Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Chapter 2 ખરી મા Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 11 Gujarati Textbook Solutions Chapter 2 ખરી મા
Class 11 Gujarati Textbook Solutions Chapter 2 ખરી મા Textbook Questions and Answers
ખરી મા સ્વાધ્યાય
1. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
નવી સ્ત્રી ઘરમાં જોયા પછી કુસુમાયુધે તેને પ્રથમ શો પ્રશ્ન પૂછ્યો?
ઉત્તરઃ
નવી સ્ત્રી ઘરમાં જોયા પછી કુસુમાયુધે તેને પ્રથમ પ્રશ્ન પૂક્યો: ‘તમે અહીં રહેશો કે જતાં રહેશો?”
પ્રશ્ન 2.
નવી સ્ત્રીને કુસુમાયુધ કયું સંબોધન કરે છે?
ઉત્તરઃ
નવી સ્ત્રીને કુસુમાયુધ બહેન’ સંબોધન કરે છે.
પ્રશ્ન 3.
આ પાઠમાં ‘ભાડૂતી’ શબ્દ કોના કોના માટે વપરાયો છે?
ઉત્તર:
“ખરી મા’ પાઠમાં ‘ભાડૂતી’ શબ્દ ઘરના નોકર અને ડૉક્ટર માટે વપરાયો છે.
પ્રશ્ન 4.
બીમાર કુસુમાયુધનું કયું વાક્ય નવી માનું હૃદય ચીરી નાખે છે?
ઉત્તર:
“હા, પણ હું તો મારી ખરી માને બોલાવું છું.” બીમાર કુસુમાયુધનું આ વાક્ય નવી માનું હૃદય ચીરી નાખે છે.
2. નીચેના દરેક પ્રશ્નનો બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
માની ગેરહાજરી વિશે કુસુમાયુધને નાનપણમાં કેવા કેવા જવાબો મળતા ?
ઉત્તરઃ
“મા ક્યાં ગઈ?’ એ પ્રશ્ન કુસુમાયુધના હૃદયમાં સતત રમ્યા કરતો હતો. કોઈ કહેતું: ‘એ તો પ્રભુના ધામમાં ગઈ.’ કોઈ કહેતું: ‘મામાને ઘેર ગઈ.’ કોઈ કહે : “એ તો જાત્રા કરવા ગઈ છે.” નોકર કહેતો : ‘એ તો મરી ગઈ.’
પ્રશ્ન 2.
કુસુમાયુધ માની શોધખોળ કેવી રીતે કર્યા કરતો હતો ?
ઉત્તરઃ
કુસુમાયુધ માના વિશે પ્રશ્ન પૂછતો. માનું મુખ કોઈ પણ દેખાવડી યુવતીમાં જોવા તે મથતો. માના સરખું લૂગડું પહેર્યું હોય એવી સ્ત્રીને તે ધારીધારીને જોતો. એવી કોઈ સ્ત્રી મળવા આવી હોય તેને ઘરમાં રહેવા આગ્રહ કરતો. આમ, તે માની શોધખોળ કર્યા કરતો.
પ્રશ્ન 3.
નવી મા કુસુમાયુધને કેવી કેવી ભલામણો કરતી?
ઉત્તરઃ
નવી મા કુસુમાયુધને તે સુખી અને સારો થાય તે માટે બે કરતાં વધારે રોટલી ન ખવાય.” “બહુ દોડવું નહિ.” “ચીસ પાડીને બોલાય જ નહીં.” જેવી ભલામણો કરતી.
પ્રશ્ન 4.
નવી સ્ત્રીએ પોતે જ ખરી મા’ બનવા શું કર્યું?
ઉત્તરઃ
નવી સ્ત્રી પોતે જ “ખરી મા’ બનવા જૂઠું બોલી, “મેં ક્યારે તને ‘તમે’ કહીને બોલાવ્યો?” તેણે બાળકના મુખ ઉપર પહેલું ચુંબન લીધું. બાળકને તેણે છાતીસરસો લીધો અને તેની સાથે સૂઈ ગઈ.
