઠિન હોય છે.
પ્રશ્ન 4.
કર્ણ કોને અર્ધમૃત ગણાવે છે?
ઉત્તરઃ
સતીત્વ વિનાની નારી ને યશ વિનાના પુરુષને કર્ણ અર્ધમૃત ગણાવે છે.
2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
કુંતી કર્ણ પાસે શા માટે આવ્યાં હતાં? કણે તેનો શો પ્રત્યુત્તર આપ્યો?
ઉત્તરઃ
કુંતી કર્ણને પોતાના પક્ષે લેવા માટે આવ્યાં હતાં. કર્ણો તેનો પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે આટલાં વર્ષ મારા વિના ચાલ્યું, તો હવે મારો સંધ્યાસૂર્ય ડૂબી રહ્યો છે ત્યારે શું નહિ ચાલે?
પ્રશ્ન 2.
કુંતીમાતા પોતાને કર્ણના અપરાધી શા માટે સમજે છે?
ઉત્તરઃ
કુતીમાતાએ કર્ણને તેનો જન્મ પછી લજ્જાને કારણે નદીમાં વહેતો મૂક્યો હતો. અધિરથે તેને મોટો કર્યો હતો. આથી કુંતીમાતા પોતાને કર્ણના અપરાધી સમજે છે.
પ્રશ્ન 3.
કર્ણ કુંતીમાતા સાથે જવા શા માટે તૈયાર થતો નથી?
ઉત્તરઃ
કુતીમાતા કર્ણને લેવા બહુ મોડાં આવ્યાં. અધિરથે તેને મોટો કર્યો અને દુર્યોધને તેના પર વિશ્વાસ મૂક્યો. આથી કર્ણ કુંતીમાતા સાથે જવા તૈયાર નથી.
પ્રશ્ન 4.
કૃષ્ણને વારંવાર જન્મ ધારણ કરવાની ઇચ્છા શાથી થાય છે?
ઉત્તરઃ
કંસવધ કરી જ્યારે કૃષ્ણ માતાપિતાને બંધનમુક્ત કર્યા, ને દેવકીએ એમને છાતીસરસા ચાંપ્યા, તેવું સુખ સંસારમાં ફરી તેમને સાંપડ્યું નથી. નિર્વિષયી પ્રીતિનો રસ જ અલોકિક છે. તેથી કૃષ્ણને વારંવાર જન્મ ધારણ કરવાની ઇચ્છા થાય છે.
પ્રશ્ન 5.
ધર્મ વિશે શ્રીકૃષ્ણ કર્ણને શો બોધ આપે છે?
ઉત્તરઃ
ધર્મ વિશે શ્રીકૃષ્ણ કર્ણને બોધ આપતાં કહે છે કે ક્ષાત્રધર્મ કરતાંયે એક ઉચ્ચતર વસ્તુ છે – તે છે કશાય આવરણ, કશાયે અભિધાન વિનાનો માત્ર ધર્મ. તે ધર્મને જે જાણે છે, આચરે છે, તે ક્ષત્રિય છે.
3. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :
પ્રશ્ન 1.
નાટ્યખંડમાં રજૂ થયેલ કુંતી-કર્ણની મૂંઝવણ તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તરઃ
માતા કુંતી કર્ણને પોતાના પક્ષે લેવા આવે છે ત્યારે બંને વચ્ચે ધારદાર સંવાદો થાય છે. આ સંવાદોમાં કુંતીનો પુત્ર પ્રેમ અને કર્ણનો માતા પ્રત્યેનો આદર તો જોવા મળે છે, પરંતુ તેની સાથે બંનેની મૂંઝવણ પણ જોવા મળે છે.
કર્ણના જન્મ પછી કુંતીએ તેને નદીમાં વહેતો મૂક્યો અને અધિરથે તેને ઉછેરી મોટો કર્યો. તે માટે કુંતી લાચાર હતી. તે કહે છે તેમ સ્ત્રીઓ માટે લજ્જાનું આવરણ ભેદવું કઠિન છે. કુંતી કર્ણને પોતાની સાથે રાખીને જિવાડી શકી હોત, પણ કર્ણ જીવી શક્યો ન હોત.
તેનો ત્યાગ કરવામાં જ તે કર્ણનું જીવનદાન સમજી હતી.