3. નીચેના પ્રશ્નનોના સવિસ્તર ઉત્તર લખો :
પ્રશ્ન 1.
“બાળકની બુદ્ધિ મોટાંને તાવે છે’ – આ વાક્ય પાઠને આધારે સમજાવો.
ઉત્તરઃ
કુસુમાયુધ તેનાં માતા-પિતાનો લાડકવાયો દીકરો હતો, પરંતુ માતા તેને ચાર વર્ષનો મૂકીને સ્વર્ગવાસી થઈ. ‘મા ક્યાં ગઈ?” એ પ્રશ્ન કુસુમાયુધના મનમાં સતત રમ્યા કરતો. તે પ્રશ્ન પૂછતો અને એના તેને અનેક ઉત્તર મળતા. ફરિયાદ કરી કરી થાકેલા કુસુમાયુધે પ્રશ્નો બદલ્યા: ‘પણ પાછી તો આવશે જ ને?’ પણ મને લીધા વગર એ કેમ ગઈ ?’ વગેરે.
એકાએક તેણે સુંદર મુખવાળી કોઈ સ્ત્રી ઘરમાં જોઈ. બીજી સ્ત્રીઓ આવીને જતી રહેતી. પરંતુ આ સ્ત્રીએ તેને પાસે બોલાવ્યો. તેણે બે-ત્રણ પેટીઓ પોતાના સુવાના ઓરડામાં ગોઠવાવી, તે ઉપરથી એને લાગ્યું કે આ સ્ત્રી બહુ ઝડપથી નાસી નહિ જાય. કુસુમાયુધે આ સ્ત્રીને અનેક પ્રશ્નો પૂછ્યા.
પેલી સ્ત્રીએ જ્યારે કહ્યું કે હું તમારી મા થાઉં.” ત્યારે કુસુમાયુધના મનમાં અનેક વિચારો આવી ગયા. તેને એમ જ થયું કે માની કોટે બાઝી પડું, પરંતુ તે એવી ચેષ્ટા કરી શક્યો નહીં. પેલી સ્ત્રીએ કહ્યું કે હું તમારી ખરી મા થાઉં હોં!’
ત્યારે કુસુમાયુધે પ્રશ્ન કર્યો કે ‘ત્યારે તમે મને ‘તું’ કહીને કેમ બોલાવતાં નથી?” “અને હું તમને શું કહું?” “બહેન કહેજો.’ ઉત્તર સાંભળીને કુસુમાયુધ હતાશ થયો. એ તેની ખરી મા નહોતી.
આમ, બાળકના એક પછી એક પ્રશ્નોમાં તેની બુદ્ધિ મોટાંને તાવે છે, તેમને મૂંઝવી નાખે છે.
પ્રશ્ન 2.
“ખરી મા’ શીર્ષકની યથાર્થતા ચર્ચો.
ઉત્તરઃ
“ખરી મા’ વાર્તામાં વાત અપરમાની છે. કુસુમાયુધના પિતાએ પત્નીના અવસાન પછી ફરી લગ્ન કર્યા ત્યારે તેણે પરણવા તૈયાર થયેલી સ્ત્રીને ગત પત્નીના પુત્રને પોતાના પુત્ર તરીકે ઉછેરવો પડશે તેમ કહી દીધું હતું. યુવતીએ તે ઉત્સાહપૂર્વક કબૂલ કર્યું હતું.
ઘરમાં આવતાની સાથે જ તે સ્ત્રીએ માતૃભાવભૂખ્યા કુસુમાયુધને પોતાના જ પુત્રની માફક ઉછેરવાનો પ્રામાણિક પ્રયત્ન આદર્યો હતો.
કુસુમાયુધ પહેલે દિવસથી આ યુવતીની કપરી પરીક્ષા લેતો હતો. અપરમા તેને ‘તું’ને બદલે ‘તમે કહેતી. તેણે કુસુમાયુધને પોતાને ‘બહેન’ કહી બોલાવવા કહ્યું. બાળક કુસુમાયુધ આજ્ઞાધારક થઈ ગયો. તે અપરમાની બધી આજ્ઞાઓ અનુસરતો થઈ ગયો.