કર્ણને માતા કુંતી પ્રત્યે આદર છે, પરંતુ એની પરવશતા તેને મૂંઝવે છે. કુંતીએ નદીમાં વહેતો મૂક્યો ત્યારે અધિરથ તેને પોતાને ઘેર લઈ ગયો અને મોટો કર્યો. તે ‘સારથિપુત્ર’ કહેવાયો. ક્ષત્રિય હોવા છતાં તે ક્ષત્રિય ન બની શક્યો. ‘સૂતપુત્રને નહિ વરું.” એમ કહી દ્રોપદીએ એનું અપમાન કર્યું.
કર્ણને ખબર છે કે દુયોંધનની નૌકા બંદરે પહોંચવાની નથી, તેમ છતાં પરવશતાને લીધે એણે દુર્યોધનની નૌકામાં પગ મૂક્યો છે. તે દુર્યોધન સાથે વિશ્વાસઘાત કરી નરકમાં પડવા ઇચ્છતો નથી.
આમ, કુંતી અને કર્ણને ધર્મની મર્યાદાએ મૂંઝવણમાં મૂકી દીધાં છે.
પ્રશ્ન 2.
કુંતીનું ચરિત્રચિત્રણ લખો.
ઉત્તરઃ
કુંતી પાંડવોની માતા છે, તેમ કર્ણની પણ માતા છે. કર્ણના જન્મ પછી લોકલજ્જાને કારણે તેને નદીમાં વહેતો મૂક્યો અને અધિરથે તેને ઉછેર્યો. કુંતી કહે છે કે કર્ણને તે મોટો કરી શકી નહિ તે માટે તે અપરાધી છે અને કર્ણ તેનું અપમાન કરે, અવમાનના કરે તેને માટે તે લાયક છે.
કર્ણને રંગભૂમિ પર કવચકુંડલે શોભતો જોઈને તેના સ્તન દૂધે ભરાય છે અને અર્જુનને પડકારતો જોઈને તેની છાતીનું પાણી સુકાઈ જાય છે. કુંતી ક્ષત્રિયાણી છે. તે કહે છે કે પીડિતો માટે મારા બધા પુત્રો ખપી જાય તો તો મારી છાતીમાં ગૌરવપ્રાણ ઊભરાવાના.
મારી આંખમાંથી એક આંસુ નહિ ખરે. કર્ણ શ્રોત્રિયોનો દાતા, રાજવીઓનો રક્ષક અને ધનુર્ધારીઓનો શિરોમણિ બની શક્યો તેનો કુંતીને આનંદ છે. કુંતીનું માતૃહૃદય કર્ણના મુખે “મા” સાંભળીને શાતા પામે છે.
આમ, કુંતી એક આદર્શ માતા અને વીર ક્ષત્રિયાણી છે.
પ્રશ્ન 3.
નાટ્યખંડમાં નિરૂપાયેલો માતૃપ્રેમ તમારા શબ્દોમાં લખો.
ઉત્તરઃ
કુંતી કેવળ પાંડવજનેતા નથી, તે કર્ણની પણ જનની છે. કર્ણ દુર્યોધનના પક્ષે છે. પાંડવો – કૌરવો વચ્ચે યુદ્ધ થવાનું હતું. માતા કુંતી કર્ણને પોતાના પક્ષે લેવા આવે છે. કર્ણના જન્મ પછી કુંતીએ લજ્જાને કારણે તેને નદીમાં વહેતો મૂક્યો હતો. કર્ણ સૂતના ઘરમાં ઉછર્યો તેથી તે ‘સૂતપુત્ર’ કહેવાયો.
કર્ણને પોતાની પાસે રાખીને પણ તે જિવાડી શકી ન હોત. તેથી કર્ણના ત્યાગમાં માતા કર્ણનું જીવનદાન સમજી હતી. કુંતીનું માતૃહૃદય કર્ણને રંગભૂમિ પર કવચકુંડલે શોભતો જોઈ હરખાય છે. અર્જુનને પડકારતો જોઈને માતા કુંતી દુઃખી થાય છે.
કુંતીનું માતૃહૃદય કર્ણના મુખે “મા” સાંભળીને શાતા પામે છે.
પ્રશ્ન 4.
કર્ણનું પાત્રાલેખન કરો.