માતૃભાવની ઝંખના કરતો કુસુમાયુધ દિવસે દિવસે સુકાવા લાગ્યો. દવા અને કાળજી છતાં તે ખરેખર માંદો પડ્યો. તેને સખત તાવ આવ્યો. રાત્રિના એકાન્તમાં એ લવી ઊઠ્યો “મા!” “ઓ દીકરા ‘ એમ જીભે આવેલા શબ્દ માતાએ ઉચ્ચાર્યા નહીં. તેને જરા શરમ આવી.
તેણે માત્ર એટલું જ પૂછ્યું : ‘કેમ ભાઈ ! શું છે?’ બાળકે કહ્યું હું તો મારી ખરી માને બોલાવું છું.” “ખરી મા મને “તું” કહેતી હતી.” “પણ મારી ખરી મા તો મરી ગઈ છે ને !’ છેવટે અપરમા ખરી મા બની ગઈ. તેણે બાળકના મુખ ઉપર ચુંબન લીધું.
બાળકની નાની પલંગડીમાં તે સૂઈ ગઈ અને બાળકને છાતીસરસો લીધો. ખરી માને બાઝીને કુસુમાયુધ ગાઢ નિદ્રામાં પડ્યો.
આમ, સાચા નિર્મળ માતૃપ્રેમની પ્રતીતિ કરાવતી આ વાર્તાનું ‘ખરી મા’ શીર્ષક યથાર્થ છે.
પ્રશ્ન 3.
નવી માં શરૂઆતમાં બાળકની કેવી કેવી કાળજી લે છે? અંતે ખરી મા બનવા તેણે શું કર્યું?
ઉત્તર :
માતૃભાવભૂખ્યા કુસુમાયુધને પોતાના જ પુત્રની માફક ઉછેરવાનો નવી મા શરૂઆતમાં પ્રામાણિક પ્રયત્ન કરે છે. તે સવારે ધીમેથી બાળકને જગાડે છે. તેના માથામાં ધુપેલ નાખી તેના વાળ ઓળે છે. તેના ખાવાપીવાની કાળજી રાખે છે. તેને જરૂરી સૂચનાઓ પણ આપે છે.
બાળક માતાની આજ્ઞાનું પાલન કરે છે. આકાશમાં ઊડતું કલ્લોલતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની જાય અને જે સ્થિતિ અનુભવે તે સ્થિતિ કુસુમાયુધની થઈ. તેનું શરીર સુકાતું ગયું.
બાળક કુસુમાયુધ માંદો પડ્યો. રાત્રિના એકાન્તમાં તેણે ચીસ પાડી : ‘ઓ મા !” માતાએ પૂછ્યું કેમ ભાઈ ! શું છે?” “હા, પણ હું તો મારી ખરી માને બોલાવું છું.’ “ખરી મા મને “તું” કહેતી હતી, “તમે” નહિ.” “મારી ખરી મા તો મરી ગઈ છે ને?”
આવા પ્રશ્નો સાંભળીને અપરમા ખરી મા બની ગઈ. તેણે બાળકના મુખ ઉપર પહેલું ચુંબન લીધું. તેના હૃદયમાં માતૃત્વનો પાતાળકૂવો ફૂટી નીકળ્યો.
તે બાળકને છાતીસરસો લઈને તેની સાથે સૂઈ ગઈ. ખરી માને બાઝીને બાળક કુસુમાયુધ ગાઢ નિદ્રામાં પડ્યો. આજે તે માની અમૃતભરી સોડ પામ્યો હતો.
Std 11 Gujarati Textbook Solutions Chapter 2 ખરી મા Additional Important Questions and Answers
ખરી મા પ્રશ્નોત્તર
1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1.
કુસુમાયુધની માતા તેને કેટલા વર્ષનો મૂકી સ્વર્ગવાસી થઈ હતી?
ઉત્તરઃ
કુસુમાયુધની માતા તેને ચાર વર્ષનો મૂકી સ્વર્ગવાસી થઈ હતી.
પ્રશ્ન 2.
માતાના અવસાન પછી કુસુમાયુધના હૃદયમાં કયો પ્રશ્ન સતત રમ્યા કરતો હતો?
ઉત્તરઃ
માતાના અવસાન પછી કુસુમાયુધના હૃદયમાં “મા ક્યાં ગઈ?” એ પ્રશ્ન સતત રમ્યા કરતો હતો.
પ્રશ્ન 3.
એક વર્ષ સુધી ફરિયાદ કરી કરી થાકેલા કુસુમાયુધે ક્યો પ્રશ્ન બદલ્યો?
ઉત્તરઃ
એક વર્ષ સુધી ફરિયાદ કરી કરી થાકેલા કુસુમાયુધે પ્રશ્ન બદલ્યો: ‘પણ પાછી તો આવશે જ ને?”
પ્રશ્ન 4.
નવી સ્ત્રીએ કુસુમાયુધને સામો શો પ્રશ્ન કર્યો?
ઉત્તરઃ
નવી સ્ત્રીએ કુસુમાયુધને સામો પ્રશ્ન કર્યો: ‘તમને શું ગમશે? હું રહું તે કે જાઉં તે?”
પ્રશ્ન 5.
“હું તમારી મા થાઉં.’ જવાબ સાંભળ્યા પછી કુસુમાયુધને શી ઈચ્છા થઈ આવી?
ઉત્તરઃ
હુ તમારી મા થાઉં.’ જવાબ સાંભળ્યા પછી કુસુમાયુધને એમ જ થયું કે માની કોટે બાઝી પડું.
પ્રશ્ન 6.
“મા” કે “બા” શબ્દ સાંભળવાની નવી સ્ત્રીની તૈયારી કેમ નહોતી?
ઉત્તરઃ
“મા” કે “બા” શબ્દ સાંભળવાની નવી સ્ત્રીની તૈયારી નહોતી, કારણ કે પત્ની તરીકેના કંઈકંઈ કોડ તેને પૂરવાના હતા; ‘મા’ કે ‘બા’ શબ્દ તેને બહુ ઘરડો પડે એમ તેને લાગ્યું.
પ્રશ્ન 7.
કુસુમાયુધના પિતાને શી ખાતરી થઈ?
ઉત્તર :
કુસુમાયુધના પિતાને ખાતરી થઈ કે મા (નવી) પોતાની ફરજ બરાબર બજાવે છે.
પ્રશ્ન 8.
“મરી જવાય તો શું ખોટું? પ્રશ્ન બાળકના હૃદયમાં કેમ થયો?
ઉત્તરઃ
‘મરી જવાય તો શું ખોટું?” પ્રશ્ન બાળકના હૃદયમાં થયો, કારણ કે હું પણ મરી જાઉં તો માને મળાય એવો તર્ક તેને પ્રમાણરૂપ લાગ્યો.
પ્રશ્ન 9.
કુસુમાયુધને છાતીસરસો લીધા પછી તેના મસ્તક ઉપર બરફ મૂકવાની જરૂર કેમ નહોતી?
ઉત્તરઃ
કુસુમાયુધને છાતીસરસો લીધા પછી તેના મસ્તક ઉપર બરફ મૂકવાની જરૂર નહોતી, કારણ કે આજે તે માની અમૃતભરી સોડ પામ્યો હતો.
પ્રશ્ન 10.
“ખરી મા’ પાઠ શેની પ્રતીતિ કરાવે છે?
ઉત્તરઃ
સાચો નિર્મળ પ્રેમ અસરકારક નીવડે છે તેની ખરી માટે પાઠ પ્રતીતિ કરાવે છે.
2. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
ખરી મા’ પાઠના લેખકનું નામ જણાવો.