ઉત્તર :
કર્ણ સૂર્યપુત્ર છે. કુંતી તેની જનેતા છે. તેના જન્મ પછી કુંતીએ લોકલાજને કારણે તેને નદીમાં વહેતો મૂકી દીધો હતો. અધિરથ તેને પોતાને ઘેર લઈ ગયો અને તેને મોટો કર્યો. આથી તે “સૂતપુત્ર’ પણ કહેવાય છે. તેને સૂર્ય તરફથી કવચકુંડલ મળેલાં હતાં, જે તેની રક્ષા કરતાં હતાં. માતા કુંતી તેને પોતાના (પાંડવોના) પક્ષે લેવા આવે છે ત્યારે કર્ણ માને સ્પષ્ટ સંભળાવી દઈને તેનું અપમાન કરે છે.
તેને માતા કુંતી પ્રત્યે આદર છે તેથી જ તે “જીવન સંકુલ જ છે મા’ એમ કહી સંબોધે છે. કર્ણને ખબર છે કે દુર્યોધનની નૌકા બંદરે પહોંચવાની નથી, છતાં તે દુર્યોધનનો પક્ષ છોડવા તૈયાર નથી. દુર્યોધને તેના કપરા સમયે કર્ણનો હાથ ઝાલ્યો હતો, તેથી દુર્યોધનને ત્યજીને તે વિશ્વાસઘાત કરવા માગતો નથી. તે પોતાનો ક્ષાત્રધર્મ તજવા માગતો નથી.
તે કહે છે કે સતીત્વ વિનાની નારી ને યશ વિનાનો પુરુષ, બંને અર્ધમૃત છે. માતા કુંતી તરફનો આદર અને ભ્રાતૃપ્રેમ તેના છેલ્લા વિધાનમાં છે. તે કુંતીને માથું નમાવી કહે છે, “મા! વિજય તો તમારો જ થશે, પણ પાંડવો પાંચના પાંચ રહેશે, અર્જુન હણાશે તો હું, અને હું હણાઈશ તો અર્જુન.’
પ્રશ્ન 5.
કર્ણની લાચારી તથા દુર્યોધન પ્રત્યેની વફાદારીની ચર્ચા પાઠને આધારે કરો.
ઉત્તરઃ
કુંતીએ કર્ણને તેના જન્મ પછી નદીમાં વહેતો મૂકી દીધો હતો. અધિરથે. તેને ઉછેરી મોટો કર્યો હતો. આથી તે ‘સૂતપુત્ર’ કહેવાયો. પોતે ક્ષત્રિય હોવા છતાં દ્રોપદી સ્વયંવર વખતે “સૂતપુત્રને નહિ વરુ એમ કહી દ્રોપદીએ તેનું અપમાન કર્યું હતું. તેને આવું સાંભળવું પડ્યું તેમાં તેની લાચારી છે.
બીજા જ્યારે અવગણના કરતા હતા તેવા કપરા સમયે દુર્યોધને તેનો હાથ ઝાલ્યો હતો. દુર્યોધનને ભીખ, દ્રોણ, કૃપાચાર્ય કરતાં કર્ણ પર વધુ વિશ્વાસ હતો. આથી કર્ણને ખબર હતી કે દુર્યોધનની નૌકા બંદરે પહોંચવાની નથી, તેમ છતાં તે દુર્યોધનનો સાથ છોડતો નથી. તેમાં તેની દુર્યોધન પ્રત્યેની વફાદારી છે.
Std 11 Gujarati Textbook Solutions Chapter 12 કર્ણ-કુતી સંવાદ Additional Important Questions and Answers
કર્ણ-કુતી સંવાદ પ્રસ્નોત્તર
1. નીચેના પ્રશ્નોના બે – ત્રણ વાક્યોમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
કર્ણ પોતે જયેષ્ઠ પાંડવ છે તે કોને ન કહેવા વિનંતી કરે છે? કેમ?
ઉત્તરઃ
કર્ણ પોતે જ્યેષ્ઠ પાંડવ છે તે વાત ધર્મરાજ યુધિષ્ઠિરને અને ગાંડિવધન્વા અર્જુનને ન કહેવા વિનંતી કરે છે. ધર્મરાજ જાણશે તો યુદ્ધારંભ જ નહિ કરે. અર્જુન જાણશે તો તેની બંધુપ્રીતિ ને સોહાર્દ તેને ગાંડિવની પણછને પૂરી ખેંચવા દેશે નહિ.
2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
કર્ણ ગંગાકિનારે રેતીના પટમાં ઊભોઊભો શું કરે છે?
ઉત્તરઃ
કર્ણ ગંગાકિનારે રેતીના પટમાં પૂર્વાભિમુખ ઊભોઊભો જપ કરે છે.