(a) રમણલાલ વ. દેસાઈ
(b) રમણલાલ નીલકંઠ
(C) ગોવર્ધન ત્રિપાઠી
(D) પન્નાલાલ પટેલ
ઉત્તરઃ
a. રમણલાલ વ. દેસાઈ
પ્રશ્ન 2.
ખરી મા’ પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
(a) ચિંતન
(b) નવલિકા
(c) ચરિત્રલેખ
(d) લોકકથા
ઉત્તરઃ
c. નવલિકા
પ્રશ્ન ૩.
રમણલાલ વ. દેસાઈની નવલકથાનું નામ લખો.
a. ઝેર તો પીધાં છે જાણી જાણી
b. મળેલા જીવ
c. ઝાકળનાં મોતી
d. દિવ્યચક્ષુ
ઉત્તર:
d. દિવ્યચક્ષુ
3. નીચેના વાક્યો કોણ બોલે છે, તે જણાવો?
પ્રશ્ન 1.
‘તમે અહીં રહેશો કે જતાં રહેશો?”
(a) કુસુમાયુધ
(b) નવી મા
(c) લેખક
(d) કોઈ નહિ
ઉત્તરઃ
(a) કુસુમાયુધ
પ્રશ્ન 2.
‘તમને શું ગમશે? હું રહું તે કે જાઉં તે?”
(a) કુસુમાયુધ
(b) ડૉક્ટર
(c) નોકર
(d) નવી મા
ઉત્તરઃ
(d) નવી મા
પ્રશ્ન 3.
‘હા, પણ હું તો મારી ખરી માને બોલાવું છું.’
(a) ડૉક્ટર
(b) કુસુમાયુધ
(c) નોકર
(d) લેખક
ઉત્તરઃ
(b) કુસુમાયુધ
પ્રશ્ન 4.
ખરી મા મને “તું” કહેતી હતી : “તમે” નહિ.”
(a) સુદામા
(b) શ્રીકૃષ્ણ
(c) કુસુમાયુધ
(d) નોકર
ઉત્તરઃ
(c) કુસુમાયુધ
પ્રશ્ન 5.
“મેં ક્યારે તને “તમે” કહીને બોલાવ્યો?”
(a) નવી મા
(b) કુસુમાયુધ
(c) ડૉક્ટર
(d) નોકર
ઉત્તરઃ
(a) નવી મા
ખરી મા વ્યાકરણ
પ્રશ્ન 1.
નીચેનાં વાક્યો ભાષાની દષ્ટિએ સુધારીને ફરીથી લખો:
(1) કુસુમાયુધ પિતા ફરી લગ્ન કરવાનો નિશ્ચય કર્યો.
(2) કુસુમાયુધ રહેવાયું નહી.
(3) એકાએક તેણે સુંદર મુખ કોઈ સ્ત્રી ઘર જોઈ.
(4) ગત પત્ની પુત્રને પોતાના પૂત્ર તરીકે જ તેણે ઉછરવો પડશે.
ઉત્તરઃ
(1) કુસુમાયુધના પિતાએ ફરી લગ્ન કરવાનો નિશ્ચય કર્યો.
(2) કુસુમાયુધથી રહેવાયું નહિ.
(3) એકાએક તેણે સુંદર મુખવાળી કોઈ સ્ત્રી ઘરમાં જોઈ.
(4) ગત પત્નીના પુત્રને પોતાના પુત્ર તરીકે જ તેણે ઉછેરવો પડશે.
પ્રશ્ન 2.
નીચેનાં વાક્યોમાંથી પ્રત્યય શોધીને લખો:
(1) આ યુવતીએ પણ તેને પાસે બોલાવ્યો.
(2) હવે માથામાં ધુપેલ નાખવું જોઈએ.
(3) અણઘડ પુરુષના હાથમાંથી થેલી તેણે લઈ લીધી.
(4) માતાએ નોકરોને સુવાડી દીધા.