પ્રશ્ન 2.
રેતીના પટમાં શ્રીકૃષ્ણ કયા વેશે ઊભા છે?
ઉત્તરઃ
રેતીના પટમાં શ્રીકૃષ્ણ અનુચરવેશે ઊભા છે.
પ્રશ્ન 3.
રંગભૂમિ પર કર્ણ શાનાથી શોભતો હતો?
ઉત્તરઃ
રંગભૂમિ પર કર્ણ કવચકુંડલથી શોભતો હતો.
પ્રશ્ન 4.
ક્ષત્રિયાણીઓ પુત્રોને શા માટે જન્મ આપે છે?
ઉત્તરઃ
ક્ષત્રિયાણીઓ આર્ન(પીડિત)નું રક્ષણ કરવા માટે પુત્રોને જન્મ આપે છે.
પ્રશ્ન 5.
કર્ણને ક્યારે ખબર પડી કે દુર્યોધનની નૌકા ડૂબવાની છે?
ઉત્તરઃ
મંત્રણાગૃહમાં શ્રીકૃષ્ણનું સ્વરૂપ જોયા પછી કર્ણને ખબર પડી કે દુર્યોધનની નૌકા ડૂબવાની છે.
પ્રશ્ન 6.
શ્રીકૃષ્ણ કોને દુર્લભ દશ્ય કહે છે?
ઉત્તરઃ
શ્રીકૃષ્ણ જનની અને સંતાનના મિલનને દુર્લભ દશ્ય કહે છે.
પ્રશ્ન 7.
શ્રીકૃષ્ણને કેવું સુખ સંસારમાં ફરી સાંપડ્યું નથી?
ઉત્તરઃ
કંસવધ કરી જ્યારે તેમણે માતાપિતાને બંધનમુક્ત કર્યા, ને દેવકીએ એમને છાતીસરસા ચાંપ્યા, તેવું સુખ શ્રીકૃષ્ણને સંસારમાં ફરી સાંપડ્યું નથી.
પ્રશ્ન 8.
કર્ણના કહેવા પ્રમાણે ધર્મરાજનું અંતઃકરણ કેવું છે?
ઉત્તરઃ
કર્ણના કહેવા પ્રમાણે ધર્મરાજનું અંતઃકરણ કમળ જેવું કોમળ છે.
પ્રશ્ન 9.
“કર્ણ – કુંતી સંવાદ’ ગદ્યમાં શ્રીકૃષ્ણ માટે કયો શબ્દ વપરાયો છે?
ઉત્તરઃ
‘કર્ણ – કુંતી સંવાદ’ ગદ્યમાં શ્રીકૃષ્ણ માટે યાદવશ્રેષ્ઠ શબ્દ વપરાયો છે.
પ્રશ્ન 10.
કર્ણ કુંતીને પાંડવો પાંચના પાંચ રહેશે” એમ કેમ કહે છે?
ઉત્તરઃ
કર્ણ કુંતીને પાંડવો પાંચના પાંચ રહેશે” એમ કહે છે કારણ કે તે જ્યેષ્ઠ પાંડવ છે તેથી અર્જુન હણાશે તો તે, અને તે હણાશે તો અર્જુન રહેશે.
3. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
કર્ણ – કુંતી સંવાદ નાટ્યખંડના લેખકનું નામ જણાવો.
(a) રમણલાલ વ. દેસાઈ
(b) મોહનલાલ પટેલ
(c) જનક ત્રિવેદી
(d) મનુભાઈ પંચોલી
ઉત્તરઃ
(d) મનુભાઈ પંચોલી
પ્રશ્ન 2.
કર્ણ – કુંતી સંવાદનો સાહિત્યપ્રકાર જણાવો.
(a) આત્મકથા – ખંડ
(b) આખ્યાન – ખંડ
(c) નાટ્યખંડ
(d) નવલિકા
ઉત્તરઃ
(c) નાટ્યખંડ
પ્રશ્ન 3.
‘દર્શક’ કોનું ઉપનામ છે?
(a) મનુભાઈ પંચોલીનું
(b) પન્નાલાલ પટેલનું
(c) મોહમ્મદ માંકડનું
(d) ચંદ્રકાન્ત મહેતાનું
ઉત્તરઃ
(a) મનુભાઈ પંચોલીનું
પ્રશ્ન 4.