ઉત્તરઃ
(1) એ
(2) માં
(3) ના, માંથી
(4) એ, ને
પ્રશ્ન 3.
નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી, વાક્યમાં પ્રયોગ કરો
ઉત્તરઃ
(1) પ્રભુના ધામમાં જવું -મૃત્યુ પામવું
વાક્ય : વિનયના દાદા આજે વહેલી સવારે પ્રભુના ધામમાં ગયા.
(2) હૃદયમાં ચીરો પડવો – અત્યંત આઘાત લાગવો
વાક્યઃ દીકરાના અપમાનજનક શબ્દો સાંભળી માતાના હૃદયમાં ચીરો પડ્યો.
(3) પાતાળકૂવો ફૂટવો-એકાએક ભાવ કે પ્રેમ ઊભરાઈ આવવો
વાક્ય : હૃદયમાં માતૃત્વનો પાતાળકૂવો ફૂટી નીકળતાં માએ દિકરાના મુખ ઉપર ચુંબન લીધું.
(4) છાતીસરસો લેવો – પ્રેમથી ચાપી લેવો, બેટી પડવું
વાક્ય : રડતા બાળકને માતાએ છાતીસરસો લેતાં તે રડતો ચૂપ થઈ ગયો.
(5) ઠરીને રહેવું – કાયમી, એક સ્થળે સ્થિર થવું
વાક્ય : ઘણા લોકોને ઠરીને રહેવું ફાવતું નથી.
(6) શરીર લોહી ન લેવું-ખાવાપીવા છતાં શરીર સુકાતું જવું
વાક્યઃ માતાની સતત કાળજી હોવા છતાં ચિંતનનું શરીર લોહી ન લેતું હતું.
પ્રશ્ન 4.
નીચે “અ” વિભાગમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો બ” વિભાગમાંથી શોધીને લખોઃ
“અ” વિભાગ – “બ” વિભાગ
(1) સ્કૂર્તિ – ડોક, ગળું
(2) કાવતરું – ચાળો, ઠઠ્ઠા
(3) કોટ – જાગૃતિ, તેજી
(4) વિકટ – બકવાટ, લવારો
(5) ચેષ્ટા – છળ, પ્રપંચ
(6) તલખાટ – મુશ્કેલ, દુર્ગમ
ઉત્તરઃ
(1) સ્કૂર્તિ – જાગૃતિ, તેજી
(2) કાવતરું – છળ, પ્રપંચ
(3) કોટ- ડોક, ગળું
(4) વિકટ – મુકેલ, દુર્ગમ
(5) ચેષ્ટા – ચાળો, ઠઠ્ઠા
(6) તલખાટ – બક્વાટ, લવારો
પ્રશ્ન 5.
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખોઃ
- અતિ
- સ્વીકાર
- સ્વર્ગ
- વિકટ
- તીવ્ર
- સ્થિર
- દેખાવડી
- ઘરડો
- પ્રામાણિક
- માંદો
- જૂઠું
- લાંબુ
ઉત્તરઃ
- અતિ ✗ અલ્પ
- સ્વીકાર ✗ અસ્વીકાર
- સ્વર્ગ ૪ નર્ક
- વિકટ ✗ સરળ
- તીવ્ર ૪ મંદ
- સ્થિર ✗ અસ્થિર
- દેખાવડી ✗ કદરૂપી
- ઘરડો ૪ યુવાન
- પ્રામાણિક ✗ અપ્રામાણિક
- માંદો ✗ સાજો
- જૂઠું ✗ સાચું
- લાંબું ✗ ટૂંકું
પ્રશ્ન 6.
નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખોઃ
- સ્કુર્તી
- ફરીયાદ
- કુસુમાયુધ
- નીશ્ચય
- પ્રમાણીક
- હાસ
- નિરુતર
- માતૃભાવ
- બાળઉસેર
- નિંદ્રા
- શૂઠુશા
ઉત્તરઃ
- સ્કૂર્તિ
- ફરિયાદ
- કુસુમાયુધ
- નિશ્ચય
- પ્રામાણિક
- તાશ
- નિરુત્તર
- માતૃભાવ
- બાળઉછેર
- નિદ્રા
- શુશ્રુષા
પ્રશ્ન 7.