કર્ણ – કુંતી સંવાદ કઈ નાટ્યકૃતિનો નાટ્યખંડ છે?
(a) અંતિમ અધ્યાય
(b) પરિત્રાણ
(c) જલિયાંવાલા
(1) દીપનિર્વાણ
ઉત્તરઃ
(b) પરિત્રાણ
પ્રશ્ન 5.
‘દર્શક’ને કઈ નવલકથા માટે ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર મળ્યો છે?
(a) ઝેર તો પીધાં છે જાણી જાણી
(b) દીપનિર્વાણ
(c) સૉક્રેટીસ
(d) પરિત્રાણ
ઉત્તરઃ
(a) ઝેર તો પીધાં છે જાણી જાણી
કર્ણ-કુતી સંવાદ વ્યાકરણ Vyakaran
1. નીચેનાં વાક્યો ભાષાની દષ્ટિએ સુધારીને ફરીથી લખો:
(1) મને સૂર્યદેવે સંકેત કરી જ છે.
(2) બેટા યુધિષ્ઠિર તારું છાત્ર ધરશે.
(3) તેના એક આંખમાં અમ્રત છે.
(4) ફોઈની અનુચર થવાની ક્યાથી મળે.
ઉત્તરઃ
(1) મને સુર્યદેવે સંકેત કર્યા જ છે.
(2) બેટા! યુધિષ્ઠિર તને છત્ર ધરશે.
(3) તેની એક આંખમાં અમૃત છે.
(4) ફોઈના અનુચર થવાનું ક્યાંથી મળે?
2. નીચેનાં વાક્યોમાંથી પ્રત્યય શોધીને લખો:
- હું તો છની આશાએ આવી હતી.
- જનની અને સંતાનના મિલન જેવું દુર્લભ દશ્ય સ્વર્ગમાંય નથી.
- આ વિશ્વાસઘાત કરું તો કયા નરકમાં પડું?
- એ નૌકા બંદરે પહોંચવાની નથી.
ઉત્તરઃ
- ની, એ
- ના, માંય
- માં
- એ, ની
3. નીચે આપેલાં રૂઢિપ્રયોગોનો અર્થ આપી, વાક્યમાં પ્રયોગ કરો:
(1) આંખ ઠરવી – ગમવું, પસંદ પડવું
વાક્ય બગીચાનું કુદરતી સૌંદર્ય જોઈને મારી આંખ ઠરી.
(2) જીવ ત્રાજવે તોળાવો – જીવ જોખમમાં મુકાવો
વાક્યઃ મારા પુત્રનો જીવ ત્રાજવે તોળાઈ રહ્યો છે અને તમને મજાક સૂઝે છે!
(3) હાથ ઝાલવો – મદદ કરવી
વાક્ય : કપરા સમયે હાથ ઝાલે તે જ સાચો સગો.
4. નીચે “અ” વિભાગમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો બ” વિભાગમાંથી શોધીને લખો:
“અ” વિભાગ – “બ” વિભાગ
(1) અવમાન – હલકું, ઊતરતું
(2) વાટ – શાંતિ, નિરાંત
(3) પિશુન – અપમાન, અવગણના
(4) હીન – અદ્ભુત, દિવ્ય
(5) અલૌકિક – રાહ, પ્રતીક્ષા
(6) શાતા – કઠોર, નીચ
ઉત્તર :
(1) અવમાન – અપમાન, અવગણના
(2) વાટ – રાહ, પ્રતીક્ષા
(3) પિશુન – કઠોર, નીચ
(4) હીન – હલકું, ઊતરતું
(5) અલૌકિક – અદ્ભુત, દિવ્યા
(6) શાતા – શાંતિ, નિરાંત
5. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખોઃ
- અમૃત
- સંકુલ
- અલૌકિક
- યશ
- દુર્લભ
- પૂર્વ
- ઉત્તર
- સંધ્યા
- રક્ષણ
- પ્રસન્ન
ઉત્તરઃ
- અમૃત ✗ વિષ
- સંકુલ ✗ સરળ
- અલૌકિક ✗ લૌકિક
- યશ ✗ અપયશ
- દુર્લભ ✗ સુલભ
- પૂર્વ ✗ પશ્ચિમ
- ઉત્તર ✗ દક્ષિણ
- સંધ્યા ✗ ઉષા
- રક્ષણ ✗ ભક્ષણ
- પ્રસન્ન ✗ ખિન્ન
6. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો:
- અધીકારી
- કુલદ્દેશી
- આતંત્રણ
- શ્રોતય
- સીરોમણી
- અર્ધમ્રત
- મંત્રણાગ્રહ
- શ્રેષ્ઠત્તર
- કિરિટ
- પ્રતિસ્પધી
ઉત્તરઃ
- અધિકારી
- કુલષી
- આર્નત્રાણ
- શ્રોત્રિય
- શિરોમણિ
- અર્ધમૃત
- મંત્રણાગૃહ
- શ્રેષ્ઠતર
- કિરીટ
- પ્રતિસ્પર્ધા
7. નીચેના શબ્દોની સંધિ છૂટી પાડોઃ
- પૂર્વાભિમુખ
- લોકાપવાદ
- દુર્લભ
- યુદ્ધારંભ
- તમસાવૃત્ત
ઉત્તરઃ
- પૂર્વાભિમુખ = પૂર્વ + અભિમુખ
- લોકાપવાદ = લોક + અપવાદ
- દુર્લભ = દુઃ+ લભ
- યુદ્ધારંભ = યુદ્ધ + આરંભ
- તમસાવૃત્ત = તમન્ + આવૃત્ત
8. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ
- સૂર્યકિરણ – તપુરુષ સમાસ
- રાધાપુત્ર – તપુરુષ સમાસ
- પાંડવજનેતા – તપુરુષ સમાસ
- સંધ્યા સૂર્ય – મધ્યમપદલોપી સમાસ
- કવચકુંડલ – હન્દુ સમાસ
- કુલદ્વેષી – તપુરુષ સમાસ
- તમસાવૃત્ત – તપુરુષ સમાસ
- જીવનદાન – તપુરુષ સમાસ
- મંત્રણાગૃહ – મધ્યમપદલોપી સમાસ
- કમલકોમલ – કર્મધારય સમાસ
- યાદવશ્રેષ્ઠ – તપુરુષ સમાસ
- યુધિષ્ઠિર – તપુરુષ સમાસ
- ક્ષાત્રધર્મ – તપુરુષ સમાસ
- સ્વામીનિષ્ઠા – તપુરુષ સમાસ
- બંધુપ્રીતિ – તપુરુષ સમાસ
ઉત્તરઃ
- સૂર્યકિરણ – તપુરુષ સમાસ
- રાધાપુત્ર – તપુરુષ સમાસ
- પાંડવજનેતા – તપુરુષ સમાસ
- સંધ્યા સૂર્ય – મધ્યમપદલોપી સમાસ
- કવચકુંડલ – હન્દુ સમાસ
- કુલદ્વેષી – તપુરુષ સમાસ
- તમસાવૃત્ત – તપુરુષ સમાસ
- જીવનદાન – તપુરુષ સમાસ
- મંત્રણાગૃહ – મધ્યમપદલોપી સમાસ
- કમલકોમલ – કર્મધારય સમાસ
- યાદવશ્રેષ્ઠ – તપુરુષ સમાસ
- યુધિષ્ઠિર – તપુરુષ સમાસ
- ક્ષાત્રધર્મ – તપુરુષ સમાસ
- સ્વામીનિષ્ઠા – તપુરુષ સમાસ
- બંધુપ્રીતિ – તપુરુષ સમાસ
કર્ણ-કુતી સંવાદ Summary in Gujarati
કર્ણ – કુતી સંવાદ પ્રાસ્તાવિક
મનુભાઈ પંચોલી (જન્મ: 1914 મૃત્યુ 2001).
મહાભારતના વિષયવસ્તુ પરથી મનુભાઈ પંચોલીએ લખેલ ત્રિઅંકી નાટ્યકૃતિ ‘પરિત્રાણ’નો આ નાટ્યખંડ છે. અહીં કર્ણ – કુંતીના ધારદાર સંવાદો છે. કર્ણ – કુંતી માતા – પુત્ર છે. આ નાટ્યખંડમાં કુંતીનો માતૃપ્રેમ અને લાચારી તેમજ કર્ણનો માતા પ્રત્યેનો આદર અને પરવશતાનું સુંદર નિરૂપણ છે. કૃષ્ણના અનુચરકાર્ય સાથે કર્ણની દુયોંધન સાથેની મૈત્રી, વફાદારી વગેરે પણ અસરકારક રીતે રજૂ થયાં છે.
આ નાટક શાળાના સભાખંડમાં ભજવવું ગમે તેવું છે.