નીચેના શબ્દોની સંધિ છૂટી પાડોઃ
(1) નિશ્ચય
(2) નિરુત્તર
(3) એકાન્ત
(4) કુસુમાયુધ
ઉત્તરઃ
(1) નિશ્ચય = નિઃ + ચય
(2) નિરુત્તર = નિઃ + ઉત્તર
(3) એકાન્ત = એક + અન્ત
(4) કુસુમાયુધ = કુસુમ + આયુધ
પ્રશ્ન 8.
નીચેના શબ્દોના સમાસ ઓળખાવો
(1) નિત્યનિયમ-
(2) નિયમભક્તિ –
(3) વાદવિવાદ-
(4) બાળઉછેર –
(5) આજ્ઞાધારક –
(6) પ્રશ્નપરંપરા –
(7) શબ્દોચ્ચાર –
(8) માતૃભાવભૂખ્યા –
ઉત્તરઃ
(1) નિત્યનિયમ- તપુરુષ સમાસ
(2) નિયમભક્તિ – મધ્યમપદલોપી સમાસ
(3) વાદવિવાદ- દ્વન્દ સમાસ
(4) બાળઉછેર – તપુરુષ સમાસ
(5) આજ્ઞાધારક – ઉપપદ સમાસ
(6) પ્રશ્નપરંપરા – તપુરુષ સમાસ
(7) શબ્દોચ્ચાર – તપુરુષ સમાસ
(8) માતૃભાવભૂખ્યા – તપુરુષ સમાસ
ખરી મા Summary in Gujarati
ખરી મા પ્રાસ્તાવિક
રમણલાલ વ. દેસાઈ (જન્મઃ 12 -5 -1892; મૃત્યુ: 20-9-1954].
‘ખરી મા’ કોને કહી શકાય તે આ નવલિકામાં કુસુમાયુધના પાત્ર દ્વારા સચોટ રીતે સમજાવાયું છે. ‘ખરી મા’ બનવા પ્રયત્ન કરતી ‘અપરમા એના નિર્મળ પ્રેમના ઔષધથી કુસુમાયુધની ખરી મા’ બની શકે છે; કુસુમાયુધને નવું જીવન બક્ષે છે.
પ્રેમનું ઔષધ સામાજિક જીવનની અનેક વિષમતાઓને પણ મિટાવી શકે છે, એની પ્રતીતિ આપણને આ નવલિકા દ્વારા અનુભવાય છે. ગુજરાતી નવલિકાના ઇતિહાસમાં આ નવલિકા વિશેષ નોંધપાત્ર બની છે.
ખરી મા શબ્દાર્થ
- સ્કૂર્તિ – જાગૃતિ, તેજી.
- કાવતરું – છળ, પ્રપંચ, કારસ્તાન.
- કોટ – ડોક, ગળું.
- ચેષ્ટા – ચાળો, ઠઠ્ઠા, મશ્કરી.
- તાવવું – કસવું, કસોટી કરવી.
- અતિ – વધારે પડતું.
- વિકટ – મુશ્કેલ, દુર્ગમ.
- તીવ્ર – તીક્ષ્ણ, આકરું, સખત.
- વિક્રિયા – વિકાર, વિકૃતિ, (અહીં) ભયજનક રોગ.
- વાદવિવાદ – ચર્ચા, સામસામાં સવાલજવાબ.
- ક્વચિત્ – ક્યારેક.
- રૂંવાં – રૂંવાડાં, રોમ.
- તલખાટ – બકવાટ, લવારો.
- શુશ્રુષા – સેવાચાકરી.
- અણઘડ – કેળવાયા વિનાનું.
- અપરમા – સાવકી મા.
- ગાઢ – ઘટ્ટ, અત્યંત, ભારે.
- સોડ – પડખું, નજીક.