કર્ણ – કુતી સંવાદ શબ્દાર્થ
- પૂર્વાભિમુખ – પૂર્વ તરફના મોંનુ.
- ઉત્તરીય – અંગવસ્ત્ર, ખેસ.
- અનુચર – પાછળ ચાલનારો, ચાકર, દાસ.
- પૂઠે – પાછળ.
- વસુષેણ – કર્ણનું બીજું નામ.
- વાટ – રાહ, પ્રતીક્ષા.
- અવરુદ્ધ કંઠે – રૂંધાયેલા કંઠે.
- અધિરથ – કર્ણના પાલક પિતાનું નામ.
- આવરણ – આચ્છાદન, પડદો.
- અવમાન – અપમાન, અવગણના.
- દુઃસાધ્ય – કરવું મુશ્કેલ.
- પૃષ્ઠ 52] કવચ – બખ્તર.
- પાધરું આડુંઅવળું નહિ પણ સીધું, અનુકૂળ.
- કુલષી – કુળની ઈર્ષા કરનાર.
- અઘોરકર્મી – ઘાતકી કર્મો કરનાર.
- આર્તવ્રાણ – પીડિતનું રક્ષણ.
- ખપી જવું – યુદ્ધમાં કામ આવવું, મરી જવું.
- પિશુન – કઠોર, નીચ.
- સૂત – સારથિ. હીન – હલકું, ઊતરતું.
- લઘુતાભાવ – પોતે
- લઘુ – નાનું કે ઊતરતું છે, એવી મનમાં ગાંઠ વળે તે ભાવ, ઈન્ફિરિયોરિટી કૉપ્લેક્સ.
- ગ્રસી લીધો – પકડી લીધો.
- તમસાવૃત્ત – અંધકારથી વીંટળાયેલું. તમસ અંધકાર.
- સહસ્ત્ર – હજાર.
- શ્રોત્રિય – વેદ ભણેલો, વેદાભ્યાસી બ્રાહ્મણ.
- શિરોમણિ – મુખ્ય, શ્રેષ્ઠ, નાયક.
- સંકુલ – અવ્યવસ્થિત, ગૂંચવાયેલું.
- શાતા – શાંતિ, ટાઢક, નિરાંત.
- વેદના – પીડા.
- છત્ર ધરવું – (રાજચિહ્ન તરીકે) છત્રને માથા
- ઉપર રાખવું – બીજાને ઓઢાડવું.
- ચામર ઢોળવી – (દેવ કે રાજા જેવા મોટા માણસ આગળ) ચમરી ફેરવવી, પંખા પેઠે આસપાસ વીંઝવી.
- લોકાપવાદ – વગોવણી.
- સતીત્વ – પતિવ્રતાપણું.
- યશ – કીર્તિ.
- બંદર – દરિયા કે નદીને કિનારે આવેલું વહાણોની આવજા થઈ શકે તેવું સ્થાન.
- પ્રયાણ – જવું – ચાલવા માંડવું તે, પ્રસ્થાન.
- વિશ્વાસઘાત – કોઈએ મૂકેલો વિશ્વાસ તોડવો તે, વિશ્વાસ આપીને અવળું કરવું તે.
- યાદવશ્રેષ્ઠ – યાદવોમાં શ્રેષ્ઠ, કૃષ્ણ.
- અગ્રણી – આગેવાન.
- ખિન્ન – દિલગીર, ગમગીન.
- દુર્લભ – મળવું મુશ્કેલ.
- નિર્વિષયી – કામવાસના વગરનો.
- અલૌકિક – અસામાન્ય, અદ્ભુત, દિવ્ય.
- મૃત્યુલોક – પૃથ્વી,
- ક્ષાત્રધર્મ – ક્ષત્રિયોનો ધર્મ.
- અભિધાન – નામ, ઉપનામ.
- અભીષ્ટ – ઇચ્છેલું, મનગમતું.
- જ્યેષ્ઠ – મોટું, વડું. ધર્મરાજ યુધિષ્ઠિર.
- ગાંડિવધન્વા કિરીટી – અર્જુન.
- સૌહાર્દ – મિત્રતા.
- પણછ – ધનુષની દોરી.
- પ્રતિસ્પર્ધી – હરીફ.
- યુયુત્સા – યુદ્ધ કરવાની ઈચ્છા.
- અંતઃસ્ત્રવા – અંદર વહેનાર.
- આલિંગન દેવું – ભેટવું.